IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

કયા પ્રખ્યાત દેશની ત્રણ રાજધાની છે?

8 mins. read

Published in the Sunday Gujarat Samachar on 21 January, 2024

દક્ષિણ આફ્રિકાની મનમોહક સફર શરૂૂ કરો, જ્યાં ત્રણ અલગ-અલગ રાજધાનીઓ સાંસ્કૃતિક વિવિધતા, આકષક લેન્ડસ્કેપ્સ અને ઐતિહાસિક મહત્વની કથા વણાટ કરે છે. 

આજે આપણે એવા દેશ વિશે જાણીશું જે સંસ્કૃતિનું પ્રતીક છે. નૈતિક પાર્શ્ર્વભૂ અને ભાષાઓના વૈવિધ્યપૂણ સંમિશ્રણ માટે તેને મોટે ભાગે "ઈન્દ્રધનુષી દેશ અથવા રેઈનબો નેશન તરીકે ઓળખવામાં આવે છે. દેશ તેનાં નયનરમ્ય સ્થળો, ફરતી ટેકરીઓથી દરિયાકાંઠે સુંદર બીચ સુધી ખૂબીઓ માટે પ્રખ્યાત છે. રમતગમત પ્રેમી દેશમાં ખાસ કરીને રગ્બી, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો પ્રચલિત છે અને દેશને ૨૦૧૦ના ફિફા વર્લ્ડ કપનું ગૌરવશાળી યજમાનપદ મળ્યું હતુું. ઉપરાંત એક વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું યજમાન બન્યું હતું. તમને દેશ કયો છે તેનો અંદાજ આવી ગયો ને? અંદાજ આવ્યો હોય કે નહીં, હું તમને થોડા વધુ મોજીલા ક્લુઆપું છું. 

દેશ મોટો વાઈન ઉત્પાદક છે, જેના સ્ટેલેનબોશ્ચ અને ફ્રેન્સચોક જેવા પ્રદેશો તેના વિશ્ર્વ કક્ષાના વાઈનયાર્ડસ અને વાઈન ટુસ માટે પ્રખ્યાત છે. તે દુનિયાની સૌથી મંત્રમુગ્ધ કરનારી વાઈલ્ડલાઈફ પણ ધરાવે છે અને વિખ્યાત ક્રુગર નેશનલ પાર્કનું ઘર છે, જે સફારીના શોખીનો માટે અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે. હવે આખરી ક્લુ આપું છું: દેશ ભૌગોલિક રીતે એટલો અજોડ છે કે તેનાં ત્રણ રાજધાની શહેર છે, જેમાં પ્રીટોરિયા, બ્લોમફોન્ટેઈન અને કેપ ટાઉનનો સમાવેશ થાય છે. અને મને ખાતરી છે કે તમે હવે અંદાજ લગાવી દીધો હશે. અમે અન્ય કોઈ નહીં પણ સાઉથ આફ્રિકા વિશે વાત કરી રહ્યા છીએ 

આફ્રિકન ખંડની દક્ષિણીય ટોચ પર વસેલો સાઉથ આફ્રિકા મંત્રમુગ્ધ કરનારી વૈવિધ્યતા અને વૈભવશાળી ધરતી હોવાથી તેને "ઈન્દ્રધનુષી દેશનું સોહામણું નામ પડ્યું છે. સાઉથ આફ્રિકા સાઉથ એટલાન્ટિક અને હિંદ મહાસાગર સાથે ૩૦૦૦ કિલોમીટરથી વધુ પટ્ટામાં ફેલાયેલો વ્યાપક દરિયાકાંઠો ધરાવે છે. તેનું સ્થળ તેને એટલાન્ટિક અને હિંદ મહાસાગર વચ્ચે નોંધપાત્ર સમુદ્રિ કડી બનાવે છે. નામિબિયા, બોટ્સવાના, ઝિંબાબ્વે, મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડની સીમા ધરાવે છે અને લેસોથો તેની સીમાઓમાં સંપૂણ ઘેરાયેલા સાઉથ આફ્રિકાની સ્થળની રૂપરેખા અતુલનીય રીતે વૈવિધ્યપૂણ છે. ઉત્તરમાં ઉજ્જડ કલાહારીથી દક્ષિણમાં હરિયાળા કેપ વાઈનલેન્ડ્સ સુધી દેશનું નૈસગિક દ્રશ્ય તેની સંસ્કૃતિઓ જેટલું વૈવિધ્યપૂણ છે. 

મેં અગાઉ ઉલ્લેખ કર્યો તે રીતે સાઉથ આફ્રિકા અત્યંત અજોડ ત્રણ રાજધાનીની પ્રણાલી ધરાવે છે, જેનાં મૂળિયાં તેની અટપટી વસાહત અને રાજકીય ઈતિહાસમાં ધરાવે છે. તેની ત્રણ રાજધાનીમાં પ્રિટોરિયા (એક્ઝિક્યુટિવ),કેપ ટાઉન (લેજિસ્લેટિવ) અને બ્લોમફોન્ટેઈન (જ્યુડિશિયલ) નો સમાવેશ થાય છે. દરેક રાજધાની અજોડ હેતુ ધરાવે છે: 

પ્રિટોરિયા (વહીવટી રાજધાની): પ્રિટોરિયા રાષ્ટ્રપ્રમુખના વિધિસર નિવાસસ્થાન સહિત સરકારની એક્ઝિક્યુટિવ શાખાનું યજમાન છે. પ્રિટોરિયાની વહીવટી રાજધાની તરીકે પસંદગી ૧૯૧૦માં યુનિયન ઓફ સાઉથ આફ્રિકાની રચના સમયે કરાઈ હતી. શહેર ગત ટ્રાન્સવાલ પ્રજાસત્તાકનું વહીવટી કેન્દ્ર હતું, જે ઘટક પ્રદેશોમાંથી એક હતું, જે તેને યુનિયન બનાવે છે. 

કેપ ટાઉન (લેજિસ્લેટિવ રાજધાની): કેપ ટાઉન સાઉથ આફ્રિકાની સંસદની બેઠક છે, જ્યાં સંસદીય બાબતો હાથ ધરાય છે. વ્યવસ્થા વસાહતી યુગની છે, જ્યારે કેપ કોલોની બ્રિટિશ રાજ હેઠળ મુખ્ય કેન્દ્ર હતું. યુનિયન ઓફ સાઉથ આફ્રિકાની રચના પછી કેપ ટાઉનને સંસદીય રાજધાની તરીકે જાળવવી તે બ્રિટિશ અને ૧૬૫૨માં કેપ ઓફ ગૂડ હોપ ખાતે પ્રથમ આગમન કરનાર મુખ્યત્વે ડચ વસાહતીઓ પરથી ઊતરી આવેલા દક્ષિણીય આફ્રિકન નૈતિકતા સમૂહ આફ્રિકનો વચ્ચે સત્તા અને પ્રભાવ વચ્ચેનું સંતુલન જાળવવા માટે બાંધછોડ હતી. ૧૯૯૪ સુધી તેમણે સાઉથ આફ્રિકાના રાજકારણ તેમ દેશના વ્યાવસાયિક કૃષિ ક્ષેત્ર પર વચસ જમાવી રાખ્યું હતું. 

બ્લોમફોન્ટેન (જ્યુડિશિયલ રાજધાની): બ્લોમફોન્ટેનમાં સુપ્રીમ કોર્ટ ઓફ અપીલ છે, જે બિન-બંધારણીય બાબતોની સર્વોચ્ચ કોર્ટ છે. તે ઓરેન્જ ફ્રી સ્ટેટને સંતુષ્ટ કરવા પસંદ કરાઈ હતી, જે ગત પ્રજાસત્તાક યુનિયન ઓફ સાઉથ આફ્રિકાનો હિસ્સો બન્યું હતું. બ્લોમફોન્ટેન ઓરેન્જ ફ્રી સ્ટેટની રાજધાની હતી અને નવા યુનિયનમાં તેનો રાજધાની તરીકે સમાવેશ ઘટક રાજ્યોને પ્રતિનિધિત્વ પૂરું પાડવા અને તેમની વચ્ચે સંતુલન પૂરું પાડવાની રીત હતી. 

આમ, ત્રણ રાજધાનીની પ્રણાલી અલગ અલગ સંસ્થાઓને એકત્રિત કરીને યુનિયન ઓફ સાઉથ આફ્રિકા રચવાના હેતુથી બાંધછોડ હતી, જે દરેક પોતાનું અજોડ ઐતિહાસિક અને રાજકીય મહત્ત્વ ધરાવે છે. તે ખાસ કરીને રાષ્ટ્રની એકતા તકલાદી હતી તે સમય દરમિયાન દેશમાં અલગ અલગ પ્રદેશો અને ખાસ કરીને દેશમાં બ્રિટિશ અને આફ્રિકન સમૂહોનાં હિતો અને પ્રભાવોનું સંતુલન કરવા માટે સમાધાન હતું. તે સમયથી પ્રણાલી જાળવી રાખવામાં આવી છે, જે તેની વૈવિધ્યપૂણ વસતિમાં પ્રતિનિધિત્વ અને સંતુલન જાળવવા દેશની કટિબદ્ધતાનું પ્રતીક છે. 

હવે આપણે વિશે જાણી લીધા પછી હું લેખ માટે સંશોધન કરતો હતો ત્યારે મારી સામે આવેલી વધુ ત્રણ અદભુત વાસ્તવિકતા વિશે જણાવું છું: 

.સાઉથ આફ્રિકામાં દુનિયાની અમુક સમૃદ્ધ હોમિનિન ફોસિલ સાઈટ્સ છે, જે તેને માનવી ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવા માટે મુખ્ય યોગદાનકતા બનાવે છે. જોહાનિસબગ નજીક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડદુનિયાના માનવીના પૂવજોના અવશેષોમાંથી આશરે ૪૦ ટકાનું ઘર છે. 

.ઈન્દ્રધનુષી રાષ્ટ્ર તરીકે તેને ઓળખવાનું કોણે નક્કી કર્યું હતું? "ઈન્દ્રધનુષી રાષ્ટ્ર ઓળખ સાઉથ આફ્રિકાની નૈતિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું વિવરણ કરવા માટે આચબિશપ ડેઝમન્ડ ટુટુ દ્વારા આપવામાં આવી હતી. દેશ ૧૧  વિધિસર ભાષા ધરાવે છે, જે તેની આફ્રિકન, યુરોપિયન અને એશિયન પ્રભાવોની ખૂબીઓ પ્રદશિત કરે છે. ૧૧ભાષામાં સેપેદી, સેસોથો, સેટ્સવાના, સિસ્વાતી, તિશિવેંદા, ઝિટસોંગા, આફ્રિકાન્સ, ઈન્ગ્લિશ, ઈસિડેબેલ, ઈસિહોસા અને ઈસિઝુલુનો સમાવેશ થાય છે. 

.વિશ્ર્વના સૌથી વિશાળ હીરા: સાઉથ આફ્રિકા તેની ખનીજ સંપત્તિ, ખાસ કરીને હીરા માટે પ્રસિદ્ધ છે. દુનિયાનો સૌથી વિશાળ હીરો કુલિનાન ડાયમંડ ૧૯૦૫ માં સાઉથ આફ્રિકામાં શોધવામાં આવ્યો હતો. તે અદભુત .૧૦૬ કેરેટનો છે, જે પછીથી સેંકડો પોલિશ્ડ રત્નોમાં કટ કરવામાં આવ્યો, જેમાંથી સૌથી વિશાળ બ્રિટિશ રાજાના ઔપચારિક કમચારીઓ બ્રિટિશ સોવરેનના રોયલ સેપ્ટર દ્વારા ધારણ કરવામાં આવે છે. તે શાહી સમારંભોનો મહત્ત્વનો ભાગ છે અને મોટે ભાગે નવા રાજા કે રાણીના રાજ્યાભિષેક જેવા સમારંભો દરમિયાન જોવા મળે છે. સેપ્ટર રાજાની શક્તિ અને સત્તાનું પ્રતીક છે. 

તમે સાઉથ આફ્રિકામાં જાઓ ત્યારે પ્રતીકાત્મક ટેબલ માઉન્ટનની મુલાકાત લેવાનું નિયોજન અચૂક કરો. આપણે ઘણા બધાએ ટેબલ માઉન્ટન સૌપ્રથમ 2003ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જોયું છે, જ્યાં કેપ ટાઉનના ટેબલ માઉન્ટનની પાર્શ્ર્વભૂ સાથે એક્સ્ટ્રા ઈનિંગ્સ નામે શોનું પ્રસારણ કરાયું હતું. તો ટેબલ માઉન્ટન વિશે નોંધપાત્ર શું છે? 

ટેબલ માઉન્ટન કેપ ટાઉનની સન્મુખ સપાટ ટોચની પહાડી છે અને અદભુત પાર્શ્ર્વભૂ કરતાં પણ વધુ વિશિષ્ટતા ધરાવે છે. તે ઘણા બધા સાઉથ આફ્રિકનોનાં ઘર અને આશાનું પ્રતીક છે. પહાડી ટેબલ માઉન્ટન નેશનલ પાર્કનો ભાગ છે અને નિસગની નવી અજાયબીમાંથી એક છે. તેની સમૃદ્ધ જૈવવૈવિધ્યતા તેને મહત્ત્વપૂણ રૂઢિચુસ્ત ક્ષેત્ર બનાવે છે અને તે લગભગ ,૨૦૦ છોડવાંની જાતિનું ઘર છે. મુલાકાતીઓ માટે ટોચ પર કેબલ કાર રાઈડ કેપટાઉન, હાબર અને રોબન આઈલેન્ડનો મનોહર નજારો પ્રદાન કરે છે. શહેરની ક્ષિતિજમાં પહાડીની હાજરી શહેરી વિકાસ વચ્ચે અદભુત નિસગની સતત યાદ અપાવે છે. 

એકંદરે સાઉથ આફ્રિકાનું નૈસગિક સૌંદય, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને ઐતિહાસિક ઊંડાણની સમૃદ્ધ ખૂબીઓ તેને અજોડ અને મંત્રમુગ્ધ કરનારું સ્થળ બનાવે છે. અદભુત ટેબલ માઉન્ટનની પ્રતિકાત્મક ત્રણ રાજધાનીથી લઈને ક્રુગર નેશનલ પાર્કની વ્યાપક વાઈલ્ડલાઈફ સુધી દેશની દરેક ખૂબી તેની સ્થિતિસ્થાપકતા અને સ્વણિમ જોશમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. તેનાં પ્રાચીન મૂળની ખોજ હોય કે તેની નૈસગિક અજાયબીઓનો અનુભવ કરવો હોય, સાઉથ આફ્રિકા ચકિત કરનારો અને પ્રેરણાત્મક પ્રવાસનું વચન આપે છે. તો તમે ત્રણ રાજધાનીની ધરતી પર ક્યારે જવાનું નક્કી કરો છો? મને neil@veenaworld.com પર લખીને જરૂર જણાવો. ત્યાં સુધી તમારો સપ્તાહ મજેદાર રહે એવી શુભેચ્છા. ફરી આગામી સપ્તાહમાં મળીશુ. 

January 20, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top