Published in the Sunday Mumbai Samachar on 03 August 2025
આપણે કળા, ઈતિહાસ અને સ્મૃતિઓ સાથે જે રીતે સહભાગી થઈએ છીએ તેમાં મૂક ક્રાંતિ નવો આકાર લઈ રહી છે અને તે તમે આગામી વખતેજે રીતે પ્રવાસ કરશો તેમાં બદલાવ લાવી શકે છે.
મહામારી દરમિયાન મેં નો ધ અનનોન નામે પોડકાસ્ટ શરૂ કર્યું હતું, જેના 420 એપિસોડમાં વૈશ્વિક ઉત્સુકતાઓ વિશે જણાવ્યું હતું.તેમાંથી એક અનોખું `મોનાલિઝા આપણને હંમેશાં નીરખીને કેમ જુએ છે?' તે હતું, જ્યાં અમે દા વિન્સીની `ફુમાતો' ટેક્નિક વિશે જણાવ્યું,જે જાદુ તમે જ્યાં પણ ઊભા રહો ત્યાં તમારી સામે તે નીરખી રહી હોય તેવું મહેસૂસ કરાવે છે.
આ પેઈન્ટિંગ મને હજુ પણ મોહિત કરે છે. તેની ટેક્નિક માટે જ નહીં, પરંતુ તે જે આલેખિત કરે છે તેના માટે.અમે વીણા વર્લ્ડ શરૂ કરી અને 350+ સમર્પિત ટુર મેનેજર રાખ્યા તે પૂર્વે મેં એક ટુરની આગેવાની કરી હતી. મેં અસંખ્ય પ્રવાસી ઓનેમોનાલિઝાને જોવા મ્યુઝિયમ હોલ થકી પસાર થતા, ફોટો ખેંચતા અને "કામ થઈ ગયું? બહુ નાનું છે! એવા ઉદગાર ઉચ્ચારતા જોયા.
આ અવસર કાંઈક ઊંડાણમાં લઈ જાય છેઃ મ્યુઝિયમ સાથે આપણો સંબંધ પુનઃશોધ માટે તૈયાર છે. એક સમયે શાંતિઅને સ્થિરતાનો પવિત્ર હોલ-મ્યુઝિયમ આજે ભાવના, કલ્પના અને આંતરક્રિયાનું મેદાન બની ગયાં છે. તે હવે ફક્ત જોવાની બાબત નથી,તે મહેસૂસ કરવાની, કશુંક કરવાની અને યાદ રાખવાની બાબત બની ગયાં છે.
તો ચાલો, સ્થિર પ્રદર્શનોથી રોમાંચક વંડરલેન્ડ્સ સુધી આ ઉત્ક્રાંતિમાં ડૂબકીઓ લગાવીએ અને મ્યુઝિયમ કઈ રીતેબદલાઈ રહ્યાં છીએ તે જાણીએ.
મ્યુઝિયમ કેવાં હતાં તેનો સંક્ષિપ્ત ઈતિહાસ
20મી સદીમાં મ્યુઝિયમો સ્પષ્ટ ફોર્મ્યુલાનું પાલન કરતાં હતાંઃ શાંત ઓરડાઓ, કાચની પાછળ કળાકૃતિઓ, સફેદ દીવાલો પર કળાકૃતિઓઅને સૌજન્યશીલ ભીંતપત્ર તે બધું સમજાવે છે.
તે ઈતિહાસનું સંવર્ધન કરવા માટે નિર્માણ કરાયાં હતાં અને જરૂરી રીતે ઉત્સુકતા વધારવા માટે નહીં. મુલાકાતીઓ અંદર જોઈ શકતા,ઓડિયો ગાઈડ લઈ શકતા, વિવરણ વાંચતા, ફોટો ખેંચતા અને આગળ જતા. હા, શૈક્ષણિક, પરંતુ ભાવનાત્મક ભાગ્યે જ હતું.
યુવા મુલાકાતીઓ અથવા કળા અને ઈતિહાસથી ઓછા પરિચિત મોટે ભાગે અલગ મહેસૂસ કરતા, તેઓ ચેકલિસ્ટના ભાગરૂપે ઉતાવળમાંજોઈ નાખતા. જોકે આજે બધું બદલાઈ ગયું છે.
નવી ટેકનોલોજીઓ અને વિચારધારામાં બદલાવને લીધે મ્યુઝિયમ સ્વર્ણિમ, ઈન્ટરએક્ટિવ જગ્યા બની ગયાં છે,જ્યાં લોકોને ફક્ત નિરીક્ષણ કરવાને બદલે સહભાગી થવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
રોમાંચક અનુભવોનો વધારો
આધુનિક મ્યુઝિયમમાં પ્રવેશ કરો અને તમે પોતાને સંપૂર્ણ અલગ દુનિયામાં હોવાનું મહેસૂસ કરશો,જ્યાં કળા ફક્ત દીવાલો પર નહીં પરંતુ તમારી આસપાસમાં હશે.
ટોકિયોની ટીમલેબ બોર્ડરલેસમાં નકશા અથવા ગાઈડ નથી. ફક્ત ઈન્ટરએક્ટિવ ડિજિટલ આર્ટ છે, જે તમે આગળ વધો તેમ વહે છે.ફૂલો તમારા પગની નીચે ખીલે છે, લહેરો 3ઉમાં તમારી આસપાસ અથડાય છે, દરેક જગ્યા તમારી હાજરીને આધારે ઉત્ક્રાંતિ પામે છે.
અથવા વૈશ્વિક ટુર કરતાં વાન ઘોઘનાં રોમાંચક પ્રદર્શનનું જ જુઓ. તમે તારાઓથી ભરચક રાત ફક્ત જોતા નથી, પરંતુ તેના થકી ચાલો છે.જમીન પર સૂર્યમુખીઓ ઘૂમરાય છે, રંગો તમારી આસપાસ લહેરાય છે. આ ફક્ત ટેક્નિકનું વિશ્લેષણ કરવાની બાબત નથી,પરંંતુ કલાકારની ભાવનાઓને મહેસૂસ કરવાની વાત છે.
તે પારંપરિક મ્યુઝિયમની અવેજી નથી, તે સાથી છે. તે નવી પેઢી સાથે વાત કરે છેઃ સેન્સરી-ફર્સ્ટ, ટાઈમ-પુઅર અને કનેક્શન-હંગ્રી.તે ખાસ કરીને બાળકો અને પરિવારો સાથે સુમેળ સાધે છે, જેમને ચકમકતા ઓરડાઓ અને ઈન્ટરએક્ટિવ સાઉન્ડસ્પેસીસમાં જાદુ જોવા મળે છે. જોકે તે પુખ્તોને પણ મોહિત કરીને આપણે મોટે ભૂલી જતા હોઈએ તે અજાયબી જાગૃત કરે છે. આ મ્યુઝિયમની `મસ્તી' કરવાની બાબત નથી, પરંતુ તે તેમને જીવંત કરવાની બાબત છે.
રમો અને ભાગ લોઃ તમને સ્પર્શ કરવા દેતાં મ્યુઝિયમ
સર્વ ઈનોવેશન હાઈ-ટેક પ્રોજેકશન પર આધાર રાખતા નથી. અમુક વાર ચાવી સહજ હોય છેઃ લોકોને સ્પર્શ કરવા,રમવા અને ખોજ કરવા દો.
સાન ફ્રાન્સિસ્કોમાં ધ એક્સપ્લોરેટોરિયમ તેનો ઉત્તમ દાખલો છે. ઉત્સુકતા પર નિર્મિત તે તમને તમારો પડછાયો થીજવવા,તમારા હૃદયના ધબકાર માપવા નૃત્ય કરવા અથવા તમારી પોતાની સાધનસામગ્રીઓ નિર્માણ કરવા પ્રોત્સાહિત કરે છે. શીખવાની ધગશ જગાવે છે.
એમ્સ્ટર્ડેમમાં માઈક્રોપિયા મ્યુઝિયમ માઈક્રોબ્સ વિશે છે. તેમાં તમે તમારું શરીર સ્કેન કરી શકો છો અને તમારી પોતાની અદ્રષ્ટિગોચર ઈકોસિસ્ટમને જોઈ શકો છો. તે રમતિયાળ, વિચિત્ર અને બહુ યાદગાર છે.
પારંપરિક આર્ટ મ્યુઝિયમો પણ આ ઊર્જા લઈ રહ્યાં છે. ઈન્ટરએક્ટિવ એક્ઝિબિટ્સ તમને સ્કેચ કરવા, વોટ આપવા અથવા કો-ક્રિયેટ કરવા દે છે. બાળકોના મ્યુઝિયમોમાં લાંબા સમયથી આ હતું, પરંતુ હવે સાયન્સ સેન્ટરો અને હિસ્ટરી મ્યુઝિયમો પણ તે વસાવવા લાગ્યાં છે.
શા માટે? કારણ કે આપણે બધા કૃતિ થકી સારી રીતે શીખી શકીએ છીએ. નિર્માણ કરવાનું, ફેરવવાનું કે સ્પર્શ કરવાનું હોય સહભાગ ઘેરું,દીર્ઘ ટકાઉ જોડાણ નિર્માણ કરે છે. અને તે આપણને યાદ અપાવે છે કે ઉત્સુકતા બાળપણમાં પૂરી થતી નથી.
પારંપરિક મ્યુઝિયમ શાંતિથી ઉત્ક્રાંતિ પામી રહ્યાં છે
પ્રતીકાત્મક સંસ્થાઓ પાછળ રહી ગઈ નથી. તે શાંતિથી અને શક્તિશાળી રીતે ઉત્ક્રાંતિ પામી રહી છે.
ધ લુવર હવે મોનાલિઝા વીઆર અનુભવ પ્રદાન કરે છે, જ્યાં તમે હેડસેટ થકી પેઈન્ટિંગની દુનિયામાં પ્રવેશ કરી શકો છો.સેલ્ફીને બદલે તમને પરિપ્રેક્ષ્ય મળે છેઃ તે કોણ હતી, દા વિંસીએ તેને કઈ રીતે ચિત્રી અને તે મહત્ત્વપૂર્ણ શા માટે છે.
એમ્સ્ટર્ડેમનું રિક્સ મ્યુઝિયમ ડ્રોઈંગ સ્ટેશન્સ અને મોબાઈલ એપ્સ સાથે ઊંડો સહભાગ કરવા પ્રોત્સાહિત કરે છે, જે તમને ધીમા પડવા,નજીકથી જોવા અને તમારા વિચારોને સ્કેચ કરવા મદદ કરે છે. આવું કરીને તમે રેમ્બ્રાન્ડટ અથવા વર્મિયર સાથે વધુ અંગત રીતે કનેક્ટ થાઓ છો.
ભારતીય મ્યુઝિયમ પણ હવે આ લહેરોમાં જોડાઈ રહ્યાં છે. બેન્ગલુરુમાં ધ ઈન્ડિયન મ્યુઝિક એક્સપીરિયન્સ મ્યુઝિયમ ભારતના સંગીતમય વારસાને ઈન્ટરએક્ટિવ બનાવવા માટે સાઉન્ડસ્કેપ્સ, સ્પર્શી શકાતાં વાજિંત્રો અને ટેકનો ઉપયોગ કરે છે. અમૃતસરમાં પાર્ટિશન મ્યુઝિયમભારતના ભાગલાની ઘેરી માનવી વાર્તા કહેવા માટે કળાકૃતિઓ સાથે મૌખિક ઈતિહાસને સંમિશ્રિત કરે છે.
આ બોલકણી ક્રાંતિ નથી, પરંતુ તે અર્થપૂર્ણ છે. તે ફક્ત નિરીક્ષકમાંથી સહભાગી બનવાની મુલાકાતીઓની ભૂમિકા બદલે છે.
મ્યુઝિયમ જ્યારે તમને મહેસૂસ કરાવે છે
અમુક મ્યુઝિયમ તેની પણ આગળ જાય છે. તે ફક્ત માહિતી આપતું નથી, પરંતુ આગળ વધવાનું લક્ષ્ય ધરાવે છે.
બર્લિનનું જ્યુઈશ મ્યુઝિયમ આર્કિટેક્ટ ડેનિયલ લિબેસ્કાઈન્ડે તૈયાર કર્યું હતું જે તેનો ઉત્તમ દાખલો છે. તેના દિશાવિહીન કોણઅને મૂક હોલોકાસ્ટ ટાવર ખોટ અને ગેરહાજરી માટે શક્તિશાળી, પ્રત્યક્ષ રૂપકો છે. ખુદ ઈમારત વાર્તાનો હિસ્સો છે.
હિરોશિમામાં ધ પીસ મેમોરિયલ મ્યુઝિયમ પીગળેલા ઘડિયાળો, બળેલા સ્કૂલ યુનિફોર્મ અને ગંભીર ફોટો થકી ભયાનક વાર્તા કહે છે. તે ફક્ત ઈતિહાસ બતાવતું નથી, પરંતુ તેનું વજન મહેસૂસ કરાવે છે.
કેપટાઉનનું ડિસ્ટ્રિક્ટ સિક્સ મ્યુઝિયમ હસ્તલિખિત નોંધ, સ્ટ્રીટ સાઈન્સ અને ઘરેલુ વસ્તુઓ થકી વિસ્થાપિત સમુદાયની અંગત વાર્તા કહે છે.તે યાદગીરીઓ અને અન્યાયનો ચાકળો છે, જે કાચી, પ્રામાણિક વિગતો થકી જીવંત કરાઈ છે.
આ ફક્ત એક્ઝિબિટ્સ નથી. તે યાદગીરીઓની કૃતિઓ છે. તે સહાનુભૂતિ, આત્મચિંતન આમંત્રિત કરે છે, જે ગુણવત્તાઓની દુનિયાને વધુ જરૂર છે.
ભાવનાઓનો અર્થ દુઃખ એવો જ થતો નથી. ઝેગરેબનું મ્યુઝિયમ ઓફ બ્રોકન રિલેશનશિપ્સમાં દુનિયાભરના લોકો દ્વારા દાન કરાયેલી વસ્તુઓ છે, જે દરેક પ્રેમભંગની વાર્તા કહે છે. તે મોજીલું, દુખદ, નાજુક અને ખૂબ જ માનવીય છે.
આ સ્થળો આપણને યાદ અપાવે છે કે મ્યુઝિયમો એટલે ફક્ત સંગ્રહ નથી. તે અનુભવો છે, તે યાદગીરીઓ, રમૂજ, દુઃખ અને સૌંદર્ય માટેજગ્યા ધરાવે છે.
મ્યુઝિયમ જનારા માટે મારી ટ્રાવેલ ટિપ
પ્રવાસમાં સામાન્ય ભૂલ શું છે? મ્યુઝિયમનો થાક. તમે અત્યંત ઝડપથી ઘણું બધું જુઓ તો તમને થાક લાગવાનો જ છે. તમારા પગ દુખશે,તમારું મન ભટકશે અને તમને પછી બધી કળાકૃતિઓ સરખી જ દેખાશે.
આથી મારી આ ભલામણ છેઃ ધીમા પડો. મ્યુઝિયમ "પૂરું કરવાનું લક્ષ્ય નહીં રાખો. તેને બદલે તમને ખરેખર રુચિ જગાવે તેવાએક જ વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારો સમય લો. બેસો. વાંચો. પ્રદર્શિત કરો. તમને તે વધુ યાદ રહેશે અને તે વધુ માણશો.
અને ભૂખ્યા અથવા થાકેલા હોય ત્યારે જશો નહીં. આ વિચિત્ર લાગશે, પરંતુ તમારા શરીરને સારું મહેસૂસ થાય ત્યારે તમારું મગજ વધુ સારી રીતે શોષી લે છે. આજના મ્યુઝિયમમાં સુંદર કેફે હોય છે, જે બે્રક્સ, વાર્તાલાપ કરવા અને ચિંતન કરવા માટે આદર્શ હોય છે.
એકંદરે `હાઈલાઈટ' નો પીછો નહીં કરો. શાંતિથી જુઓ. ખૂણામાં વસ્તુઓ, ભુલાયેલો ઓરડો, કોઈ જોતું નહીં હોય તેવા એક્ઝિબિટ્સજોઈને પોતાને આશ્ચર્યચકિત કરો.
તો આગામી સમયે પ્રવાસે નીકળો ત્યારે મ્યુઝિયમ જોવાનું જતું કરશો નહીં. તેને અલગ રીતે જુઓ. તમે ઉત્સુકતાથી અંદર જશોઅને પરિવર્તિત થઈને બહાર આવશો.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.