Published in the Sunday Gujarat Samachar on 20 July 2025
તમે હરવાફરવા જવા માટે ફ્લાઈટ બુક કરો તેના બહુ અગાઉથી અમુક સ્થળો અવારનવાર તમારી કલ્પનાઓને મઢી લે છે.મારે માટે લેપલેન્ડ હંમેશાં તે સ્થળમાંથી એક રહ્યું છે. બરફાચ્છાદિત વંડરલેન્ડ જ્યાં હસ્કીઓ શાંત જંગલ થકી સ્લેજીસ ખેંચતા હોય છે,જ્યાં આકાશ લીલી અને જાંબુડી લહેરોમાં નૃત્ય કરે છે અને જ્યાં સાંતા ક્લોઝ વાસ્તવમાં સરનામું ધરાવે છે.આ ખરેખર ચમત્કારી જેવું લાગે છે નહીં.
જોકે હવે તે ફક્ત સપનું રહ્યું નથી. મેં આગામી ફેબ્રુઆરીમાં ફિનિશ લેપલેન્ડની ટ્રિપનું નિયોજન કર્યું છે અને હું તેના વિશે વિચારવાનું રોકીશકતો નથી. વીણા વર્લ્ડની આ પ્રદેશ માટે અમુક સૌથી રોમાંચક નવી આઈટિનરીઓ બનાવવા પ્રોડક્ટ ટીમ સાથે કામ કરતી વખતે હું લેપલેન્ડની વાર્તામાં ઊંડાણમાં ગરકાવ થઈ ગયો. મેં તેના વિશે જેટલું વધુ વાંચ્યું તેટલું મને પરીકથા ઉજાગર થતી હોય તેવું મહેસૂસ થયું, જેમાં રેઈનડિયર, બરફાચ્છાદિત કેબિનો, ગ્લાસના ઈગ્લૂ અને આંખો પહોળી રહી જાય તેવી અજાયબીઓ.
તો આજના લેખમાં હું લેપલેન્ડ જોવા અથવા કરવા વિશે વાત કરવા સાથે તે જે લાગણીઓ જાગૃત કરે છે તે વિશે વાત કરવા માગું છું.આ સ્થળ એવું છે જે તમે પાંચના હોય કે પચાસનાં, તમને ફરીથી જાદુમાં વિશ્વાસ કરાવે છે. તો ચાલો, બરફમાં ઉત્તર તરફ નીકળીએ...
નોર્ધર્ન લાઈટ્સનો પીછો
દુનિયામાં નોર્ધર્ન લાઈટ્સ અથવા ઓરોરા બોરિયાલિસ જેવી મંત્રમુગ્ધ કરનારી દુનિયામાં જૂજ અજાયબીઓ છે. અને લેપલેન્ડ આ નજારો જોવા માટે પૃથ્વી પરનાં ઉત્તમ સ્થળમાંથી એક છે. અંધારિયા આકાશની નીચે, આકાશમાં ઉષ્માથી ભરચક, લીલા અને જાંબુડી અને ગુલાબી રંગની પણ લહેરો વિશે જરા કલ્પના કરો. તે અદભુત છે, તે શાંત છે અને તે અવિસ્મરણીય છે.
લેપલેન્ડને વિશેષ બનાવતું જો કશુંક હોય તો તે ઓરોરાના દ્રશ્ય સાથોસાથ જે રીતે સંપૂર્ણ અનુભવ તૈયાર કરાયો છે તે રીત છે.તમે શાંત જંગલ થકી સ્નોશૂઈંગ કરતા હોય, ગરમ ગ્લાસ-રૂફ્ડ સ્લેઘમાં સવારી કરતા હોય કે કાચના ઈગ્લૂમાં બસ પોઢી રહ્યા હોય,નિસર્ગનું આ રંગમંચ તેની ઉત્કૃષ્ટતામાં જોવા મળે છે.
લાઈટ્સ સામાન્ય રીતે સપ્ટેમ્બર અને માર્ચ વચ્ચે દેખા દે છે અને ફેબ્રુઆરી ત્યાં જવા માટે ઉત્તમ સમય છે. દેખીતી રીતે તે દેખા દેશે જ એવી બાંયધરી નથી, પરંતુ તે વિખ્યાત રીતે અગમ્ય છે છતાં ઉત્સુકતા પણ આ જાદુમાં ઉમેરો કરે છે. અને જો તમને તે જોવા મળે તો? તમારે માટે તે અવસર યાદગાર રહી જશે.
હસ્કીઓ, રેઈનડિયર અને વિંટરનાં સાહસો
લેપલેન્ડ એ આકાશમાં તમારી ઉપર શું છે તેટલા પૂરતું સીમિત નથી, પરંતુ તે તમારા પગની નીચે પણ સાહસનો ખજાનો છે.હસ્કીઓ દ્વારા ખેંચવામાં આવતા સ્લેજ પર થીજેલી ક્ષિતિજોમાં ગ્લાઈડિંગ કરવા વિશે જરા વિચારો, આહલાદક અને સ્વચ્છ હવા,અને બરફમાં ફક્ત તેનાં પગલાંનો અને શાંતિ વચ્ચે તમારા પોતાના હાસ્યનો પડઘો જ સંભળાય છે. હસ્કી સફારી અહીં સૌથીપ્રતીકાત્મક અનુભવમાંથી એક છે, જ્યાં તમે પ્રવાસી છો, તમને સ્લેજ હંકારવા મળે છે, બરફાચ્છાદિત જંગલો થકીતમારી પોતાની ટીમનું સુકાન કરી શકો છો.
રેઈનડિયર સફારી પણ છે. ધીમી, અત્યંત નિર્મળ અને અતુલનીય રીતે વિશેષ. રેઈનડિયર સદીઓથી સામી સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છેઅને કોઈક ખેંચતું હોય તેવા સ્લેઘમાં બેસવું તે બરફાચ્છાદિત કાલ્પનિક દુનિયામાં ગરકી જવા જેવું મહેસૂસ કરાવે છે. દુનિયાના આ ભાગમાં મોટેભાગે આ રાઈડ્સ હિજરત, પરંપરા અને લોકો તથા જનાવરો વચ્ચે ઊંડાં મૂળિયાં વિશે સ્થાનિકો પાસેથી વાર્તાઓ સાંભળવાની મજા ન્યારી છે.
તેની પાર પણ ઘણું બધું છેઃ થીજેલા સરોવરોમાં સ્નોમોબાઈલિંગ, ક્રોસ-ક્નટ્રી સ્કીઈંગ અને બરફવાળી નદી (હા ખરેખર)માં થર્મલ સૂટ્સમાં તરવાનો લહાવો પણ માણી શકાય છે. લેપલેન્ડ તમારી ઉંમર કે ઊર્જાની સપાટી ગમે તે હોવા છતાં શિયાળાને રમતના મેદાનમાં ફેરવી નાખે છે.
સાંતા ક્લોઝ વિલેજ
તમારી ઉંમર ગમે તેટલી હોવા છતાં રોવેનિમી નજીક આર્કટિક સર્કલની ધાર પર વસેલું સાંતા ક્લોઝ વિલેજમાં બાળપણનાં સપનાં જીવંત બને છે.આ ફક્ત ગિમિક અથવા થીમ પાર્ક નથી, આ મોહિત કરનારું, બરફાચ્છાદિત ગામ છે, જે આખું વર્ષ ક્રિસમસનો જાદુ મઢી લે છે.
તમે અસલી સાંતા ક્લોઝ (હા, તે ત્યાં દરરોજ હોય છે) મળી શકો છો, સાંતા ક્લોઝ પોસ્ટ ઓફિસમાંથી વિધિસર આર્કટિક સર્કલ સ્ટેમ્પ સાથે પોસ્ટકાર્ડ મોકલી શકો છો અને આર્કટિક સર્કલ લાઈન ક્રોસ પણ કરી શકો છો, જે ગામ થકી નિશાન કરાયેલું છે.અહીં ટમટમતી લાઈટ્સ અને સંપૂર્ણ વાતાવરણ તમને ચકિત કરીને રહે છે.
પરિવારો માટે આ શુદ્ધ જાદુ છે. તમારા સંતાનને હાથે તેમની વિશલિસ્ટ તેની લોગ કેબિનમાં આપતા જોવાનો અવસર યાદગાર બની જાય છે.યુગલો, એકલ પ્રવાસીઓ અથવા મિત્રોના સમૂહો માટે પણ તે પહોળી આંખોવાળી અજાયબીઓમાં ડૂબકીઓ લગાવવા જેવું છે,જેમાં બાળકની જેમ આપણે વહી જઈએ છીએ.
શિયાળામાં ગામ બરફની ચાદર ઓઢી લે છે અને આકાશ બપોરે ગુલાબી રંગમાં ચમકે છે ત્યારે તમે એકાદ વાર્તાના પુસ્તકમાં પહોંચી ગયા હોયતેવું જ મહેસૂસ થાય છે.
નોર્ધર્ન લાઈટ્સઃ આર્કટિકનો ભવ્ય શો
નોર્ધર્ન લાઈટ્સ અથવા ઓરોરા બોરિયાલિસ જોવું તે એક એવો અવસર છે, જે સમયને રોકી દે છે. લેપલેન્ડમાં તમે આ નૈસર્ગિક અજાયબી જોવા પૃથ્વી પરનાં સૌથી ઉત્તમ સ્થળમાંથી એકમાં છો. ઓગસ્ટના અંતભાગમાં અને એપ્રિલની શરૂઆતમાં આકાશ વારંવાર લીલી, ગુલાબી,જાંબુડી લહેરો સાથે નૃત્ય કરે છે અને અમુક વાર કૃત્રિમ પ્રકાશથી બહુ દૂર સ્પષ્ટ, અંધારી રાતમાં ક્રિસમસમાં પણ ફેરવાઈ જાય છે.
લેપલેન્ડને વધુ ચમત્કારી જો કશું બનાવતું હોય તો તે ઓરોરાનો તમે પીછો કરો છો તે વિવિધ પ્રકારની રીત છે. તમે થર્મલ ગિયરમાં હોઈ શકોઅથવા હિંસ્ર દુનિયાના ઊંડાણમાં સ્નોમોબાઈલ સફારીમાં હોઈ શકો. તમે ગ્લાસ ઈગ્લૂ અથવા ઓરોરા કેબિનમાં પણ રહી શકો છો, જે ગરમ ચાદર હેઠળ લપેટાયેલી હોય છે અને ઉપર ફક્ત આર્કટિક આકાશ હોય છે.
મારા સંશોધન દરમિયાન મને એક વાત એ ધ્યાનમાં આવી કે લાઈટ્સ જોવી તે ફક્ત પ્રવાસની બકેટ લિસ્ટમાં નિશાન કરવા પૂરતું સીમિત નથી.તે ભાવનાત્મક છે. સ્થાનિકો તેની સાથે લાંબા પ્રવાસ પછી આગમન કરતા જૂના મિત્રની જેમ વર્તે છે. આ બ્રહ્માંડ જોવું એટલે કશુંક આધ્યાત્મિક અને નમ્ર પણ હોય છે.
હું આગામી ટ્રિપની તૈયારી કરી રહ્યો છું ત્યારે મને ફરી ફરી તે જ વિચાર પાછો આવે છેઃ લેપલેન્ડ અનુભવો આપવા સાથે ભાવના પણ આપે છે. જંગલની વચ્ચે બરફવર્ષાનો રોમાંચ. ઓરોરા દ્વારા આકાશનો અદભુત ઝળહળાટ. બાળકની (અથવા તમારી ભીતરના બાળક) સાંતા સાથેગોપનીય ગુસપુસ. આ સ્થળ તમને ધીમા પડવા, અજાયબી ફરી મહેસૂસ કરવા અને નિસર્ગ, વાર્તા અને કલ્પનાની શક્તિમાં વિશ્વાસ કરવા માટે આમંત્રિત કરે છે.
જો તમે શિયાળો એટલે બરફની દુનિયામાં પ્રવેશવા જેવું છે એવું ક્યારેય સપનું જોયું હોય તો લેપલેન્ડ તમારી વાટ જોઈ રહ્યું છે. તો આજે વાત અહીં પૂરી કરું છું. હંમેશની જેમ જીવનની ઉજવણી કરતા રહો. ફરી આગામી સપ્તાહમાં મળીશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.