IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 22 7979

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 22 7979

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

વાર્તાઓની ધરતી

7 mins. read

Published in the Sunday Gujarat Samachar on 03 Aug 2025

મારો 2009 અને 2013 વચ્ચે ચાર વર્ષ ઓસ્ટ્રેલિયામાં મુકામ હતો. તે ચાર વર્ષમાં મનેભાન થયું કે ઓસ્ટ્રેલિયા ફક્ત દેશ નથી, પરંતુ એવું સ્થળ છે જ્યાંની વાર્તાઓ આજે પણ મારી જોડે રહેલી છે. અણધાર્યું, ઉત્સુકતા જગાડનારું અને અમુક વાર અવિશ્વસનીય - ઓસ્ટે્રલિયા આ સર્વથી ભરચક છે. તો આજે હું તમને તેના વિશેની પાંચ વાર્તાઓની સેર કરાવવા માગું છું. તો ચાલો આગળ વધીએ.

કોઆલા આટલું બધું કેમ ઊંઘે છે?

જો તમે વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુઅરીમાં કોઆલાને જોયા હોય અથવા તેનો એકાદ ફોટો જોયો હોય તો સંભવિત રીતે તેઓ ઝાડ ફરતે લપેટાયેલા,આંખો બંધ અને તેને સૌથી વધુ સારું લાગે તે એટલે કે ઊંઘતા જોયા હશે. અને તેઓ ફક્ત ઝોકું લેતા નથી. કોઆલા ઊંઘની બાબતમાં ચેમ્પિયન છે. તેઓ દિવસમાં 18થી 22 કલાક ઊંઘે છે. તેનો અર્થ તેઓ લગભગ આખો દિવસ ઊંઘતા હોય છે.

શા માટે? ઉત્તર તેમના આહારમાં રહેલો છે.

કોઆલા ફક્ત નીલગિરિનાં પાન જ ખાતા હોય છે. આ પાનની સુગંધ સારી હોય છે અને દેખાય પણ સરસ છે, પરંતુ તેમાં પોષણ ઓછું હોય છે, પાચન માટે કઠણ હોય છે અને મોટા ભાગનાં જનાવરો માટે તે ટોક્સિક પણ હોય છે. કોઆલા તેમને સહન કરવા માટે ટેવાયેલા છે,પરંતુ તેનો અર્થ તે ખાઈને તેમને ભરપૂર ઊર્જા મળે છે એવો થતો નથી. વાસ્તવમાં નીલગિરિ ધીમું, ઊર્જા સઘન કામ કરે છે,જે શક્ય તેટલું ઓછું કરીને પરંતુ શક્ય તેટલી સર્વ ઊર્જાનું સંવર્ધન કરવાની કોઆલાની જરૂરતને પૂરી કરે છે.

આથી જ મોટા ભાગના દિવસમાં તેઓ ઊંઘે છે. તેમનું દરેક હલનચલન ગણતરીપૂર્વકનું હોય છે. તેઓ ધીમેથી ઝાડ પર ચઢે છે,ભાગ્યે જ ખસે છે અને જાગતા હોય ત્યારે મોટે ભાગે પદ્ધતિસર રીતે ચગળતા હોય છે. આ આળસપણું નથી, પરંતુ તે જ તેમની હયાતિટકાવવાની રીત છે. અને તમે તે જાણી જાઓ પછી કોઆલાને ઝાડ સાથે લપેટાયેલા જોઈને ફોટો-ઓપ જેવું ઓછું મહેસૂસ થશેઅને નિસર્ગનો પ્રાચીન લય કામ કરી રહ્યો છે તે જોતા હોય તેવું વધુ મહેસૂસ થશે.

આયર્સ રોકની પવિત્ર વાર્તા

ઓસ્ટ્રેલિયાના વિશાળ રેડ સેન્ટરની વચ્ચે તમે ઊભા હોય એવી કલ્પના કરો. તમારી આસપાસ ક્ષિતિજ સુધી સપાટ રણ ફેલાયેલો છે,જેમાંથી અચાનક  ધરતીમાંથી ઊંઘતો રાક્ષસ નીકળી આવતો હોય તેમ વિશાળ, કાટયુક્ત - લાલ ખડક બહાર આવે છે. તે ઉલુરુ છે.અને એક વાર તમે તે જુઓ પછી ક્યારેય ભૂલશો નહીં.

ઉલુરુને આયર્સ રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દુનિયાના સૌથી પ્રતીકાત્મક મોનોલિથમાંથી એક છે. તે રણની સપાટી પરથી348 મીટર સુધી ઉપર ઊછળે છે અને 9 કિમી વિસ્તારોમાં ચકરાવો લે છે. આ જમીનના પારંપરિક કસ્ટોડિયન સ્થાનિક અનંગુ લોકો માટેઉલુરુ પવિત્ર સ્થળ છે. દરેક ટેકરી, ગુફા અને તિરાડો અર્ધ ધરાવે છે. તે દુનિયા કઈ રીતે નિર્માણ થઈ તે વિશે બોલતી પ્રાચીન આધ્યાત્મિકમાન્યતા પ્રણાલી ડ્રીમટાઈમની વાર્તા કહે છે.

જિયોલોજિસ્ટો તમને કહેશે કે ઉલુરુની રચના 500 મિલિયન વર્ષ પૂર્વે થઈ હતી, જે એક સમયે સમુદ્રની પથારીનો ભાગ હતો. સમયાંતરે ટેકટોનિક બળોએ તેને ઉપર ધકેલ્યું અને પવન અને પાણીએ તેની સપાટીનું શિલ્પ બનાવ્યું. તેની વૈવિધ્યપૂર્ણ લાલ છાંટ આયર્ન ઓક્સિડેશનમાંથી આવે છે, જે મૂળભૂત રીતે ધીમી ગતિમાં કાટ લાગી રહ્યો હોય તેવું લાગે છે. જોકે સૂર્યોદય સમયે આગની જેમ ચમકતો અને સૂર્યાસ્ત સમયે સોનાની જેમ ચળકાટ કરતો ઉલુરુ જુઓ ત્યારે વિજ્ઞાન પણ પાછળ રહી જાય છે. તે અવસરે તમને ચમત્કારનો અહેસાસ થાય છે.

રીફ જે બીજી વાર સમાન દેખાવ ધારણ કરતા નથી

ઓસ્ટ્રેલિયાના ઈશાન દરિયાકાંઠામાં 2,300 કિમી પટ્ટા સુધી ફેલાયેલો ગે્રટ બેરિયર રીફ પૃથ્વી પર સૌથી વિશાળ કોરલ રીફ પ્રણાલી છેઅને અવકાશમાંથી દ્રષ્ટિગોચર જૂજ જીવિત માળખાંમાંથી તે એક છે. જોકે તેનું મંત્રમુગ્ધ કરનારું પાસું તેનો આકાર નથી,પરંતુ તેનો રંગ છે, કારણ કે રીફ બીજી વાર તેવા જ દેખાતા નથી.

દિવસનો સમય, મોસમ, હવામાન અને તમારા જોવાના એન્ગલને આધારે પણ ગે્રટ બેરિયર રીફ દેખાવ બદલે છે. સૂર્યના દિવસમાં તેની પરથી ઉડાણ કરો અને તમને ભૂજળ પેઈન્ટિંગની જેમ ટર્કોઈસ, જેડ અને કોબાલ્ટ એકત્ર ગૂંથેલા હોય તેવા પટ્ટા દેખાશે. તેમાં સ્નોર્કેલિંગ અથવા ડાઈવ કરોએટલે તુરંત જુદું જ ચિત્ર જીવંત બને છે, જેમાં નિયોન કોરલ, તરતી પેરટફિશ, ધીમેથી સરકતા કાચબા અને માછલીઓનાં ટોળાં ઝુંડમાં ફરતા હોવાથી ચાંદીના ચમકારા જોવા મળે છે.

આ સતત બદલાતી રંગની છાંટ સૌંદર્યથી પણ વિશેષ છે. તે જીવનનું ચિહન છે. રીફ નિર્માણ કરતા ઝીણા જીવો કોરલ પોલિપ્સ માઈક્રોસ્કોપિકલીલ સાથે સહઅસ્તિત્વ ધરાવીને તેમને રંગ અને ઊર્જા પણ આપે છે. અમુક મોસમમાં પ્રવાસીઓને વાર્ષિક કોરલ પ્રજનન જોવા મળી શકે છે,જેમાં રીફ સમુદ્રમાં સમુદ્રિ હિમવર્ષાની જેમ એકસાથે અબજો ઈંડાં અને વીર્ય છોડે છે, જે અદભુત નજારો આપે છે.

ખંડમાં રોમાંચક ટ્રેન સવારી

જો તમને ઓસ્ટ્રેલિયાની પ્રચુરતાનો અહેસાસ કરવો હોય તો તેને ફક્ત જુઓ નહીં, પરંતુ ખરેખર મહેસૂસ કરો, જે માટે ઈન્ડિયન પેસિફિકમાં સવારી કરો. આ દંતકથા સમાન ટ્રેન પ્રવાસ પૂર્વીય દરિયાકાંઠામાં સિડનીથી પશ્ચિમમાં પર્થ સુધી ફેલાયેલો હોઈ અધધધ 4,352 કિમીમાં પથરાયેલી પહાડીઓ, રણ, ગોલ્ડફિલ્ડ અને ખુલ્લાં મેદાનોને આવરી લે છે. બે મહાસાગર પરથી નામ અપાયેલો આ ખંડ ભારતીય અને પેસિફિકને જોડે છે.

આ પ્રવાસ ચાર દિવસ અને ત્રણ રાતનો છે. જોકે તેને તેની લંબાઈ નહીં પરંતુ તમારી બારીમાંથી પસાર થતું નિસર્ગસૌંદર્ય તેનેઅવિસ્મરણીય બનાવે છે. તમે સિડની છોડ્યા પછી કલાકોમાં બ્લુ માઉન્ટન પાર કરો છો. આ પછી ધીમે ધીમે નીલગિરિ જંગલોથકી પસાર થાઓ છો. આખરે તમને સૌથી મંત્રમુગ્ધ કરનારો ભાગ ભટકાય છેઃ ધ નલ્લરબોર પ્લેઈન.

નલ્લરબોર "નો ટ્રીઝ માટે લેટિન શબ્દ છે અને લગભગ 500 કિમી માટે તમે દુનિયાના સીધાસટ રેલવે પાટાના સૌથી લાંબા પટ્ટામાં સીધી રેખામાંથી પસાર થાઓ છો. તે એટલો સપાટ, એટલો પહોળો છે કે આકાશ પણ એટલું વિશાળ નથી એવું લાગે છે. વાસ્તવમાં આ પટ્ટો એટલો અંતરિયાળ છે કે ટ્રેન ફક્ત રિફ્યુઅલ કરવા અને પ્રવાસીઓને ઓફફ ધ ગ્રિડ જીવનમાં ઝાંખી કરાવવા માટે કૂક - પોપ્યુલેશનઃ ફોર જેવા ઝીણા આઉટપોસ્ટ્સ ખાતે ઊભી રહે છે.

દુનિયામાં સૌથી લાંબી વાડ

ગે્રટ વોલ ઓફ ચાયનાથી પણ લાંબી અને મુંબઈથી મોસ્કો સુધી અંતરથી પણ લાંબી ઓસ્ટ્રેલિયાની ડિંગો ફેન્સ દુનિયામાં સૌથી લાંબા માનવસર્જિત માળખાંમાંથી એક છે. 1880માં નિર્મિત આ 5,600 કિલોમીટરનું બેરિયર મૂળમાં ઓસ્ટ્રેલિયાના ડિંગોઝ નામે હિંસ્ર શ્વાનોને દક્ષિણપૂર્વમાં ફળદ્રુપ ખેતજમીનોથી દૂર રાખવા માટે તૈયાર કરવામાં આવી હતી.

આ વાડ સ્ટેટ ઓફ ક્વીન્સલેન્ડથી શરૂ થઈને ન્યૂ સાઉથ વેલ્સ થકી પસાર થાય છે અને નલરબોર પ્લેઈનની ક્લિફ્ફસ નજીક સાઉથ ઓસ્ટ્રેલિયામાં પૂરી થાય છે. તે રણ, સોલ્ટબુશ મેદાનો અને અંતરિયાળ સ્ક્રબલેન્ડમાંથી પસાર થાય છે અને શ્વાન તેને પાર કરતા નથી ને તે તપાસવા માટે એક સમયે દિવસો સુધી તેની પાસેથી ડ્રાઈવ કરીને ટીમો દ્વારા આજે પણ જાળવણી કરવામાં આવે છે. આ કામ એટલું અંતરિયાળ છે કે વાડ શ્રમિકો નજીકના પાડોશથી સેંકડો કિલોમીટર દૂર ઘરોમાં રહે છે.

આજે ડિંગો ફેન્સ કૃષિ ઈજનેરીની સિદ્ધિ છે અને વૈજ્ઞાનિક અધ્યયનનો વિષય છે. અમુક દલીલો કરે છે કે તે ઢોરઢાંખરનું રક્ષણ કરે છે, અન્યો કહે છે કે તે નૈસર્ગિક ઈકોસિસ્ટમને અવરોધે છે. જોકે તમે ગમે ત્યાં ઊભા હોય ઓસ્ટ્રેલિયાના વિપુલ અંતરિયાળમાં આ અદ્રષ્ટિગોચર, મોટે ભાગે ભુલાયેલી રેખાની મહત્ત્વાકાંક્ષા અને સ્તરથી તમે ચકિત નહીં થાઓ તો જ નવાઈ.

તો હા, ઓસ્ટ્રેલિયા વિશે આ જ 5 વાર્તા મારે કહેવી હતી! તો ત્યાં ફરીથી જવાનો અથવા પહેલી વાર જવાનો સમય આવી ગયો છે.કારણ કે આ ટાપુ - ખંડ ફક્ત સ્થળ નથી, પરંતુ વાર્તાકાર છે, તમને તમારી ગોપનીયતા જણાવવા વાટ જુએ છે. ફરી મળીશું!

August 01, 2025

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top