Travel Planner 2025
Travel Planner 2025
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

2024 નોર્ધર્ન લાઈટ્સનું વર્ષ છે અને રહેશે!

6 mins. read

Published in the Sunday Gujarat Samachar on 04 August, 2024

આ વર્ષની રોમાંચક ઘટનાઓ વચ્ચે, નોર્ધન લાઇટ્સ એક આકર્ષક હાઇલાઇટ તરીકે બહાર આવે છે. 2024 તેની ટોચ પર આ અદભૂત પ્રદર્શનના સાક્ષી બનવાની દુર્લભ તક આપે છે. દાયકામાં એક વાર મળેલી આ તકને ચૂકશો નહીં!

જોતમે આ લેખ નિયમિત વાંચતાં હોય તો તમને જાણ હશે કે 2024 ના આરંભમાં મેં તમને કહ્યું હતું કે 2024 નું વર્ષ નોર્ધર્ન લાઈટ્સનું રહેશે.તે લેખમાં મેં ઉલ્લેખ કર્યો હતો કે 2024 માં ઘણાં વર્ષો પછી અનેક રોમાંચક ઘટનાઓ આવી રહી છે અને આગામી થોડાં વર્ષ સુધીતે ફરીથી જોવા મળવાની નથી:

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ: હવે આપણે પાછળ જોઈએ ત્યારે આપણને ભારતની જીતની રોમાંચક યાદો અપાવે છે! ફાઈનલ મેચમાંસૂર્યકુમાર યાદવે લીધેલો તે કેચ હજુ પણ મારા હૃદયના ધબકારા વધારી દે છે.

પેરિસમાં સમર ઓલિમ્પિક્સ: તમે આ લેખ વાંચતા હશો ત્યારે ઓલિમ્પિક્સનો આરંભ થઈ ચૂક્યો હશે! અને મારી લાંબી યાદગીરીમાંઆ સૌથી રોમાંચક ઓલિમ્પિક્સ છે!

હવે આ બે ઘટનાઓ થોડાં વર્ષો પછી જ પાછી આવવાની છે, પરંતુ 2024 માં નોર્ધન લાઈટ્સ એક એવી અદભુત ઘટના છે,જે એક દાયકાથી વધુ સમય સુધી પાછી સર્જાવાની નથી તેની ખાસ નોંધ રાખશો અને આથી જ મેં શીર્ષક આપ્યું છે, 2024 નોર્ધર્ન લાઈટ્સનું વર્ષ છે અને રહેશે!

વીણા વર્લ્ડના ટુર ડિઝાઈનરો પણ આવું જ વિચારે છે, જેથી જ તેમણે નવીનતમ નોર્ધર્ન લાઈટ્સનાં પ્રસ્થાનો રજૂ કર્યાં છે.તેની વિગતો નીચે આપી છે, પરંતુ હું તમારી સાથે નોર્ધર્ન લાઈટ્સ વિશે વાત કરવા માગું છું.

મૂળભૂત રીતે, નોર્ધર્ન લાઈટ્સ અથવા ઓરોરાઝ તરીકે ઓળખાતી આ નૈસર્ગિક વિદ્યુત અજાયબી આકાશમાં લાલાશ અને લીલા પ્રકાશનાપ્રવાહોના દેખાવ દ્વારા ઓળખવામાં આવે છે. નોર્ધર્ન લાઈટ્સ આપણા ગ્રહના આર્કટિક પ્રદેશો આસપાસ હાઈ-લેટિટ્યુડ પ્રદેશોમાં જોવા મળે છે.આ જ રીતે સધર્ન લાઈટ્સ પણ છે, જેને ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓરોરા પ્રદર્શન પૃથ્વીના દક્ષિણીય ગોળાર્ધમાં સર્જાય છે. 1619 માં ગેલિલિયો ગેલિલી દ્વારા તેને `ઓરોરા બોરિયાલિસનામ અપાયું હતું. ગ્રીક શબ્દો `ઓરોરાનો અર્થ સૂર્યોદય અને "બોરિયાસનો અર્થપવન થાય છે.

માનવી સદીઓથી આ બ્રહ્માંડીય અજાયબીનું નિરીક્ષણ કરતા આવ્યા છે અને રાત્રે કાળા અંધકારમાં જ્વલંત પ્રદર્શન ખરેખર શું છે તે વિશે જાણવા માગે છે. ઈસ્ટોનિયા અને ફિનલેન્ડમાં તેઓ માને છે કે આ પ્રકાશ ભૂતપિશાચની અભિવ્યક્તિ છે. ફિનલેન્ડમાં એવું માનવામાં આવે છે કે લેપલેન્ડમાં "અગનશિયાળ વસવાટ કરતા હતા, જેઓ પોતાની પૂંછડીઓથી આકાશમાં ચમકારો પેદા કરતા હતા. પવિત્ર સંદેશથી શકુન સુધી, દેવો વચ્ચેઅથડામણથી વાઈકિંગ્સ સહિત પ્રાચીન માનવસંસ્કૃતિઓના અર્થઘટન સુધી ઘરઆંગણાના આર્કટિક લોકો અને એરિસ્ટોટલે પણ આ પ્રકાશનીઆસપાસ ભ્રમણાઓ અને દંતકથાઓ વિકસાવી છે.જોકે ખગોળશસ્ત્ર અને વિજ્ઞાનની પ્રગતિ સાથે ઓરોરાઝના અસલ ઉદભવની ખોજ મંત્રમુગ્ધ કરીને રહે છે. સૂર્ય સતત સૌર પવન નામે વિદ્યુત શક્તિ ધરાવતા કણો ઉત્સર્જિત કરે છે, જે આપણી સૌર પ્રણાલીમાં પ્રવાસ કરે છે. આ ઊર્જાસભર સૌર પવન ઉચ્ચ ગતિથી (અમુક વાર 72 મિલિયન કેપીએચ સુધી) પૃથ્વીના હવામાનમાં પહોંચે  છે ત્યારે પૃથ્વીનું ચુંબકમંડળ બે ધ્રુવ તરફ મુખ્યત્વે ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ એવા આ કણોને પુન:નિર્દેશિત કરીને આપણું રક્ષણ કરે છે. જોકે આ લોહચુંબકીય કવચ પરફેક્ટ નથી. પૃથ્વીના આકારને લીધે આમાંથી અમુક કણો દેખીતી રીતે જ ધ્રુવની નજીક હવામાનમાં પ્રવેશ કરે છે. સૌર પવન ધ્રુવ તરફ પ્રવાસ કરે છે ત્યારે તે ઓક્સિજન અને નાઈટ્રોજન સહિત વાયુના કણો સાથે અથડાય છે, જેને લીધે નાટકીય પ્રકાશનું પ્રદર્શન પરિણમે છે. ઓરોરાઝ પ્રાસંગિક ગુલાબી, લાલ, પીળી, ભૂરી અને જાંબુડી રંગછટા સાથે લીલા રંગના વિવિધ શેડ્સમાં પ્રગટે છે. લીલો રંગ સૌથી સામાન્ય છે, કારણ કે સૌર કણો પૃથ્વીની સપાટીની ઉપર 100 થી 300 કિલોમીટર (60 થી 186 માઈલ્સ)ના અલ્ટિટ્યુડ્સ ખાતે ઓક્સિજનના મોલેક્યુલ્સ સાથે અથડાય છે ત્યારે આ રંગ ઉત્સર્જિત થાય છે. લાલ અને જાંબુડી રંગછટા ઉચ્ચ અલ્ટિટ્યુડ્સ ખાતે ઉદભવે છે, જ્યારે ભૂરી અને જાંબુડી રંગછટા દુર્લભ હોય છે અને સઘન સૌર પ્રવૃત્તિ દરમિયાન પ્રગટે છે. આપણને મુખ્યત્વે આર્કટિક નજીક જમીનના સમૂહને લીધે નોર્ધર્ન લાઈટ્સ વિશે સાંભળવા મળે છે, જેથી આપણને નોર્ધર્ન લાઈટ્સ જોવાની ઘણી બધી તકો મળે છે.

તો નોર્ધર્ન લાઈટ્સ અને 2024 વિશે એટલું વિશેષ શું છે? આ વર્ષે વિજ્ઞાનીઓ 11 વર્ષના ચક્રમાં સૌર પ્રવૃત્તિ તેની ચરમસીમાએ રહેશે એવું ધારે છે,જેને `સોલાર મેક્ઝિમમ તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કામાં સૂર્યની પ્રવૃત્તિઓ ઉચ્ચ હશે, જેમાં સૂર્યમાં ડાઘ, કાળા ધબ્બામાં વધારો જોવા મળશે, જે અમુક વાર સૂર્યની સપાટી પર પ્રગટશે, જે પૃથ્વી તરફ સૌર પવનનો વધુ પ્રવાહ ઉત્સર્જિત કરે છે. કણોની આ વધતી સંખ્યા ખાસ કરીને ધ્રુવો ખાતે પૃથ્વીના લોહચુંબકીય ક્ષેત્રો સાથે આંતરક્રિયા કરે છે, જે વધુ અદભુત ઊજળા ઓરારાઝ નિર્માણ કરશે.

નિરીક્ષકો તરીકે આપણા માટે તેનો શું અર્થ છે? સોલાર મેક્ઝિમમ દરમિયાન વધતી સૌર પ્રવૃત્તિનો અર્થ વધુ ચાર્જડ કણો, જે વધુ વારંવાર અને સઘન નોર્ધર્ન લાઈટ્સ પ્રેરિત કરશે, જે સંભવિત રીતે નીચા લેટિટ્યુડ્સથી પણ જોઈ શકાશે. અને તેની શરૂઆત થઈ ચૂકી છે - મારો એક કઝિન યુએસથીવાયા યુરોપ ભારતમાં આવતો હતો ત્યારે વર્ષની શરૂઆતમાં વિમાનની બારીમાંથી રાત્રિના આકાશમાં નોર્ધર્ન લાઈટ્સનું અદભુત પ્રદર્શન તેનેરૂબરૂ જોવા મળ્યું હતું.

2024 અને 2025 માં આગામી સોલાર મેક્ઝિમમ દરમિયાન નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે સૌથી ઉત્તમ સ્થળોમાં નોર્વે (ખાસ કરીને લોફોટેન આઈલેન્ડ્સ, સ્વાલબર્ડ અને ટ્રોમસો જેવા ભાગોમાં), સ્વીડિશ લેપલેન્ડ, આઈસલેન્ડ, રોવેનિમી અને ફિનિશ લેપલેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે. આ સ્થળો નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ તેમના હાઈ લેટિટ્યુડ્સ અને અંધકારમય આકાશને લીધે ઉત્તમ તક પ્રદાન કરે છે.

આકાશને લીધે ઉત્તમ તક પ્રદાન કરે છે.શિયાળામાં નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે સૌથી ઉત્તમ સપ્ટેમ્બરના અંતથી એપ્રિલના આરંભનો સમય હોય છે, જ્યારે રાત લાંબી હોય છે અને આકાશ વધુ અંધકારમય હોય છે, જે ઓરોરાઝ જોવા માટે આદર્શ સમય છે. અમારા ટુર મેનેજરો હંમેશાં અમને કહે છે તેમ, ઓરોરાઝ જોવાનો અનુભવ મોટે ભાગે મંત્રમુગ્ધ કરનારો અને મોહિત કરનારો તરીકે વિવરણ કરાય છે, જે બાળક જીવનમાં પહેલી વાર બરફ જુએ તેવો અનુભવ હોય છે. આજે પણ તે મારી બકેટ લિસ્ટમાં છે અને મને આશા છે કે 2024 ના બીજા અર્ધવાર્ષિકમાં હું તે કરીને રહીશ.

અને જો 2024 માં સૌથી વધુ ચોખ્ખી રીતે આ નજારો જોવો હોય તો મને વિશ્વાસ છે કે નોર્ધર્ન લાઈટ્સ જોવાની તમારી ટ્રિપ 2024 માં રહેશે. દુનિયાભરના સેંકડો પર્યટકોએ ઝળહળતી નોર્ધર્ન લાઈટ્સ જોઈ લીધી છે. હવે તમારો વારો છે! તો નીચેની ટુર્સ જુઓ અને નિશ્ચિત જ તમારી બકેટ લિસ્ટમાં તેની પર નિશાન કરો. ચાલો, બેગ ભરો, નીકળી પડો.

August 03, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Similar Romantic Blogs

Read all
insert similar tours here

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Most Commented

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top