Our contact numbers are currently down. Please reach us at travel@veenaworld.com or 8879973807 or 9152004513. We apologize for the inconvenience

IndiaIndia
WorldWorld
Foreign Nationals/NRIs travelling to

India+91 915 200 4511

World+91 887 997 2221

Business hours

10am - 6pm

આ દેશની એક મુલાકાત ક્યારેય પૂરતી નથી!

6 mins. read

Published in the Sunday Mumbai Samachar on 04 August, 2024

ઓસ્ટ્રેલિયામાં 4 વર્ષ વિતાવ્યાં પછી મને નિશ્ચિત જ એવું લાગે છે કે આ દેશ નૈસર્ગિક અજાયબ્ાીઓ અને સ્વર્ણિમ શહેરોથી ભરચક છે, જે દરેકની અજોડ વાર્તા છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે 2000ના પૂર્વાર્ધ અને ઓસ્ટ્રેલિયા વિશે મારી ધારણા વિશે વિચારું છું ત્યારે બ્ો અજોડ યાદો તાજી થાય છેઃ

સૌપ્રથમ, આઈકોનિક બ્ાોક્સિંગ ડે ક્રિકેટ ટેસ્ટ મેચનું જીવંત પ્રસારણ, જે જોવા માટે સવારે વહેલા ઊઠી જવાનો રોમાંચ અનેરો છે, જે પરંપરા મારા સહિત ઘણા બ્ાધા ક્રિકેટના શોખીનો મનઃપૂર્વક પાલન કરે છે. આ મેચ ફક્ત સ્પોર્ટિંગ ઈવેન્ટ નથી, પરંતુ તે ક્રિકેટ પ્રત્યે સમાન પ્રેમને લઈ ઓસ્ટ્રેલિયા અને ભારતના જોડાણનો સાંસ્કૃતિક પાયો છે.

બ્ાીજું, સિડની છે, જેને `દિલ ચાહતા હૈમાં આમિર ખાન અને પ્રીતિ ઝિંટાએ જીવંત કર્યું હતું. આ બ્ાોલીવૂડની હિટ ફક્ત ફિલ્મ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રત્યે ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરનાર અને તેને સપનાનું, વાર્તાથી ભરચક નિસર્ગ સૌંદર્ય સ્થળમાં ફેરવનારો સિનેમાટિક અનુભવ હતો. બ્ાોલીવૂડની વાર્તાકથનની ખૂબ્ાી સાથે ઓસ્ટ્રેલિયાનાં અદભુત નિસર્ગ સૌંદર્ય સ્થળોએ આ મંત્રમુગ્ધ કરનારા દેશને ભારતીયો જે રીતે જુએ અને અનુભવે તેની પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.

તે સમયે ઓસ્ટ્રેલિયા મોટે ભાગે અંતરિયાળ, રહસ્યમય સ્થળ તરીકે માનવામાં આવતું હતું. ઘણા બ્ાધા ભારતીય પ્રવાસીઓ માટે મોટે ભાગે ન્યૂ ઝીલેન્ડ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરતા અને એક વાર જાઓ અને ભૂલી જાઓ ટ્રિપ માનવામાં આવતું હતું.  આ ધારણાને લઈને મોટે ભાગે 15 દિવસથી વધુ સહિત લાંબ્ાી ટ્રિપોનું નિયોજન કરાતું હતું. આની પાછળ અંતર્ગત ભાવના એવી હતી કે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાની ફરી મુલાકાત લેવાની જરૂર નહીં પડે. 2000માં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેનારા કોઈને પણ પૂછશો તો તેમની પાસે રોમાંચ અને મોહિત કરનારી અનેક વાર્તાઓ જરૂર હશે. તેમાં ખરેખર કોઈ આશ્ચર્ય નથી. ઓસ્ટ્રેલિયાનું સૌંદર્ય નિર્વિવાદ રીતે સુંદર છે.

જોકે આજે ઓસ્ટ્રેલિયામાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. ભારતીય પ્રવાસીઓ માટે સિડની ઓપેરા હાઉસ કે મેલબ્ાર્નથી ગ્રેટ ઓશન રોડ ડ્રાઈવ જેવાં આઈકોનિક સીમાચિહનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ હવે તેમાં ઘણાં બ્ાધાં આકર્ષણો ઉમેરાયાં છેે!

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) આવું જ એક ઊભરતું આકર્ષણ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) છે, જે હવે ખાસ કરીને સચિન તેંડુલકર ગેટનું ઉદઘાટન થયા પછીઘણા બ્ાધા ક્રિકેટ શોખીનોનું ધ્યાન ખેંચી રહ્યું છે. સચિનને નામે ગેટને લઈ આ મેદાનનું ભાવનાત્મક મૂલ્ય વધીને ભારતીયક્રિકેટ ચાહકો માટે હવે તે ધર્મસ્થળ ફેરવાઈ ગયું છે.

પર્થ પર્થ ભારતીય પર્યટકો માટે નવું મુખ્ય આકર્ષણનું સ્થળ બ્ાની રહ્યું છે. પારંપરિક રીતે વધુ પ્રસિદ્ધ પૂર્વીય શહેરોની તરફેણમાં અવગણના પામેલું પર્થ હવે શહેરી આધુનિકતા અને નૈસર્ગિક સૌંદર્યના અજોડ સંમિશ્રણ માટે પ્રસિદ્ધ છે. ક્રિકેટના ચાહકો માટે અહીં સૌથી મોટું આકર્ષણ લીજેન્ડરી ડબ્લ્યુએસીએ સ્ટેડિયમ છે. ઉપરાંત અહીં નિર્મળ દરિયાકાંઠા, વિશાળ બ્ાગીચાઓ અને સ્વર્ણિમ સાંસ્કૃતિક સૌંદર્ય પણ છે, જે ભારતીય પર્યટકોને મોહિત કરે છે.આ શહેર અન્ય ઓસ્ટ્રેલિયન શહેરોની તુલનામાં ભારતની નજીક હોવાથી પણ આ વિશાળ દેશ જોવા માટે તેને આકર્ષક પ્રવેશદ્વાર બ્ાનાવે છે.ભારત પ્રત્યે તેની નિકટતાની વાત કરીએ તો પર્થ એકમાત્ર એવું મુખ્ય ઓસ્ટ્રેલિયન શહેર છે, જ્યાં તમે બ્ાીચ પર આનંદ માણી શકો અથવા ભારતીય મહાસાગરના જળમાં તરી શકો છો.

ગ્રેટ બ્ોરિયર રીફઃ ધ ગ્રેટ બ્ોરિયર રીફ દુનિયાની સૌથી વિશાળ કોરલ રીફ પ્રણાલી તરીકે પ્રસિદ્ધ છે, જે ઓસ્ટ્રેલિયાના મુલાકાતીઓ માટે લાંબ્ાા સમયથી મુખ્ય આકર્ષણ રહ્યું છે. તેની વિપુલતા જોઈએ તો 400 પ્રકારના કોરલ, 1,500 જાતિની માછલીઓ અને 4,000 પ્રકારના મોલસ્ક્સ સાથે તે ભૂજળ અજાયબ્ાી છે. જોકે ગ્રેટ બ્ોરિયર રીફે વૈશ્વિક ધ્યાન ખેંચવાનું ચાલુ રાખ્યું છે ત્યારે ઘણા બ્ાધા પ્રવાસીઓએ તેમનું ધ્યાન અન્ય એક અદભુત સ્થળ ક્વીન્સલેન્ડ - ધ વ્હિટસન્ડે આઈલેન્ડ્સ તરફ ખસેડ્યું છે. વ્હિટસન્ડે આઈલેન્ડ્સ ગ્રેટ બ્ોરિયર રીફના હાર્દમાં સ્થિત અદભુત આર્કિપેલેગો છે, જે નિર્મળ સૌંદર્ય અને સાહસનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે. આ ટાપુઓમાં હેમિલ્ટન આઈલેન્ડ ખાસ કરીને મંત્રમુગ્ધ કરનારું સ્થળ તરીકે અનોખું તરી આવે છે.હેમિલ્ટન આઈલેન્ડ્સ તેની પહોંચક્ષમતા અને અહીં ઉપલબ્ધ વિવિધ પ્રકારના અનુભવોને લીધે બ્ાહુ લોકપ્રિય બ્ાની ગયું છે.

ઉલુરુ ઉલુરુ ઉત્તરીય પ્રદેશના હાર્દમાં કોલોઝલ સેન્ડસ્ટોન મોનોલિથ છે, જે ઓસ્ટ્રેલિયન આઉટબ્ોકનું પવિત્ર સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. આ જગ્યાના પારંપરિક કબ્ાજેદારો અનાંગુ લોકો (ઓસ્ટ્રેલિયાના પારંપરિક લોકો) માટે ઉલુરુ ફક્ત ખડક નથી, પરંતુ જીવંત સાંસ્કૃતિક નિસર્ગ સૌંદર્યનું સ્થળ છે.ઉલુરુ સૂર્યેોદય અને સૂર્યાસ્ત સમયે રંગો બ્ાદલે છે તે અદભુત અનુભવો વિશે મુલાકાતીઓ વખાણ કરતા થાકતા નથી. ખડકનું ઘેરુંઆધ્યાત્મિક મહત્ત્વ અનન્ય છે અને તેના ઈતિહાસ અને વાર્તાઓ સાથે આદરપૂર્વકનો સહભાગ અનુભવને દસગણો બ્ાહેતર બ્ાનાવે છે.

ડેઈનટ્રી રેઈનફોરેસ્ટ ડેઈનટ્રી રેઈનફોરેસ્ટમાં સાહસ ખેડવું તે આદિમ જંગલોની દુનિયામાં પ્રવેશ કરવા જેવું છે. આ પ્રાચીન રેઈનફોરેસ્ટ આશરે 180 મિલિયન વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. તે ઘણાં બ્ાધાં અસાધારણ છોડ અને જનાવરોની જાતિનું ઘર છે. ડેઈનટ્રીમાં ઈકો-ટુરીઝમ ફૂલીફાલી રહ્યું છે, જ્યાં ગાઈડેડ ટુર્સ કેસોવરી અને ટ્રી કાંગારૂ જેવી દુર્લભ જાતિઓની ઝાંખી કરાવે છે. આ જંગલની દુનિયામાં સૌથી દુર્લભ અને સૌથી આદિમ ફૂલ ઝાડમાંથી એક ઈડિયટ ફ્રૂટનું ઘર છે. આવી પ્રાચીન જાતિઓ પૃથ્વી પર ઉત્ક્રાંતિ પામતા ઈતિહાસના જીવંત સંગ્રહાલય તરીકે રેઈનફોરેસ્ટના દરજ્જાને અધોરેખિત કરે છે. મુલાકાતીઓ સોલ્ટવોટર મગરમચ્છ જોવા માટે રિવર ક્રુઝ લઈ શકે છે અથવા નિશાચર જીવો જોવા માટે નાઈટ વોક કરી શકે છે.

બ્લુ માઉન્ટન્સ સિડનીથી ટૂંકા ડ્રાઈવ પર આવતું બ્લુ માઉન્ટન્સ ઊંડી ખીણ, ઊંચા ખડકો અને વહેતા પાણીના ધોધનું નાટકીય નિસર્ગ સૌંદર્યથી ભરચક સ્થળ છે. યુકેલિપ્ટસ ઝાડથી પેદા થતી વાદળી ઝાકળ આ અદભુત પ્રદેશ માટે અલૌકિક ગુણવત્તામાં ઉમેરો કરે છે. બ્લુ માઉન્ટન્સ સાથે સંકળાયેલી એક લોકપ્રિય દંતકથા ત્રણ બ્ાહેનોની ખડક રચના છે. આદિવાસીઓ અનુસાર ત્રણ બ્ાહેનો મેહની, વિમલાહ અને ગુનેડૂને રહસ્યમય જીવ બ્ુાનયિપથી રક્ષણ કરવા માટે વરિષ્ઠ આદિવાસી દ્વારા પથ્થરમાં ફેરવી દેવાઈ હતી. વરિષ્ઠોએ તેમને ફરીથી પૂર્વ અવતારમાં લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુદ્ધમાં માર્યા ગયા, જેને લઈ ત્રણેય બ્ાહેનો પથ્થરરૂપી બ્ાની રહી. બ્લુ માઉન્ટન્સની સાંસ્કૃતિક ખૂબ્ાીઓને સમૃદ્ધ બ્ાનાવતી ઘણી બ્ાધી વાર્તામાંથી આ ફક્ત એક છે. આ પ્રદેશનાં અદભુત સ્થળ, જેમ કે, ઈકો પોઈન્ટ વિસ્મય અને ચિંતન કરાવનાર મનોરમ્ય નજારો પ્રદાન કરે છે.

જો તમે ઓસ્ટ્રેલિયાની અગાઉ પણ મુલાકાત લીધી હોય તો ત્યાંનાં આ તો અમુક જ અતુલનીય આકર્ષણો છે. હું પોતે આઠ વાર ત્યાં જઈ આવ્યો પરંતુ તે છતાં હજુ ઘણું બ્ાધું જોવાનું રહી ગયું છે! આખરે દુનિયામાં આ છઠ્ઠો સૌથી મોટો દેશ છે. આથી એક મુલાકાત ક્યારેય પૂરતી નથી! તો તમે તમારું ખાતું ક્યારે ખોલાવશો અને તેની પર નિશાન કરશો? ચાલો, બ્ોગ ભરો, નીકળી પડો!

August 03, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top