IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

મોરિશિયસમાં બીચથી પણ વધુ વિશેષઘણું બધું જોવા જેવું છે

7 mins. read

મોરેશિયસના છુપાયેલા રત્નોને ડિસકવર કરો, જ્યાં લીલાછમ જંગલો, મનમોહક વન્યજીવન અને ક્રિસ્ટલ-ક્લીઅર પાણી રાહ જોય છે. અમે ટાપુની જીવંત સંસ્કૃતિ અને તેના પ્રખ્યાત દરિયાકિનારાની બહારના આકર્ષક કુદરતી અજાયબીઓની વાર્તાઓ માં અમારી સાથે જોડાઓ.

Published in the Sunday Gujarat Samachar on 14 April, 2024

થોડાં વર્ષ પૂર્વે મને આખરે ભારતીય મહાસાગરનું ટાપુ રાષ્ટ્ર અને તેના મંત્રમુગ્ધ કરનારા બીચ, લગૂન, રીફ અને ઘણા બધા માટે પ્રસિદ્ધ મોરિશિયસની મુલાકાત લેવાનો મોકો મળ્યો. તમે ત્યાં ઉતરાણ કરતાં જ આ ટાપુ રાષ્ટ્રમાં બીચ કરતાં પણ ઘણું બધું જોવાનું છે તેનું ભાન થાય છે.અને દેખીતી રીતે જ મોરિશિયસમાં `ડોડો' પક્ષીની અજોડતા જેવું કશું જ નથી. ડોડો પક્ષીની વાર્તા દુનિયામાં લુપ્ત થતાં પક્ષીઓની અત્યંત પ્રસિદ્ધ વાર્તામાંથીએક છે, જે મોરિશિયસના પર્યાવરણ અને સાંસ્કૃતિક ઈતિહાસ સાથે ઊંડાણથી આંતરગૂંથણ પામેલી છે. ડોડો (રાફુલક્યુક્યુલેટસ) પંખરહિત પક્ષી છે,જે ભારતીય મહાસાગરના મોરિશિયસના ટાપુમાં જ રહેતું હતું. તેની ઊંચાઈ આશરે એક મીટર હતી અને વજન આશરે ૧૦-૧૮ કિલો (૨૨-૪૦ એલબીએસ) હતું. તેની ચાંચ અને ભરાવદાર દેખાવ અદભુત હતાં. આ પક્ષી ટાપુ પર માનવીના આગમનનાં ૧૦૦ વર્ષથી પણ ઓછા સમયમાં ૧૭મી સદીમાં લુપ્ત થયાં.આજે ડોડો મોરિશિયસની રાષ્ટ્રીય ઓળખમાં ઊંડાણથી સમાયેલું છે. તેની છબિઓ ટાપુમાં તેમ જ અન્યત્ર પણ ઠેર ઠેર જોવા મળે છે. તો ચાલો,આજે મોરિશિયસને દરેકેદરેક વયજૂથ માટે શું મોજીલું બનાવે છે તે જાણીએ.શરૂઆતમાં હું તમને વીણા વર્લ્ડના ટુર મેનેજર દ્વારા મને કહેવામાં આવેલી વાર્તા કહેવા માગું છું. મોરિશિયસ નામ કઈ રીતે રખાયું? આ ટાપુ આરંભમાંઆરબ અને મલયોમાં અનુક્રમે દિના અરોબી અને દિના મર્જબિન તરીકે ઓળખાતો હતો, પરંતુ ૧૬મી સદીમાં સૌપ્રથમ પોર્ટુગીઝે અહીં મુલાકાત લીધી અને તેને સર્ન નામ આપ્યું. જોકે બાદમાં ટાપુ પર ડચ નાગરિકોએ વસાહત બનાવી, જે પછી પ્રિન્સ મોરિસ વેન નસાઉના માનમાં તેને મોરિશિયસ નામ અપાયું.જો તમે તેને આપણા ભૌગોલિક નજરિયાથી જોશો તો મોરિશિયસ આફ્રિકન ખંડના દક્ષિણ-પૂર્વીય દરિયાકાંઠા પાસે આશરે ૨,૦૦૦ કિલોમીટર (આશરે ૧,૨૦૦ માઈલ) વિસ્તારમાં પથરાયેલો છે. તે મડાગાસ્કર દેશના પૂર્વમાં અને રિયુનિયન આઈલેન્ડની ફ્રેન્ચ કોલોનીના ઈશાનમાં સ્થિત છે. દેશમાં મોરિશિયસનોમુખ્ય ટાપુ, નાનો રોડ્રિગ્સ ટાપુ (મુખ્ય ટાપુની આશરે ૫૬૦ કિલોમીટર પૂર્વમાં) છે અને આગાલેગા આઈલેન્ડ્સ તથા કાર્ગોડોસ કારાજોસ શોલ્સ (સેન્ટ બ્રેન્ડ) સહિત અન્ય બહારી ટાપુઓ અને આર્કિપેલેગોઝનો સમાવેશ થાય છે. પ્રાચીન વેપાર માર્ગો પર વ્યૂહાત્મક સ્થળે તેને ઐતિહાસિક રીતે ડચ,ફ્રેન્ચ અને બ્રિટિશ સહિતની કોલોનિયલ સત્તામાં તેને પ્રતિષ્ઠિત ખજાનો બનાવી દીધો છે. આજે તેનું સ્થળ મુખ્ય પર્યટન સ્થળ તરીકે તેના દરજ્જામાંયોગદાન આપે છે, જે આખું વર્ષ ગરમ ઉષ્ણકટિબંધીય હવામાન, અદભુત બીચ અને સંસ્કૃતિઓનું સંમિશ્રણ પ્રદાન કરે છે.તમારે મોરિશિયસમાં ખરેખર શું કરવું જોઈએ તે વિશે વાત કરીએ તો અહીં ઘણું બધું છે. મોરિશિયસ અનેક પ્રવૃત્તિઓ અને સાઈટ્સનો ખજાનો છે. તે સાહસિકો, નિસર્ગપ્રેમીઓ, સંસ્કૃતિના શોખીનો અને રિલેક્સ કરવા માગતા હોય તેમને માટે પણ સ્વર્ગ સમાન છે. તો આ સ્વર્ણિમ ટાપુના રાષ્ટ્રમાં શું શું કરી શકાય તે વિશે રસપ્રદ માહિતી અહીં આપી છે:અમે સૌપ્રથમ મોરિશિયસમાં આવ્યા બાદ તેના નિર્મળ બીચ જોયા. શાંત અને સ્વચ્છ પાણીમાં સ્નોર્કેલગ કરવા ઈચ્છતા પરિવારો માટે ઉત્તમ `ટ્રાઉ ઓક્સ બિચીસ'ની ભૂકીવાળી સફેદ રેતીથી લઈને નિર્મળ 'લી મોર્ન' બીચ પર છવાયેલા લી મોર્ન બ્રેબેન્ટ માઉન્ટનની નાટકીય પાર્શ્વભૂ સુધી દરેક દરિયાકાંઠો અહીં પોતાની અજોડ વાર્તા કહે છે. ટાપુના બીચ કાચ જેવા સાફ જળથી ઘેરાયેલા છે, જે રંગબેરંગી સમુદ્રિ જીવન સાથે કોરલ રીફ્સની ભૂજળ દુનિયાનો અદભુત નજારો આપે છે. સાહસિકો વિવિધ પ્રકારની વોટર સ્પોર્ટસ માણી શકે છે, જેમ કે, લી મોર્ન ખાતે જેટ-સ્કીઈંગ અથવા શાંત લગૂન ઓફ બ્લુ બે ખાતે પેડલબોર્ડિંગ માણી શકે છે. મેં બીચની બાબતમાં સૌથી અજોડ બાબત એ જોઈ છે કે અહીંનાં જળ અત્યંત નિર્મળ છે, જ્યાં તમે સૂર્ય હેઠળ રિલેક્સ કરી શકો અથવા કાચ જેવા સાફ પાણીમાં કાયાક પણ કરી શકો છો.જોકે તમારે એ યાદ રાખવું જોઈએ કે મોરિશિયસમાં ફક્ત  સુંદર બીચ નથી, પરંતુ હાઈકિંગ અને નિસર્ગના સાંનિધ્યમાં વિહરવાનું ગમતું હોય તેમને માટેપણ આ અદભુત સ્થળ છે. હરિયાળાં ઘન જંગલો થકી ચાલવાની કલ્પના કરો, જ્યાં તમને આ ટાપુ પર જ જીવતાં અજોડ છોડવાં અને જનાવરો જોવામળી શકે છે. અહીં દરેક માટે કાંઈક ને કાંઈક છે. આસાન વોકથી લઈને પહાડી પર વધુ પડકારજનક હાઈકિંગનો રોમાંચ માણી શકો છો. નિસર્ગપ્રેમીઓ માટેએક સૌથી ઉત્તમ સ્થળ બ્લેક રિવર ગોર્જીસ નેશનલ પાર્ક છે. અહીં તમે જંગલમાં શાંતિપૂર્ણ રીતે વોક કરી શકો અને અદભુત પાણીના ધોધ જોઈ શકો છો.નિસર્ગપ્રેમીઓ માટે પેમ્પલમાઉસીસ છે, જે સર સીવૂસાગુર રામગુલામ બોટેનિકલ ગાર્ડન તરીકે પણ ઓળખાય છે તે મોરિશિયસમાં સુંદર અને શાંત સ્થળ છે,જે પ્રસિદ્ધ જાયન્ટ વોટર લીલીઝ સહિત ઉષ્ણકટિબંધીય છોડવાઓના વિશાળ કલેકશન માટે પ્રસિદ્ધ છે. તમે અહીં મુલાકાત લો ત્યારે વિશાળ લીલી પેડ્સ જોતાં જ તે પરીકથામાંથી ઊતરી આવ્યાં હોય તેવું મહેસૂસ કરશો, જે પાણી પર બહુ જ મનોહર રીતે તરતાં જોવા મળે છે. ગાર્ડન ૬૫૦ પ્રકારથી વધુ છોડવાઓ સાથે દુનિયાભરનાં છોડવાંઓની જીવંત લાઈબ્રેરી જેવું છે. અહીં આસપાસ ચાલતી વખતે તમને મસાલા, શેરડીઓ અને નેલ્સન મેન્ડેલા જેવી પ્રસિદ્ધ હસ્તીઓ દ્વારા રોપવામાં આવેલાં ઝાડ પણ જોવા મળે છે.પાણીના ધોધ વિશે વાત કરું તો તમારે આ વિશે જરૂર વિચારવું જોઈએ: સાફ, ઝળહળતું પાણી ટેકરીઓ અને ખડકો પરથી નીચે આવે છે, જે હરિયાળાં,લીલાછમ જંગલોથી ઘેરાયેલા છે. ટેમેરિન ફોલ્સ જેવાં સ્થળો ચમત્કારી છે. તમે સાત અલગ અલગ પાણીના ધોધની મુલાકાતે જઈ શકો છો, જે દરેક પોતાનો વિશેષ નજારો ધરાવે છે અને સ્વિમગ માટે પૂલ પણ છે. ચેમેરલ વોટરફોલ જાણે સપનામાં જોઈએ તેવું છે, જ્યાં પાણીનો ધોધ ઊંચી ટેકરી પરથી ઊંડા પૂલમાં નીચે આવે છે. પાણીના ધોધ સિવાય `સેવન કલર્ડ અર્થ્સ જેવી ઠંડી જગ્યાઓ પણ છે, જે વિસ્તારમાં રેતીના ટેકરાઓ જાંબુડીથી લાલ સુધી અલગ અલગ રંગના છે, જે અલગ અલગ તાપમાનમાં ઠંડા થતા જ્વાળામુખીના ખડકો દ્વારા નિર્માણ પામ્યા છે.અને આખરે મારી યાદીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ બાબત છે. ટાપુઓ વચ્ચે બોટ ટુર અથવા હોપગ પર જવું તે મોરિશિયસમાં કરવા જેવી વધુ એક સૌથી રોમાંચક પ્રવૃત્તિમાંથી એક છે. લી ઓક્સ સર્ફ્સ નામે સુંદર ટાપુ ખાતે સૂર્યના ઉઘાડવાળા દિવસને માણવા વિશે જરા કલ્પના કરો. અહીં તમે સાફ પાણીમાં છબછબિયાં કરી શકો, મોજીલી વોટર સ્પોર્ટસ માણી શકો અથવા નરમ રેતી પર રિલેક્સ કરી શકો છો. જો તમે પ્રાણીપ્રેમી હોય તો પશ્ચિમી દરિયાકાંઠા નજીક મહાસાગરમાં રમતી ડોલ્ફિન જોવા બોટ ટ્રિપ લો. તેમના નૈસર્ગિક ઘરમાં તેમને જોવાનો આ ચમત્કારી અનુભવ બની રહે છે.આમ, મોરિશિયસ એવું સ્થળ છે જ્યાં તમે ઈચ્છો તે અનુસાર રિલેક્સ કરી શકો અથવા સાહસો ખેડી શકો છો. તે સંસ્કૃતિઓ, નૈસર્ગિક સૌંદર્ય અને તેના લોકોના ઉષ્માભર્યા આવકારનું સંમિશ્રણ છે, જે તેને અવિસ્મરણીય સ્થળ બનાવે છે. તમે તેનાં ઐતિહાસિક સ્થળો જોતા હોય કે તેની હરિયાળી ક્ષિતિજોમાં ગળાડૂબ થવા માગતા હોય કે તેના નિર્મળ બીચ પર સૂર્યસ્નાન કરવા માગતા હોય, મોરિશિયસ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અનુભવ કરાવવાનું વચન આપે છે.

April 13, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top