Published in the Sunday Gujarat Samachar on 22 June 2025
આપણે ટાપુઓ પર ફરવા જવાનું વિચારીએ ત્યારે બાલી, માલદીવ્ઝ અને સેન્તોરિની જેવા ટાપુઓ સામાન્ય રીતે તરત યાદ આવે છે. તે સારાં કારણોસર લોકપ્રિય છે, પરંતુ અમુક વાર અસલી જાદુ અન્યત્ર રહેલો હોય છે, જે દુનિયાના શાંત, ઓ છા ખોજ કરાયેલા ખૂણાઓમાં હોય છે.
ઈન્સ્ટાગામ પર જેની ઝાઝી તસવીરો નથી હોતી તેવા ટાપુઓની મુલાકાત લેવાનું અતુલનીય રીતે વિશેષ બની જાય છે. અહીં કોઈ વિશાળ ક્રુઝ જહાજો લાંગરવામાં આવેલાં હોતાં નથી, સન લાઉન્જર માટે પડાપડી થતી હોય તેવા ભરચક બીચ અહીં નથી, ફક્ત તમે, થોડી રેતી, કાચ જેવું સાફ પાણી હોય છે અને તે તમે કાંઈક ગોપનીય શોધી કાઢ્યું એવો અહેસાસ કરાવી શકે છે.
તો આ સપ્તાહમાં દુનિયાભરના આવા અમુક ઓછા આંકવામાં આવેલા ટાપુઓનો તમને પ્રવાસ કરાવવાનો વિચાર આવ્યો.આ સ્થળો સામાન્ય યાદીમાં ટોચપર નહીં હોઈ શકે, પરંતુ હકીકતમાં તે હોવું જોઈએ.સાઓ મિગ્વેલ, અઝોરીસ (પોર્ટુગલ)
આ ટાપુને મોટે ભાગે "ગીન આઈલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સાઓ મિગ્વેલ પોર્ટુગલે સાચવી રાખેલી ગોપનીયતા જેવું લાગે છે. તે અઝોરીસનો હિસ્સો છે, જે જ્વાળામુખી ટાપુઓનો ઝુંડ એટલાન્ટિકની મધ્યમાં શાંતિથી બેસેલો છે. ગગનચુંબી ખડકો, વાદળી અને લીલાશેડ્સનાં સરોવરો, ગરમ જિયોથર્મલ પૂલો અને દેશના રસ્તાઓ પર હારબંધ હાઈડ્રેન્જીસનાં ખેતરો વિશે જરા વિચારો.
સૌથી સારી વાત શું છે? તમે ગરમ કુંડ, ચાના બાગ, વ્હેલ વોચિંગ અને અતુલનીય હાઈકિંગનો અનુભવ કરી શકો છો. વળી, મેઈનલેન્ડ યુરોપમાં તમને જોવા મળતી ગિરદી અહીં હોતી નથી. ફુર્નાસ ખાતે દિવસ વિતાવો, જ્યાં તમે નૈસર્ગિક થર્મલ સ્નાન કરી શકો છોઅને વોલ્કેનિક હીટ (કોઝિડો તરીકે ઓળખાય છે) નો ઉપયોગ કરીને ભૂગર્ભમાં ધીમેથી પકવવામાં આવેલું ભોજન અજમાવી શકો છો. સાઓ મિગ્વેલ હિંસ્ર, હરિયાળું અને તાજગીપૂર્ણ રીતે અણસ્પર્શી મહેસૂસ કરાવે છે. હવાઈની યુરોપિયન આવૃત્તિ હોય તેવું લાગે છે,પરંતુ તેના કરતાં વધુ કિફાયતી અને વધુ ઓછું વ્યસ્ત છે.
કોહ લાંટા, થાઈલેન્ડઃ પાર્ટીનો ધમધમાટ નહીં હોય તેવા ઉષ્ણકટિબંધીય થાઈ આઈલેન્ડની કલ્પના કરે ત્યારે લોકો જે સપનું જુએ છે તે કોહ લાંટા હકીકતમાં ઉતારે છે. અહીં શાંતિ છે, ગિરદી નથી હોતી અને પોતાના ધીમા લય સાથે તે ચાલે છે. આ બીચ માઈલો સુધી ફેલાયેલો છે, જ્યાં સૂર્યાસ્તનો નજારો પોસ્ટકાર્ડમાં શોભે તેવો છે અને તમને હંમેશાં અહીં શાંતિ મળી રહેશે.
સ્કૂટર પર સવારી કરો અને ટાપુના ઊંઘણશી ગામડાંઓ જુઓ, તાજા મેંગો સ્મૂધીઝ પીરસતા નાના કેફેમાં સમય વિતાવો અથવા કોહ હાઅને હિન દાયેંગના નજીકના કોરલ સમૃદ્ધ ટાપુઓ ખાતે ડાઈવિંગ ટ્રિપ બુક કરો. આ સ્થળે તમારા દિવસો સ્વિમિંગ, ઝોકું લેવું,ખાવું અને દરેક સાંજે આકાશને નારંગીના તેજસ્વી શેડ્સમાં ફેરવાતા જોવામાં વીતી જાય છે. અહીં તમને ધસારો બિલકુલ જોવા નહીં મળે.
ઈસલા હોલબોક્સ, મેક્સિકોઃ ઈસલા હોલબોક્સ એવું સ્થળ છે જ્યાં શૂઝ વૈકલ્પિક છે અને સમયસૂચિ ખરેખર અસ્તિત્વમાં નથી. કેનકુનની ઉત્તરે ફેરી રાઈડ પર સ્થિત આ સ્થળ દુનિયાની આ શાંતિપૂર્ણ રેતીવાળી ગલીઓ, રંગીન મુરાલ, સમુદ્ર પર હેમોક્સ સાથેની જગ્યા છે, જ્યાં દિવસો ધીમા, સહજ રીતે ચાલે છે.
અહીં તમે સમર દરમિયાન વ્હેલ શાર્કસ (સમુદ્રમાં નમ દિગ્ગજો) સાથે સ્વિમ કરી શકો છો, ફ્લેમિંગોથી ભરચક મેન્ગોવ્ઝ થકી કાયાક કરી શકો છો અથવા રાત્રે બાયોલુમિનેસન્સની મંત્રમુગ્ધ કરનારી ચમક જોઈ શકો છો. અહીં કારની જગ્યા ગોલ્ફ કાર્ટસ લે છે અને સર્વત્ર ટેકોઝ જોવા મળે છે.આ આખો ટાપુ તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય તે રીતે બીચ હોલીડેની ઉત્તમ આવૃત્તિમાં સહેજ થીજેલો હોય તેવું મહેસૂસ કરાવે છે.
રોડ્રિગ્સ આઈલેન્ડ, મોરિશિયસઃ
દુનિયાની નજરથી દૂર નાનો, સુંદર અને મોહક રોડ્રિગ્સ ટાપુ મોરિશિયસની નાની ગોપનીયતા છે. તે ફક્ત 18 કિલોમીટર લાંબો છે,પરંતુ છૂપા બીચ, લગૂનથી ભરચક છે, જે સતત ચાલે છે એવું મહેસૂસ કરાવે છે અને તેની પોતાની ગૌરવજનક સંસ્કૃતિ છે.
અહીં મોરિશિયસ કરતાં જીવન ધીમું અને ધમધમાટ ઓછો હોય છે, જે અસલી મુદ્દો છે. તમે સંરક્ષિત કોરલ રીફ્સમાં સ્નોર્કેલ કરી શકો,રોલિંગ જ્વાળામુખી ટેકરીઓમાં હાઈક કરી શકો છો, નાનાં માછીમારી ગામડાંઓ જોઈ શકો છો અથવા રેતી પર શાંતિથી પોઢીને કશું જ નહીં કરો. રોડ્રિગ્સ તમને સહજ, અસલ અને સુંદર રીતે દોડધામરહિત પ્રવાસ કેવો હોય છે તે મહેસૂસ કરાવે છે
મિલજેટ, ક્રોએશિયાઃ ડુબોવનિક અને હ્વાર ટાપુથી લોકો આકર્ષિત છે, પરંતુ મિલજેટ સુખદ રીતે નિર્મળ છે. આ ક્રોએશિયન ટાપુ પાઈનનાં જંગલો,ખારાં પાણીનાં સરોવરો, હાઈકિંગ અને છૂપા કોવ્ઝ સાથે હરિત વંડરલેન્ડ છે. ટાપુનો લગભગ એક તૃતીયાંશ ભાગ નેશનલ પાર્કથી સંરક્ષિત છેઅને આ સ્થળે જીવન બહુ જ મજેદાર રીતે ધીમું છે.
તમે બાઈક અને સાઈકલ ભાડે લઈને વેલિકો જેઝેરો (મોટું સરોવર) ખાતે જઈ શકો, સરોવરમાં ટાપુ પર સ્થિત નાના મોનેસ્ટરી ખાતેબોટમાં જઈ શકો છો અથવા મનોરમ્ય વ્યુપોઈન્ટ્સ ખાતે હાઈક કરો, જ્યાં તમને અનોખી દુનિયામાં આવી ગયા હોય તેવું મહેસૂસ થશે.અમુક તાજાં ખાદ્યો અને સ્થાનિક વાઈન માણશો ત્યારે તમને એવું મહેસૂસ થશે કે આજ સુધી અહીં આવવાનું કેમ સૂઝ્યું નહોતું.
સિયારગાઓ, ફિલિપિન્સઃ મોટા ભાગના લોકો સિયારગાઓને ક્લાઉડ 9ને કારણે ઓળખે છે, જે દુનિયાના સૌથી પ્રસિદ્ધ સર્ફ બેક્સ છે.જોકે તમે સર્ફબોર્ડને સ્પર્શ નહીં
કર્યો હોવા છતાં આ હરિયાળો, શાંત ટાપુ તમને ઘણું બધું આપે છે.
નિરંતર પામનાં ઝાડનાં જંગલો,
મેગપુપંગકો જેવા ટર્કોઈસ રોક પૂલ્સ, સફેદ રેતીના બીચ જ્યાં લગભગ કોઈ હોતું નથીઅને સાહસોથી ભરચક ગુયામ આઈલેન્ડ અને ડાકુ આઈલેન્ડ વિશે જરા વિચારો. અહીંનું વાતાવરણ ઊનું, આવકાર્ય અને થોડું હિંસ્ર છે. મોટરબાઈક ભાડે લો, સૂર્યાસ્તનો પીછો કરો, બીચ પર તાજા ગિલ કરેલાં ખાદ્યો ખાઓ અને ટાપુના જીવનના લયમાં ડૂબકીઓ લગાવો,જ્યાં હેમોકમાં ઝોકું લેવું કે સ્વિમ કરવા જવું તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે.
કુલેબા, પુએર્ટો રિકોઃ પુએર્ટો રિકો ખાતે ધસારો કરતા મોટા ભાગના પ્રવાસીઓ કુલેબાને ચૂકી જાય છે અને ઈમાનદારીથી કહું તો તે તેમનું નુકસાન છે.આ નાનો ટાપુ ફ્લેમેન્કો બીચ માટે ઘર છે, જે મોટે ભાગે દુનિયામાં ટોપ રેટેડ બીચમાં સ્થાન ધરાવે છે અને તે છતાં હજુતે અણસ્પર્શી હોવાનું મહેસૂસ થાય છે.
અહીંની ગતિ ધીમી છે. પાણી કાચ જેવા સાફ છે અને તમે બીચ પર મિનિટોમાં ધસારો કરતા સી ટર્ટલ્સ સાથે સ્નોર્કેલિંગ કરી શકો છો .અહીં નાઈટલાઈફ નથી, વિશાળ રિસોર્ટસ નથી, ફક્ત નાના અતિથિગૃહો, મોફોંગો વેચતા સ્થાનિક ફૂડ સ્ટોલ અને હવાફેર માટેભરપૂર શાંત ખૂણાઓ છે. જો તમે ટુરિસ્ટોના ધસારા વિનાનો કેરિબિયન ટાપુ જોતા હોય તો કુલેબા તમારી ઈચ્છા પૂરી કરે છે.
હેવલોક આઈલેન્ડ, આંદામાન આઈલેન્ડ્સ (ભારત)ઃ ઘરની નજીક હેવલોક આઈલેન્ડ (હવે વિધિસર રીતે સ્વરાજ દ્વીપ તરીકે ઓળખાય છે) નિર્ભેળ સ્વર્ગ છે. પાઉડર જેવી નરમ સફેદ રેતી, ટર્કોઈસ લગૂન્સ અને એશિયામાં અમુક સૌથી ઉત્તમ ડાઈવિંગ અને સ્નોર્કેલિંગ સ્થળો વિશે વિચારો.
રાધાનગર બીચ ઉત્તમ ક્રેસન્ટ આકારનો દરિયાકાંઠો છે, જે તમે જોયેલા સૌથી સુંદર બીચમાંથી એક છે. જોકે હેવલોકને વિશેષ જો કશુંબનાવતું હોય તો તે અહીંનું શાંત જીવન છે. તમારો દિવસ એકાંત બીચ વચ્ચે ફરીને, રંગીન કોરલ બાગમાં ડાઈવ કરીને,મેન્ગોવ્ઝ થકી કાયાકિંગ કરીને વિતાવો. આ ઉષ્ણકટિબંધીય હવાફેર છે, જે બહુ વ્યાવસાયિકીકરણ કરવામાં આવેલા ટાપુનાં સ્થળોનીતુલનામાં અસલ અને તાજગીપૂર્ણ રીતે અણસ્પર્શી મહેસૂસ કરાવે છે.
ઈશ્ચિયા, ઈટાલીઃ બધા જ કેપ્રીમાં ધસારો કરે છે, પરંતુ અહીં વસેલું ઈશ્ચિયા ઈટાલીનો સૌથી ગોપનીય ટાપુ છે. તે ભવ્ય, હરિત અને અત્યંત શાંત છે. નૈસર્ગિક ગરમ કુંડ, મધ્યયુગીન રાજમહેલો અને હરિયાળા બાગ માટે પ્રસિદ્ધ ઈશ્ચિયા અમાલ્ફી દરિયાકાંઠાની ધીમી, સપનાની આવૃત્તિમાં આવી ગયા હોય તેવું મહેસૂસ કરાવે છે.
તમારા દિવસો થર્મલ સ્પામાં વિતાવો, ઈશ્ચિયા પોટેની મોહક ગલીઓમાં ભટકો, જ્વાળામુખી ખડક પર નાટકીય રીતે વસેલોએરાગોનીઝ કેસલ જુઓ અથવા પાણીમાં તાજા પાસ્તા માણો. આ સુંદર, અસલ છે. અહીંનો સૂર્યાસ્ત અનોખો છે.
પિકો આઈલેન્ડ, અઝોરીસ (પોર્ટુગલ)ઃ સાઓ મિગ્વેલ મોટે ભાગે આકર્ષણ જમાવે છે, પરંતુ પિકો આઈલેન્ડ પણ શાબાશીનો હકદાર છે.પોર્ટુગલની સર્વોચ્ચ પહાડી માઉન્ટ પિકો માટે ઘર આ ટાપુ હિંસ્ર, શાંત અને સુંદર રીતે અણસ્પર્શી છે.
અહીં તમે વોલ્કેનિક ટ્રેઈલ્સ પર હાઈક કરી શકો, કાળા લાવા ખડક પર ઉગાડવામાં આવેલા યુનેસ્કો લિસ્ટેડ વાઈનયાર્ડસની વાઈનનીચુસકીઓ લો અને એટલાન્ટિકમાં અમુક શ્રેષ્ઠતમ બ્લુ વ્હેલ્સ અને સ્પર્મ વ્હેલ્સ જોવા જઈ શકો છો. પિકો એવું સ્થળ છેજ્યાં ગગનચુંબી ખડકોથી લઈને નિરંતર સમુદ્રના નજારા સુધી દરેક વળાંકે નિસર્ગની શક્તિનો અહેસાસ થાય છે.અને અહીંનો ધીમો, સહજ પ્રવાસ અનોખો અહેસાસ કરાવે છે.
ટાપુઓ પર હવાફેર કરવા જવાની વાત આવે ત્યારે દુનિયામાં સામાન્ય "ટોપ 10 યાદી કરતાં પણ ઘણા બધા વધુ સુંદર ટાપુઓ છે.આ અણસ્પર્શી ટાપુઓ ધીમો, શાંત અને વધુ યાદગાર પ્રવાસ પ્રદાન કરે છે. આ ટાપુઓ પ્રવાસ ખરેખર શું છે તે તમને યાદ અપાવે છે. ચાલો, બેગ ભરો, નીકળી પડો...
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.