Published in the Sunday Gujarat Samachar on 10 August 2025
તેઓ તેમને રાઈડ કરતાં બેન્ચ પર બેસીને જોયા કરતા ત્યારે તેમને કાંઈક સૂઝ્યુંઃ કોઈ પણ એવાં સ્થળ મોજૂદ નથી જ્યાં વાલીઓ અને બાળકો એકત્ર મોજમસ્તી કરી શકે...
તાજેતરમાં મારી પત્ની, અમારી પુત્રી રાયા અને મારા બધા કઝિન્સ સાથે હોંગ કોંગમાં ગયાં હતાં. સ્વાભાવિક રીતે એક દિવસ ડિઝનીલેન્ડ માટે સમર્પિત હતો. ખાસ કરીને તમે બાળક સાથે જાઓ ત્યારે આ એવું સ્થળ છે જે તમે કોઈ ભોગે ચૂકવા નહીં માગશો. અને મૂળમાં અમે રાયા માટેતેનું નિયોજન કર્યું હતું, પરંતુ નિખાલસતાથી કહું તો મને લાગે છે કે પુખ્તો પણ વધુ નહીં છતાં તેટલી જ મોજમસ્તી કરી શકે છે.
ડિઝનીલેન્ડમાં જવું એટલે તમારી ઉંમર ગમે તેટલી હોય છતાં કાંઈક અતુલનીય છે. સંગીત, રંગો, પરિચિત પાત્રો જીવંત બનીનેતે પ્રવેશદ્વારમાં પહોંચતાં જ તમને મોહિત કરી દે છે. હોંગ કોંગમાં અમે ટુમોરોલેન્ડમાં ભટક્યા, ફેન્ટસીલેન્ડની ચમત્કારી ગલીઓમાં લટાર મારીઅને રાયા ટોય સ્ટોરી લેન્ડમાં મોજીલાં પાત્રોને મળી તે જોઈને અમે પણ નાના બાળકોની જેમ હસ્યાં. અને ખાણીપીણી? આટલું જ નહીં,રાઈડ્સ, પરેડ... કલ્પના નહીં કરી શકાય એટલું બેજોડ હતું.
તે દિવસે મને આ સ્થળો કેટલાં શક્તિશાળી છે તે યાદ આવ્યું. વિવિધ ખંડો અને સંસ્કૃતિઓમાં ડિઝનીલેન્ડ્સ આધુનિક દિવસોનાંસી માચિહનો બની ગયાં છે, જે થીમ પાર્ક જ નથી, પરંતુ ખુશી, રોમાંચ અને અજાયબીની જગ્યા છે.
તો આ સપ્તાહમાં હું ડિઝનીલેન્ડ્સ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, દુનિયામાં તે ક્યાં છે અને શા માટે છે તેના ઈતિહાસ થકીતમને લઈ જવા માગું છું, જ્યાં તમે જીવનમાં ગમે ત્યાં હોય તો પણ થોડો જાદુ મહેસૂસ કરવાનું ક્યારેય મોડું હોતું નથી.
યુએસએમાં શરૂ થયેલું સપનું
ડિઝનીલેન્ડની વાર્તા બહુ જ સહજ રીતે બેન્ચ સાથે શરૂ થઈ.
1950માં વોલ્ટ ડિઝની પોતાની બે પુત્રીને છાશવારે લોસ એન્જેલસના ગ્રિફિથ પાર્કમાં મેરી-ગો-રાઉન્ડ ખાતે રાઈડ માટે લઈ જતા હતા. તેઓ તેમને રાઈડ કરતાં બેન્ચ પર બેસીને જોયા કરતા ત્યારે તેમને કાંઈક સૂઝ્યુંઃ કોઈ પણ એવાં સ્થળ મોજૂદ નથી જ્યાં વાલીઓ અને બાળકો એકત્ર મોજમસ્તી કરી શકે. બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્કસ હતા અને પુખ્તો માટે મનોરંજન હતું,પરંતુ બંને એકત્ર માણી શકે એવું કશું નહોતું. આ સાદા વિચારમાંથી તેમને આઈડિયા આવ્યો.
વોલ્ટે એવા સ્થળનું સપનું જોવાનું શરૂ કર્યું જ્યાં વાર્તાઓ જીવંત બને, જ્યાં ફેન્ટસી અને કલ્પનાને ફક્ત પડદા પર નહીં પરંતુ વાસ્તવમાં તેની સાથે ચાલી શકાય, તેને સ્પર્શ અને અનુભવ કરી શકાય. એવું સ્થળ જે સુરક્ષિત, સ્વચ્છ અને અજાયબીઓથી ભરચક હોય. અને 1955માં વર્ષોના નિયોજન, ડિઝાઈનિંગ અને આ ઘેલો વિચાર નથી એ અન્યોને સમજાવ્યા પછી ડિઝનીલેન્ડે કેલિફોર્નિયાના અનાહેમ ખાતે તેનાં દ્વાર ખોલ્યાં.
આ આરંભ આસાન નહોતો. અમુક રાઈડ્સ તૂટી પડી, પ્લમ્બિંગમાં ખામીઓ બહાર આવી અને ટિકિટ લેવા છતાં મહેમાનોતેનો લાભ લઈ શક્યા નહીં. જોકે આમ છતાં તેનો જાદુ છવાયો. પરિવારો આવવા લાગ્યા, બાળકો સ્મિત કરવા લાગ્યાઅને પહેલી વાર લોકોએ એક એવું અનોખું સ્થળ અનુભવ્યું જે ફિલ્મ અને યાદો વચ્ચેનું સ્થળ હતું.
વોલ્ટે એક વાર કહ્યું હતું, "ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ નહીં થશે. તે દુનિયામાં કલ્પના રહેશે ત્યાં સુધી વૃદ્ધિ પામતું જ રહેશે.અને તે ખરેખર વૃદ્ધિ પામતું રહ્યું છે. કેલિફોર્નિયા, યુએસએમાં તે એક પાર્ક ભવ્ય, કલ્પનાઓના વૈશ્વિક નેટવર્ક માટે બ્લુપ્રિંટ બની ગયું.
દુનિયાભરમાં ડિઝનીલેન્ડ
1955માં એનાહેમ, કેલિફોર્નિયામાં વોલ્ટ ડિઝનીના નક્કર સપના તરીકે શરૂ થયું તે પછી જાદુનું વૈશ્વિક ઘેલું તરીકે ખીલી ઊઠ્યું.દરેક ડિઝનીલેન્ડ મુખ્ય તત્ત્વો, પરીકથાનાં રાજમહેલો, મિકી આકારની ટ્રીટ્સ અને અજાયબીનું અલૌકિક ભાન ધરાવે છેત્યારે તે દરેક સંસ્કૃતિ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા આકારબદ્ધ સ્થાનિક ખૂબીઓ પણ ધરાવે છે. ચાલો તેને નજીકથી જોઈએ.
ડિઝનીલેન્ડ કેલિફોર્નિયા
અહીંથી જ શરૂઆત થઈ. વોલ્ટ ડિઝની પોતે આ મેદાનમાં ગયો, બાળકો અને વાલીઓ એકત્ર અહીં મોજમસ્તી કરી શકશે એવી દીર્ઘદ્રષ્ટિ રાખી.તમે મેઈન સ્ટ્રીટ, યુએસએ ખાતે અથવા જંગલ ક્રુઝ, પાઈરેટ્સ ઓફ ધ કેરિબિયન અથવા હોન્ટેડ મેન્શન, રાઈડ્સમાં બેસો ત્યારેતે વારસો મહેસૂસ થાય છે, જેણે સંપૂર્ણ મુવી ફ્રેન્ચાઈઝીને પ્રેરિત કરી છે. અને દેખીતી રીતે જ સ્લીપિંગ બ્યુટી કેસલ પણ ત્યાં છે,જે તેના પછીના સમોવડિયાઓ કરતાં નાનું છે, પરંતુ જૂની યાદોથી સમૃદ્ધ છે. બાજુમાં કેલિફોર્નિયા એડવેન્ચર પાર્ક રેડિયેટર સ્પ્રિંગ્સ રેસર્સઅને અવેન્જર્સ કેમ્પસ સાથે સંમિશ્રણમાં પિક્સર અને માર્વેલનો ઉમેરો કરે છે.
વોલ્ટ ડિઝની વર્લ્ડ ફ્લોરિડા
જો કેલિફોર્નિયા ઘેલું લગાવે છે તો ફ્લોરિડા પણ યાદગાર છે. 1971માં શરૂ થયેલું વોલ્ટ ડિઝની વર્લ્ડ ચાર પાર્કસ - મેજિક કિંગડમ, એપકોટ, હોલીવૂડ સ્ટુડિયોઝ અને એનિમલ કિંગડમ સાથે વ્યવહારુ રીતે તેનું પોતાનું શહેર છે. એપકોટ તેના ભવિષ્યલક્ષી ટેક અને વર્લ્ડ શોકેસને લીધે અનોખું તરી આવે છે ત્યારે હોલીવૂડ સ્ટુડિયો ગેલેક્સીના એજ અને રેઝિસ્ટન્સ રાઈડની રોમાંચક રાઈઝ સાથે દૂર દૂર ગેલેક્સીમાં સ્ટાર વોર્સ ફેન્સ લાવે છે. એનિમલ કિંગડમમાં અદભુત પેન્ડોરા - ધ વર્લ્ડ ઓફ અવતાર છે, જ્યાં ફ્લાઈટ ઓફ પેસેજ રાઈડ બાયોલુમિનેસન્ટ એલિયન દુનિયામાં મંત્રમુગ્ધ કરનારી ઉડાણ કરાવે છે.
ટોકિયો ડિઝનીલેન્ડ અને ડિઝની-સી
1983માં શરૂ થયેલું ટોકિયો ડિઝનીલેન્ડ ક્લાસિક અમેરિકન ડિઝની મોડેલ માટે અતુલનીય શ્રદ્ધાપૂર્ણ છે, પરંતુ બારીકાઈ અને મહેમાનગતી માંબેજોડ જાપાની ખૂબીઓ ઉમેરાઈ છે. જોકે બાજુમાં ટોકિયો ડિઝની-સી ખરા અર્થમાં ધ્યાન ખેંચે છે. દુનિયામાં ઉત્તમ ડિઝની પાર્ક તરીકેતે વ્યાપક રીતે પ્રસિદ્ધ છે. મહાસાગર વિશે ખોટી માન્યતાઓ અને ખોજ પરથી પ્રેરિત થીમો સાથે જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ જેવી રાઈડ્સઅને સિંદબાદની સ્ટોરીબુક વોયેજ મિક્સ વાર્તાકથન અને કળાત્મકતા રંગમંચ જેવું મહેસૂસ કરાવે છે.ડિઝની-સીમાં પુખ્તોને પણ ઘર જેવું મહેસૂસ થાય છે, જ્યાં દરેક પથ્થર અને દીવા હેતુ સાથે ઘડાયા હોય તેવું લાગે છે.
ડિઝનીલેન્ડ પેરિસ
પેરિસથી ફક્ત 45 મિનિટે આ પાર્ક ડિઝની ફોર્મ્યુલામાં અજોડ ગોથિક મનોહરતા લાવે છે. સ્લીપિંગ બ્યુટીઝ કેસલ નિઃશંક રીતે સૌથી સુંદર છે,જે ફ્રેન્ચ પરીકથાના સ્થાપત્યોથી પ્રેરિત છે અને તેના ડન્જિયનમાં ડ્રેગન પણ વસે છે. ફેન્ટમ મેનોર તેના અમેરિકન કઝિન કરતાં વધુ ઘેરો,વધુ વાતાવરણીય છે અને રેટાટુઈલઃ ધ એડવેન્ચર 4ડી છે, જે તમને ઉંદરના આકારમાં ફેરવીને પેરિશિયન કિચન થકી સેર કરાવે છે.
હોંગ કોંગ ડિઝનીલેન્ડ
આ નાનું છતાં નાના બાળકો માટે વધુ આરામદાયક, આસાન અને અત્યંત વોકેબલ છે. અહીં નવું રજૂ કરાયેલું વર્લ્ડ ઓફ ફ્રોઝન અવશ્ય મુલાકાત લેવા જેવું છે, જ્યાં તમે "લેટ ઈટ ગો અનેક વાર ગાશો. આયર્ન મેન અનુભવ એશિયામાં માર્વેલ્સની પ્રથમ મુખ્ય રાઈડ છે અને હોન્ટેડ મેન્શનનું તેમનું વર્ઝન મિસ્ટિક મેનોર જાદુ અને નટખટથી ભરચક મૂળ વાર્તા કહેવા માટે ટ્રેકલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
શાંઘાઈ ડિઝનીલેન્ડ
આ સૌથી નવીનતમ 2016માં ખૂલ્યું હતું. શાંઘાઈ ડિઝનીલેન્ડ ગ્રાઉન્ડ અપમાંથી ચીની દર્શકો માટે તૈયાર કરાયું હતું. આ વ્યાપક અને ઘણાં બધાં આકર્ષણો અન્ય ક્યાંયથી પણ વધુ હાઈ-ટેક છે. ટ્રોન લાઈટસાઈકલ પાવર રન કોઈ પણ અન્ય ડિઝની પાર્કમાં નહીં જોવા મળે તેવી ભવિષ્યલક્ષી રોલરકોસ્ટર છે, જયાં તમે એલઈડી લાઈટથી ચમકતા મોટરબાઈક સ્ટાઈલ વાહનમાં રાઈડ કરી શકો છો. અહીં પાઈરેટ્સ ઓફ ધ કેરિબિયનઃબેટલ ફોર ધ સંકન ટ્રેઝર મંત્રમુગ્ધ કરનારી ડિજિટલ ઈફેક્ટ્સ અને વ્યાપક સ્તર સાથે દુનિયામાં રાઈડના સૌથી વર્ઝન તરીકે માનવામાં આવે છે.
તમારે માટે શું છે?
જો તમે જુઓ તો દરેક ડિઝનીલેન્ડ સહેજ અલગ અનુભવ પ્રદાન કરે છે. આથી તમારું પ્રથમ ડિઝની સાહસ હોય કે પાંચમું, તમે કેસલ્સ,કોસ્ટર્સ અથવા બાળપણની યાદોથી પ્રેરિત હોય, ડિઝનીલેન્ડ ક્યાંક તમને સરપ્રાઈઝ આપવા વાટ જોઈ રહ્યું છે. હું મારી પુત્રી રાયા સાથેહોંગ કોંગ ડિઝનીલેન્ડમાં ગયો હતો, પરંતુ સાચું કહું તો મને લાગે છે કે મને પણ તે તેટલું જ ગમ્યું. કદાચ તેથી વધુ પણ હોઈ શકે.કારણ કે ડિઝનીનો આ જ જાદુ છે. તમે ગમે તેટલી ઉંમરના હોય તે હંમેશાં તમને ફરી બાળક જેવા મહેસૂસ કરાવવાની રીત શોધી કાઢે છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.