હેપ્પી અને બ્યુટિફુલ

0 comments
Reading Time: 6 minutes

આપણા દેશમાં જો ભૌતિક સુવિધા અને આત્મિક સંતોષનો સુમેળ સાધવામાં આવે તો લોકો ખરા અર્થમાં સુખી થશે એવું લગભગ ચુમ્માલીસ વર્ષ પૂર્વે  દેશના મહારાજ દ્રુક ગ્યાલ્પો જિગ્મે દોર્જી વાંગ્ચૂક-ત્રીજાએ ઓળખ્યું અને નેશનલ હેપ્પીનેસ ગણવાનો એક સારો નિર્ણય લીધો. હવે તો યુનોએ પણ આ સંકલ્પના માન્ય કરી છે. હાલમાં એશિયામાં ખુશીનો આલેખ સૌથી ઉપર ભૂતાનનો છે.

ભારતની પાડોશનાં રાષ્ટ્રો કયાં? આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, તિબેટ, ચાયના પર આપણી ગાડી અટકી જાય છે, પરંતુ ભારત અને તિબેટની વચ્ચે વસેલા નાનકડા ભૂતાનને આપણે ભૂલી જઈએ છીએ. ભૂતાનનું નામ “ભોટ અન્ત એવું સંસ્કૃત શબ્દ પરથી પડ્યું હોવું જોઈએ એવું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભારતમાં તિબેટને ભોટ કહેવાતું હતું, ભૌગોલિક અને રાજકીય દષ્ટિ થી જ્યાં તિબેટ પૂરું થાય છે ત્યાં ભૂતાન શરૂ થાય છે, જેથી નામમાં સામ્યતા ગળે ઊતરે છે. અહીંની સ્થાનિક ભાષામાં આ દેશને “લેન્ડ ઓફ ઠંડર ડ્રેગન એવું કહેવાતું. આ નામ અહીંના બૌદ્ધ પંથ પરથી અથવા હિમાલયમાંથી આવતાં તોફાની વાદળો પરથી પડ્યું હોવું જોઈએ એવું માનવામાં આવે છે. ભૂતાનના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો એક આશ્ચર્યકારક સત્ય જાણવા મળે છે. અનેક દેશોથી, પ્રદેશોથી ઘેરાયેલું હોવા છતાં ભૂતાન કાયમ સ્વતંત્ર રહેવામાં સફળ રહ્યું છે. આજ સુધી ક્યારેય ભૂતાન પર બીજા દેશની સત્તા પ્રસ્થાપિત કરાઈ નથી અથવા ભૂતાન કોઈ એક દેશનો ગુલામ થયો નથી. સન 1947માં ભારતને આઝાદી મળ્યા પછી, ભૂતાને સૌથી પહેલાં સ્વતંત્ર ભારતને માન્યતા આપી અને ભારત સાથે મૈત્રીના કરાર કર્યા. 1950 પછી ભૂતાનમાં આધુનિકીકરણનો પવન ફૂંકાવા લાગ્યો. ભૂતાનના મહારાજાએ ઈતિહાસકાળથી ચાલી આવતી રાજાશાહી પાછળ છોડીને લોકશાહી પદ્ધતિ કેળવવા માટે ભૂતાનની નેશનલ એસેમ્બ્લી સ્થાપન કરી. 2005 વર્ષમાં ભૂતાનનું રાજ્ય બંધારણ નિર્માણ કરવામાં આવ્યું. 2007 વર્ષમાં આ દેશમાં પહેલી વાર સાર્વત્રિક ચૂંટણીઓ લેવામાં આવી અને ભૂતાન ખરા અર્થમાં લોકશાહી દેશ બન્યો. નુલટ્રુમ એ ભૂતાનનું ચલણ છે અને તે ભારતીય રૂપિયા સાથે જોડાયેલું છે, ભૂતાનમાં ભારતીય ચલણ સહજ સ્વીકારવામાં આવે છે. ભૂતાનની અર્થવ્યવસ્થા કૃષિ અને વન ઉદ્યોગ પર આધારિત છે. ભૂતાન પાસેથી થતી નિકાસોમાં સૌથી અવ્વલ ક્રમ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવરનો આવે છે. આ પાણી પર તૈયાર થતી વીજ વેચાતી લેવામાં ભારત આગળ છે.

આજે ભૂતાનનો મુખ્ય ધર્મ બૌદ્ધ ધર્મ છે. કુલ લોકસંખ્યાના 75% લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. આ ધર્મ ભૂતાનમાં 7મી સદીમાં આવ્યો હતો, તિબેટમાં રાજા સોંગત્સાન ગેમ્પોએ તે સમયમાં ભૂતાનમાં બે બુદ્ધ મંદિર બાંધ્યાં હતાં, જે પછી આઠમી સદીમાં ભારતમાંથી હિજરત કરીને આવેલા સિંધુરાજાએ ભૂતાનમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને તેણે પણ બૌદ્ધ ધર્મને ઉત્તેજન આપ્યું. ભૂતાનની લોકસંખ્યા મુખ્યત્વે ત્રણ વંશમાં વહેંચાયેલી છે. તેમાંથી ત્શંગલાસ અથવા શાર્ચોપ્સ લોકો ભૂતાનના મૂળ રહેવાસી માનવામાં આવે છે. આ લોકોની પુરાણકથા અનુસાર તેમની ઉત્પત્તિ બ્રહ્મદેવ થકી થઈ છે. આ જમાતીની મહિલાઓ વણાટકામમાં અત્યંત પારંગત હોય છે. બીજો વંશ ક્ગાલોપ્સ છે. આ લોકો મૂળમાં તિબેટી વંશના છે.  ત્રીજો વંશ લ્હોત્શપાસ છે, જેઓ ભૂતાનના દક્ષિણ ભાગમાં ઠરીઠામ થયેલા છે. આ લોકો નેપાળી વંશના છે. ભૂતાનની રાષ્ટ્રીય ભાષા ઝોંખા છે. ભૂતાનમાં બોલવામાં આવતી ભાષા ઝોંખા છે. ઉપરાંત ભૂતાનમાં આશરે ઓગણીસ બોલીભાષા પ્રચારમાં છે. ભૂતાનની સામાજિક પરંપરા પણ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝૂકતું માપ આપનારી છે. અહીં પારંપરિક પદ્ધતિ અનુસાર જમીનની માલિકી કુટુંબની મહિલા પાસે હોય છે અને વંશ પરંપરાથી પણ આ માલિકી દીકરી અથવા બહેન પાસે જાય છે. પારંપરિક પદ્ધતિ અનુસાર ભૂતાની પુરુષ રસોઈ કરવાથી ઘરકામ સુધી બધામાં મદદ કરે છે. પારંપરિક રિવાજ અનુસાર કાપડ વીણવાનું કામ મહિલાઓ કરે છે, જ્યારે કાપડમાંથી કપડાં સીવવાનું કામ પુરુષોનું માનવામાં આવે છે. અહીં માતૃસત્તાક પદ્ધતિ હોવાથી લગ્ન પછી પતિ પત્નીના ઘરે રહેવા માટે જાય છે. ભૂતાની લોકો મૂળમાં આનંદિત સ્વભાવના, જીવવાની મજા લેનારા, અલગ અલગ ઉત્સવોની ઉજવણી કરનારા છે. આર્ચરી અર્થાત, ધનુર્વિદ્યા અહીંની રાષ્ટ્રીય રમત છે. તે પછી અહીં ફૂલબોલ લોકપ્રિય છે. હવે ક્રિકેટનું ઘેલું પણ આ લોકોને લાગ્યું છે. આ દેશના લોકો સૌથી આનંદિત, સંતોષી હોવાનું એક કારણ મોટે ભાગે અહીં 1999 વર્ષ સુધી ટીવી પર બંધી હોવું જોઈએ. ઉપરાંત આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં તમાકુ પર સંપૂર્ણ બંધી છે.

વાહ! આ ઉપરનો ફકરો વાંચતી વખતે આશ્ર્ચર્યથી તમારી આંખો પહોળી થયા વિના રહેશે નહીં. આપણી પાડોશમાં રહેલો આ એક નાનકડો દેશ જે છે તેમાં ખુશી માને છે, જે ખરાબ છે તેની પર બંધી લાદવાની હિંમત રાખે છે અને આપણે આપણા દેશનું શું સુજલામ સુફલામ કરી નાખ્યું છે? સફાળા જાગી જવાની જરૂર છે નહીં. ઝટપટ એકાદ પ્રતિક્રિયા એવી પણ આવી શકે કે નાનો દેશ છે તો તેમની પાસે સુખી રહેવા માટે શું છે. જોકે સુખી એ નાનો- મોટો, ગરીબ-શ્રીમંત પર આધાર રાખતો નથી, પરંતુ જે રાજાના મનમાં એવી વાત આવી કે “આપણા દેશની નેશનલ હેપ્પીનેસ ગણતરી કરવી તે રાજાના વિચારોમાં, જનતા પ્રત્યેના પ્રેમમાં અને દેશના લોકો આનંદિત છે કે? તે જોવાની હિંમત કરવામાં છે.  આ હિંમત જ છે ને, કારણ કે જો તેઓ આનંદિત નહીં હોય તો તે માટે જવાબદાર તે રાજા પોતે જ હોત. આ રીતે “રિયાલિટી ચેક આપણા દરેકને કરતાં આવડવું જોઈએ નહીં?

આ બધી માહિતી વાંચ્યા પછી આ અનોખા દેશની મુલાકાત લેવાનું મન થાય છે ને? અરે, તમે-અમે જ નહીં પણ હોલીવૂડના સ્ટાર્સને પણ ભૂતાનનું આકર્ષણ છે અને ત્યાં વળી એવી સુવિધાઓ છે કે ટીવી વિનાના સંપૂર્ણ ઈકો-ફ્રેન્ડ્લી અત્યંત હાઈ-એન્ડના રિસોર્ટસ અને અનોખા સ્થળદર્શનના આઈડિયાઝ ભૂતાનમાં ઉપલબ્ધ છે. હોલીવૂડ-બોલીવૂડની અનેક ફિલ્મોના શૂટિંગ પણ ભૂતાનમાં થયા છે. આ ઉનાળામાં એપ્રિલ- મે – જૂનમાં અમે ભૂતાનની સહેલગાહ તમારી મુલાકાતે લાવી રહ્યાં છીએ. તો આવો છો ને, વીણા વર્લ્ડ સંગાથે ભૂતાનમાં.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*