Gujarati Language

સ્લીક લાઈટ એન્ડ ક્લિયર

Reading Time: 4 minutes

‘અપ ઈન ધ એર’ એ અમારો જાતિધર્મ બની ચૂક્યો છે. જમીન પર જેટલો સમય તેટલો જ હવામાં(?), એટલે કે, વિમાનમાં, આ અમારો વ્યવસાય છે. અર્થાત સતત પ્રવાસ અને અલગ અલગ દેશમાં ભટકવાનું ઘણું બધું શીખવી જાય છે…

હાથમાંનું કામ પૂરું થયા પછી હું થોડી ફ્રી થઈ, જે પછી આપણે આપણી હોલીડે પર જઈશું,’ કહેતાં કહેતાં 32 વર્ષ વીતી ગયાં અને ગયા વર્ષે અમે ખરા અર્થમાં અમારી હોલીડે પર ગયાં. આવી સ્થિતિ આપણા સૌની વધતે ઓછે અંશે હોય છે. કામનો બોજ ઓછો કઈ રીતે કરવો તે મોટો પ્રશ્ન છે. આપણે કહીએ કે આપણે બધા હવે મલ્ટીટાસ્કિંગ થઈ ગયા છીએ. એક સમયે અનેક કામો આપણે કરીએ છીએ, પરંતુ મલ્ટીટાસ્કિંગ સ્થિતિ આપણી પર તણાવ વધારતી નથી ને તે પણ તપાસીને જોવું જોઈએ. આ બધું આજે યાદ કરવાનું કારણ વીણા વર્લ્ડનું સૂત્ર છે, ‘સેલિબ્રેટલાઈફ.’ ગયા વર્ષના વીણા વર્લ્ડના કેલેન્ડરમાં લખ્યું હતું, ‘એક વર્ષ, બાર મહિના, બાવન અઠવાડિયાં, ત્રણસો પાંસઠ દિવસ આઠ હજાર સાતસો સાઈઠ કલાક, પાંચ લાખ પચ્ચીસ હજાર છસ્સો મિનિટ, ત્રણ કરોડ પંદર લાખ છત્રીસ હજાર સેકંડ, એન્જોય ઈચ વન!’ આથી આ ‘સેલિબ્રેટ લાઈફ’ અને ‘સેલિબ્રેટ એવરી મોમેન્ટ’ની આપણે આદત કેળવી લેવી જોઈ. મલ્ટીટાસ્કિંગ સમયની જરૂર છે. વૈશ્વિકીકરણ, સ્પર્ધા, ડિજિટલાઈઝેશન, ટેકનો આઉટબ્રેક… આ બધું આપણી સામે પડકારોને વધુ મોટા કરશે. મલ્ટીટાસ્કિંગ પરથી આપણો પ્રવાસ સુપર મલ્ટીટાસ્કિંગ તરફ જવાનો છે અથવા તે ઓલરેડી જઈ ચૂક્યો છે. બહારની બદલાતી દુનિયા આપણાથી ટોટલી આઉટ ઓફ કંટ્રોલ છે. આ દુનિયા થોભશે નહીં, બલકે આપણે થોભ્યા તો ખતમ થઈ ગયાં એ હકીકત છે. આથી આપણને થોભવાનું નથી. તો ચોક્કસ શું કરવાનું છે અને આ વાસ્તવિકતાને હસતાં હસતાં ઝીલીને હિંમતપૂર્વક સામનો કઈ રીતે કરવો તે આપણા દરેકે શીખવાનું છે.

‘અપ ઈન ધ એર’ અમારો જાતિધર્મ છે. જમીન પર જેટલો સમય તેટલો જ સમય હવામાં (?), એટલે કે વિમાનમાં. આ અમારો વ્યવસાય છે. અર્થાત સતત પ્રવાસ અને અલગ અલગ દેશમાં ભટકવાથી ઘણું બધું શીખવા મળે છે.

આ જ જુઓ ને, પ્રવાસ વધુ તેથી અનેક એરલાઈન્સનાં એરક્રાફ્ટ્સ વિશે ઘણી બધી માહિતી મળે છે. અગાઉનાં એરક્રાફ્ટ્સ અને હાલનાં એરક્રાફ્ટ્સ વચ્ચે સૌથી મોટો ફરક જો કોઈ હોય તો તે ડિઝાઈનમાં છે. અગાઉના વિમાનની સીટ્સ બહુ મોટી જાડી, એકદમ બલકી હતી. હાલના વિમાનની સીટ્સ એકદમ લાઈટવેઈટ સ્લીક બની ચૂકી છે. હવે તેમની પાસે જોઈએ તો એવું લાગે છે કે આ વિચાર અગાઉ કેમ નહોતો આવ્યો? અગાઉ કેમ આટલું બધું વજન લઈને આ વિમાનો આકાશમાં ઊડતાં હતાં. વજન જેટલું વધુ તેટલું ઈંધણ વધુ અને ઈંધણ વધુ એટલે પૈસા વધુ. અંતે તે બોજો પ્રવાસીઓ પર અથવા તો નુકસાની પર આવે છે. અર્થાત દરેક ડેવલપમેન્ટ સમય માગી લે છે, પરંતુ હવે આ આવા ડેવલપમેન્ટ્સ પણ તેજ ગતિથી થઈ રહ્યા છે. વિમાન કંપનીઓએ વજન ઓછું કર્યું તેમ આપણે પણ કરવું નહીં જોઈએ નહીં? આપણે કરી રહ્યાં છીએ તે કામની પદ્ધતિ વર્ષોવર્ષ બરોબર લાગતી હોય તો પણ કદાચ વધુ સારી પદ્ધતિ શોધી કાઢીને આપણે બધાનો શ્રમ, સમય અને તેના દ્વારા પૈસાની બચત પણ કરી શકીએ છીએ, પરંતુ આપણે તે વિચાર કરવાની પણ તસદી લેતા નથી, કારણ કે જે ચાલી રહ્યું છે તે સારું છે ને, તેમાં ફેરફાર એટલે દરેકને નવેસરથી શીખવું પડશે, નવી બાબતો કરવી પડશે, તેના કરતાં તે સારું છે. વ્હાય ટુ ચેન્જ? આ આપણો કમ્ફર્ટ ઝોન હોય છે અને તેમાંથી બહાર આવવા માટે આપણને બિલકુલ ગમતું નથી. જોકે આ થોડા ચેન્જને લીધે આપણું જીવન વધુ સારું થઈ શકે છે તેની તરફ આપણે દુર્લક્ષ કરીએ છીએ. આજે આવતા પડકારો ઝીલવા માટે આપણે આપણી જ એકંદર જીવનશૈલી તરફ નવેસરથી જોવું જોઈએ. તે પારિવારિક હોય કે વ્યાવસાયિક હોય, દરેક બાબત માટે અલગ અને વધુ સારા માર્ગ ઉપલબ્ધ હોય છે અથવા છે અને તે આપણે જોખવા જ જોઈએ, તેવી આપણી માનસિકતા નિર્માણ કરવી જોઈએ, તે સમયની જરૂર છે. ‘પરફોર્મ ઓર પેરિશ’ની દુનિયા છે અને આ નવી દુનિયામાં ટકી રહેવા માટે આપણને પોતાને અને પોતાની આસપાસના પરિવારને તૈયાર કરવાનું છે. નો ઓપ્શન.

મલ્ટીટાસ્કિંગ અથવા સુપર મલ્ટીટાસ્કિંગ જીવનશૈલી પણ અનિવાર્ય છે. આપણી પાસે ચોઈસ નથી. આ કરવું જ પડશે. તે માટે થોડા ફેરફાર કરવા પડશે. એક સમયે અનેક કામો આપણે કરીએ છીએ ત્યારે ખરેખર તો ઘણી બધી મૂંઝવણ પેદા થાય છે, ચોક્કસ ક્યાં જોઉં? ક્યાં ધ્યાન કેન્દ્રિત કરું? તે જ સમજાતું નથી અને મૂંઝવણમાં વધારો થાય છે. તેમાંથી બહાર નીકળવા માટે અમે વીણા વર્લ્ડના ટેન કમાન્ડમેન્ટ લખ્યા છે અને તે આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તેમાંથી એક કમાન્ડમેન્ટ મૂંઝવણમાં મુકાયેલી માનસિક સ્થિતિને કાબૂમાં લેવા માટે મદદરૂપ થાય છે અને તે છે ‘એમ આય ફોકસ્ડ એન્ડ ઈન કંટ્રોલ?’ દિવસમાં 25 કામો કરવાનાં હોય તો એક સમયે મને એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે અને હું આ રીતે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું ત્યારે તે કામ માટે જરૂરી મારા વિચાર તે કામ તરફ સંપૂર્ણ વાળવા માટે મારો કાબૂ હોવો જોઈએ. અન્યથા કામ હાથમાં લીધું ખરું, પરંતુ વિચાર અન્યત્ર અથવા બીજા કામોમાં હોય તો હાથમાંનું કામ પૂર્ણ થવા માટે વધુ સમય લાગે છે. આથી દરેક કામ એકાગ્રતાથી વધુમાં વધુ જલદી કરીને પછી બીજું કામ હાથમાં લેવું અને ફરી ‘એમ આય ફોકસ્ડ એન્ડ ઈન કંટ્રોલ?’ કમાન્ડમેન્ટનો ઉપયોગ કરીને તે કામ પણ પાર પાડવું તે વધુ ખુશી આપનારું  નીવડવા સાથે તેને લીધે એક પછી એક કામો પૂરાં કરવાનો ઉત્સાહ પણ મળે છે. અર્થાત એક કામ પૂરું કરીને આપણે બીજું કામ હાથમાં લઈએ છીએ ત્યારે થોડી ક્ષણોનો અથવા સમયનો આરામ લઈને પહેલા કામમાંથી મેન્ટલી ફિઝિકલી બહાર નીકળીને બીજું કામ હાથમાં લેવાનું મહત્ત્વપૂર્ણ છે. આ વચ્ચેના આરામને અમે ‘કોફી સ્મેલ’ કહીએ છીએ. 25-30 વર્ષ પૂર્વે હું પહેલી વાર ઈજિપ્તમાં ગઈ હતી ત્યારે ત્યાં અમારા ગાઈડે અમને એક પરફ્યુમ ફેક્ટરી બતાવી. ત્યાં અનેક પરફ્યુમની સુગંધ તેઓ અમને આપતા હતા અને વચ્ચે વચ્ચે કોફી પાઉડર સૂંઘવા માટે કહેતા હતા, જેથી અગાઉની સુગંધ નીકળી જાય અને નવી સુગંધ લેવા માટે આપણું નાક તૈયાર થાય. સો, આ ‘કોફી સ્મેલ’ અમે ક્યારેય ભૂલતાં નથી. અર્થાત આ બધું લખી રહી છું તેટલું સહેલું નથી તે હું જાણું છું, પરંતુ પ્રયાસ કરતાં રહેવું તે આપણું કામ છે અને મન:પૂર્વક પ્રયાસ હોય તો અશક્ય કશું જ નથી એ આપણે સૌએ અનુભવ્યું છે. હવે અહીંની જગ્યા સમાપ્તિની ઘોષણા, જેથી આ વિષય ફરી ક્યારેક… લેટ્સ બી રેડ ફોર ધ ફ્યુચર વ્હાઈલ સેલિબ્રેટિંગ લાઈફ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*