Gujarati Language

સાદી સાદી વાતો ભાગ 3

Reading Time: 4 minutes

શોપિંગનો મૂળ હેતુ ધરાવતો હોય તેવો પર્યટક ભાગ્યે જ મળશે. અર્થાત શોપિંગ બહાનું હોઈ શકે છે. ખાસ કરીને અમારી વુમન્સ સ્પેશિયલમાં આવતી બહેનપણી ઓને ઘરમાંથી બહાર નીકળવા માટે. ટુર મેનેજરે શોપિંગ માટે સમય આપ્યો તો મારે મારે મોલમાં ભટકવા કરતાં કેફેટેરિયામાં શાંતિથી કોફીની ચુસકીઓ લેતાં તે પળનું સોનું કરવું અને શોપિંગ કરવાનું હોય તો તે લોકલ શોપ્સમાં લોકલી મેડ વસ્તુઓનું કરવું.

સિનિયર્સ સ્પેશિયલ અને વુમન્સ સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાના પર્યટકોને, સિડની શો બોટ ક્રુઝ પર ગાલા ઈવનિંગની મુલાકાત લઈને મેં સિડની-મુંબઈનો વળતો પ્રવાસ શરૂ કર્યો. સિડની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યાં પછી ચેક-ઈન ઈમિગ્રેશન કરીને સિક્યુરિટી માટે પહોંચી. તે સમયે યાદ આવ્યું કે સિડની જેવાં અનેક મોડર્ન શહેરોમાં હવે ઓટો ઈમિગ્રેશન થાય છે, જે ટોટલી મેનલેસ છે. આથી તમારો પાસપોર્ટ સિંગલ બુક હોવો જોઈએ. તે અગાઉના પાસપોર્ટને જોડેલો નહીં હોવો જોઈએ અથવા તે પાસપોર્ટ કવરમાં પણ નહીં હોવો જોઈએ. એક્ચ્યુઅલી પાસપોર્ટ કવરનો બિઝનેસ હવે ખતમ થઈ ગયો છે, કારણ કે ઈમિગ્રેશનના સમયે મસીનમાં પાસપોર્ટ સ્કેન કરવો જ પડે છે. તે સમયે તે સાવધાની રાખવી પડે છે. ઈમિગ્રેશન પછી સિક્યુરિટી કરતી વખતે સામેના સિક્યુરિટી ઓફિસરે મને તે લાઈનમાંથી કાંકરીની જેમ બાજુમાં લીધી અને કહ્યું, ‘રેન્ડમ ચેક હેઠળ હું તમને ચેક કરી રહો છું.’ અનેક લોકો બાજુમાંથી આવા ચેકિંગ વિના પાસ થતા હોવાનું જોઈને મારા મનમાં તરત જ અનેક વિચાર આવી ગયો. ‘હું ઈન્ડિયન છું તેથી મને બહાર કાઢી કે શું? મારી ગોરી ચામડી નથી તેથી મને બહાર કાઢી હશે કે કેમ? મારા ચહેરાના ભાવ તો ટેરરિસ્ટ જેવા નહોતા ને?’ એટલે કે મેં હસતાં હસતાં ‘ઓહ, શુઅર!’ કહીને તે રેન્ડમ ચેકની સન્મુખ ગઈ. ચહેરા પર નહીં પણ મનમાં જોકે આ બાબત તરત જ ગરદી કરી ગઈ અને થોડા સમય માટે કેમ નહીં પણ ખાટા વિચારોએ મને ગ્રસ્ત કરી હતી. હું મારી બેગ પર્સ વ્યવસ્થિત બંધ કરતી હતી ત્યારે એક ગોરી ઇંગ્લિશ મહિલાને અટકાવી અને મારા મનના વિચારો કેટલા વેસ્ટ ઓફ ટાઈમવાળા હતા તેનું ભાન થયું અને મેં જ મારા આ ફાલતુ વિચારો પર અંકુશ તાણ્યો. પ્રવાસમાં સિક્યુરિટી સૌથી મહત્ત્વની હોય છે અને તેને આપણે બધાએ એકદમ હસતાં હસતાં સન્મુખ થઈને સહયોગ આપવો જોઈએ. આપણે ત્યાં થોડા સમય પૂર્વે એક અત્યંત શ્રીમંત ધનાઢ્ય છોકરા પાસે સિક્યુરિટીએ પૂછપરછ કરતાં ‘હાઉ કેન યુ આસ્ક મી?’ પ્રશ્ર્ન પૂછ્યો. તે પરથી ત્યાં થયેલો હંગામો અને તૂતૂમૈમૈ બીજા દિવસે પેપરમાં ઝળક્યાં. અર્થાત હવે આવી ઘટનાઓ પર અંકુશ આવવા લાગ્યો છે, કારણ કે એરલાઈન્સ અને એવિયેશન બોડી આવું ગેરવર્તન કરનારી વ્યક્તિઓને વિમાનમાં ચઢવા નહીં દેવાથી લઈને અમુક સમય માટે અથવા કાયમ માટે એર ટ્રાવેલ બેન લાવવા સુધી એકશન લેવા લાગી છે. સિક્યુરિટી એટલે આપણા બધાની જ સેફ્ટી છે. ત્યાં નો પંગા.

આજકાલ આવી સિક્યુરિટીના સમયે અથવા અમુક એરલાઈન્સ વિમાનની અંદર જવા પૂર્વે બોર્ડિંગ ગેટ પર દરેકની હેન્ડબેગ અથવા પર્સ ચેક કરે છે. આથી આપણે દરેકે સાવધાની રાખવી જોઈએ કે આપણી હેન્ડબેગ અથવા પર્સ વ્યવસ્થિત ભરેલું હોવું જોઈએ. થોડા સમય પૂર્વે અબુ ધાબીથી આવતી વખતે આ રીતે જ ચેક ચાલી રહ્યું હતું, જે હું ઓબ્ઝર્વ કરતી હતી. અમુક પ્રવાસીઓએ બેગ બહુ જ ખરાબ રીતે ભરેલી હતી અને જે સમયે તે ખોલવામાં આવી ત્યારે સિક્યુરિટી ઓફિસરના ચહેરા પર ‘કિસ કિસસે પાલા પડતા હૈ.’ જેવા ભાવ ઘણું બધું કહી ગયા. એટલે કે, તે અને તેના પેસેન્જર દેખાવમાં બોલવામાં એકદમ વ્યવસ્થિત હતાં, ભાષા પર પણ સારી પકડ હતી, પરંતુ બેગની આવી દુર્દશા હતી. બેગ ખોલ્યા પછી અંડરવેર્સ અને બાકી અંડરગારમેન્ટ્સ સૌની સામે આ રીતે દેખાય તો બધાની જ બહુ ઓકવર્ડ પોઝિશન થઈ જાય છે. સો, આ આવી હેન્ડબેગ અને પર્સની ચેકિંગ ઘણી એરલાઈન્સે અનિવાર્ય બનાવી દીધી છે અને ફક્ત તે માટે જ નહીં, પરંતુ એકંદરે આપણી બેગનું પેકિંગ વ્યવસ્થિત કરવાની આપણે આદત કેળવવી જોઈએ. અમેરિકામાં જતી વખતે તો કાર્ગોમાં નાખેલી મોટી બેગ પણ સિક્યુરિટી ખોલે છે. આથી તે ઝજઅ લોકથી બંધ કરવાનું હોય છે, જેથી તેઓ ખોલી શકે. આથી મોટી બેગો પણ વ્યવસ્થિત પેક કરવાનું આપણું કામ હોય છે. તે સિક્યુરિટી ઓફિસરને બેગ બંધ કરતી વખતે ત્રાસ નહીં થવો જોઈએ.

એટિકેટ, મેનર્સ, ડેકોરમ, પ્રોટોકોલ, શિસ્ત, સભ્યતા, શિષ્ટાચાર જેવી બધી બાબતો પ્રવાસના નિરીક્ષણમાંથી જ અને સતત પ્રવાસમાંથી જ વધુ સારી રીતે કેળવાય છે. પિયર સાસરિયાની પાટીલ હોવાથી કદાચ મારો મૂળ સ્વભાવ ક્રોધિત અથવા અશાંત હોઈ શકે, પરંતુ પ્રવાસથી, પર્યટનથી અને પર્યટકોએ મારો આ ક્રોધ ક્યારેય ભગાવી દીધો છે અને ‘પેશન્સ ઈઝ અ વર્ચ્યુ’ આ વાત પર માહોલ મારી દીધી છે. બૂમાબૂમ, અશાંતિ કરતાં શાંતિના માર્ગે જીવન વધુ સુસહ્ય બનાવી શકાય છે. એકદમ શાંતિના માર્ગે સ્વાતંત્ર્ય મેળવી શકાય તે મહાત્મા ગાંધીજીએ દાખલા સાથે સિદ્ધ કરવા છતાં મને શાંત થવા માટે અડધું જીવન વીતી ગયું એવું કહેવામાં કોઈ વાંધો નથી. શાણપણ કાયમ મોડેથી આવે છે તે આ રીતે. જોકે તેને લીધે દેશવિદેશના સતત પ્રવાસમાં ફ્લાઈટ ડિલે થઈ, એરક્રાફ્ટમાં એસી બંધ પડ્યું, વિમાન મુંબઈમાં આવવાને બદલે બેંગલુરુમાં લઈ ગયા, એરહોસ્ટેસે આપણને જોઈતું ભોજન ઉપલબ્ધ નથી એવું કહ્યું, વિમાનમાં વિંડો સીટ નહીં મળે, બાજુની સીટ પર જોરજોરમાં નસકોરા બોલાવતી વ્યક્તિ બેસે, વિંડો સીટ પર બેઠેલી વ્યક્તિ દસ વાર અંદર-બહાર કરવા લાગે તો ‘શાંતમ પાપમ’ એવો પ્રવાસ ચાલુ હોય છે. ‘શું કરવું અને શું નહીં કરવું’ એ એટિકેટ શીખવવા માટે વિમાનપ્રવાસ અને તેમાંય તે વિદેશ જવા માટે હોય તો બહુ ઉપયોગી નીવડે છે. એકાદ ક્રેશ કોર્સ કહી શકાય. વિમાનપ્રવાસમાં કપડાં શું પહેરવાં તેનું પણ શાસ્ત્ર છે. વિમાન જાહેર જગ્યા છે, અહીં સંકડાઈને બેસવું પડે છે, બાજુનો પ્રવાસી કોણ આવશે તે કહી શકાય નહીં. આવા સમયે સહેજ ઢીલા પણ શરીર પર બરોબર બંધબેસે એવાં કપડાં પહેરવાં સારાં. વનપીસ, સ્લીવલેસ, શોર્ટસ શક્યત: નહીં પહેરવા જોઈએ. આપણી સ્કિન તે અનેકોઓ ઉપયોગ કરેલી સીટ્સને એક્સપોઝ કરવાનું ટાળવું જોઈએ, બેક્ટેરિયાથી બચવું જોઈએ. હું શક્યત: એકાદ સ્ટોલ ગળા ફરતે રાખું છે. સ્ટાઈલ તરીકે પણ અને પોતાને લપેટી લેવાય તો ખાસ્સું સિક્યોર લાગે છે. વિમાનપ્રવાસ માટે આપણા પર્સમાં એક 50ળહ પરફ્યુમ સ્પ્રે બોટલ રાખવી જોઈએ. આપણા શરીરના પરસેવાની ગંધ નહીં આવે અને અન્ય પ્રવાસીઓને તેનો ત્રાસ નહીં થાય તે માટે. અર્થાત અતિ ઉગ્ર પરફ્યુમ પણ લગાવવું નહીં જોઈએ. બામ અથવા તત્સમ અમુક લોશન્સ, જેવી ગંધ અત્યંત તીવ્ર હોય તે વિમાન પ્રવાસમાં ક્યારેય નહીં લગાવવા જોઈએ. અન્યથા આખા વિમાનનું સુગંધી ડેકોરમ ખરાબ થઈ જાય છે.

વિમાન જાહેર જગ્યા હોવા છતાં તે ગરદીમાં દરેક જણ પોતાની પ્રાઈવસીનું જતન કરતા હોય છે. એક સર્વે એવું કહે છે કે, ‘વિમાન પ્રવાસ કરનારી વ્યક્તિઓમાં ફક્ત પંદર ટકા લોકોને જ પાડોશમાં બેઠેલી વ્યક્તિ જોડે બોલવાનું ગમે છે, પચ્ચીસ ટકા લોકો શાંતિથી લેપટોપ પર અથવા મોબાઈલ પર પોતાનાં કામ કરવાનું પસંદ કરે છે, વીસ ટકા લોકોને ફિઝિકલ પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે છે, ત્રીસ ટકા લોકો ટીવી પર ફિલ્મ જોવાનું પસંદ કરે છે અને દસ ટકા લોકો વિમાન પ્રવાસનો ઉપયોગ અધૂરી રહેલી ઊંઘ પૂરી કરવા માટે કરે છે, બેઠાં બેઠાં જ તેઓ ગાઢ નિદ્રામાં પોઢી જાય છે.’ આથી આપણા બાજુના માણસની કેટેગરી શું છે તે જોઈને બોલવાનું શરૂ કરવું. જો આપણને અન્યો જોડે બોલવાનું ગમતું હોય તો જ બોલવું. એરલાઈન્સ ટૂંક સમયમાં જ સાઈલન્સ ઝોનમાં બેસવું હોય તો અમુક પૈસા ભરો એવું કહેવા માટે પાછીપાની નહીં કરે. અંતે તેમને માટે રેવેન્યુ જનરેશન મહત્ત્વપૂર્ણ જ છે. ભલે.

સાદી સાદી વાતો આમ તો નાની છે, પરંતુ તેની લંબાઈ વધી રહી છે. હજુ ઘણું છે લખવા માટે. આથી ફરીથી આ જ મુદ્દો લઈને મળીશું, આગામી રવિવારે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*