યુરોપ અમેરિકા ૨૦૧૯

0 comments
Reading Time: 11 minutes

સાંભળો છો, તમારી હવાઈમાં ટુર જાય છે? અલાસ્કા તમે કઈ રીતે કરો છો, ક્રુઝથી કે ડોમ ટ્રેનથી? બાલ્ટિક કન્ટ્રીઝ એટલે કયા દેશ? ‘ગેમ ઓફ થ્રોન્સ’માંની તે વિશાળ જગ્યા તમે બતાવો છો ખરાં? અમેરિકામાં બ્લેક હિલ્સ પર તે પ્રેસિડેન્ટ્સના કાર્વ્ડ ફેસીસ તમારી સહેલગાહમાં જોવા મળે ખરા? બ્રાઝિલની રિયો કાર્નિવલ હોય છે ત્યાં તમે ક્યારેય ગયાં છો? આઈસલેન્ડની આજકાલ સર્વત્ર ચર્ચા ચાલે છે તે સહેલગાહ ક્યારે હોય છે?… આવા અસંખ્ય પ્રશ્નોમાંથી જ અમારૂં ઘડતર થાય છે, વીણા વર્લ્ડનો વ્યાપ વધે છે. આ પ્રશ્નો માટે અમારા પર્યટકોનો મન:પૂર્વક આભાર.

યુરોપ અમેરિકા લોન્ચ એ વીણા વર્લ્ડમાં એક ઉત્સવ હોય છે. સૌપ્રથમ આપણે યુરોપ અમેરિકાની સહેલગાહ ક્યારે લોન્ચ કરીશું તેની ચર્ચા થાય છે. આ પછી હવે નવું શું લવાશે આ વર્ષે તે અંગે ટુર મેનેજર્સ પ્રોડક્ટ ડિઝાઈનિંગ ટીમની પાછળ પડી રહે છે અને તેઓ પણ દુનિયાના નકશો લઈને વર્ચ્યુઅલ વિશ્વ પ્રદક્ષિણા કરતાં બેઠેલા દેખાય છે. પ્રોડક્ટ ટીમમાં પ્રાઈસિંગ-કોન્ટ્રાક્ટિંગ-ઈન્વેન્ટરી-આઈટિનરી પ્લાનિંગ આમ અલગ અલગ વિભાગ પોતપોતાનાં કામો કરવામાં મગ્ન હોય ત્યારે ફાઈનાન્સ ટીમ ‘આ વર્ષે તો કમસેકમ સહેલગાહની કિંમતો વધારો’ એમ કહીને પાછળ પડી જાય છે અને બીજી બાજુથી સેલ્સ ટીમવાળા તેમના નંબર્સ વધારવા માટે ‘કિંમતો વધારતાં નહીં વારુ’ એવી સુપ્ત ચીમકી કરીને ‘વીણા વર્લ્ડ ઈઝ મેકિંગ ધ વર્લ્ડ રિયલી એફોર્ડેબલ’ આ પ્રોમિસની યાદ અપાવે છે. એકંદરે બિચ્ચારી પ્રોડક્ટ-પ્રાઈસિંગ ટીમ સુડી વચ્ચે સોપારીની જેમ સપડાઈ જતી હોય છે. ઉપરાંત મારો ઉપદેશ પણ હોય છે, ‘નફો પણ એટલો જ લેવો જેટલો ન્યાયી છે.’ આ સર્વમાંથી ઉત્તમ વચલો માર્ગ કાઢીને લોન્ચની તૈયારી ચાલુ હોય છે. આ વર્ષે લગભગ દોઢ મહિના પ્રોડક્ટ ટીમ મહેનત લેતી હતી કે જે પણ કરવું તે વ્યવસ્થિત થાય તેવો તેમનો આ પાછળ ઈરાદો હતો. લોન્ચના એક મહિના અગાઉથી વધુ બે ટીમ્સ તેમાં સામેલ થાય છે, જેમાં માર્કેટિંગ, વેબ ડિઝાઈનિંગ એન્ડ આઈ.ટી. ટીમનો સમાવેશ થાય છે. ‘લોન્ચની જાહેરાત કઈ રીતે કરવી? વેબસાઈટ પર કે કેવી દેખાવી જોઈએ? અમારી ઈન્ટીગ્રેટેડ ટ્રાવેલ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી ઈન્ફોર્મેશન ક્યારે ક્યાં કઈ રીતે ફ્લો થવી જોઈએ? ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે કરવું?’ તેની પર ચર્ચાસત્ર શરૂ થાય છે. કામથી એક્ચ્યુઅલી બધા થાકીને લોથપોથ થાય છે પણ રોજ નવું કાંઈક કરવાનો જોશ અમને કોઈને જ સ્વસ્થ બેસવા દેતો નથી. લોન્ચના અગાઉ ચાર દિવસ અશ્વિની સામંત, પ્રાજક્તા દેવાસકર, શીતલ બાનાવળી અને માનસી થિટેએ મારી પાસે આવીને કહ્યું, ‘અમને ગ્રુપ ટુર્સમાં હજુ એક ટુર નવેસરથી લોન્ચ કરવી છે, આપણે માઈસ ગ્રુપ્સ કરીએ છીએ ત્યાં ગ્રુપ ટુર્સ નથી. વિઝા ટીમ અને એર ટીમ તરફથી અમે ઓલરેડી એપ્રુવલ લઈ લીધું છે.’ મને તેમનો શારીરિક થાક દેખાતો હતો, પરંતુ માનસિક ઉત્સાહ જોઈને મેં હા પાડી દીધી અને બાલ્ટિક યુરોપની એક ઉત્તમ સહેલગાહ વીણા વર્લ્ડ ગ્રુપ ટુર્સ પરિવારમાં દાખલ થઈ. આ ચાલતું હતું ત્યારે એડવર્ટાઈઝિંગ માર્કેટિંગની ટીમના લોન્ચ એન્ડનો લેઆઉટ કોઈ રીતે ફાઈનલ થતો નહોતો. એડવાન્ટેજ સારી દેખાવી જોઈએ, તેમાં બધું જ પારદર્શકતાથી સામે દેખાવું જોઈએ. કોઈ પણ ગિનિક્સ નહીં જોઈએ અને મુખ્યત્વે આપણા પર્યટકોને અથવા વાચકોને તે સમજાવી જોઈએ. આ તો ‘બહુલક્ષણી પુત્રવધૂ’ શોધવા જેવું છે. અંતે યોગીતા હરમળકરે બનાવેલી ક્રિયેટિવ અમે શોર્ટલિસ્ટ કરી અને ગાયત્રી નાયકે તેમાં જેટલી બાબતો સમાવિષ્ટ કરવાની હતી તેટલી ફિટ્ટ બેસાડી દીધી અને બાવીસ ઓગસ્ટે અમે યુરોપ અમેરિકા ૨૦૧૯ લોન્ચ કરી. વારુ, હું પણ ક્યારેક ક્યારેક એકદમ નવી સ્ટ્રેટેજી એકદમ ઈલેવન્થ અવરમાં અમારી વેબ અને આઈ.ટી. ટીમને માથે મારતી હોઉં છું. જોકે ઉત્સાહથી અમારી મધુરા પાટીલ, વૈભવી સોમણ અને મધુ નાયર અને તેમની ટીમ, ‘શું અને કઈ રીતે જોઈએ તે કહો, બાકી અમે જોઈ લઈશું’  એવું કહીને સપોર્ટ કરે છે. લોન્ચના આગલા દિવસે પ્રોડક્ટ ટીમે ઓર્ગેનાઈઝેશનમાંના બધા મેનેજર્સ, આસિસ્ટન્ટ મેનેજર્સ, સેલ્સ ટીમ, ઈનચાર્જ એમ પંચ્યાશી ટીમ મેમ્બર્સને લોન્ચ વિશે અથથી ઈતિ માહિતી આપી અને એકંદરે પ્રોસેસ પૂર્ણ કરી અગાઉ લોન્ચ પ્રોસેસ એટલે અમે પાંચ-છ જણ ઈનવોલ્વ રહેતા હતા, પરંતુ આજકાલ આ લોન્ચની મેઈન પ્રોસેસમાં સામાન્ય રીતે સોથી વધુ ઈનવોલ્વ હોય છે અને એક યા બીજા કારણસર હજાર જણની આખી ઓર્ગેનાઈઝેશન તેમાં સહભાગી હોય છે. ‘મેનેજમેન્ટ બાય ઈન્વોલ્વમેન્ટ’નો એક ઉત્તમ નમૂનો તેને કહી શકાય. કોઈ પણ સેમિનાર્સ નહીં કરીને ટીમ બિલ્ડિંગના સર્વોત્તમ દાખલા આ ટીમ પોતાના રોજનાં કામોમાંથી બતાવી આપે છે. પોતે ઘડાઈ રહી છે અને અન્યોને પણ ઘડી રહી છે. ઈટ્સ ટ્રુલી અ બ્લેસિંગ!

હવે યુરોપ અમેરિકા લોન્ચ થયું જ છે તો તેમાં કઈ સહેલગાહ નવેસરથી દાખલ થઈ તે પહેલાં જોઈએ. અમેરિકામાં ઈસ્ટ કોસ્ટ, વેસ્ટ કોસ્ટ, શિકાગો સાથે યેલો સ્ટોન નેશનલ પાર્ક અને માઉન્ટ રશમોર સોળ દિવસની અમેરિકન જ્વેલ્સ સહેલગાહ લાવ્યાં છીએ, જ્યારે ઓર્લેન્ડો ડિઝની વર્લ્ડ-મેજિક કિંગડમ અને નાસા સાથે ઈસ્ટ કોસ્ટ, વેસ્ટ કોસ્ટ સાથેની પંદર દિવસની અમેરિકન વંડર્સ સહેલગાહ છે. ઈસ્ટ કોસ્ટ વેસ્ટ કોસ્ટ શિકાગોને કવર કરનારી ‘શોર્ટ એન્ડ સ્વીટ’ તેર દિવસની અમેરિકન મેજિક સહેલગાહ લોકપ્રિય છે. જેમની પાસે વધુ દિવસ છે તેમને માટે બહામાઝ ક્રુઝ સાથે ઓગણીસ દિવસની અમેરિકન ડ્રીમ એકદમ આરામદાયક સહેલગાહ છે. અને હા, બધી સહેલગાહમાં નાયગરા ફોલ્સની હેલિકોપ્ટર રાઈડ સમાવિષ્ટ છે અને ‘સોને પે સુહાગા’ એટલે જેઓ હમણાં કરશે તેમને માટે ‘ફ્રી એક્સપીરિયન્સ’માં કેનેડા સાઈડથી નાયગરા ફોલ્સ જોવાની તક છે. તેમાં કેનેડા વિઝા ફી વીણા વર્લ્ડ તરફથી ભરવામાં આવશે. અર્થાત, આ માટે તાત્કાલિક બુકિંગ આવશ્યક છે, કારણ કે સહેલગાહમાં મર્યાદિત સભ્યો માટે જ અને જેમને કેનેડા વિઝા ગ્રાન્ટ થવાના છે તેમને માટે જ આ ઓફર છે. જેમને ઓછા પૈસામાં વધુ દિવસમાં અમેરિકા દર્શન કરવાનું હોય તેમને માટે અખઊઙ ઈસ્ટ કોસ્ટની સુંદર સહેલગાહ છેલ્લાં બે વર્ષ અનેક પર્યટકો માટે ઉત્સવરૂપ બની રહી છે. અમેરિકા એટલે યુએસએમાં જનારા લગભગ પચાસ ટકા પર્યટકો ત્યાં પોતાના સંબંધીઓ પાસે રહે છે અને તે પછી પાછા આવે છે તેમને માટે હાલમાં ડેવિયેશન ચાર્જ ફ્રી કર્યો છે.  વધુમાં વધુ લોકોએ તેનો ફાયદો લેવો જોઈએ. અમેરિકા વિઝા જનરલી દસ વર્ષના મળે છે. આથી બીજી વાર અમેરિકામાં જનારા માટે અમે હવાઈ આઈલેન્ડ્સ સહિત મેક્સિકોની સહેલગાહ લાવ્યાં છીએ અને ‘અલાસ્કા બાય ક્રુઝ-બાય રોડ-બાય ડોમ ટ્રેન’ એવી એકદમ હટકે એક્સપીરિયન્સીસ આપનારી આગવી સહેલગાહ લાવ્યાં છીએ. રામ માધવ, રિયા ફાટક અને પ્રિયાંકા પાટીલે આ નવી સહેલગાહ લાવવા માટે ભારે જહેમત લીધી છે. કેનેડાની ‘ઈસ્ટ-વેસ્ટ’ એમ બંને કોસ્ટને કવર કરનારી ચૌદ દિવસની કેનેડા એક્સપ્લોર સહેલગાહ પણ બહુ ડિમાંડમાં છે. સાઉથ અમેરિકા વિથ રિયો કાર્નિવલ એક અપ્રતિમ સહેલગાહ કહી શકાય. સાઉથ અમેરિકામાં તે કુબેરનો ભંડાર જ છે એમ કહી શકાય. નજરમાં નહીં સમાનાર ‘ઈગ્વાસુનો ધોધ,’ આધુનિક દુનિયાના સાત આશ્ચર્યમાંથી બે – ‘માચૂ પિચૂ’ અને ‘ક્રાઈસ્ટ ધ રિડીમર,’ એમેઝોનનું ગાઢ જંગલ, એટાકામાનું ડેઝર્ટ, પેરૂનું ઉરોસ આઈલેન્ડ, દુનિયામાં સૌથી ઊંચાઈ પરનું ટિટિકાકા સરોવર, ચિલીમાં ‘પેરિતો મોરેનો ગ્લેશિયર,’ સાઉથ અમેરિકાની એકથી એક ચઢિયાતાં સ્થળદર્શનની યાદી નહીં પૂરી થનારી આ સહેલગાહ ફેબ્રુઆરીમાં છે અને બુકિંગની શરૂઆત થઈ ચૂકી છે. એન્ટાર્કટિકા સહેલગાહ નવેમ્બર ૨૦૧૯માં છે. નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકા એમ ત્રણ ખંડોમાં મળીને મસ્ત ચૌદ સહેલગાહ છે અને તે ઉપરાંત વુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ પણ છે. અને હા, અમેરિકા વિઝા હમણાં પણ કરીને રાખી શકાશે. આ માટે એર ટિકિટની જરૂર નથી. આથી બુકિંગ કરીને વિઝાની તૈયારીમાં મંડી પડો.

યુરોપ એક અદ્વિતીય ખંડ છે. દુનિયાના દરેકને જીવનમાં કમસેકમ એક વાર યુરોપમાં જવાનું ઘેલું હોય છે. તેમનું તે સપનું હોય છે. યુરોપમાં વર્ષમાં પચાસ કરોડ આસપાસ પર્યટકો આવે છે તેનું કારણ તેનું સૌંદર્ય છે. નાનો ખંડ પણ તેમાં કુલ પચાસ દેશ સમાયા છે. આથી હાલની વીણા વર્લ્ડની યુરોપની સહેલગાહ પણ અલગ અલગ પ્રકારની હોઈ તેની સંખ્યા પણ વધુ છે. આ વર્ષે ચૌદ હજાર પર્યટકો વીણા વર્લ્ડ સંગાથે યુરોપ જઈ આવ્યા, જેમને સંતોષ અને ખુશી છે. સો ટુર મેનેજર્સ યુરોપમાં એકસાથે મે મહિનામાં અલગ અલગ યુરોપન ટુર્સ કરતા હતા. પર્યટકોનો વિશ્વાસ અને અમારી ટીમની મહેનત યુરોપનાં દરેક શહેરમાં દેખાતાં હતાં. આથી આત્મવિશ્વાસથી અમે યુરોપ ૨૦૧૯ની સહેલગાહ પર્યટકો સામે લાવ્યાં છીએ. યુરોપ સહેલગાહ એટલે જનરલી એકસાથે દસ દેશ એકઝાટકે જોવાની દરેક પર્યટકની ઈચ્છા રહેતી હતી. આથી તે એક સહેલગાહ થઈ ગઈ એટલે યુરોપ થઈ ગયું. આ પછી બીજો ખંડ એવું સીધું ગણિત તેની પાછળ છે. આજે પણ અનકોનું એવું જ છે, પરંતુ જમાનો બદલાયો છે તે અમને આ યુરોપના દાખલા પરથી ખ્યાલ આવી ગયો છે. હાલનો ટ્રેન્ડ એવો છે કે પર્યટકો પાંચથી છ વાર યુરોપમાં જવાની ઈચ્છા રાખે છે. પહેલી વાર વેસ્ટર્ન યુરોપની આઠ-દસ દેશની ટુર કરવામાં આવે છે. આ પછી સ્કેન્ડિનેવિયા આકર્ષે છે. તે થયા પછી સ્પેન પોર્ટુગલ તરફ મોરચો વળે છે. આ પછી ગ્રીસ ટર્કીનો અલગ પ્રદેશ આકર્ષે છે. લેટેસ્ટ ટ્રેન્ડ ઈસ્ટર્ન યુરોપનો છે. ડુબ્રોવનિક, મોન્ટેનેગ્રો, સ્લોવેનિયા, ક્રોએશિયા નામો સતત કાને અથડાવા લાગ્યાં છે. આથી આ વર્ષે પણ ઈસ્ટર્ન યુરોપની સહેલગાહ અમને વધારવી પડી છે. ઈન્ગ્લેન્ડ આયર્લેન્ડ સ્કોટલેન્ડના સાહેબી ઠાઠમાઠ તો કાયમ જ પણ મનમાં ઘર કરી બેઠેલા છે. આથી ત્યાં જવાનું જ છે. આઈસલેન્ડ, રશિયા, બાલ્ટિક દેશ, બાલ્કન દેશ, યુરેશિયા આ બધા ઘણા પર્યટકોને પોતાની લિસ્ટમાં એડ કરવાના છે. યુરોપ એટલે, ‘કેટલું જોઈએ અને શું શું જોઈએ’ એવો માહોલ બની જાય છે. યુરોપ અમારે માટે અને અમારા પર્યટકો માટે ઈન્સ્પિરેશન છે. સમથિંગ ટૂ રિયલી લૂક ફોર્વર્ડ ટૂ! એવી આ યુરોપની અલગ અલગ સાઠ પ્રકારની સહેલગાહ વિશે અહીં લખવા માટે જગ્યા પણ ઓછી પડશે. બાલ્ટિક યુરોપ એટલે એસ્ટોનિયા, લેટવિયા, લિથુઆનિયા, બેલારૂસ, યુક્રેન એમ પાંચ દેશની સહેલગાહ અમે અહીં નવેસરથી લાવ્યાં છીએ તે જ રીતે યુરોપ બાય ક્રુઝવાળી ઈટાલી, ગ્રીસ, ક્રોએશિયા, મોન્ટેનેગ્રો એમ ચૌદ દિવસની અલગ અલગ સહેલગાહ યુરોપ પરિવારમાં દાખલ કરવામાં આવી છે, જે એક અનોખો એક્સપીરિયન્સ અમારા પર્યટકોને આપશે. તો પર્યટક મિત્રો, પાંચ દિવસમાં પાંચ દેશ અથવા સાત દિવસમાં સાત દેશ બતાવનારી અફલાતૂન સહેલગાહનું તેમ જ એક લાખથી પાંચ લાખ સુધી, એક દેશથી પંદર દેશ સુધી, પાંચ દિવસથી ઓગણત્રીસ દિવસ સુધી વિવિધ સહેલગાહનું નજરાણું ૨૦૧૯માં લઈને અમે તૈયાર છીએ તમારૂં સ્વાગત કરવા માટે. તમે તાત્કાલિક બુકિંગ કરીને અલગ અલગ રીતે બેનિફિટ્સ મેળવી શકો છો. આથી જ શુભસ્ય શીઘ્રમ!

પ્રોડક્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. આથી હવે અમારી પાસે કામ બુકિંગ, આફ્ટર બુકિંગ પદ્ધતિનું શરૂ થયું છ. પ્રિયાંકા પત્કી, સંદીપ જોશી, ઉજ્જવલા ભંડારી, રોશની બાગવે, દીપક જાધવ, અશોક પેડણેકર, સુષમા કદમ એટલે સેલ્સ ટીમનાં સૂત્રધારો છે. આ બધા હવે બિઝી થવાનાં છે અથવા થઈ ચૂક્યાં છે, કારણ કે દરેક પર્યટકોના બુકિંગની પ્રોસેસ વ્યવસ્થિત પાર પડે તે બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. તો મિત્રો, તમને ‘હેપ્પી જર્ની’ની શુભેચ્છા આપતી વખતે અમારે માટે ‘બેસ્ટ લક’ હકથી માગી રહી છું. હેવ અ બ્લિસફુલ સન્ડે!

America, Customized Holidays, Europe, Group Tours, Gujarati, Holidays, Language, World

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*