યુરોપિયન જલસો ક્યાં? ક્યારે? કઈ રીતે?

0 comments
Reading Time: 10 minutes

ભારતીયોનો પર્યટનપ્રેમ વધી રહ્યો છે તે હવે જગજાહેર છે. છેલ્લાં દસ વર્ષમાં બે કે ત્રણ વર્ષમાં એક વાર પર્યટન માટે બહાર નીકળનારો પર્યટક હવે વર્ષમાં કમસેકમ બે સહેલગાહ કરવા લાગ્યો છે. સહેલગાહનું વિભાજન સામાન્ય રીતે સમર અને દિવાળી અથવા સમર અને ક્રિસમસ એમ બે રજાઓમાં થયું અને વર્ષમાં એક ભારતની અને એક વિદેશની એમ સહેલગાહ કરવાનું શરૂ થયું. લેટેસ્ટ ટ્રેન્ડમાં આ પર્યટનમાં યુરોપે બાજી મારી છે અને ભારતીય પર્યટકોને દેશવિદેશના પર્યટનમાં બે અથવા ત્રણ વર્ષમાં એક વાર યુરોપ આવવા માટે આકર્ષી રહ્યું છે.

આમ જોવા જઈએ તો યુરોપમાં દર થોડા માઈલ પર ભાષા બદલાય છે, ભોજન બદલાય છે અને ભૂગોળ પણ બદલાય છે. અનેક દેશોને ઇંગ્લિશનો ગંધ પણ નથી અથવા તેમને ઇંગ્લિશ ગમતું નથી.આમ છતાં આ ખંડ વર્ષમાં જો પચાસ કરોડ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરતો હોય તો તેની પાસેથી આપણા જેવા અનેક દેશોએ શીખવું જોઈએ. ટુરીઝમ કેટલી મોટી ઈન્ડસ્ટ્રી છે અને દેશના અર્થકારણમાં તેનું કેટલું મહત્ત્વનું યોગદાન છે તે યુરોપમાં દરેક દેશે બતાવી દીધું છે. ઐતિહાસિક વારસો, ભૌગોલિક અનુકૂળતા, અપ્રતિમ નિસર્ગસૌંદર્ય, માનવનિર્મિત આશ્ર્ચર્યો અને પર્યટનને અનુકૂળ દૃષ્ટિકોણ યુરોપની પર્યટનની પ્રગતિમાં મહત્ત્વનો હિસ્સો નીવડ્યો છે અને તેથી જ યુરોપ જોવું એ દુનિયાના દરેકનું સપનું બની ગયું છે. એક પર્યટક સરેરાશ આઠ સ્થાનિક લોકોને રોજગાર પૂરો પાડે છે તે અર્થકારણ અનુસાર યુરોપમાં ચારસો કરોડ સ્થાનિક તેને લીધે ટુરીઝમ સાથે જોડાઈ ગયા છે એવું કહેવું જોઈએ, પરંતુ યુરોપની લોકસંખ્યા સામાન્ય રીતે એંશી કરોડ જેટલી છે. તેમાંથી વીસ કરોડ લોકો પણ જો ટુરીઝમમાં હોય એવું ધારીએ તો તેમની શ્રીમંતી આપણા ધ્યાનમાં સહેજે આવી શકે છે.

વીસ વર્ષ પૂર્વે ભારતીય પર્યટકોને ખાસ કરીને વેસ્ટર્ન અને સદર્ન ઈન્ડિયાના પર્યટકોને યુરોપ બતાવવા માટે અમે યુરોપની સહેલગાહ શરૂ કરી અને આજ સુધી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તે સમયે યુરોપમાં ભારતીય ભોજન બહુ ઓછાં સ્થળે મળતું હતું. રીતસર દહીંભાત, બપોરે આલૂ મટર અને રાત્રે મટર આલૂ પર અમારા તે સમયના પર્યટકોએ દિવસ વિતાવ્યા છે. ઓસ્ટ્રિયાની એક હોટેલમાં આલૂ મટર કઈ રીતે બનાવી શકાય તે સુધીરે શીખવ્યું હતું. ટૂંકમાં ખાવાની બાબતમાં તે સમય ખરાબ હતો. તે સમયે ભારતીય પર્યટકો આમ જોવા જઈએ તો યુરોપિયન્સની ખાસ ગણતરીમાં નહોતા. ફોરેન એક્સચેન્જ બહુ મર્યાદિત સ્વરૂપમાં હોવાથી ભારતીય પર્યટકો આ વિંડો શોપિંગવાળા પર્યટકોમાં ગણતરી કરવામાં આવતા હતા, જેને લીધે ત્યાંના દુકાનદારો પાસેથી ગ્રાહકોને મળતા રિસ્પેક્ટમાં પણ ઉપેક્ષા જ દેખાતી હતી. નજરોમાં ક્યારેક અનાદર પણ જણાતો હતો. અગાઉ યુરોપમાં ગયેલા પર્યટકોને આ બાબતો મહેસૂસ થઈ હશે, પરંતુ હવે જમાનો બદલાયો છે. ભારતની લોકસંખ્યા વરદાનરૂપ નીવડી છે. ભારતીયોના હાથોમાં રમતા વધુ પૈસા પર્યટન તરફ અને તેનો મોટો ભાગ યુરોપ તરફ વળવા લાગ્યો છે. ચાયના પછી ભારતીય પર્યટકોનાં મોટાં મોટાં ટોળાં યુરોપમાં દેખાવા લાગ્યાં અને ભારતીય પર્યટકોનું યુરોપમાં ઉત્તમ રીતે સ્વાગત થવા લાગ્યું. ભારતીય ભોજન મોટા ભાગે સર્વત્ર મળવા લાગ્યું. અરે, વડાપાવ પણ મળવા લાગ્યાં. હવે પર્યટકોની માગણી છે કે, ‘રોજ ભારતીય ભોજન જોઈતું નથી. ક્યારેક એકાદ લોકલ ડિશનો પણ આસ્વાદ આપો.”પર્યટક દેવો ભવ: હોવાથી વચ્ચે વચ્ચે ક્યારેય તે સ્થાનિક સ્વાદ આવવાનો અમે પ્રયાસ કરીએ છીએ.

દુનિયાના દરેક માણસો જીવનમાં એક વાર યુરોપ જોવાનું સપનું મનમાં રાખે છે, કારણ કે યુરોપ અત્યંત સુંદર, અપ્રતિમ અને અફલાતૂન છે. જીવનમાં અત્યંત મહત્ત્વની એટલે કે ‘મસ્ટ’ બાબતોમાં યુરોપનો સમાવેશ થાય છે. એક પર્યટન વ્યાવસાયિક અને માર્ગદર્શક એમ બંને નાતે આગ્રહપૂર્વક કહેવા માગું છું કે, ‘આજે બજેટ હોય કે નહીં હોય, પરંતુ યુરોપ જોવાનું સપનું મન:પૂર્વક જુઓ તો તે સાકાર થઈને રહે છે.’ વુમન્સ સ્પેશિયલ યુરોપ અથવા સિનિયર્સ સ્પેશિયલ યુરોપના પર્યટકોને હું જ્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં અથવા ગમે ત્યાં યુરોપમાં મળું છું ત્યારે ‘યુરોપ જોવાનું મારું સપનું મેં કઈ રીતે સાકાર કર્યું અથવા તે કઈ રીતે સાકાર થયું’ તે વિશેના અનેક અનુભવો સાંભળું છું. પર્યટકોના ચહેરા પરનો યુરોપ સફળતાથી જોયાની ખુશી જોઉં છું ત્યારે તેમની સાથે મને પણ સંપૂર્ણ સંતોષ થાય છે. આખરે અમે ખુશી વહેંચવાના વ્યવસાયમાં જ છીએ ને. હવે હું યુરોપ અમેરિકા જવા નીકળી રહી છું, વુમન્સ અને સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહમાં ગયેલા અમારા પર્યટકોને ત્યાં મળવાની છું, તેમની સાથે સંવાદ સાધવાની છું. દરેક સહેલગાહમાં એટલી બધી ઈનસાઈટસ મળે છે કે આય રિયલી લૂક ફોર્વર્ડ ટુ ઈટ.

જનરલી ઓગસ્ટના અંતે અમે યુરોપ અમેરિકાના બુકિંગ શરૂ કરીએ છીએ. વીણા વર્લ્ડ શરૂ થયા પછી પહેલા જ વર્ષે ફક્ત ૪૫૦ પર્યટકોએ વીણા વર્લ્ડ સંગાથે યુરોપની સહેલગાહ કરી અને આજે પાંચ વર્ષ પછી આ વર્ષે અમે ૧૪,૦૦૦ પર્યટકોને યુરોપ લઈને ગયાં, તેમનાં સપનાં સફળતાથી અને ખુશી પૂરાં કર્યાં તે અમારા માટે પણ પ્રેરણાદાયક છે, કારણ કે અમારી ટીમે પર્યટકોનો ભરપૂર વિશ્ર્વાસ સંપાદન કર્યો છે, આ વિશ્ર્વાસને અમારા તરફથી ક્યાંય ઠેસ નહીં પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ અને અખંડ મહેનત લઈ રહ્યાં છીએ.આથી વીણા વર્લ્ડના અગિયારસો ટીમ મેમ્બર્સ, હજારની આસપાસ પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની ટીમ, ભારતના અને દુનિયાભરના અમારા એસોસિયેટ્સ-સપ્લાયર્સ-હોટેલિયર્સ સહિત અમે બધાં હવે ૨૦૧૯ની યુરોપ અમેરિકાની સહેલગાહ માટે સજ્જ છીએ. સતત ઉત્તમ પરફોર્મન્સ બતાવવાને લીધે, વીણા વર્લ્ડને બધી એરલાઈન્સ અને ટુરીઝમ બોર્ડસની મદદ બહુ ઉપયોગી થાય છે, ખાસ કરીને અડચણો આવે ત્યારે ઉપયોગી થાય છે.

યુરોપમાં જવું એટલે વિઝા એક અનિવાર્ય બાબત હોય છે. એટલે કે, પાસપોર્ટ વિના અને તેના પર યુરોપિયન દેશના વિઝાનો સિક્કો મળ્યા વિના યુરોપ જઈ શકાય નહીં. આથી પર્યટકોને વિઝા પ્રોસેસિંગમાં સંપૂર્ણ મદદ કરીને તેમની વિઝા મેળવવાની પ્રક્રિયા જેટલી આસાન કરી શકાય તેટલી કરી આપવા માટે

વીણા વર્લ્ડની નેઉ જણની વિઝા ટીમ સતત તહેનાત હોય છે. વિઝા આપવા તે સંપૂર્ણપણે જે તે દેશના અખત્યારમાં હોવા છતાં તે માટેનું માર્ગદર્શન અને ડોક્યુમેન્ટેશન મહત્ત્વનો ભાગ હોય છે અને તે માટે આ વિઝા ટીમ મહત્ત્વની હોય છે. ગર્વની વાત એ છે કે આ વર્ષે આ ટીમે અમારી વિદેશી સહેલગાહના પર્યટકો માટે સવા લાખથી વધુ વિઝા મેળવવાના કાર્યમાં પર્યટકોને શક્ય તેટલી સહાય કરી, જેથી આટલી મોટી સંખ્યામાં પર્યટકોની વિદેશ સહેલગાહ સફળ થઈ છે.

વધુ એક મહત્ત્વની વાત એટલે યુરોપની ટુરની બાબતમાં આ સહેલગાહમાં જોડે આવનાર, તમારી સંગાથે રહેનાર ટુર મેનેજર છે. આ વર્ષે અમારા પંચ્યાશી એક્સપર્ટ યુરોપ ટુર મેનેજર્સે આ જવાબદારી ઝીલી લીધી હતી. યુરોપ ટુર કરવી આમ કાંઈ આસાન વાત નથી, પરંતુ અમારા આ અનુભવી વીરો (તેમાંથી અનેકે પચાસ દેશમાં સહેલગાહ કરવાનો રેકોર્ડ કર્યો છે તે તેમનો અનુભવ અહીં ઉપયોગી બને છે) એકબીજાના ઉત્તમ નેટવર્ક દ્વારા અને ‘એકબીજાની મદદ કરીશું…’ એ ન્યાયે પર્યટકોની યુરોપ સહેલગાહ સાકાર કરવામાં સફળ થઈ રહ્યા છે. આમાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અમારામાંથી કોઈ પણ વંશગત ચાલતી આવેલી મિલકત પર નથી, પરંતુ ‘મારી આજ-મારી આવતીકાલ અને મારું ભવિષ્ય’ એ હું આજે લઈ રહ્યો છું તે મહેનત પર છે. જો હું મન:પૂર્વક કામ કરું તો મારું ભવિષ્ય ઉજ્જવળ છે. અન્યથા નથી તેનું ભાન વીણા વર્લ્ડના દરેકને છે. આથી જ સર્વિસ કેટલી સારી રીતે આપી શકાય તેના પર જ દરેકની ભાવનાઓ કેન્દ્રિત હોય છે.

ટેકનોલોજીએ પણ તે સેવા આપવામાં મહત્ત્વની જવાબદારી નિભાવી છે અને તેનો પૂરેપૂરો લાભ અમારી મુંબઈમાં રહેલી સપોર્ટ ટીમ લેતી હોય છે. કોઈ પણ સહેલગાહમાં કોઈ પણ અડચણ ઉદ્ભવે તો તે તત્કાળ જાણ થાય છે અને તેના પર ફાસ્ટેસ્ટ સોલ્યુશન આપવામાં તેઓ એક્સપર્ટ બની ગયા છે. તેમનો અનુભવ અમારા પર્યટકોએ ક્યાંક ને ક્યાંક લીધો જ છે. અડચણો આવી શકે છે, પરંતુ તેનો ઉકેલ આપણે કઈ રીતે લાવવો, કેટલા સમયમાં ઉકેલ લાવવો તે બહુ મહત્ત્વનું છે. અમે પ્રી-ડિપાર્ચર ગેટ-ટુગેધર કરીએ છીએ તે પણ વધુ એક મહત્ત્વનું પાસું છે. ઓક્ટોબરથી માર્ચમાં મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં દર શુક્રવાર અને શનિવાર અને ઓક્ટોબર અને એપ્રિલ મહિનામાં બે વાર પુણેમાં જે તે સીઝનમાં વિદેશી સહેલગાહ પર જતા પર્યટકોનું ગેટ-ટુગેધર એકંદર સહેલગાહની પૂર્વતૈયારી માટે અને સહેલગાહની નિર્ભેળ ખુશી માટે ઉપયોગી થાય છે.

હવે યુરોપ કઈ રીતે જોવું તે જાણીએ. યુરોપમાં ફરતી વખતે આપણને ખ્યાલ આવે છે કે યુરોપ જોવા માટે ચાયના અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા જાપાન ક્યાંયથી પણ આવતા પર્યટકોમાં ભાષા ભૂગોળ ભોજન હરવાફરવાનું આ વિવિધતા અને એકલા ફરવાની અડચણોને લીધે ‘ગ્રુપ ટુર્સ’ બધાનો મનગમતો વિકલ્પ નીવડ્યો છે. યુવાનો અને ફ્રિક્વન્ટ ટ્રાવેલર્સ અમારી પાસેથી તેમને જોઈએ તેવી કસ્ટમાઈઝડ હોલીડે બનાવીને લે છે અથવા સીઝન્ડ એડવેન્ચર લવર્સ બેકપેકર્સ બનીને યુરોપનો આનંદ લે છે. ઈન્સેન્ટિવ ટુર્સ અથવા કોર્પોરેટ ટુર્સ અથવા ડીલર્સ મીટ કરવા માટે પણ અનેક કંપનીઓ યુરોપના દેશોને પ્રથમ પસંદગી આપે છે. આથી અમારી માઈસ ટુર્સ પણ વધી છે. મહિલાઓનું અને સિનિયર સિટીઝન્સનું યુરોપ જોવાનું સપનું અમે સ્પેશિયાલિટી ટુર્સ દ્વારા સાકાર કરીએ છીએ. હનીમૂનર્સ માટે તો યુરોપમાં દરેક દેશ ‘એક પરફેક્ટ ડેસ્ટિનેશન’ નીવડે છે. અર્થાત ફક્ત બે જણને અને તે પણ નવવિવાહિતોને જવું હોય તો ખર્ચ બહુ વધે છે, જેથી અમે હનીમૂનર્સને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશમાં ગ્રુપ ટુર્સમાં અમુક જગ્યા રાખી મૂકીએ છીએ, જેથી ઓછા પૈસામાં તેમનું ‘યુરોપિયન હનીમૂન’ સાકાર થઈ શકે છે.

પર્યટકોના આટલા બધા પ્રકાર અને યુરોપના આટલા બધા દેશ, જેથી દરેક પર્યટકે હવે મને એક્ઝેક્ટ્લી શું જોઈએ છે? હું ક્યાં જવાનો છું? કઈ રીતે જઈશ? ક્યારે જઈશ? શું જોઈશ? ક્યાં મુકામ કરીશ? શું ખાઈશ? આ છ પ્રશ્ર્નોના ઉત્તર શોધી કાઢવાના છે. એક વાર આપણે આ પ્રશ્ર્નો પોતાને માટે ક્લિયર કરીએ એટલે ચોક્કસ આગળ શું કરવાનું? વીણા વર્લ્ડ પાસે કયા વિકલ્પ છે? હમણાં બુકિંગ કરવામાં આવે તો ફાયદો થશે?…આ વિશે આવતા રવિવારે જાણી લઈશું.

Europe, Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*