Europe Gujarati Language World

યુરોપિયનો જલસો ૨૦૧૯

કળા, સંસ્કૃતિ, નિસર્ગ, લોકપરંપરા, ખાદ્ય સંસ્કૃતિનો અખંડ ચાલનારો ઉત્સવ અનુભવવા માટે દુનિયાના ખૂણાખાંચરામાંથી પચાસ કરોડથી વધુ પર્યટકો દર વર્ષે યુરોપની સહેલગાહ કરે છે. તેમાંથી ભારતીય પર્યટકોમાં સૌથી વધુ યુરોપમાં આવીને જતા પર્યટકો મહારાષ્ટ્ર  અને  ગુજરાતના છે.

દર વર્ષે ઓગસ્ટ શરૂ થાય એટલે દિવાળી-ક્રિસમસની સહેલગાહના બુકિંગ ધૂમધડાકાભેર શરૂ થાય ત્યારે મહારાષ્ટ્ર સાથે આપણા આખા દેશને, ખાસ કરીને પર્યટન પ્રેમીઓને, આગામી વર્ષના સમર વેકેશનમાં યુરોપ અમેરિકાની સહેલગાહોનું ઘેલું લાગે છે. આમ જોવા જઈએ તો બધા  જ વિશ્વ પ્રદક્ષિણા-સપ્તખંડ કરવાની ઈચ્છા ધરાવે છે અથવા તેની તીવ્રતા વધવા લાગે છે. અમે ભારતમાં અથવા સાઉથ ઈસ્ટ એશિયામાં, એટલે કે, સિંગાપોર થાઈલેન્ડ મલેશિયામાં સંખ્યાબળનો વિચાર કરીએ ત્યારે સૌથી વધુ ટુરિસ્ટો લઈ જઈએ છીએ. આ પછી યુરોપના પર્યટકોનો ક્રમ આવે છે. દરેકને જીવનમાં કમસેકમ એક વાર યુરોપ જવાની ઈચ્છા હોય છે અને યુરોપ એટલું અદ્વિતીય, અપ્રતિમ અને અફલાતૂન છે કે આવી ઈચ્છા હોવી તે સ્વાભાવિક છે.

દુનિયાભરના પર્યટકોમાં સૌથી મોટું આકર્ષણ બનેલું અને મુલાકાત લેનારને ક્યારેય નિરાશ નહીં કરનારૂં ખંડ એટલે યુરોપ. આમ છતાં આ ખંડમાં એવું તે શું છે કે જેના માટે દર વર્ષે કરોડો પર્યટકો દુનિયાના ખૂણાખાંચરાથી યુરોપ જોવા, અનુભવવા માટે આવે છે. દા વિંચીનાં ચિત્રોથી મોઝાર્ટના મધુર સૂરો સુધી અને શેક્સપિયરનાં અજરામર નાટકોથી રશિયન બેલે સુધી કળાના પ્રાંતના દર્દીઓ માટે યુરોપ લોભામણું છે. પ્રાચીન રોમન સામ્રાજ્યના અવશેષોથી રશિયાના સોવિયેટ કાળના ખૂણાઓ સુધી અને જર્મનીમાંના બ્રેડનબર્ગ ગેટથી પોલેન્ડમાં ઓશવિત્ઝ કેમ્પ સુધી અહીં અનેક સ્થળો, વાસ્તુ, ઈતિહાસપ્રેમીઓને સાદ આપે છે. સ્વીસ આલ્પ્સના હિમમય વિસ્તારથી નોર્વેમાંના ફિયોર્ડસ સુધી અને નેધરલેન્ડ્સના પ્લિટવાઈસ નેશનલ પાર્ક સુધી યુરોપમાં વૈવિધ્યપૂર્ણ નિસર્ગ દરેક મોસમમાં પોતાના બદલાતા રૂપનો રૂઆબ કરે છે. ફ્રાન્સનો આઈફેલ ટાવર, જર્મનીનું ક્લોન કેથેડ્રલ, રશિયાનું સેન્ટ બેસિલ્સ કેથેડ્રલ, હંગેરીનુ ફિશરમેન્સ બેસ્ટિયન, ટર્કીમાં ડોલ્માબાશી પેલેસ, રોમમાં રોમન ફોરમ, લંડનનું ટાવર ઓફ લંડન એમ માનવ નિર્મિત આકર્ષણોનો જાદુ અનેકોને યુરોપ તરફ ખેંચી લાવે છે. ઉપરાંત સ્પેનનો ‘લા ટોમેટિના’, ટર્કીના હમામનો અનુભવ, બ્રિટનમાં હેરી પોટર ટ્રેન અર્થાત જેકોબાઈટ રેલવે, વેનિસની ગોંડાલા રાઈડ, કાન્સનો ફિલ્મ ફેસ્ટિવલ, નોર્વેનો મિડનાઈટ સન અને નોર્ધર્ન લાઈટ્સ, ફિનલેન્ડનો સોના બાથ એમ ખાસ યુરોપિયન એક્સપીરિયન્સીસ છે.

આજે યુરોપની સંસ્કૃતિની વાત આવે એટલે મુખ્યત્વે પશ્ચિમી સમાજ અને સંસ્કૃતિ આંખો સામે તરી આવે છે. આ સમાજને હોમર, પ્લેટો, એરિસ્ટોટલથી શેક્સપિયર, બાયરન, કિટ્સ સુધી અને આધુનિક સમયમાં અગાથા ખ્રિસ્તી, ગુંથર ગ્રાસ, ફ્યોદોર દસ્તયેવસ્કી, લિયો-ટોલસ્ટોય, આર્થર કોનન ડાયલ, જે. કે. રોલિંગ સુધીનો સાહિત્યિક વારસો લાભ્યો છે. શિલ્પકળા, કોતરકામ, વાસ્તુકળા, ચિત્રકળાની બાબતોમાં પણ યુરોપની પરંપરા સમૃદ્ધ છે. ગ્રીક મૂર્તિકળા, રોમન વાસ્તુકળા, મધ્ય યુગની બાયઝેન્ટાઈન કળા, પરંપરા, ગોથિક વાસ્તુશૈલી, રેનેસાન્સ યુગની કળા પરંપરા, બારીક કળા શૈલી એવો અખંડ વહેતો રહેલો કળાકૌશલ્યનો પ્રવાહ યુરોપમાં જોવા મળે છે. સંગીતની બાબતમાં યુરોપની ભૂમિમાં ઘડેલા અને ઉદય પામેલા કલાકારોએ દુનિયાભરમાં સંગીત શોખીનોના કાન તૃપ્ત કર્યા છે. અલગ અલગ કાળમાં, રાજમાં અને શૈલીમાં ઊભો કરવામાં આવેલો વાસ્તુ વૈભવ યુરોપની મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતા છે. ગ્રીસમાં પાર્થેનોન, રોમમાં ક્લોસિયમ, મોસ્કોમાં સેન્ટ બેસિલ્સ, કેથેડ્રલ, બાર્સિલોનામાં સેગ્રાદા ફેમિલિયા, વેટિકન સિટીમાં સેન્ટ પીટર્સ બેસિલિકા, લંડનમાં બકિંગહેમ પેલેસ, પ્રાગમાં પ્રાગ કેસલ, ટર્કીમાં બ્લુ મોસ્ક, બુડાપેસ્ટમાં હંગેરિયન પાર્લમેન્ટ પિઝાનો મિનારો એમ કેટલી વાસ્તુઓ યુરોપના દેશોમાં યુરોપની સંપ્ન્ન વાસ્તુકળાનાં દર્શન કરતી ઊભી છે.

આખી દુનિયાને નજીક લાવનાર ઓલિમ્પિક ગેમ્સનું ઉગમસ્થાન યુરોપમાં ખેલકૂદ સંસ્કૃતિ પણ ઊંડાણથી કેળવાયેલી છે, ખીલી છે. ટેનિસની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ, ફ્રેન્ચ ઓપન, કાર રેસિંગની ફોર્મ્યુલા વન, સાઈકલિંગની ટુર ડી ફ્રાન્સ, ગોલ્ફની બ્રિટિશ ઓપન, ફૂટબોલની યુફા ચેમ્પિયનશિપ, રગ્બીનો યુરોપિયન ચેમ્પિયન્સ કપ, ક્રિકેટનો વર્લ્ડ કપ, આઈસ હોકીની ચેમ્પિયન્સ હોકી લીગ એમ વિવિધ સ્પર્ધાઓને લીધે યુરોપમાં ક્રીડા સંસ્કૃતિનું જતન થયું છે. યુરોપમાં ગ્રીસ દેશોના એથેન્સ શહેરમાં આધુનિક જમાનાના ઓલિમ્પિક્સનું પુનર્જીવન થયું છે. આ પછી આજ સુધી યુરોપમાં પેરિસ, લંડન, સ્ટોકહોમ, એન્ટવર્પ, એમ્સ્ટરડેમ, બર્લિન, હેલસિંકી, રોમ, મ્યુનિક, મોસ્કો, બાર્સિલોના જેવાં શહેરોમાં ઓલિમ્પિક્સ યોજાય છે. ચૌદમી સદીથી સત્તરમી સદી સુધીનો સમયગાળો યુરોપના ઈતિહાસમાં રેનેસાન્સ તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્ય, કળા, વિજ્ઞાન- સંસ્કૃતિમાં આ નવીનતાની લહેર ઊભરાઈ ઈટાલીના ફ્લોરેન્સમાં અને જોતજોતાંમાં તે દુનિયાભરમાં પ્રસરી જવા પામી છે. આ રેનેસાન્સના કાળમાં ધર્મથી કળા સુધી અને તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન સુધી જીવનનાં દરેક ક્ષેત્રમાં નવા વિચારો, નવી સંકલ્પનાઓ આગળ આવવા લાગી. આ જ સમયગાળામાં અભિજાત ગ્રીક, રોમન કાળખંડનું સાહિત્ય, માહિતી, રાજકીય સંકલ્પના, સામાજિક વાતાવરણ પર નવેસરથી પ્રકાશ પડ્યો. ઈતિહાસ, ભૂગોળ, કળા પરંપરા, નિસર્ગ, લોકજીવન એમ બધાં જ પાસાંઓ પર પોતાના બહુરંગી, બહુઢંગી રૂપથી ઉત્તમ નીવડેલું યુરોપ તેથી જ દુનિયાભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે અને પર્યટન અવ્વલ ક્રમે છે.

આવા આ અપ્રતિમ અદ્વિતીય અને અફલાતૂન યુરોપમાં વધુમાં વધુ સંખ્યામાં પર્યટકોને લઈ જવામાં વીણા વર્લ્ડ સતત આગળ છે. છેલ્લાં બે વર્ષ તમારામાંથી જે પણ લોકો યુરોપમાં જઈ આવ્યા હોય તેમણે દરેક સ્થળે વીણા વર્લ્ડના પર્યટકો મોટી સંખ્યામાં સહેલગાહનો આનંદ લેતા જોયા હશે તે ઘણું બધું કહી જાય છે.

આ સંતોષી પર્યટકો એ જ અમારી અસલી જાહેરાત છે, વધુ બોલવાની જરૂર નથી. આથી પર્યટક મિત્રો, જેઓ વાટ જોઈ રહ્યા છે તેમના માટે જાહેર કરી રહ્યાં છીએ ‘વીણા વર્લ્ડ યુરોપ અમેરિકા ૨૦૧૯.’ તેના બુકિંગ  અમે જલ્દી શરૂ કરી રહ્યા છીએ. ઉત્કૃષ્ટ સહેલગાહ કાર્યક્રમ, કોઈ પણ છૂપો ખર્ચ નહીં એવી ઓલ ઈન્ક્લુઝિવ ટુર પ્રાઈસ, વિઝા કરવા માટે સહાય કરનારી ડેડિકેટેડ મુંબઈ પુણેની નેઉ જણની ટીમ અને સહેલગાહ પર તમારી સંગાથે વીણા વર્લ્ડનો મોસ્ટ કેરિંગ ટુર મેનેજર પણ આવી જાય છે. આથી તમારા માટે સમર ૨૦૧૯ની યુરોપ અમેરિકા સહેલગાહના બુકિંગ કરવા માટે તૈયાર થઈ જાઓ. તમારૂં સ્વાગત કરવા અમે સજ્જ છીએ. ચલો, બેગ ભરો, નિકલ પડો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*