Gujarati Language

…બટ આય ડોન્ટ નીડ ઈટ!

ફ્લાઈટ લેન્ડ થયા પછી પંદર મિનિટમાં એક ભારતીય મહિલા એક નાની હેન્ડબેગ સાથે બહાર આવી. આ છે તારી આજની પેસેન્જર. તેને સિડની એરપોર્ટ પરથી ડાર્લિંગ હાર્બર લઈ આવવાનું છે. બી ઈન ટાઈમ! એન્ડ રિમેમ્બર, એન ઈન્ડિયન લેડી વિથ અ સ્મોલ હેન્ડબેગ…’

સિડની અને વોશિંગ્ટન એમ બે એરપોર્ટસનો મારો અનુભવ કહેવાનું મન થાય છે. આજકાલ ઓસ્ટ્રેલિયામાં અને અમેરિકામાં બંને બાજુવુમન્સ સ્પેશિયલ અને સિનિયર્સ સ્પેશિયલ નિમિત્તે ફેરીઓ થાય છે, દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક પ્રવાસ ચાલુ જ છે. પ્રવાસના સામાનનો બોજ કઈ રીતે ઓછો કરવો તેની પર અનેક વાર લખ્યું હોવા છતાં મારું પોતાનું રિસર્ચ આ મારા દરેક પ્રવાસ સાથે ચાલુ જ છે. મારી કાર્ગોમાં નાખવાની સૂટકેસની સાઈઝ મેં ખાસ્સી નાની કરી છે, બેગેજ બેલ્ટ પરથી ઉતારતી વખતે કમરદર્દ અથવા શોલ્ડર ડિસ્લોકેશન જેવી સમસ્યા પેદા નહીં થાય તે માટે. હા, વિદેશમાં આપણી બેગ આપણને જ ઊંચકવી પડે છે, ત્યાં આપણા અહીંની જેમ ‘તત્પર સેવા’ સાથે કોઈ સામે ઊભા નથી હોતા. બે-અઢી વર્ષ પૂર્વે એક દિવસ ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઈમિગ્રેશન કરીને બેગની પ્રતિક્ષામાં ઊભી હતી, બાજુના બેગેજ બેલ્ટ પર એરલાઈનના બધા માણસો બધા પ્રવાસીઓને કહેતા હતા કે તેમનો સામાન આજની ફ્લાઈટથી આવ્યો નથી. આથી આગામી ચાર-પાંચ દિવસમાં તેમના ઘરે મોકલવામાં આવશે. દરેકના ચહેરા પરના હાવભાવ જોવા જેવા હતા. એરલાઈનને પણ કેટલો ફટકો.આ પ્રચંડ અમેરિકામાં આ માણસો જ્યાં જ્યાં ફેલાયેલા હશે ત્યાં તેમના ઘરે તે મોકલવાની જવાબદારી અને ખર્ચ એ બંને કરવું પડવાનું હતું. ઉપરાંત પ્રવાસીઓના મનમાં તે વિશેનો ગુસ્સો રહેવાનો હતો એ પણ નિશ્ર્ચિત હતું. તે સમયે નક્કી કર્યું કે હવે પછી હું  એકલી આવી ઓફિશિયલ ડ્યુટી પર હોઉં ત્યારે ત્યારે ફક્ત હેન્ડબેગ લઈને પ્રવાસ કરવાનો. આ પછી ગયાં બે વર્ષ હું અને મારી હેન્ડબેગનો પ્રવાસ ચાલુ છે. સિડની એરપોર્ટ પર રિયાઝ નામનો ડ્રાઈવર હોટેલમાં લઈ જવા માટે આવતો. એક દિવસ તે નહોતો ત્યારે તેણે તેના બીજા ડ્રાઈવરને સમય પૂર્વે જ પહોંચી જા એરપોર્ટ પર, કારણ કે ઘણી વાર ફલાઈટ સમય પૂર્વે પહોંચે છે અને અરાઈવલ પછી પંદર મિનિટમાં બહાર હોય છે, ‘એન ઈન્ડિયન લેડી ટ્રાવેલર વિથ અ સ્મોલ હેન્ડબેગ,’ ગપ્પાં મારતી વખતે આ પેલા ડ્રાઈવરે કહ્યું અને મારા ધ્યાનમાં આવ્યું કે રિયાઝ પ્રત્યે મારી હેન્ડબેગ એ મારી ઓળખ બની હતી. વોશિંગ્ટનમાં ઊતર્યા પછી સંજય મહેતા નામનો ટ્રાન્સપોર્ટર હોટેલમાં લઈ જવા માટે આવ્યો હતો. બે-ત્રણ મહિના પૂર્વે ભારતમાં આવ્યો હતો ત્યારે વીણા વર્લ્ડની ઓફિસમાં આવીને ગયો હતો એવું તેણે કહ્યું. મરાઠી સારું બોલતો હતો. તેનો રિમાર્ક ‘મને લાગ્યું વીણાબહેન આવવાનાં છે એટલે સામાન બહું હશે, આજે બેગો ઊંચકવી પડશે, પણ તમે આટલી નાનીઅમથી બેગ લઈને આવ્યાં.’ અહીં મને એક અલગ બાબત એ જણાઈ કે બેગોનો બોજ આ લોકોને કાયમ ટેન્શન આપે છે. વાહનમાં બેગો ચઢાવવી અને ઉતારવાની મગજમારી તેમને કરવી પડે છે. આથી દરેક ભારેખમ બેગને પ્રવાસીને બદદુઆ મળતી હશે અને દરેક હલકી બેગને દુવા મળતી હશે. આથી મારી બેગ નહીં તો દરેક પ્રવાસીની અથવા વીણા વર્લ્ડના પર્યટકોની બેગ હલકી થવી જોઈએ તેની પર જે કાંઈ આપણાથી થાય તે આપણે કરવું જોઈએ એ થોડા અંશે આપણી જવાબદારી છે એ મારા મનમાં બેસી ગયું અને તેમાં ‘પહેલાં કર્યું પછી કહ્યું’ એ મહત્ત્વનું છે. મારા આઠ દિવસનો પ્રવાસ એક હેન્ડબેગ સાથે થઈ શકે? એ મેં પોતે જોયું અનુભવ્યું અને પછી જ કહ્યું. અર્થાત આ બધામાં મને સુધીરની એક સલાહ કામે લાગી. ‘વીણા, પ્રવાસ તારી લાઈફ છે તે રીતે જ બધાં કપડાંમાં યુ આર મોસ્ટ કમ્ફર્ટેબલ ઈન જીન્સ, તો પછી કાર્યક્રમોમાં પણ જીન્સ બ્લેઝર કેમ નથી પહેરતી? એક જીન્સ બેગમાં અને એક જીન્સ શરીર પર અને બાકી નાનાં નાનાં ગડી થનારાં હલકા વજનના ટોપ્સ અને બ્લેઝર્સ છે જ. ટ્રાવેલ લાઈટ. રાબેતા મુજબ પતિદેવના સૂચનને મેં ના પાડી નહીં, આખરે સ્ત્રી સ્વભાવ છે, તે કઈ રીતે બદલાશે? જોકે ધીમે ધીમે વિચાર કરતી વખતે જણાયું વ્હાય નોટ? સુધીરના સૂચનમાં તથ્ય જણાવા લાગ્યું અને ગયા છ મહિના હું હવે કાર્યક્રમોમાં પણ જીન્સ બ્લેઝર ઉપયોગ કરવા લાગી છું. આથી અગાઉથી નાની હેન્ડબેગનું વજન ઓછું થયું. તે પણ મહત્ત્વનું છે, કારણ કે આ બેગ વિમાનમાં આપણે જ ઉપરના કમ્પાર્ટમેન્ટમાં ઊંચકીને મૂકવી પડે છે. હેન્ડબેગની સાથે મારો પ્રવાસ એટલો આસાન બન્યો કે પૂછવું જ શું. બેગ ગુમ થવાનો ડર નહીં, બેગ માટે ઊભાં રહેવું પડતું નથી, બેગ નાની એટલે સામાન એકદમ ઓછો, જેને લીધે હોટેલ રૂમમાં પસારો નહીં, પસારો નહીં તેથી સમુંસૂતર કરવાનું ટેન્શન નહીં. કેટલા બધા ફાયદા છે. વધુ એક આર્થિક ફાયદો એ છે કે બેગમાં જગ્યા નથી તેથી ક્યારેય ખરીદી નહીં, કારણ કે મોટે ભાગે પ્રવાસમાં જરૂર ન હોવા છતાં આપણે અનેક વાર શોપિંગ કરી નાખીએ છીએ. આજકાલ દરેક સમયે કાંઈ પણ લેવા જાઉં એટલે પહેલાં પોતાને જ પ્રશ્ર્ન પૂછું છું, ‘મને આની જરૂર છે?’ આમ જોવા જઈએ તો મારો પ્રવાસ એક રેગ્યુલર ટ્રાવેલરમાંથી સ્માર્ટ ટ્રાવેલર તરફ વળ્યાને ઘણાં વર્ષો વીતી ગયાં છે. જોકે હવે તે સ્માર્ટ ટ્રાવેલમાંથી મિનિમલિસ્ટ ટ્રાવેલર તરફ વળી રહ્યો છે તેનું કારણ નિરીક્ષણ, સંશોધન, આકલન, આચરણ છે જ પરંતુ આ બાબતમાં અન્યોએ લખેલાં પુસ્તકો વાંચતી વખતે અમારા ઘરમાં એક ‘બોર્ન મિનિમલિસ્ટ’ છે તે અમારા, એટલે કે, મારા ધ્યાનમાં જ નહીં આવ્યું. અમારો મોટો દીકરો રાજ મિનિમલિસ્ટ જીવનશૈલીનું જીવતોજાગતો દાખલો છે. ન્યૂ યોર્કમાં ભણવા ગયો ત્યારે તે નાની બેગ લઈને ગયો. અમે તેની પાછળ સંસાર ભરીને બેગો લઈ ગયાં પણ બે વર્ષ પછી અમારે તે બેગો પાછી જેમની તેમ લાવવી પડી. બહું ઓછી બાબતો સાથે તે ત્યાં જીવી રહ્યો છે. ક્યારેક દિવાળી ક્રિસમસમાં આપણા રિવાજ પ્રમાણે તેને કહ્યું કે રાજ ચાલ, દિવાળી આવી રહી છે, તારે માટે નવાં કપડાં લઈએ, ફેસ્ટિવલ છે, નવાં કપડાં પહેરવાનાં હોય છે. તે સામે કહે છે, ‘બટ આય ડોન્ટ નીડ ઈટ મમ!’ અમે પણ અચંબામાં મુકાઈ ગયાં, કારણ કે તેને કશું જ કેમ જોઈતું નથી એવો વિચાર અમને આવવા લાગ્યો. બાળકોને કદાચ કશું જ જોઈતું નહીં હોય, પરંતુ આપણે જ ‘તને આ જોઈએ છે, તે જોઈએ છે, આ લે પેલું લે’ કરીને બાળકોના મનમાં તેમના અજાણતાં જ તેમની જરૂરતોને વધારીએ છીએ. દુનિયામાં ‘વોન્ટ્સ’ અને ‘ગ્રીડ્સ’ વધી રહ્યાં છે. દુનિયામાં હિંસાચાર વધી રહ્યો છે તેની પાછળ બિનજરૂરી જરૂરતોનો અતિપ્રચંડ લોભ, લાલસા, લાલચ એ જ બાબતો છે એવું સતત સામે આવી રહ્યું છે. તો પછી બાળકોમાં નાનપણથી જ વોન્ટ્સ અને ગ્રીડ્સ વધારવા માટે આપણે જ ઈંધણ પૂરી રહ્યા છીએ નહીં. ‘બટ આય ડોન્ટ નીડ ઈટ’ એવું જો આપણા બાળકો કહેતા હોય તો આપણે ત્યાં જ અટકી જવું જોઈએ. મનમાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, ગામમાં, શહેરમાં રાજ્યમાં, દેશમાં, દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે દુનિયાનો એક ભાગ તરીકે ફૂલ નહિતર ફૂલની પાંખડી તરીકે આપણને જો કાંઈક યોગદાન આપવું હોય તો સર્વત્ર પ્રસરેલી આ વોન્ટ અને ગ્રીડની ઈન્ટેન્સિટી ઓછી થવી જોઈએ. ‘ડુ આય નીડ ઈટ?’ અથવા ‘…બટ આય ડોન્ટ નીડ ઈટ’ આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ચાલો, આજે જ આપણી જરૂરતો ઓછી કરવાનું શરૂ કરીએ. જીવનના પ્રવાસમાં બિનજરૂરી બોજ દૂર કરીએ. લેટ્સ લિવ લાઈટ  એન્ડ હેપ્પી!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*