Gujarati Language

ફ્રોમ ધ હાર્ટ

Reading Time: 3 minutes

એક બાબત પર, એ સમયે, એ સ્થળે એકચિત્ત થવું, એકાગ્રતાથી તેનો નિકાલ લાવવો તે સફળ અને સંતોષકારક જીવનનો સંકેત છે અને તે જેમણે સાધ્ય કર્યું છે તેમના માટે બધી જ બાબતમાં આકાશ પણ ઓછું પડે છે. અર્થાત, આ કરવા માટે પોતાને કાબૂમાં રાખવું પડે છે અને મુખ્યત્વે જે પણ કરીએ તે મન પરોવીને કરવું પડે છે.

ગયા સોમવારે બેંગકોકમાં ગઈ હતી. વુમન્સ સ્પેશિયલમાં ગયેલી ૨૭૫ મહિલાઓને ગાલા ઈવનિંગમાં મળવાનું હતું. બેંગકોકના અવની એટ્રિયમના સુંદર બોલરૂમમાં પ્રવેશ કર્યો અને ‘સેલિબ્રેશન ઓફ લાઈફ’ એટલે શું તેનો અહેસાસ થયો. ૧૭ વર્ષથી ૭૦ વર્ષ સુધીની દરેક છોકરીઓ ‘હું જ મારી રાણી’- ‘આય એમ ધ ક્વીન’ એ તેઓ ૮-૧૦ દિવસમાં જીવી હતી. સૌને વેલકમ કરતી હતી ત્યારે એક બહેનપણી મારી પાસે આવીને ‘એક્સક્યુઝ મી’ કહીને રીતસર માઈક લઈને બોલવા લાગી. તેના મિસ્ટરે તેેેના અજાણતાં જ આ સહેલગાહની તેને ભેટ આપી હતી. એકંદરે તે ખુશી વિશે કેટલું બોલું અને કેટલું નહીં બોલું એવું તેને થતું હતું. અને પછી સામેની એકેક જણી મારી પાછળ આવીને ઊભી રહી, ‘મને પણ બોલવું છે’ કહેવા લાગી. આઠ બસમાંની એક-એક રિપ્રેઝેન્ટેટિવ આવીને તેમના ટુર મેનેજરનાં મોંફાટ વખાણ કરતી હતી અને તેને આખા બોલરૂમે તાળીઓ અને સીટીઓના અવાજથી ગૂંજવી દીધો હતો. કોઈને અટકાવી શકાતું નહોતું. તેમાં નવું શું સાંભળવા મળે છે તે માટે મારા કાન વ્યગ્ર હતા અને જે સમયે આપણને આવું ઉત્તમ વિચારધન મળશે એવું ધારીને વાટ જોતાં રહીએ ત્યારે તે મળીને જ રહે છે. પુણેની અસ્મિતા ઠાકરે કહ્યું, ‘વીણા વર્લ્ડનો પીળો રંગ ટુર મેનેજર્સ માટે ફક્ત રંગ નથી, પરંતુ તેની સાથે આવતી જવાબારી, તેમના વિચાર અને આચારમાં છે. પીળો રંગ ફક્ત આંખોને દેખાય છે, જ્યારે જવાબદારી વર્તનમાંથી મહેસૂસ થાય છે. રિસ્પોન્સિબિલિટી તેમણે ‘ફ્રોમ ધ હાર્ટ સ્વીકારી છે!’ મગજ અને હૃદય, માથું અને મન, ટેન્જિબલ ઈન્ટેન્જિબલ, ભૌતિક અને નૈતિક નિર્ણય લેતી વખતે તે ‘હેડથી’ લેવાનો કે ‘હાર્ટ’થી તે વિચારોની લડાઈ સતત ચાલુ જ હોય છે. તેમાં રિસ્પોન્સિબિલિટી ભાગ મોટે ભાગે મગજના અખત્યાર હેઠળ આવે છે.

હાલમાં ગયા અઠવાડિયે ‘ટેડ ટોક્સ’ વિડિયોઝમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર શ્રી રોહિત દેઈંઙ્કાંડેનો વિડિયો જોયો. તાજ હોટેલના ૨૬/૧૧ના એટેકના સમયે આખી ટીમે બતાવેલી એકતા અને ત્યાંથી ગભરાઈને ભાગી નહીં જતાં કઈ રીતે તેમણે બધા ગેસ્ટને મદદ કરી તેનું એનાલિસિસ જોઈને મન સૂન્ન થઈ જાય છે. તાજનો દાખલો આપણા વિચારોને એક નવા લેવલ પર લઈ જાય છે. કોઈ પણ સંસ્થાને જ્યારે પાયો મજબૂત બનાવીને વર્ષોવર્ષ અખંડ રીતે ઊભી રહેવાનું હોય ત્યારે પીપલ-કલ્ચર-સ્પીડ-ઈનોવેશન બાબતો બહુ મહત્ત્વની છે. તેમાંથી સ્પીડ ઈનોવેશન એ મગજની-માથાની સાઈડમાં જાય છે પણ પીપલ અને કલ્ચર ડાયરેક્ટ હાર્ટ સાથે રિલેટેડ અને તે ઘડવા માટે વર્ષોવર્ષ નીકળી જાય છે. પ્રચંડ પેશન્સ જોઈએ. હું પણ આમ તો શોર્ટ ટેમ્પર છું, પણ પર્યટકોની સહેલગાહ કરતાં કરતાં આવતા પ્રોબ્લેમ્સનો ઉકેલ લાવતાં લાવતાં પેશન્સ ક્યારે વધી ગયો તે સમજાયું નહીં અને જીવન ખડતર હોવા છતાં સુખમય બનતું ગયું.

૨૭૫ મહિલાઓની સર્વ વ્યવસ્થાપન જોવી એ ટુર મેનેજરનું કામ છે. ટેકનિકલ રીતે જોઈએ તો તે સહેલગાહ કરવું એ કામનો ભાગ હોય છે. હું મારા જીવનનાં ૧૫-૨૦ વર્ષ ટુર મેનેજર તરીકે હતી, જેથી હકથી કહી શકું છું કે બાય એન્ડ લાર્જ કોઈ પણ દેશમાં-કોઈ પણ ટ્રાવેલ કંપનીના ટુર મેનેજરને એકસરખાં જ કામ હોય છે. બહારથી ગ્લેમરસ દેખાતું હોવા છતાં ટુર મેનેજરની કરિયર બહુ કષ્ટમય હોય છે. જોકે તેને મનથી સ્વીકાર્યું છે તેમના માટે કષ્ટ અને મહેનત ખુશીનો ભાગ બની જાય છે અને તે જ ફરજ પર્યટકોને અમુક એક ટુર અથવા એકાદ ટુર મેનેજર શા માટે ગમે છે તેમાં. આજે વીણા વર્લ્ડની વુમન્સ સ્પેશિયલ દુનિયામાં એક રેકોર્ડ બની ચૂકી છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓની સહેલગાહ ક્યાંય પણ આયોજન કરાતી નથી. અને આ સહેલગાહનું પ્રમાણ વધારવામાં ટુર મેનેજર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આથી જ હું, સુધીર, સુનિલા, નીલ સહિત અમે પોતાની સાથે ટીમને ચેનલાઈઝ કરવા માટે ટ્રેનિંગ આપીએ છીએ અને પોતે લઈએ પણ છીએ. મારા ટ્રેનિંગનો રૂખ કાયમ એવો હોય છે કે ‘તમે પોતે ટુર મેનેજર બનવાનો નિર્ણય લીધો છે તો પછી સારા ટુર મેનેજર બનો. આજે આપણી પાસે ૪૫૦થી વધુ ટુર મેનેજર્સ છે. દરેકે સારું કામ કરવાનું છે, ચાલો, આપણી અંદર જ એક્સલન્સીની સ્પર્ધા કરીએ, હેલ્ધી કોમ્ઙ્કિટિશન.’ અને આ ઘડાતું દેખાઈ રહ્યું છે. એકદમ મનથી કામ કરનારા અમારા ટુર મેનેજર્સ દુનિયાની અલગ અલગ સહેલગાહમાં વીણા વર્લ્ડનો ઝંડો માનભેર લહેરાવે છે. બેંગકોકમાં જ બીજા દિવસે સિનિયર્સ સ્પેશિયલની ગાલા ઈવનિંગ હતી. કાર્યક્રમના અંતે સહેલગાહ સફળતાથી અને જેમના બર્થડે હોય તેનું સેલિબ્રેશન અમે કેક કાપીને કરીએ છીએ. કોણ આવે છે કેક કટિંગ માટે? તે સમયે એકમુખે અવાજ આવ્યો કે બધા જ્યેષ્ઠ પર્યટકો તરફથી ‘સુબોધ.’ સુબોધ જાધવ અમારો ટુર મેનેજર છે. તેનો ગઈકાલે જન્મદિવસ હતો પણ એક ગેસ્ટને હોસ્પિટલાઈઝ કરવું પડ્યું હોવાથી તેમની સાથે તેનો આખો દિવસ હોસ્પિટલમાં વેડફાયો હતો. બધાને તેની જાણ હતી, કારણ કે સુબોધ તેનું કામ મનથી ખુશીથી કરતો હતો તે તેમણે અનુભવ્યું હતું. ગાલા ઈવનિંગ પછીનો કેક કાપતી વખતે સુબોધ ખુશ થયો હતો, પરંતુ મને સંતોષ મળ્યો હતો. વીણા વર્લ્ડનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે, શેપ લઈ રહ્યું છે. અંતે શું તો તમારું મનગમતું કામ કરો અને તે નહીં ફાવે તો તમે જે કરો છો તેમાં ખુશી મેળવો. જે કાંઈ કરીએ તે જો ‘ફ્રોમ ધ હાર્ટ’ હોય તો દરેક દિવસનું અને પળનું આપણે સોનું કરી શકીએ છીએ. ‘લેટ્સ લવ લાઈફ ફ્રોમ ધ હાર્ટ!’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*