Gujarati Language

ફાયર ઈન ધ બેલી

Reading Time: 5 minutes

એક વખત એક રિપોર્ટરે પ્રશ્ર્ન પૂછ્યો, ‘હમણાં સુધી તમારું રાજ હતું, પરંતુ હવે આવી રહેલી સ્પર્ધામાં તમે કઈ રીતે ટકી રહેશો?’ વોલ્ટ ડિઝનીએ કહ્યું, ‘સ્પર્ધા વિના કઈ રીતે જીવવું તે મને ખબર નથી.’ સ્પર્ધા બ્લેસિંગ માનીને તેમણે કામ ચાલુ રાખ્યું અને આજે ત્રેંસઠ વર્ષ પછી પણ દુનિયામાં ગમે તેટલા એમ્યુઝમેન્ટ પાર્કસ આવ્યા છતાં ડિઝનીલેન્ડ પોતાનું અટળ સ્થાન અબાધિત રીતે જાળવી રાખીને છે. હવે ડિઝનીલેન્ડનું આ વર્ચસ અને તે કઈ રીતે ટકી રહ્યું છે એ એક અલગ વિષય છે. મેનેજમેન્ટ સ્ટડીઝ કરનારા દરેક વિદ્યાર્થીએ અને દરેક વ્યાવસાયિકોએ તેનો અભ્યાસ કરવો જોઈએ.

દુનિયાની અનંત સુંદર બાબતોમાં નિસર્ગે આપેલી અપ્રતિમ બાબતોની બાદબાકી કરીને જો વિચાર કરીએ તો તેમાં વરાળ પર ચાલતા એન્જિનની ક્રાંતિ હોય, વિમાનની શોધ હોય, ઈલેક્ટ્રિસિટી હોય, ટેલિફોન હોય કે ઈન્ટરનેટ હોય અને હવે પછી શું આવશે તે ભગવાન જાણે, પરંતુ જીવનની કડી બરોબર બેસાડવા માટે આ બાબતો વરદાન નીવડી અને તે માટે માનવજાતિ અનંતકાળ સુધી તે સાકાર કરનારા સંશોધકોની ઋણી રહેશે.  આ રીતે જીવનમાં ઘણી બધી મહેનત ઓછી થયા પછી સમય મળવા લાગ્યો, નેચરલી વધુ ખુશી આપતી બાબતો નિર્માણ થવા લાગી. અમારા ક્ષેત્રનો, એટલે કે, પર્યટનનો વિચાર કરવામાં આવે તો આ ક્ષેત્ર મૂળ જીવી રહ્યું છે અથવા અમારું ભવિષ્ય જ આ મોકળાશભર્યા સમય પર આધાર રાખે છે. અહીં પણ દુનિયાભરની ક્રાંતિ થઈ અલગ અલગ એમ્યુઝમેન્ટ આઈડિયાઝ અમલ કરવા પર, તેની નિર્મિતી પર. દાખલા તરીકે નામો લેવાં હોય તો કોરિયાનું એવરલેન્ડ પાર્ક, મલેશિયાનું ગેન્ટિંગ, ચાયનાનું શેંઝેન, અબુ ધાબીનું ફેરારી વર્લ્ડ, અમેરિકાથી ઉગમ પામેલું યુનિવર્સલ અને મારું સૌથી મનગમતું એટલે ડિઝનીલેન્ડ. સીધી પરિકથામાંની દુનિયાની નિર્મિતી કરીને આબાલવૃદ્ધોને ખુશીની અલગ અનુભૂતિ આપનાર ડિઝનીલેન્ડ દુનિયામાં કોઈ પણ પાર્કસ વિચારમાં લેવાય તો પણ તેમાં સૌથી અવ્વલ નંબરે છે તેમાં કોઈ બેમત નથી. હવે અમેરિકામાં બે, જાપાન, ફ્રાન્સ, હોંગ કોંગ અને ચાયનામાં પ્રત્યેકી એક એમ કુલ મળીને છ ડિઝની પાર્કસ દુનિયામાં છે. ડિઝની પિક્ચર્સ, પિક્સાર, ડિઝનીલેન્ડ વગેરે અનેક નાવીન્યપૂર્ણ બાબતોની નિર્મિતી થયા પછી, તેમાંની સફળતા દેખાઈ આવવા પર તેના જેવી બીજી બાબતો નિર્માણ થવા લાગી અને સ્પર્ધાનું વાતાવરણ ગરમ થવા લાગ્યું. એક વખત એક રિપોર્ટરે પ્રશ્ર્ન પૂછ્યો, ‘હમણાં સુધી તમારું રાજ હતું, પરંતુ હવે આવી રહેલી સ્પર્ધામાં તમે કઈ રીતે ટકી રહેશો?’ વોલ્ટ ડિઝનીએ કહ્યું, ‘સ્પર્ધા વિના કઈ રીતે જીવવું તે મને ખબર નથી.’ સ્પર્ધા બ્લેસિંગ માનીને તેમણે કામ ચાલુ રાખ્યું અને આજે ત્રેંસઠ વર્ષ પછી પણ દુનિયામાં ગમે તેટલા એમ્યુઝમેન્ટ પાર્કસ આવ્યા છતાં ડિઝનીલેન્ડ પોતાનું અટળ સ્થાન અબાધિત રીતે જાળવી રાખીને છે. હવે ડિઝનીલેન્ડનું આ વર્ચસ્વ કેમ અને કઈ રીતે ટકી રહ્યું છે તે એક અલગ વિષય છે. મેનેજમેન્ટ સ્ટડીઝ કરનારા દરેક વિદ્યાર્થીએ અને દરેક વ્યાવસાયિકોએ તેનો અભ્યાસ કરવો જોઈએ. કોઈ પણ વ્યવસાયમાં સ્પર્ધા ગળાકાપ નહીં માનતાં તે વરદાન છે એ ધ્યાનમાં લેવું જોઈએ અને તે માટે આપણે દરેકે પોતાની માનસિકતા તૈયાર કરવી જોઈએ. ગયા રવિવારે અમારા ક્ષેત્ર સાથે સંબંધિત સ્પર્ધા વિશે મેં લખ્યું હતું અને અમારા પૂરતોઉકેલ પણ બતાવ્યો હતો કે આ સ્પર્ધા અમને કઈ રીતે મદદ કરી રહી છે. દરેક બાબતમાં બ્લેસિંગ શોધવાની આદત આપણે કેળવી લેવી જોઈએ. તે ક્ષણે એ જણાતી નથી, પરંતુ તેના પર ઊંડો વિચાર કરવામાં આવે, દૂરદૃષ્ટિથી તેની તરફ જોવામાં આવે તો નિશ્ર્ચિત જ તેનો ફાયદો આપણને જણાય છે. કહેવાય છે કે, ‘આપણને દેખાય તેના કરતાં ઈશ્ર્વરનો પ્લાન કાંઈક અલગ હોય છે, વિશ્ર્વાસ રાખો અને આત્મવિશ્ર્વાસથી આગળ વધતા રહો.’

સ્પર્ધા જો વરદાન હોય, સ્પર્ધા જો તક હોય તો પછી આગળ શું? આ જ રીતે બેસી રહેવાનું? ‘દેવ તારે તેને કોણ મારે’ એવી જૂની કહેવત છે, પરંતુ તેણે બતાવી દીધું છે કે જીવન આટલું આસાન બિલકુલ નથી. દરેક ઘરમાં માતા-પિતાની પણ તે જ ઈચ્છા હોય છે અથવા તે જ રટણ હોય છે કે ઊઠો, ઊભા રહો, કવચમાંથી બહાર આવો, દોડો, કશું પણ કરો પરંતુ સફળતાનું નિશાન પોતાના ખભા પર માનભેર ફરકાવો. અને તેમણે આવી ઈચ્છા શા માટે નહીં રાખવી જોઈએ? અમારા દરેક ટ્રેનિંગ સેશનમાં એક બાબત સતત અમે એકબીજાને જાણ કરતાં રહીએ છીએ અથવા તેની યાદ આપતાં રહીએ છીએ તે છે, ‘આપણે જીવંત છીએ, આપણા હાથોમાં કામ છે, ઈશ્ર્વર કૃપાથી આપણું મનગમતું કામ આપણને મળ્યું છે, આપણા હાથે એવું કામ થવા દો કે આપણા વિશે પોતાનાં માતા-પિતાને ગૌરવની લાગણી થાય.’ આપણે પોતાને જ ચેક કરતાં રહેવું જોઈએ કે મારી પાસેથી કાંઈક ખોટું તો થતું નથી ને?

ગયા અઠવાડિયામાં પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની મિટિંગ થયા પછી અમે ફરીથી ડેલી રુટીનમાં પરોવાઈ ગયાં. એક દિવસ કલ્યાણના અમારો પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર એસ એસ ટ્રાવેલ્સનો સંજય પૈઠણકર સુધીરને મળવા માટે ઓફિસમાં આવ્યો. કાંઈક કામ નિમિત્તે આવ્યો હશે એવો વિચાર સુધીરે કર્યો. ‘હાલમાં જ ગયા અઠવાડિયે તો મળ્યો હતો, તરત પાછા મળવા આવવાનું શું કારણ હોઈ શકે,’ એવું વિચારીને સુધીરે મિટિંગ શરૂ કરી. અમુક મેનેજર્સ સાથે અમે અલગ સ્થળે એક સ્ટેટેજી મિટિંગમાં બેઠાં હતાં. બે કલાક પછી સુધીરનો ફોન આવ્યો કે, ‘સંજય અને તેની એક ટીમ મેમ્બર અશ્ર્વિની શેવાળે આવ્યાં છે, તેમને લઈને તમારી પાસે આવી રહ્યો છું.’ અમે બધાં એટલાં પરોવાઈ ગયાં હતાં કે સુધીરને ઓકે કહ્યું પરંતુ મનમાં આવ્યું કે અરે યાર! હવે અવરોધ આવ્યો, આપણો અડધો કલાક બગડશે. જોકે પછી પોતાને સંભાળી લીધાં, ‘સંજય આટલા દૂરથી આવ્યો છે તો તેને સમય આપવો જ જોઈએ. લેટ્સ મીટ.’ સુધીરે સંજય અને અશ્ર્વિનીની ઓળખાણ કરાવી આપી અને કહ્યું, ‘આ બંનેએ આપણી ૩૩૩૩ની ચેલેન્જ સ્વીકારી છે. હજુ આ ફાઈનાન્શિયલ યરના નવ મહિના છે અને તેમણે તે માટે જરૂરી બધી મહેનત કરવાની તૈયારી રાખી છે. સંપૂર્ણ સ્ટ્રેટેજી પ્લાન તૈયાર કર્યો છે. શું કરવું પડશે, શું નહીં કરવું પડશે, આપણે જે હમણાં સુધી કરતાં આવ્યાં તેમાં શું ફેરફાર કરવો પડશે તેનો તેમણે તેમની રીતે અભ્યાસ કરીને તેઓ મારી પાસે આવ્યાં છે અને ગત બે-અઢી કલાક અમે તેના પર ચર્ચા કરી. હજુ આપણે શું શું કરી શકીએ, વીણા વર્લ્ડ કોર્પોરેટ ટીમ તમને કઈ રીતે સપોર્ટ કરી શકે તેનો અંદાજ લીધો અને હવે તેમનો આત્મવિશ્ર્વાસ વધુ વધ્યો છે. તેથી તમને પણ જાણ કરું છું. સંજયે કહ્યું, ’પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની અમારી કોન્ફરન્સ થઈ અને હું અસ્વસ્થ થઈ ગયો, આપણે જે કરી રહ્યા છીએ તેના કરતાં અલગ કાંઈક કરવું જોઈએ એવું મહેસૂસ થયું. ફક્ત ઓફિસમાં બેસીને કોઈ ફેરફાર લાવી નહીં શકાશે. તમે બતાવેલા ૩૩૩૩નો મેજિક ફિગર ઈશારો કરતો હતો. હું મારા ભાઈ પાસે, સચિન પૈઠણકર પાસે ગયો, તેને પૂછ્યું કે હું આ સપનું સાકાર કરવા માટે શું કરી શકું છું? આય મસ્ટ ડુ સમથિંગ! મારા ભાઈએ કહ્યું, ‘આવું મહેસૂસ થવું અને તેનાથી અસ્વસ્થ થવું તે તો શરૂઆત છે. અરે, ૩૩૩૩ નહીં તો દસ હજાર પર્યટકો વર્ષમાં કરવાનું સપનું જુઓ અને તું નજીકના ભવિષ્યમાં પાંચ હજારે તો પહોંચશે તેની ગેરન્ટી હું આપું છું.’ તેણે મારું મનોબળ વધાર્યું. હવે મેં મારી બાકી બધી બાબતો બાજુમાં મૂકીને તે જ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને મન:પૂર્વક પ્રયાસ કરીશ. તમારા બધાનો સાથ જોઈએ.’ સંજય સાથે આવેલી તેની ટીમ મેમ્બર અશ્ર્વિની શેવાળેએ કહ્યું, ‘ગત કોન્ફરન્સના સમયે અમને પરફોર્મન્સ એવોર્ડ મળ્યો નહોતો અને તે સમયે જ મેં સરને કહ્યું હતું કે આ સારું થયું નથી, હમણાં અહીં જ નક્કી કરીએ કે આગામી કોન્ફરન્સમાં આપણે એવોર્ડ લઈને જ જઈશું. અને આ વર્ષે અમે એવોર્ડ મેળવ્યો. એટલે કે નક્કી કર્યું હતું તો પછી આ વર્ષે કેમ નહીં આ ચેલેન્જ સ્વીકારવી? સંજય સરની એસ એસ ટ્રાવેલ્સની પ્રગતિ થાય તો અમારી થશે.’ અશ્ર્વિની સીધીસાદી યુવતી જણાઈ. અગાઉ તે બોલતી હતી ત્યારે તેની આંખોમાં આત્મવિશ્ર્વાસની ચમક મને મહેસૂસ થઈ હતી. તેના શબ્દ એકદમ મનના ઊંડાણમાંથી આવતા હતા અને આ યુવતીએ ‘ફાયર ઈન ધ બેલી’ એટલે શું તેની જાણ અમને કરી આપી. તેનો આત્મવિશ્ર્વાસ જોઈને મારી સાથે ત્યાંના દરેકની આંખોમાં ચમક આવી, અમારી આઈટીની વૈભવી સોમણ તો એકદમ ઈમોશનલ બની ગઈ. એકાદ બાબત સાકાર કરવાનો પ્રામાણિક જોશ અમારી સામે ઊભો હતો. કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમાં આવી પ્રામાણિક જોશીલી, વચનબદ્ધ અને ફુલ્લી ફોકસ્ડ ટીમ હોય તો તમારી સફળતાના માર્ગમાં અવરોધ બનવાની કોની વિસાત છે? ‘ઓર્ગેનાઈઝેશનની વૃદ્ધિ થાય તો દરેકનો ગ્રોથ છે, તેમાં દરેકનો વિકાસ છે,’ આ આપણે સર્વત્ર સાંભળીએ છીએ. જોકે મને થોડું અલગ રીતે તે વધુ બરોબર લાગે છે. અશ્ર્વિની જેવી અનેકોની બનેલી ટીમ જો તેમના પેશન અને કમિટમેન્ટના જોરે વિકાસ તરફ આગળ વધે તો તેમની અંદરનો ઉત્સાહ વધુ વધવા લાગશે અને પછી સંજયની એસ એસ ટ્રાવેલ્સ વધશે અને એસ એસ ટ્રાવેલ્સ જેવા અમારા અનેક પાર્ટનર્સ જ્યારે ગતિથી પ્રગતિ કરશે ત્યારે વીણા વર્લ્ડની પણ પ્રગતિ થઈ શકશે. સંજયની મુલાકાત અગાઉ અવરોધ લાગતી હતી તે અમને ખરેખર તો ઘણું બધું શીખવી ગઈ હતી.

વધુ એક બાબત મને જણાઈ કે સંજય જ્યારે આ પ્રપોઝલ લઈને આવ્યો ત્યારે આપણા તરફથી શું શું મદદ કરી શકાશે તેનો વિચાર અમારી ટીમ કરવા લાગી. એટલે કે, એકાદ બાબત સારા હેતુથી, પ્રામાણિકતાથી કરવાની જીદ રાખવામાં આવે તો ચારે બાજુથી તેને સપોર્ટ કરવા માટે હાથ મદદે આવે છે. મારા બોલીવૂડ પ્રેમી મનને એક ડાયલોગ યાદ આવ્યો, ‘અગર કિસી ચીજ કો દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ ‘હિંમ્મત કર’ એવું આપણા બુઝુર્ગો આપણને કાયમ કહેતા આવ્યા છે અને તે જ હિંમત કરવાની હિંમત આપણે કરવી જોઈએ. દુનિયામાં ગમે તેવી ઊથલપાથલ થાય તો પણ ‘ફાયર ઈન ધ બેલી’ જો આપણી અંદર જીવંત હોય તો આપણે કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ બાબતનો સામનો કરી શકીએ છીએ. સ્પર્ધા એટલે ઉત્તમ તક છે અને આપણે ‘ફાયર ઈન ધ બેલી’ સાથે તેનો સામનો કરવો જોઈએ. તેનું સોનું કરવું જોઈએ, તે શક્ય છે, સો ટકા! એક વાર એક મિત્રે બીજા મિત્રને કાળજીના સૂરમાં કહ્યું, ‘અરે મેરા પૂરા ઘર જલકે રાખ હો ગયા, સિર્ફ મૈં બચ ગયા.’ પહેલા મિત્રે તેને કહ્યું, ‘અરે સાલે, ફિર જલા હી ક્યા હૈ?’ આ નાનો સંવાદ બહુ મોટો અર્થ આપણને કહી જાય છે. લેટ્સ નેવર ફર્ગેટ, વી હેવ ઈમ્મેન્સ પાવર એન્ડ વી કેન મેક ઈમ્પોસિબલ પોસિબલ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*