ચાલો દેવોની નગરીમાં-બાલી

0 comments
Reading Time: 6 minutes

હિંદુ ધર્મમાં બાલીનું અનોખું રૂપ આપણા કુતૂહલનો ભાગ બને છે તેટલું જ ત્યાંનું નિસર્ગ, નિર્મળ પાણી, મનમોહક દરિયાકાંઠા, અપ્રતિમ બીચીસ અને આપણને બેક ઈન એકશન આવવાની ફરજ પાડતી રોમાંચક વોટર સ્પોર્ટસ બાલીની વધુ નિકટ જવા માટે આપણી ઉત્સુકતામાં ઉમેરો કરે છે.

બાલી… દેવોની નગરી… આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પર્યટનનું આકર્ષણ છે. આ દેવોની નગરીમાં પગલું મૂકતાં જ આપણા પણ અજાણતાં જ આપણે બાલીના પ્રેમમાં પડીએ છીએ. હિંદુ ધર્મમાં બાલીનું દેખાતું અનોખું રૂપ જેટલું આપણા કુતૂહલનો ભાગ છે તેટલું જ ત્યાંનું લીલુંછમ નિસર્ગ, નિર્મળ જળ, મનમોહક દરિયાકાંઠા અને આપણને બેક ઈન એકશન આવવાની ફરજ પાડનાર રોમાંચક વોટર સ્પોર્ટસ બાલીની વધુ નજીક જવાની આપણી ઉત્સુકતામાં ઉમેરો કરે છે. આ નગરીમાં આપણે અહીંના લોકોની સ્નેહભરી મહેમાનગતીથી મોહિત થઈ જઈએ છીએ. અહીંના બધી સુખસુવિધાઓથી સજ્જ ક્લાસિક રિસોર્ટમાં આરામદાયક સ્ટે એટલે પારકી નગરીમાં પણ પોતીકાપણાનો અનુભવ બની રહે છે. બાલીમાં આ અપ્રતિમ આવિષ્કારે અમારી પર્યટનની તરસ સંપૂર્ણ તૃપ્ત કરી છે અને વીણા વર્લ્ડ પર્યટકો માટે લાવી છે નવા ઢંગનું, નવા રંગનું મેજિકલ બાલી.

વીણા વર્લ્ડની બાલી સહેલગાહમાં એક અદ્ભુત અનોખી દુનિયા અનુભવવા મળે છે એ 100 ટક્કા સોનાની વાત છે… બાલીમાં વિશાળ ભૂરો સમુદ્ર, અનોખા વાસ્તુશિલ્પ, અતિથિ દેવ ભવ:ની પગલે પગલે પ્રચીતિ તમારા મન પર એક આગવી છાપ ઊભી કરે છે. સાંસ્કૃતિક રાજધાની ઉબુડ, બીચ ડેસ્ટિનેશન નુસા દુઆ, હેપનિંગ પ્લેસ કુટા જેવાં પ્રસિદ્ધ શહેરો, સમુદ્રમાંનાં અપ્રતિમ પ્રાચીન મંદિરો, એલિફન્ટ કેવ્ઝ, તેગાલ્લાલાંગ રાઈસ ટેરેસ, જ્વાળામુખીમાંથી તૈયાર થયેલો બાટુર લેક, તાંજુંગ બેનોઆની ટર્ટલ આઈલેન્ડ ટુર, ગ્લાસ-બોટમ બોટ, સ્નોર્કેલિંગ, કેચક ડાન્સ, અફલાતૂન દેવદાન શો, અવિસ્મરણીય રિવર રાફ્ટિંગ આ બધું જોઈને અને અનુભવીને પર્યટકો ચકિત નહીં થાય તો જ નવાઈ. આ બધું વીણા વર્લ્ડની સાત દિવસની સહેલગાહમાં સમાવિષ્ટ છે અને આ ઓલ ઈન્ક્લુઝિવ સહેલગાહની કિંમત ફક્ત પંચોત્તેર હજાર પિયા છે.

બાલીનાં સૌથી લોકપ્રિય સ્થળદર્શનમાંથી ખાસ છે સમુદ્ર નજીક ઉલુવાટુ અને તાનાહ લોટ મંદિરો. ઉલુવાટુ અને તાનાહ લોટ મંદિરોની ચારે બાજુ ઘેરાયેલો સમુદ્ર આ જગ્યાની જાણે રખેવાળી કરે છે. તેનું ફીણવાળું રૂપ જોઈને ડર લાગતો નથી, પરંતુ તેમાં પણ સૌંદર્યના ક્રોધની એક ઝાંખી જોવા મળે છે. ઉલુવાટુ ખાતે પ્રભુ રામચંદ્ર અને સીતા માતાની કથાઓનું નૃત્ય સ્વરૂપમાં અત્યંત સુંદર કથન કરનારો કેચક ડાન્સ એટલે બાલીની સાંસ્કૃતિક કળાના માધ્યમથી જોઈ શકાતો સંગીત નાટકનો સુંદર અધ્યાય છે. લીલોતરી લાભેલા ઉબુડનો પ્રાંત એટલે જાણે એક ગુમ નંદનવન છે. પુરાતન ભારતનો એક નાનો ભાગ અહીં છુપાઈને બેઠો છે. ઉબુટમાં કલાત્મક મ્યુઝિયમ્સ જોઈને બાલીની સમૃદ્ધ કળા પરંપરા આપણી આંખો સામે તરી આવે છે, જ્યારે ઉબુડ નજીક લીલીછમ ભાતની ખેતી જોઈને આંખોને સુખ મળે છે. જાગૃત જ્વાળામુખીનો આનંદ આપનારો માઉન્ટ બાટુર પર્વત અને તેમાંથી નીકળેલા બાટુર લેક નજીકનું નિસર્ગ ધ્યાન ખેંચીને રહે છે.

‘આઈલેન્ડ ઓફ ગોડ્સ’ તરીકે ઓળખવામાં આવતા આ દેવોના ગામમાં જવા માટે ફેમિલી ટુર્સ, સ્પેશિયાલિટી ટુર્સ સાથે વીણા વર્લ્ડની સિગ્નેચર હોલીડેઝનો ઈન્ડિપેન્ડન્ટ ટુર્સનો ઓપ્શન પણ છે. આમાં પર્યટકો પોતાને ગમે તે રીતે બાલી પ્લાન કરી શકે છે. ગમે તેટલા દિવસ, ગમે ત્યાં, પર્યટકો પોતાના મનના રાજા અને બાલીના આહલાદક એક્સપીરિયન્સના દાવેદાર બનવાનો લાભ સિગ્નેચર ઈન્ડિપેન્ડન્ટ ટુરમાં લઈ શકાય છે .

બાલી પર્યટકોની મુલાકાતે લાવતી વખતે વીણા વર્લ્ડે મનોરંજનનો બોનસ પણ સાથે આપ્યો છે ‘ચલા હવા યેઉ દ્યા’ના કલાકારોને બાલીમાં મળવાની તક આપીને. આ ટીમ સાથે બાલી ટુર હવે જાન્યુઆરીમાં છે. આ વિશ્વપ્રવાસની બાલી માટેની અલગ અલગ ટુર્સ એટલે 9 જાન્યુઆરીથી ચાર દિવસની બાલી હાઈલાઈટ્સ, સાત દિવસની બાલી મેજિક અને બાલી સિનિયર્સ સ્પેશિયલ અને બાલી વુમન્સ સ્પેશિયલ. આ ટુર્સની ડિમાન્ડ ભરપૂર હોવાથી પર્યટકોએ ઝડપથી બુકિંગ કરવાનું મહત્ત્વપૂર્ણ બની રહેશે. અર્થાત, આ તક સાથે વીણા વર્લ્ડની ઉત્કૃષ્ટ સહેલગાહ કાર્યક્રમની ખુશી પણ લઈ શકાશે.

ગયા થોડાં વર્ષથી બાલી એકાંત ચાહતા હનીમૂનર્સને બહુ આકર્ષે છે. અહીંના રમણીય બીચીસ, ભૂરાં પાણી, ત્યાંની શાંતિ, તે વાતાવરણમાં પ્રેમના નવા રંગ… બધું જાણે હનીમૂનર્સને જોઈતું હોય છે. આયુંગ રિવરમાં રિવર રાફ્ટિંગનો રોમાંચક અનુભવ પણ આજની જનરેશનને જોઈતો હોય છે. લગ્નની સીઝન હવે શરૂ થઈ રહી છે ત્યારે હનીમૂન ક્યાં? એવો વિચાર કરીને બેસી રહેવા કરતાં વીણા વર્લ્ડની હનીમૂન સ્પેશિયલ બાલી સહેલગાહનો વિકલ્પ ફાઈનલ કરી નાખવાનું હનીમૂનર્સ માટે ઉત્તમ ડિસીઝન બની રહેશે. સાત દિવસની વીણા વર્લ્ડની હનીમૂન સ્પેશિયલ બાલી સહેલગાહ હનીમૂનર્સ માટે પ્રેમના નવા રંગની મોસમનો અનુભવ કરાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને હનીમૂનર્સ માટે ઈન્ડિપેન્ડન્ટ પેકેજીસ પણ છે.

વીણા વર્લ્ડની માઈસ ટુર્સ માટે બાલી ઉત્તમ સુખસુવિધાઓથી સુસજ્જ છે. દુનિયાની અત્યાધુનિક કોન્ફરન્સ ફેસિલિટીઝ ધરાવતા અમુક સર્વોત્તમ રિસોર્ટસ બાલીમાં છે. અનેક રિસોર્ટસમાં 500 કરતાં વધુ રૂમ્સ છે. રિવર રાફ્ટિંગ, વોટર સ્પોર્ટસ, જ્વેલરી મેકિંગ જેવી અનેક ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝને લીધે અને સાથે મનોરંજનના અનેક ઓપ્શનને લીધે એફોર્ડેબલ કિંમતમાં બાલીની માઈસ ટુર એક બેસ્ટ ઈન્સેન્ટિવ ટુર નીવડી શકે છે અને બાલી મિટિંગ્સ, ઈન્સેન્ટિવ્ઝ, કોન્ફરન્સીસ અને ઈવેન્ટ્સનું એક ઉત્તમ માઈસ ડેસ્ટિનેશન નીવડે છે.

તો પર્યટકો, આ નવુંનક્કોર ડેસ્ટિનેશન આપણને સાદ આપે છે. તો ચાલો, વીણા વર્લ્ડની ‘આઈલેન્ડ ઓફ ગોડ્સ’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સાત દિવસની બાલી સહેલગાહ પર, નિસર્ગનો અને કળાનો અપરંપાર આવિષ્કાર નજીકથી જોવા માટે. ચાલો, બેગ ભરો, નીકલ પડો!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*