ચાલો દુનિયાની ટોચે

0 comments
Reading Time: 6 minutes

વીણા વર્લ્ડ શરૂ થયાની પહેલી જાહેરાત અમે આપી અને ઘણા બધા લોકોએ પ્રશ્ર્ન પૂછ્યો, ‘જાહેરાત મસ્ત છે, પણ તેમાં ઉપયોગ કરવામાં આવેલો ફોટો ક્યાંનો છે?’ નીચે ડાબી બાજુમાં આપેલો છે તે જ ફોટો, જે ‘પેરિતો મોરેનો ગ્લેશિયર’નો છે. આ અપ્રતિમ સ્થળ આપણે સાઉથ અમેરિકાની સહેલગાહમાં જોઈએ છીએ.

પૃથ્વી ગોળ છે, તેથી જ અમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને પ્રમાણ માનીને તેમના સુધી એક પર્યટક તરીકે કઈ રીતે પહોંચી શકાય તેનો વિચાર થોડાં વર્ષ પૂર્વે કર્યો અને હવે પર્યટક દર વર્ષે વીણા વર્લ્ડ સાથે નોર્ધર્ન લાઈટ્સ અને એન્ટાર્કટિકા ક્રુઝ નિમિત્તે જેટલું શક્ય હશે તેટલું આ બંને ધ્રુવ નજીક જવાનો પ્રયાસ કરે છે. આજે આવી જ એક દુનિયાની ટોચ તરીકે સંબોધવામાં આવતા બે ખંડનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો છે. તેનું કારણ એ છે કે ફેબ્રુવારીમાં ત્યાં બે સહેલગાહ જઈ રહી છે. ‘રિયો કાર્નિવલ’ બ્રાઝિલના ‘રિયો ધ જાનેરો’ શહેરમાં યોજવામાં આવતી વિશ્ર્વપ્રસિદ્ધ ઉજવણી છે. તેને ધ્યાનમાં રાખીને અમે દર વર્ષે સાઉથ અમેરિકાની, આ ખંડના મહત્ત્વના પાંચ દેશોની મુલાકાત લેતી, દુનિયાનાં અનેક વિખ્યાત આશ્ર્ચર્યોનો સમાવેશ ધરાવતી સહેલગાહ આયોજિત કરીએ છીએ. તો પછી આટલું લાંબું જઈ રહ્યા છીએ ત્યારે વધુ આગળ જઈને એન્ટાર્કટિકા એક્સપીડિશન કરીને, સાતમા ખંડની સફર કરીએ એવો વિચાર અમારો અને પર્યટકોનો પણ હોય છે, જેથી એક સમયના વિમાન ખર્ચની થોડા લાખોની બચત થઈ શકે છે.

સાઉથ અમેરિકાને અનેક વરદાન લાભ્યાં છે, જે આપણે આપણી સહેલગાહમાં જોઈએ છીએ. દુનિયાનું સૌથી મોટું એમેઝોનનું જંગલ સાઉથ અમેરિકામાં છે. એેમેઝોન જંગલ જે નદીના કાંઠે વસેલું છે તે દુનિયાની સૌથી મોટી નદી છે અને લંબાઈની બાબતમાં દુનિયામાં બે નંબરની એેમેઝોન રિવર સાઉથ અમેરિકામાં છે. અહીંના બ્રાઝિલ અને આર્જેન્ટિના દેશોને લાભેલા ઈગ્વાસુ ફોલ્સની મુલાકાત લીધા પછી ફર્સ્ટ લેડી ઓફ અમેરિકા- એલેનોર રુઝવેલ્ટ કહેતાં હતાં, ‘પુઅર નાયગરા.’ તેમના આ વિધાનથી ઈગ્વાસુ ફોલ્સના આયુષ્યનું ભલું થયું અને તે જોવા માટે દુનિયાભરના પર્યટકોમાં ખેંચતાણ થવા લાગી. પેસિફિક મહાસાગરના કિનારા નજીક એક હજાર કિલોમીટર્સ લાંબા, દુનિયાના ડ્રાયેસ્ટ ડેઝર્ટ ‘અટાકામા’ ચિલી અને પેરૂ એમ બે દેશોમાં વિભાજિત થયા છે. દુનિયામાં સૌથી લાંબી સાત હજાર કિલોમીટર્સની માઉન્ટન રેન્જ એટલે ‘એન્ડીઝ’ આર્જેન્ટિના, ચિલી, બોલિવિયા, પેરૂ, ઈક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલા એમ સાઉથ અમેરિકન દેશોમાં ફેલાયેલા છે. અટાકામા ડેઝર્ટનો ભાગ પણ આ એન્ડીઝમાં આવે છે. દુનિયામાં સૌથી ઊંચાઈ પર વસેલી કેપિટલ સિટી એટલે બોલિવિયાની રાજધાની ‘લા પાઝ.’ જહાજોના પરિવહન માટે ખુલ્લો અને દુનિયામાં સૌથી ઊંચાઈ પરનો ‘લેક ટિટિકાકા’ પેરૂ દેશ સાઉથ અમેરિકામાં છે. આવા અનેક નેચરલ વન્ડર્સ સાથે સાઉથ અમેરિકા સજ્યું છે ‘ન્યૂ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ’માંનાં બે અદભુત આશ્ર્ચર્યોથી. તેમાંથી એક ઈન્કા સામ્રાજ્યનો અવશેષ ‘માચુપિચુ’ અને બીજું ‘ક્રાઈસ્ટ ધ રિડિમર’નું ભવ્ય પૂતળું છે. સાઉથ અમેરિકામાં એકંદરે બાર દેશ છે, જેમાંથી પાંચ મહત્ત્વના દેશોની આપણે મુલાકાત લઈએ છીએ.

હાલમાં થોડું એન્ટાર્કટિકા વિશે જાણી લઈએ. આજકાલ પર્યટકોની તે પહોંચની બહાર છે. તેના પર કોઈ પણ દેશની માલિકી કે અધિકાર નથી. આટલું જ નહીં, આ ખંડ પર એકેય શહેર નથી અને કાયમી સ્વરૂપની માનવી વસતિ પણ નથી. વર્ષભર અહીં દૂધ જેવા સફેદ બરફનું સામ્રાજ્ય હોય છે. આ દુનિયામાં એકમાત્ર એવો ખંડ છે કે જ્યાંની અધિકૃત ભાષા નથી, જ્યાં અધિકૃત ચલણ નથી અને જેને અધિકૃત રાજધાની પણ નથી. દુનિયાના કુલ બરફમાંથી આશરે 90% બરફ એન્ટાર્કટિકા પર જમા છે. આથી દુનિયાના મીઠા પાણીમાંથી 70% પાણી આ ખંડ પર બરફના રૂપમાં જમા થયેલું છે. બરફથી ઢંકાયેલા એન્ટાર્કટિકા ખંડ પર માનવી સૌપ્રથમ 1821માં પહોંચ્યો હતો. બદનસીબે 1957 વર્ષમાં ‘ઈન્ટરનેશનલ જિયોફિઝિકલ ઈયર’ ઉજવણી કરતી વખતે એન્ટાર્કટિકાના રક્ષણ માટે અમુક નિયમો તૈયાર કરવામાં આવ્યા અને ત્યારથી આ ખંડ પર ફક્ત શાસ્ત્રીય સંશોધનને પરવાનગી આપવામાં આવી છે. આપણા ભારતનું પણ સંશોધન મૂળ એન્ટાર્કટિકા પર છે. આપણા ત્યાં શિયાળો હોય ત્યારે ત્યાં ઉનાળો હોય છે. આથી આપણે નવેમ્બરથી એપ્રિલના સમયગાળામાં એન્ટાર્કટિકાની મુલાકાત લઈ શકીએ.           એન્ટાર્કટિકા જવા માટે આપણને સાઉથ અમેરિકાના આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયરેસ શહેરમાંથી એન્ટાર્કટિકાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા ‘ઉશુઆયા’ શહેરમાં જવું પડે છે. ઉશુઆયાથી જ આપણી એન્ટાર્કટિકાની ક્રુઝ નીકળવાની હોય છે. એન્ટાર્કટિકામાં જતી વખતે માર્ગમાં ‘ડ્રેક પેસેજ’ પાર કરવો પડે છે. આ સ્થળે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોનું મિલન થાય છે અને આપણને ‘રફ સી’ એટલે શું તે સમજાય છે. આ સહેલગાહમાં આપણે એન્ટાર્કટિકા પેનિનસુલાના સાઉથ શેટલેન્ડ આઈલેન્ડ્સની મુલાકાત લઈએ છીએ. આપણે આપણી ક્રુઝમાંથી, નાની બોટમાં- જેને ‘ઝોડિયાક’ કહેવાય ત્યાં ઊતરીએ છીએ અને કુશળ નાવિક આપણને ફેરવતાં ફેરવતાં અલગ અલગ ટાપુ પર લઈ જાય છે. આ બરફના રાજ્યના રહેવાસી પેન્ગ્વિન્સ, સીલ્સ, વ્હેલ્સ જળચર પ્રાણી છે. આથી એન્ટાર્કટિકા પર સ્થળદર્શન એટલે અહીંની અનોખી ‘વાઈલ્ડ લાઈફ’ છે. આપણને અહીં ચિનસ્ટ્રેપ પેન્ગ્વિન્સની કોલોની જોવા મળે છે. માંડ દોઢ-બે ફૂટ ઊંચા આ પેન્ગ્વિન્સ સેંકડોની સંખ્યામાં જોવા મળે છે ત્યારે જીવનમાં કશુંક નહીં જોયેલું જોઈ રહ્યા છીએ તેની ખાતરી થાય છે. જોકે આપણી ક્રુઝની સામેથી મહાકાય વ્હેલ્સ ક્યારેક પોતાની ભવ્ય પૂંછડી બતાવીને તો ક્યારેક માથા પરથી છલાંગ લગાવીને પાણીના ફુવારા ઉડાવી જાય ત્યારે એ ખાતરી થાય છે કે આપણે ખરેખર આ દુનિયાથી અલગ ભૂમિ પર, દુનિયાને ટોચે આવ્યા છીએ. અમે જઈને આવ્યાં તેને દસ વર્ષ પૂરાં થઈ ગયાં છે પણ આજે સુધ્ધા તે પ્રિસ્ટીન- પવિત્ર નિસર્ગચિત્ર આંખો સામે જેમનું તેમ ઊભું છે.

ફેબ્રુવારી 2019માં રિયો કાર્નિવલનું નિમિત્ત સાધીને આ સહેલગાહ આયોજિત કરવામાં આવી છે. આપણે સાઉથ અમેરિકા અને એન્ટાર્કટિકા બંને સહેલગાહ એકત્રિત કરી શકીએ અથવા ફક્ત સાઉથ અમેરિકા, ફક્ત એન્ટાર્કટિકા, ફક્ત બ્રાઝિલ એમ નાની સહેલગાહની પાર્ટ ટુર લઈ શકાય. સો ચલો, બેગ ભરો, નિકલ પડો! આ વખતે દુનિયાની ટોચે, એક હટકે સહેલગાહ પર.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*