કોઈ માર્ગ ચોક્કસ નીકળશે!

0 comments
Reading Time: 10 minutes

કોઈ માર્ગ ચોક્કસ નીકળશે, ભગવાન આ રીતે નધણિયાતા નહીં છોડી દે એવુ લાગતુ હતુ પણ લાગવુ અને તે થવુ તેમા મોટુ અતર હતુ. લોજિકલી તે થવુ શક્ય જ નહોતુ. જોકે ચમત્કાર સર્જાય તેવી બાબતો સાક્ષાત બને છે તેવો આપણને જીવનમા અનેક વાર પરચો થાય છે. આથી જ આશા રાખવાની, આશા ક્યારેય છોડવાની નહીં. કાઈક સારુ ચોક્કસ બનીને રહે છે.

ફક્ત આકાશ તરફ જોવાનુ અને કહેવાનુ, ‘મને આમાથી તારવી લેશો’ અને પછી ફક્ત તે જ તારવવા માટે હોય છે. વર્ષમા એક વાર આવો વારો સામે આવી જાય છે. બધી બાજુથી પ્રયાસ ચાલુ હોય છે પણ કશુ પણ કરતા સફળતા મળતી નથી. આ પછી મનને સમજાવવુ પડે છે, ‘સર્વ પ્રયાસો કર્યા છે, હવે શાતિથી રિઝલ્ટની વાટ જો, કોઈ માર્ગ ચોક્કસ નીકળશે, સારુ થઈને રહેશે.’ ગયા વર્ષે ૭ મે નો દિવસ, ઉનાળાની રજાનો આ સમયગાળો એટલો સુપરપીક સીઝન હોય છે કે દિવસમા મુબઈ એરપોર્ટ પરથી દેશવિદેશમા વીણા વર્લ્ડની ૮૦ થી ૧૦૦ સહેલગાહ પ્રસ્થાન કરતી હોય છે. રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠ્યા પછી ચેક કરવાનુ કે બધા ડિપાર્ચર્સ વ્યવસ્થિત નીકળ્યા છે મુબઈથી અને પોતપોતાના માર્ગ પર છે ને? બધુ વ્યવસ્થિત છે એવુ જાણવા મળે એટલે હાશ કહેવાનુ અને દિવસ શરૂ કરવાનો. આમ જોવા જઈએ તો તે રૂટીન જ બની ગયુ છે, કારણ કે વર્ષના ૩૬૫ (આ વર્ષે ૩૬૬) દિવસ અમે પર્યટન ચાલુ રાખીએ છીએ. દુનિયામા ક્યાક ને ક્યાક રહેલી સીઝન-ઓફફ-સીઝનનો ફાયદો લઈને પર્યટન બધા માટે એફોર્ડેબલ બનાવવાનુ અને વ્યવસાયનુ ચક્ર ચાલુ રાખવાનુ. સસ્થા મોટી થવી જોઈએ, ટીમ વધવી જોઈએ, જેથી ફક્ત સીઝન્સ પર આધાર રાખી નહીં શકાય. ઓફફ-સીઝન કે લો સીઝનમા મારી ટીમ, એસોસિયેટ્સ, સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટર્સ, એરલાઈન્સ એમ બધાના હાથોમા કામ હોવુ જ જોઈએ ને.

તો આ ૭ મેના દિવસે અનેક ફ્લાઈટ્સથી વીણા વર્લ્ડના પર્યટકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ, સ્કેન્ડિનેવિયામા નીકળ્યા હતા. બધા વિમાનોએ અહીંથી બરોબર ઉડાણ ભર્યાં, જેથી અમે  શાતિથી નિદ્રાધીન થયા. બીજા દિવસે બપોરે જાણવા મળ્યુ કે ‘યુરોપિયન ડિલાઈટ’ નામે નવ દિવસની યુરોપ સહેલગાહનુ વિમાન અહીંથી તો નીકળ્યુ પણ તે લડનમા પહોંચવાને બદલે માર્ગમા વચ્ચે જ વ્હિણન્નામા ઉતારવામા આવ્યુ છે. ટેક્નિકલ ઈશ્યુને લીધે ‘ઈમરજન્સી લેન્ડિગ એટ વિયેના.’ હે ભગવાન! આ મોટો પ્રોબ્લેમ આવી ગયો હતો. વ્હિણન્નાના એટલે ઓસ્ટ્રિયાની રાજધાની. ઓસ્ટ્રિયા યુરોપમા આવે છે, જે માટે શેંગેન વિઝાની જરૂર પડે છે, જે આ સહેલગાહમા બીજા દિવસથી શરૂ થવાના હતા. આથી જો આજે વૈકલ્પિક વ્યવસ્થા થઈ નહીં અને વ્હિણન્નામા રહેવુ પડ્યુ તો વિઝા નહીં હોવાથી એરપોર્ટ પર જ રાત વિતાવવી પડશે. અહીંથી મુબઈથી એરલાઈન્સની ટીમ બધી મદદ કરતી હતી. દિવસ આગળ વધતો હતો તેમ ધ્યાનમા આવવા લાગ્યુ કે વિમાનમા જે કાઈક ટેકનિકલ બગાડ થયો છે તે આજે દુરસ્ત થવા જેવો નથી. વ્હિણન્નાથી બીજી ફ્લાઈટથી લડનમા લઈ જવા માટે એરલાઈન્સ પ્રયાસ કરતી હતી, પરતુ તે દિવસની બધી ફ્લાઈટ્સ ચોકોબ્લોક હતી. અતે વ્હિણન્ના એરપોર્ટ ઓથોરિટી- આપણી એરલાઈન્સ અને અમે બધાએ સિક્યુરિટીના અખત્યારમા (કારણ કે વિઝા નહોતા) પર્યટકોને એક હોટેલમા લઈ ગયા. થાકેલા પર્યટકોને એટલીસ્ટ હોટેલ સ્ટે મળ્યા પછી આશિક હાશકારો થયો હશે. અમારા ટુર મેનેજર પ્રશાત સાવે, વ્હિણન્ના એરપોર્ટ ઓફિશિયલ્સ, ભારતમાની એરલાઈન્સના અધિકારી અને અમારી એર રિઝર્વેશન્સ ટીમ કામે લાગી. ૪૨ પર્યટકોનુ ગ્રુપ, લડનની કોઈ પણ ફ્લાઈટમા આટલા પર્યટકોને એકત્ર અથવા અલગ અલગ કરીને પણ સીટ્સ મળતી નહોતી. તેમને એક વિકલ્પ સૂચવ્યો, પેરિસની ટિકિટ્સ પાચ ફ્લાઈટમાથી અલગ અલગ કરીને મળી શકશે, બીજા દિવસે તે લેશો? વિચાર કરવાનો સમય નહોતો, કારણ કે તે ટિકિટ્સ પણ ખતમ થઈ જાય તો વધુ વિકટ પરિસ્થિતિ આવી પડી હોત. પર્યટકોને વ્હિણન્નામાથી બહાર કાઢવાનુ મહત્ત્વનુ હતુ. અમે ‘હા’ કહ્યુ. બીજા દિવસે ફ્રાન્સના શેંગેન વિઝા શરૂ થવાના હતા, જેથી બધા પેરિસમા ઓફિશિયલી ઊતરી શકતા હતા. પર્યટકો પાચ બેચીસમા અલગ થઈને પેરિસના વિમાનમા બેઠા. પ્રશાતે એરપોર્ટ ઓથોરિટી સાથે અમારી બેગેજીસ આ ફ્લાઈટમા લોડ થઈ છે ને તેની ખાતરી કરી લીધી અને બધા પેરિસ તરફ નીકળ્યા. ટૂકમા આ પર્યટકોનુ લડન જોવાનુ રહી ગયુ. લડનમા જવુ તે દરેકના જીવનનુ સપનુ હોય છે અને લડન નહીં જોવા મળે એ જાણ થતા ત્યા શુ થયુ હશે તેની કલ્પના નહીં કરેલી સારી. પ્રશાત પર્યટકો સાથે બોલતો હતો, અમારી ગેસ્ટ રિલેશન ટીમ અહીંથી સપર્કમા હતી. પર્યટકોના ઋણી અને આભારી છીએ, કારણ કે તેઓ ગુસ્સો થયા હતા પરતુ સપોર્ટ પણ કરતા હતા. બધા નિરાશ થયા હતા. પરિસ્થિતિનો ભોગ બનવુ કેવુ હોય છે તેનો બધાને અનુભવ થયો હતો. અર્થાત હવે પેરિસમા ઊતર્યા પછી કમસેકમ આગળની ટુર વ્યવસ્થિત પાર પડશે એવી આશાથી અમને થોડો હાશકારો થયો હતો.

જોકે અહીંથી આ સહેલગાહની મુશ્કેલી પૂરી થઈ નહોતી. બધા પેરિસમા ઊતર્યા અને ધ્યાનમા આવ્યુ કે કોઈની બેગેજીસ આવી નથી. હવે ચરમસીમા આવી ગઈ હતી. પર્યટકોનો સયમ તૂટી જવાનુ સ્વાભાવિક હતુ. પહેલા જ લડન જોવાનુ રહી ગયુ હતુ અને હવે નવો પ્રોબ્લેમ સામે આવ્યો હતો. નક્કી થયા પ્રમાણે એકાદ વાત બને નહીં એટલે તેમા આવા વધુ પ્રોબ્લેમ્સ આવતા રહે છે એવુ જ કાઈક બન્યુ હતુ. પર્યટકો પાસે બદલવા માટે કપડા નહોતા. પેરિસ ગમે તેટલુ સુદર હોય તો પણ તે એન્જોય કઈ રીતે કરવુ એવો હવે પ્રશ્ર્ન હતો. વ્હિણન્ના એરપોર્ટ ઓથોરિટી, ‘આગળની ફ્લાઈટથી બેગેજ મોકલી રહ્યા છીએ,’ એવુ આશ્વાસન આપતી હતી. બે વાર પેરિસ એરપોર્ટ પર ફેરીઓ થઈ. ત્રણ બેગ એરલાઈન્સે હોટેલ પર મોકલી અને સાત બેગ પર્યટક અને પ્રશાતે જઈને એરપોર્ટ પરથી લીધી. ટૂકમા, સામાન હવે વેરવિખેર થઈ ગયો હતો. બેગ મળે ત્યા સુધી પર્યટકોને પ્રત્યેકી અમુક પૈસા આપીને હગામી ચીજો લેવા કહ્યુ. રોજ બેગ અહીં આવશે, ત્યા આવશે એમ કરતા કરતા ગ્રુપ સ્વિટઝર્લેન્ડ પહોંચ્યુ. ત્યા વધુ દસ બેગ મળી હોટેલમા અને તેર બેગ ઝ્યુરિક એરપોર્ટ પરથી અમારા લ્યુસર્નમાના તદુર રેસ્ટોરાના સઈદ ભાઈએ પોતે જઈને કબજામા લીધી અને પર્યટકોને સોંપી. પર્યટકોને બેગોની બાબતમા બહુ ગુસ્સો આવ્યો હતો. મારી સાથે પણ તેમનો ઈમેલ વ્યવહાર ચાલુ હતો. પ્રશાતે પર્યટકોની આ બધી મુશ્કેલીઓમા પણ બહુ સારો સાથ આપ્યો હતો. સ્થળદર્શન પણ ચાલુ હતુ. હવે ટુર મેનેજર પ્રશાતની બેગ અને હજુ છ બેગ અને એક બેબી પ્રેમ મળવાના બાકી હતા.

પર્યટકોએ લડનની આશા લગભગ છોડી દીધી હતી, પરતુ અમને તે જ વાત બહુ દુ:ખદાયક લાગતી હતી. ૧૫ મેના રોમથી સહેલગાહ પાછી આવવાની હતી. ટુર પૂરી થતી હતી, અમને તેમનુ લડન થાય એવુ લાગતુ હતુ પણ ૪૨ પર્યટકોને રોમથી લડનમા લઈ જવાનુ અને લડનથી મુબઈમા લાવવાનુ શક્ય નહોતુ. તે પીક સીઝનમા આટલી બધી ટિકિટ્સ ક્યાથી મળશે? કોઈ આટલો ખર્ચ કરશે? જોકે તે સમયે આપણી નેશનલ કેરિયર મદદે આવી. જે બન્યુ હતુ તેનો કોઈ જ ઈલાજ નહોતો, પરતુ આ પછી આપણે શુ કરીએ છીએ તે મહત્ત્વનુ હતુ. અમારી આજીજીભરી વિનતીને તેમણે બહુ સારી રીતે માન્ય કરી અને તે પીક સીઝનમા એર ઈન્ડિયાએ અમને રોમથી લડન અને તે પછી લડન-મુબઈ એમ ૪૨ સભ્યોની સુવિધા કરી આપી. આ બધુ થયા પછી આખોમાથી ખુશીના આસુ આવી ગયા. હવે અમારા પર્યટકો લડન જોઈ શકવાના હતા. આ વાતની ખુશી ખરેખર શબ્દોમા વર્ણવી શકાય એવી નથી. હજુ અમે પર્યકોને કાઈ કહ્યુ નહોતુ, કહેવાના પણ શુ. મનથી પ્રાર્થના કરતા હતા કે લડન થવુ જોઈએ. કોઈક માર્ગ નીકળશે, ભગવાન આ રીતે નધણિયાતા નહીં છોડી દે એવુ લાગતુ હતુ પણ લાગવુ અને તે થવુ તેમા મોટુ અતર હતુ. લોજિકલી તે થવુ શક્ય જ નહોતુ. જોકે ચમત્કાર ઘડાય તેવી બાબતો સાક્ષાત બને છે તેવો આપણને જીવનમા અનેક વાર અ્ુભવ થાય છે. આથી જ આશા ક્યારેય છોડવી નહીં. ૧૪ મેના ટિકિટ્સ અમારા હાથોમા આવી અને સહેલગાહ પૂરી થવાના એક દિવસ અગાઉ રાત્રે અમે પર્યટકોને,  ‘તમે લડનમા જઈ રહ્યા છો’ એવી ખુશખબર આપી. નવેસરથી લડનનુ રિઝર્વેશન કર્યું અને બધા પર્યટકો લડન જોઈને ભારતમા પાછા આવ્યા. તે સહેલગાહમા આ માટે વધુ ખર્ચ કેટલો આવ્યો તે જોવાનુ સાહસ હુ કરી શકી નહીં. અમુક બાબતો તેની પાર હોય છે અને હા, ટુર મેનેજરની બેગ લડનની હોટેલમા મળી.

આ ઘટનાક્રમને લીધે પર્યટકોને બહુ સહન કરવુ પડ્યુ અને અમને પણ, અમુક વાર રીતસર હતાશ થઈ જવાય છે. આશા નિરાશાની રમત ચાલતી હતી. લડન જોવાની પર્યટકોની ઈચ્છાશક્તિ અહીં કામ કરી ગઈ હોઈ શકે. પ્રયાસ બધા જ કરે છે પણ આવુ કાઈક બને ત્યારે બધાની આશા એક બાજુ પર એકત્રિત થવી જોઈએ. આપણી નેશનલ કેરિયર, વીણા વર્લ્ડ અને પર્યટકો આ ત્રણેયની એકત્રિત પ્રાર્થનાનુ આ ફળ હતુ એવુ મને ખાતરીપૂર્વક કહેવાનુ મન થાય છે. આ માટે એર ઈન્ડિયાના જનરલ મેનેજર (કમર્શિયલ) વેસ્ટર્ન ઈન્ડિયા-રવિ બોદડે સાથે નેહા પેડમકર, વૈશાલી આચરેકર અને તેમની આખી ટીમના હુ મન:પૂર્વક આભાર માનવા માગુ છુ. ‘થેન્ક યુ’ શુ યોગાનુયોગ છે! ગયા વર્ષે ૭ મેની વાત મેં આ વર્ષે ૭ જાન્યુઆરીના લખી અને મારા ડેસ્ક પરનુ કેલેન્ડર મને કહેતુ હતુ, એટલે કે, તેની પર લખેલુ હતુ, ‘સસાર મેં ભયકર તૂફાન-આધી કે સમય એક ભગવાન હી શ્રે: સેવક હૈ.’

તમે કહેશો કે મેમા બનેલી વાત આજે કહેવાનુ શુ કારણ હોઈ શકે, તો જે છ બેગ રહી ગઈ હતી તેમાથી ચાર બેગ પદર દિવસ પૂર્વે પેરિસમા મળી, આઠ મહિના પછી. તે બેગ ત્યા રહેલા અમારા ટુર મેનેજર રાજેશ સાળવીએ ગયા અઠવાડિયામા મુબઈ સુધી લાવી દીધી. હાશ… આમ છતા હજુ બે બેગ અને પ્રેમ અમે શોધી રહ્યા છીએ. આને જ કહેવાય કે દેશવિદેશની સહેલગાહથી ઘણુ બધુ શીખવા મળે છે!…

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*