ઈન્ડિપેન્ડન્ટ્લી ડિપેન્ડન્ટ

0 comments
Reading Time: 9 minutes

ઘર બધાનું હોય, તે ગમે તેટલું મોટું હોય, નાનું હોય છતાં ત્યાં પોતાની એક જગ્યા, એક ખૂણો આપણને જોઈતો હોય છે. તે સ્વતંત્ર જગ્યા અને તે મનનું સ્વાતંત્ર્ય જે ઘર અથવા સંસ્થાએ જતન કર્યું તેમનો માર્ગ વધુ આસાન બનતો ગયો. હું પોતે ઈન્ડિપેન્ડન્ટ છું, પરંતુ તેટલી જ હું મારી આખી ટીમ પર, કુટુંબ પર, પતિ પર ડિપેન્ડન્ટ છું.

“કેમ છો, કેવું ચાલે છે, તમને સેટલ થવા માટે હજુ સાત-આઠ દિવસ નીકળી જશે અને આ તમારો સંપૂર્ણ એરિયા આગામી એક મહિનામાં ફંકશનલ થવા સુધી પ્લીઝ કોઓપરેટ! ‘ડોન્ટ વરી, વી વિલ મેનેજ’ કહીને વિઝાની આખી ટીમ કાયમ મુજબ હસતાં હસતાં ખુરશી પર બેસી ગઈ. તે સમયે વિઝાનો મનોજ કદમ ઊભો થયો અને કહ્યું, ‘આજે સુહાસ કાંબળે બહુ ખુશ છે, કારણ કે તેને પોતાનું ટેબલ મળ્યું છે. છેલ્લા નવ મહિના તે ક્યારેક આ બાજુ તો ક્યારેક તે બાજુમાં, ક્યારેક આ કેબિનમાં તો ક્યારેક તે કેબિનમાં આમ એક્ચ્યુઅલી ગમે ત્યાં બેસીને ત્યાંની ટીમ સાથે કામ કરતો હતો.’ મેં સુહાસ પાસે જોયું અને તેના અગાઉથ મલકાતા ચહેરા પર ખુશીના અને સંતોષના ભાવ દેખાયા. એક-એક કરીને વિઝાની પંચાવન જણની ટીમ તેમના નવા યુનિટમાં એક જગ્યા, એકસંપ દેખાઈ. સુહાસ જેવી જ અવસ્થા અનેકની હતી. તેમણે આટલા દિવસ એકબીજાને મદદ કરીને અત્યંત ઓછી જગ્યામાં એકબીજા સાથે પોતાને સમાવી લીધા હતા. તે હવે દરેક પોતાની હકની જગ્યામાં બિરાજમાન થયા હતા. તેેમની ખુશી સાથે અમને પણ સંતોષ થતો હતો.

છેલ્લાં 34 વર્ષમાં, એટલે કે, 1984થી હું પર્યટન ક્ષેત્રમાં પ્રવેશી છું ત્યારથી આજ સુધી ‘જગ્યા ઓછી પડે છે’ એ વાત મારા પર્યટનના આયુષ્યકાળનો જાણે હિસ્સો બની ચૂકી છે. સાડાચાર વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ અમે અમારા નિવાસસ્થાનેથી શરૂ કરી ત્યારે પંદર જણ હતા, તારીખ 5 એપ્રિલ હતી. તે તેર-પંદર જણ માટે અમારું તે સમયનું ઘર બહુ મોટું લાગ્યું. બલકે, અલગ અલગ ઈન્ડિપેન્ડન્ટ દસેક ભાગ હતા, જ્યાં એક-એક કરીને તેઓ સેટ થયા. પહેલી વાર એક માણસથી શરૂ થયેલો તે સો કોલ્ડ તે સમયનો ડિપાર્ટમેન્ટ કમ ઓફિસ એક મહિનામાં ધીમે ધીમે બે-ત્રણ-ચાર-પચાસ માણસ થઈ ગયા. જાણે હરિશ્ર્ચંદ્રાની ફેક્ટરી બની ગઈ હતી.  ઘર નાનું લાગવા માંડ્યું હતું. રોજ માણસો આવતા, જોઈન થતા હતા અને તરત બિઝી થઈ જતા હતા. 25 મે ના રોજ અમને જણાવા લાગ્યું કે હવે આ ટીમ અહીં ઘરમાં રહી નહીં શકે. અમે અમારા સ્નેહી નીળકંઠ બિલ્ડર્સના શ્રી મુકેશ પટેલને ફોન કરીને કહ્યું કે ક્યાંક જગ્યા હોય તો અમને આપો. તેમણે મોટા મન સાથે તેમના દાદાએ જ્યાંથી બિઝનેસ શરૂ કર્યો હતો તે ઓફિસ અમને સુપરત કર્યું. અમે જઈને જોયું. તે સમયે તે જગ્યા બહુ મોટી લાગી હતી. બે મહિનામાં 70ની થયેલી અમારી ટીમ તે ઓફિસમાં ક્યાંક ખુરશી પર, ક્યાંક જમીન પર એમ સેટલ થઈ. તે મોબાઈલ ઓફિસ બની ગયું. ત્યાં સુધી બધાના હાથોમાં લેપટોપ આવી ગયું હતું અને એક જગ્યાથી બીજી જગ્યામાં માણસો લેપટોપ લઈને ફરતા રહેતા હતા. અમારી બહેનપણી અપર્ણા વેલણકર એક દિવસ ત્યાં આવી અને કહ્યું, ‘આ તો ગજબનું છે, કોણ ક્યાં બેઠું છે તેની કોઈને ફિકર જ નથી. ટીમ એટલે શું તે મેં અહીં જોયું.’ નીળકંઠના કાર્યાલયમાં અમે પાંચ જૂને સ્થિરસ્થાવર થયાં. ત્યાં સુધી બે મહિનામાં અમારે શું કરવાનું છે, કંપનીનું નામ શું રાખવાનું છે તે નક્કી કરી નાખ્યું હતું અને અઢાર જૂને અમે વીણા વર્લ્ડની પહેલી સેલ્સ ઓફિસ કાંદિવલીમાં શરૂ કરી. અમને ઓળખ મળી અને પર્યટકોનો જોરદાર ટેકો પણ મળ્યો.

એક મહિનામાં ઘાટકોપરનું તે ઓફિસ ઓછું પડવા લાગ્યું અને અમે ફરીથી જગ્યા શોધવા લાગ્યાં. અમારા ફેમિલી ડોક્ટર વિનય જોશીએ એક જગ્યા સૂચવી. સુંદર કોર્પોરેટ કાઈન્ડ ઓફ જગ્યા માહિમમાં હતી. સુધીરે તે જોઈ અને પસંદ કરી. એક શરત હતી, તે જગ્યા એવી કોર્પોરેટ્સને ભાડે અપાતી હતી જેની કેપિટલ એક કરોડ રૂપિયા હોવી જોઈએ. જગ્યા મોકાની હતી, પરંતુ કેપિટલ પ્રકરણ તે સમય બહોત દૂર કી બાત હતી. ડોક્ટરે શબ્દ આપ્યો, જાણે ગેરન્ટી જ આપી દીધી એ જગ્યાના માલિક શ્રી નિમેષ જોશીએ આ જગ્યા અમને સુપરત કરી દીધી. બે ઓગસ્ટે અમે ત્યાં પૂજા કરી અને પાંચ ઓગસ્ટે બધા તે પાંચ હજાર ચોરસફૂટની મોટી ઓફિસમાં સ્થિરસ્થાવર થયાં. પર્યટકોનો ટેકો વધતો હતો અને તે જ રીતે અમારી ટીમ પણ વધતી હતી. તે પણ ઓફિસ ઓછી પડવા લાગી ત્યારે અમે નિમેષ જોશીને વધુ થોડી જગ્યા આપવા માટે પૂછ્યું. આખું બિલ્ડિંગ તેમનું હતું, જેથી તેમણે વધુ પચાસ માણસ બેસી શકે તેવી જગ્યા અમને આપી. હવે કાર્યાલય બીજા સ્થિર થયું. 5 ઓગસ્ટ, 2013થી 20 નવેમ્બર, 2015 સુધી બે વર્ષ સુધી અમે તે જગ્યામાં બહુ સારું કામ કર્યું. ‘ઈંચ ઈંચ લડીશું’ એ ન્યાયે અમે અહીં જગ્યા કર, ત્યાં જગ્યા કર એમ કરીને પોતાને સમાવતાં રહ્યાં. બહુ ગિરદી થઈ. હવે દરેકને ઈન્ડિપેન્ડન્ટ જગ્યા આપવાનું જરૂરી હતું. અન્યથા માણસોની કાર્યક્ષમતા પર અસર થવાનો ડર હતો. ભગવાન સાથે હતા, જેથી વિદ્યાવિહારનું કાર્યાલય અમારા હાથોમાં આવ્યું. અમે 2015 ના આખીરમાં વિદ્યાવિહારમાં આખું બેક ઓફિસ શિફ્ટ કરી દીધું. હાશ! હવે ઓફિસ હતી, બધા બે વર્ષમાં પોતપોતાની જગ્યામાં ઠરીઠામ થયા. ‘હવે પછી દસ વર્ષ સુધી નવી જગ્યાનું નામ કાઢવાનું નહીં’ એવું મેં બધાને ચોખ્ખું કહી દીધું અને મને પોતાને પણ તેનાથી સતર્ક કરી. જોકે ભગવાનને તે મંજૂર નહોતું. આ ઓફિસમાં આવ્યા પછી બે વર્ષમાં ત્રણસોની ટીમ છસ્સો થઈ અને લકીલી બાજુની જગ્યા મળી અને અમે વધુ અઢીસો માણસોની જગ્યા કરી. દર બે મહિને અને બે વર્ષે અમારી જગ્યા વધારી રહ્યાં છીએ, જે એક સાઈકલ મને દેખાઈ રહી છે. હવે અમારી આજુબાજુની જગ્યા પૂરી થવા આવી હોવાથી કદાચ જગ્યા વધારવાની અમારી આ કોર્પોેરેટ ઓફિસની ઘોડદોડ પૂરી થશે એવું લાગે છે. તે દિવસે નીળકંઠવાળા મુકેશભાઈએ કહ્યું, ‘ફર્સ્ટ ફ્લોર પે કુછ જગહ હૈ. યા નયા પ્રોજેક્ટ હમ કરેંગે તે આપકો બતાયેંગે.’ મેં કહ્યું, ‘નહીં… અભી પ્લીઝ હમેં બતાઈએ ભી નહીં. યે સારા માહોલ હમે તૈયાર કિયા હૈ તાકી હમ ઈસસે ટ્રીપલ દ બિઝનેસ મેનેજ કર સકેં, ઈસી મેનપાવર ઔર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમેં.’

અમારા દુનિયાભરના એસોસિયેટ્સ આવ્યા પછી પૂછે છે, ‘તમને આટલા માણસોની જરૂર શા માટે પડે છે? અમારી ઓફિસીસ અમે વીસ, પચાસ, બહુ બહુ તો સો માણસોમાં ચલાવીએ છીએ.’ તેમને કહ્યું, ‘તમે અમારી જેમ અનેક કંપનીઓ સાથે ડીલ કરો છો, અમારી ભાષામાં બી ટુ બી, પણ અમે ડાયરેક્ટ અમારા ગેસ્ટ સાથે એટલે કે બી ટુ સી ડીલ કરીએ છીએ અને અમે ઈન્ડિયામાં છીએ. અહીં માણસોના માણસો જરૂર પડે છે. લાડ પ્યાર ફીલ ટચ એ અમારું જીવન છે. પર્સનલ ટચ-પર્સનલ એટેન્શન એ બાબતો અમારા માટે મહત્ત્વની છે. અમુક મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં પગ જમાવી શકી નહીં, કારણ કે તેઓ તેમની યુરોપિયન અથવા અમેરિકન સાઈકોલોજી અહીં ઉપયોગ કરે છે. અમને તે ચાલતું નથી. અહીં માણસો માણસો જોડીને સંસ્થા ઊભી થાય છે. અમારા ભારતમાં તંત્ર અલગ છે.’

ટુર મેનેજર્સ, ઓફિસ ટીમ અને પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ મળીને પંદરસો જણનું કુટુંબ વીણા વર્લ્ડનું બની ગયું છે. આમાં દરેક ટીમ મેમ્બરે વીણા વર્લ્ડની સંસ્થા ઊભી કરવા માટે કોન્ટ્રિબ્યુટ કર્યું છે. આથી તે દરેકને તેમનું પોતાનું માનસન્માન અને પોતાની જગ્યા આપવાની અમારી ફરજ છે. અને તેથી જ હવે આ મહિનામાં આ ટીમ, જી અમારા ટુર મેનેજર્સ ટુર પર પાક્કો પરફોર્મન્સ આપતા હોય છે ત્યારે અહીં દિવસરાત તેમના સપોર્ટમાં હોય છે અને પર્યટકોએ બુકિંગ કર્યા પછી પણ બધી પ્રોસેસ કરવા માટે જે મહેનત કરે છે તે બરોબર સેટ થશે. મને કાયમ એવું લાગે છે કે આપણે રહીએ તે ઘર અને કામ કરીએ તે કાર્યાલય વ્યવસ્થિત હોવા જોઈએ, પ્રસન્ન હોવું જોઈએ, ત્યાંનું વાતાવરણ શાંત ખુશીભર્યું આનંદીત જોઈએ, જેથી આ બે ભાગમાં વહેંચાયેલું આપણું જીવન સુખમય અને સંતોષકારક બને. અમારા દરેક ડિપાર્ટમેન્ટ સ્વતંત્ર છે. ટોટલી ઈન્ડિપેન્ડન્ટ. જો કે સંપૂર્ણ સંસ્થાનો વિચાર કરીએ તો દરેક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ પર આધાર રાખે છે. આ ખરેખર તો એક ઓર્કેસ્ટ્રા છે. અહીં દરેક વાદક તેમનાં વાજિંત્રો સાથે તેમની જગ્યા ઈન્ડિપેન્ડન્ટ છે, પરંતુ ઓર્કેસ્ટ્રાના એન્ડ રિઝલ્ટ માટે તે અન્યો પર આધાર રાખે છે. બધાની આનંદિત સહભાગથી તે ઓર્કેસ્ટ્રાની શાન વધે છે. ઘરનું પણ તેવું જ હોય છે નહીં? ઘર બધાનું હોય, તે ગમે તેટલું મોટું હોય, નાનું હોય છતાં ત્યાં પોતાની એક જગ્યા, એક ખૂણો આપણને જોઈતો હોય છે. તે સ્વતંત્ર જગ્યા અને તે મનનું સ્વાતંત્ર્ય જે ઘર અથવા સંસ્થાએ જતન કર્યું તેમનો માર્ગ વધુ આસાન બનતો ગયો. હું પોતે ઈન્ડિપેન્ડન્ટ છું, પરંતુ તેટલી જ હું મારી આખી ટીમ પર, કુટુંબ પર, પતિ પર ડિપેન્ડન્ટ છું. તેમના વિના મારું કશું નહીં થઈ શકે. આ ભાવના જ્યારે એકબીજા વિશે બધાના મનના ઊંડાણમાં ખૂંપે છે ત્યારે જ સાચો ઉદય થાય છે. સ્ત્રી-પુરુષમાં અંતર કે અસમાનતા ઈતિહાસજમા થાય તો આ વિચારોનું ફોલો-અપ કરવું જોઈએ એવું મને લાગે છે. લેટ્સ બી ઈન્ડિપેન્ડન્ટ્લી ડિપેન્ડન્ટ એન્ડ હેપ્પી!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*