આ દુનિયા જ છે મારું ઘર

0 comments
Reading Time: 6 minutes

આપણા મહારાષ્ટ્રના જ્યેષ્ઠ નાગરિકોનું હરવાફરવાનું પ્રમાણ વધી ગયું છે. દર અઠવાડિયે દેશમાં અથવા વિદેશમાં ક્યાંક ને ક્યાંક મને જ્યેષ્ઠ પર્યટકો મળી જાય છે. આગામી અઠવાડિયે સિનિયર સ્પેશિયલ ટુરના પર્યટકોને કાઠમંડુ-નેપાળમાં મળવાની છું. બધાનો ઉત્સાહ જોયા પછી એવું લાગે છે કે સિનિયર્સ સ્પેશિયલ શરૂ કરવામાં બહુ મોડું કર્યું. આ ઉત્સાહવર્ધક સહેલગાહનું ટોનિક જો અગાઉથી શરૂ કર્યું હોત તો મહારાષ્ટ્ર બહુ અગાઉ વધુ યુવાન થયું હોત.

“અહીં કોઈ કોઈને ઓળખતા નથી છતાં બધા એકબીજા માટે છે, આ વાક્ય કોઈ ફિલ્મ કે નવલકથાનું નથી પરંતુ ગયા વર્ષે જ્યેેષ્ઠ નાગરિકોની મોરિશિયસની સહેલગાહમાં આ સંવાદ થયો હતો. મેરિટીમ ક્રિસ્ટલ્સ બીચ રિસોર્ટમાં સહેલગાહના પાંચમા દિવસે હું સિનિયર્સ સ્પેશિયલ મોરિશિયસ સહેલગાહના પર્યટકોને બ્રેકફાસ્ટ પર મળી હતી. નેચરલી અમારાં ગપ્પાં શરૂ થયાં. હું શું બોલી રહી છું તે તેમાંથી જ એક જ્યેષ્ઠ નાગરિક અન્ય જ્યેષ્ઠ નાગરિકને સમજાવતો હતો. તેઓનું શું ચાલી રહ્યું છે તેનો મને તરત ખ્યાલ આવ્યો નહીં ત્યારે બાજુમાં જ બેઠેલાં એક બહેન બોલ્યાં, “અરે વીણા, તેમને જરા ઓછું સંભળાય છે પણ બાકી એકદમ તંદુરસ્ત છે. અહીં અમે બધા જ એકબીજાને મદદ કરીએ છીએ. આમ જોવા જઈએ તો આ સહેલગાહમાં આવતી વખતે કોઈ કોઈને ઓળખતું નહોતું, પરંતુ હવે આ ચાર-પાંચ દિવસમાં જાણે એક જ પરિવારના હોય તેવા બની ગયા છીએ. એકબીજાના સ્ટ્રેન્થ્સ અને વિકનેસીસ ધ્યાનમાં લઈને અમે એકબીજાને મદદ કરી રહ્યાં છીએ. આથી સહેલગાહ આરામથી ચાલી રહી છે. ‘આ દુનિયા જ મારું ઘર છે’ એવું કાંઈક મહેસૂસ થઈ રહ્યું છે. મેં તે બહેનને કહ્યું, “તમે મને લખવાનો વિષય આપ્યો, કેટલી મસ્ત સંકલ્પના છે. વિષય આ રીતે જ મળી જાય છે, ‘હવે શું લખું?’ આ પ્રશ્ર્ન ઉદભવતો નથી, કારણ કે આ દુનિયા જ મારું ઘર હોવાથી અખંડ પ્રવાસમાં મને ઘણી બધી બાબતો મળતી રહે છે.

સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ એટલે આશીર્વાદ સ્પેશિયલ સહેલગાહ છે એવું મારું માનવું છે. દુનિયાના ખૂણેખાંચરે આ સહેલગાહ અમે લઈ જઈએ છીએ અને અમારા ટુર મેનેજર્સ જ્યેષ્ઠ નાગરિકોનું એટલું બધું ધ્યાન રાખે છે પૂછો જ નહીં અને મોટે ભાગે દરેક સહેલગાહમાં ગાલા ઈવનિંગ માટે હું આ પર્યટકોને મળતી હોવાથી મને ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ મળે છે. પર્યટકોના ચહેરા પરથી સમજાય છે કે અમારા આ જ્યેષ્ઠ નાગરિક પર્યટકો ખુશ છે કે નહીં. હમણાં સુધી ક્યારેય એવો સમય આવ્યો નથી કે હું ત્યાં પહોંચું અને પર્યટકો ફરિયાદ કરવા બેસી જાય. ક્રેડિટ ગોઝ ટુ અવર મોસ્ટ કેરિંગ એક્સપર્ટ ટુર મેનેજર્સ અને તેમના સપોર્ટમાં રહેતી આખી વીણા વર્લ્ડ ટીમ. હાલમાં સપ્ટેમ્બરમાં હું યુરોપમાં ત્રણ અને અમેરિકામાં બે એમ પાંચ સિનિયર્સ સ્પેશિયલની ટુર પર જ્યેષ્ઠ નાગરિકોને મળી હતી. દરેક સ્થળે માહોલ તેવો જ હતો. ખુશીનો, સંતોષનો અને આત્મવિશ્ર્વાસનો.

વુમન્સ સ્પેશિયલની સહેલગાહ મેં શરૂ કરી ત્યારે તેની સંકલ્પના ‘કોન્ફિડન્સ બિલ્ડિંગ’ હતી. આમ જોવા જઈએ તો આ બંને પ્રકારની સહેલગાહ એક પર્યટન સંસ્થાની કમર્શિયલ સહેલગાહ છે પરંતુ કોમર્સના પરીઘની બહાર આ ક્યારે નીકળી ગઈ તે અમને અને પર્યટકોને પણ ધ્યાનમાં નહીં આવ્યું. અહીં પૈસાના વ્યવહારની પાર પર્યટકો અને અમારા માટે પણ ઘણું બધું છે. જે ઉંમરે ‘આ નહીં કરો,’ ‘પેલું નહીં કરો,’ ‘આ તમને ફાવશે નહીં,’ ‘તે કરવાની હવે તમારી ઉંમર છે?’ આવી ઘરના યુવાનોની શીખનો સામનો કરવો પડે ત્યારે સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ ‘યેસ, આય કેન,’ ‘અમે આ કરી શકીએ છીએ’નો આત્મવિશ્ર્વાસ દરેકમાં જગાડે છે. અહીં સ્ટેશન પર મોકલવા ગભરાતા ઘરના લોકો જ્યારે જ્યેષ્ઠોને યુરોપ અમેરિકા ઓસ્ટ્રેલિયા સ્કેન્ડિનેવિયાની સહેલગાહમાં જઈને તાજામાજા થઈને ફરી આવેલા જુએ ત્યારે મોઢામાં આંગળી નાખવાનો વારો આવે છે.

‘આપણે આ કરી શકીએ’ એવો આત્મવિશ્ર્વાસ અથવા તે સ્ટ્રોંગ વિલપાવર ઘણું બધું કહી જાય છે. ફક્ત મનમાં તેનો જોશ હોવો જોઈએ. સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહમાં ઉદાસ-નિરાશાજનક એટલે, ‘સાઈઠ થયા પૂરા, હવે લીધો લાકડીનો આધાર,’ અથવા ‘હવે અમે તો બસ નામપૂરતા રહ્યા છીએ…’ એવી ઉદાસીનતાઓ પર મેં બંધી લાદી છે. હા, તમે તેને હિટલરશાહી કહી શકો છો, નો પ્રોબ્લેમ, પરંતુ આવી આ ઉદાસીનતા ઘુસાડીને વૈચારિક ઉદાસીનતા લાવવા સામે મારો સંપૂર્ણ વિરોધ છે, કારણ કે તે જ પછી આપણા આચરણમાં આવે છે અને આપણે આપણા માથે વૃદ્ધાવસ્થાનો સિક્કો મારીને બધું પૂરું થઈ ગયું એવી હાર માની લઈએ છીએ. વ્હાય? નોટ અલાઉડ એટ ઓલ!આખું જીવન પરિવાર માટે, માતા-પિતા માટે, બાળકો માટે મહેનત કરીને વિતાવ્યા પછી હવે ક્યાંક જીવનની ખરી ખુશી માણવાનો સમય આવી ગયો છે તો પછી તે સમયે પાછળ હટવાનું નહીં, હાર માની લેવાની નહીં. ઊલટું, રુબાબભેર જીવનમાં રહી ગયેલી ખુશીનો આસ્વાદ લેવાનું શરૂ કરવાનું. દુનિયા ગમે તે કહે, આપણે આપણા મનના રાજા. આપણી ખુશી પર અંકુશ લાદવાની કોની તાકાત છે. અને તેવું કોઈ આસપાસ હોય તો પણ ચિંતા કરવી નહીં જોઈએ.આ પછી કદાચ એવું બની શકે કે તમારો વધતો ઉત્સાહ જોઈને મજાક ઉડાવનારા ‘તેઓ’ આવતીકાલે તમારી ખુશીમાં સહભાગી થશે અથવા તમારી જીવનશૈલીને આત્મસાત કરશે. ‘હું જ મારી રાણી’ અથવા ‘હું જ મારો રાજા’ એ આપણા જીવનનું તત્ત્વ છે.

સિનિયર સ્પેશિયલ સહેલગાહનો વધતો પ્રતિસાદ જોઈએ. અમુક ટિપ્સ મને દેશવિદેશની સહેલગાહમાં આવતા પર્યટકોને આપવાની છે. તે છે સ્માર્ટ ટ્રાવેલરની. શક્ય હોય તો તમારું વજન ઓછું કરવાનું પરંતુ સહેલગાહમાં નીકળતી વખતે તમારી જોડે લેવાતું વજન પણ ઓછું કરવાનું એ એકદમ મસ્ટ છે. ઓછા વજનની નાની બેગમાં આપણને આપણા પ્રવાસમાં જરૂરી બાબતો સમાવવાનું આવડવું જોઈએ અને આમ છતાં આપણે સ્માર્ટ દેખાવું જોઈએ. જમાનો બદલાયો છે. સાડી અને પંજાબી ડ્રેસની પ્રવાસમાંથી બાદબાકી કરો. પુરુષ હોય કે સ્ત્રી, જીન્સ અને ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝનો પહેરવેશ આત્મસાત કરો, બેગમાંની વસ્તુઓની સંખ્યા એકદમ ઓછી થઈ જશે. ઘરના યુવાનોએ આ બાબતમાં જ્યેષ્ઠોને મદદ કરવી જોઈએ. આપણા જ્યેષ્ઠ વડીલો સ્માર્ટ દેખાવા જોઈએ, પ્રવાસમાં સ્માર્ટ દેખાવાનો ઠેકો ફક્ત યુવાનો કે વિદેશી પર્યટકોએ લઈ નથી રાખ્યો. હજુ ઘણી બધી નાની બાબતો જણાવવાની છે, પરંતુ તે ફરી ક્યારેક કહીશ. હેવ અ હેપ્પી સન્ડે!

Gujarati, Language

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*