અવલોકન અને ચમત્કાર – 2

0 comments
Reading Time: 10 minutes

દરેક દિવસે, દરેક વર્ષે અને હાથમાં લીધેલાં દરેક કામમાં પડકારો તો આવતાં જ રહેવાનાં. બધું સારું, નક્કી કર્યા પ્રમાણે, જેમ જોઈએ તે રીતે ક્યારેય અને કોઈની પણ બાબતમાં થતું નથી. નાના હોય કે મોટા, ગરીબ હોય કે શ્રીમંત, આવનારા બધા પડકારો કઈ રીતે ઝીલે છે – તેની પર કઈ રીતે માત આપે છે તેની પર જ અંતિમ પરિણામ આધાર રાખે છે. કેરળનાં પૂર, કાશ્મીર પ્રશ્ન, યુરો ડોલરની વૃદ્ધિ, ડીઝલ-ક્રુડ ઓઈલની કિંમતો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમારી, એટલે કે, એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી, હોટેલ્સ, પર્યટન સંસ્થા આ બધાની સામે પડકાર હતો. હવે કેરળની સહેલગાહ વ્યવસ્થિત શરૂ થઈ ચૂકી છે અને કાશ્મીરની પણ જાહેર થઈ ચૂકી છે.

પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટની ઓક્ટોબર મહિનાની મિટિંગ આજુબાજુની પર્યટન પરિસ્થિતિ એટલી સારી નહોતી છતાં વધુ ઉત્સાહ આપી ગઈ. પરિસ્થિતિ પર કાબૂ મેળવવો તે અમારા હાથમાં નહોતું પણ મન:સ્થિતિ બદલીને અમે દૃષ્ટિકોણ વધુ વ્યાપક બનાવ્યો. આપણે કરીએ તે કામનો શેની પર-કોની પર-ક્યારે-કઈ રીતે પરિણામ થાય છે તેનું અવલોકન કર્યું. આપણા કામની વ્યાપકતા જો આટલી વિશાળ હોય તો આપણે વધુ ચોકસાઈથી, અભ્યાસપૂર્ણ, જવાબદારીથી અને વધુ ઉત્સાહથી કામ કરવું જોઈએ તેનું ભાન દૃઢ થયું અથવા કરાવી લીધું. પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટનું કામ એટલે નવી નવી સંકલ્પનાઓથી સપ્તખંડની સહેલગાહનું આયોજન કરવું. આમ જોવા જઈએ તો આ નાનું અને સાદું કામ લાગે છે પણ જ્યારે તેના પર ઓર્ગેનાઈઝેશનનો પરફોર્મન્સ, પર્યટકોનો આનંદ, આપણા દેશવિદેશના હોટેલિયર્સ અને સપ્લાયર્સનો બિઝનેસ ગ્રોથ, આપણા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સનો વ્યવસાય, આપણા ટુર મેનેજર્સનો કરિયર ગ્રોથ આ બધું આધાર રાખે છે ત્યારે આખી પ્રોડક્ટ ટીમ અને તેમાંની દરેક વ્યક્તિ વીણા વર્લ્ડના એક જવાબદાર નાગરિક બની જાય છે. પોતાની બધી જવાબદારીઓનું ભાન ધરાવતી અને તે રીતે ફરજ બજાવનારી વ્યક્તિ પ્રોફેશનલ જ નહીં પણ વ્યક્તિગત જીવનમાં પણ ક્યારેય નિષ્ફળ નહીં જઈ શકે. જોકે આપણી જવાબદારીનું ભાન કરાવી આપતી સ્વપરીક્ષા વચ્ચે વચ્ચે અથવા નિર્ધારિત સમય પછી લેવાની આદત આપણે પોતાની અંદર કેળવી લેવી જોઈએ.

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે અનેક પડકારો “આ કરીને ઊભા હતા ત્યારે ગમે તે કહીએ તો પણ થોડી નાઉમેદ થવા જેવું લાગતું હતું. ઉત્સાહ વધારવો કઈ રીતે? આ પ્રશ્ન સામે હતો. તેનાં બે સોલ્યુશન્સ પણ દેખાતાં હતાં. એક, હમણાં સુધી વીણા વર્લ્ડનાં પાંચ વર્ષના આયુષ્યમાં આપણે શું શું સારું કર્યું તેનો કયાસ મેળવવો અને બીજું, તેની સામે આપણાં કામોનો ઉદ્દેશ અથવા હેતુ વધુ ઘેરો બનાવવો. અમારી મિટિંગની શરૂઆત બે રીતે થઈ. “આપણે આજ સુધી સીઝન- ઓફફ સીઝન પ્રમાણે સહેલગાહનું આયોજન કરતાં હતાં. તેનાથી ઓર્ગેનાઈઝેશનની વૃદ્ધિ થઈ પરંતુ આપણે ક્યારેય હમણાં સુધી આપણા હોટેલિયર્સને, સપ્લાયર્સને, આપણા ટુર મેનેજર્સને દર મહિને કેટલું કામ આપીએ છીએ તેનો પૂર્ણ અભ્યાસ કર્યો નહીં. આજે તે અભ્યાસ કરીએ. વર્ષના દરેક મહિના સરખા હોતા નથી. અમારી ભાષામાં “સુપર પીક, પીક, હાઈ, મિડ, લો એવું વર્ગીકરણ છે. સુપર પીક મહિનો એટલે અર્થાત સ્કૂલોને જ્યારે રજાઓ હોય છે તે સમર સીઝનનો મે મહિનો. અથવા એક મહિનામાં અમે આઠસો સહેલગાહ આયોજિત કરીએ તે સંખ્યા વિશ્લેષણમાંથી સામે આવી. મહિનાની આઠસો એટલે દિવસની સરેરાશ પચ્ચીસથી ત્રીસ સહેલગાહ. પાંચ વર્ષમાં ઓર્ગેનાઈઝેશન બનાવતાં-વિસ્તરણ કરવામાં આવી છીનબીન કરવાનો સમય જ નહોતો. અર્થાત, અમારી પાસે આ અભ્યાસ કરવા માટે ડેટા પણ ક્યાં હતો? હવે અમારી પાસે પાંચ વર્ષનો ડેટા તૈયાર થઈ ગયો છે, જે વીણા વર્લ્ડની સૌથી મોટી સંપત્તિ છે એવું હું કાયમ દરેક મિટિંગમાં કહું છું. તેનો અભ્યાસ કરવો, તેના દ્વારા અલગ અલગ ટ્રેન્ડ્સ સમજી લેવા, તે અનુસાર આકારણી કરવાનું વધુ આસાન બનશે. સાડાત્રણ લાખ પર્યટકોએ આ પાંચ વર્ષમાં વીણા વર્લ્ડ સાથે પ્રવાસ કર્યો અને પાંચ લાખથી વધુ લોકોએ પર્યટનનો વિચાર કર્યો, જે પાંચ લાખમાંથી સાડાત્રણ લાખ પર્યટકોએ સહેલગાહ કરી પણ હજુ દોઢ લાખ પર્યટક છે જેમણે આ પાંચ વર્ષમાં તપાસ કરી છે, પરંતુ બુકિંગ કર્યું નથી. આ સંખ્યા અમારી સંપત્તિ જ છે ને. પાંચ વર્ષમાં દરેક મહિનાનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે અમુક મહિના આપણે રીતસર વેડફી નાખ્યા છે. અમુક મહિનાઓમાં અમે ફક્ત પચ્ચીસથી પચાસ એટલી જ સહેલગાહ કરી છે. ડેટા એનાલિસિસ આશ્ચર્યકારક રીતે વાસ્તવિકતા સામે લાવે છે. મે મહિનામાં આઠસો સહેલગાહનું સફળ આયોજન કરનારી વીણા વર્લ્ડ ટીમ જો એકાદ મહિનામાં તેના દસ ટકા સહેલગાહ પણ નહીં કરતી હોય તો આપણે આપણને કહેવું જોઈએ, “ડૂબ મરો ચુલ્લુભર પાની મેં! મારા બોલીવૂડ પ્રેમી મનનો આ મનગમતો ડાયલોગ છે. આપણી ઉત્તમ ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ નહીં કરવો તેના જેવો બીજો કોઈ અપરાધ નથી. અને તેનાથી ફક્ત વ્યવસાય વૃદ્ધિનું જ નુકસાન થતું નથી, પરંતુ આ અમુક મહિનાઓમાં આપણે પર્યટકોને પણ ઓછી કિંમતમાં સહેલગાહ આપી શકીએ, આપણી એરલાઈન્સને, હોટેલિયર્સને, સપ્લાયર્સને લો સીઝનમાં બિઝનેસ આપી શકીએ. ગયા અઠવાડિયામાં કાશ્મીરના દુકાનદાર સાથેનો સંવાદ મેં લખ્યો હતો કે “સીઝનમાં બધા જ આવે છે, તમે ઓફફ-સીઝનમાં પર્યટક લાવીને અમારી રોજીરોટીની ચિંતા દૂર કરો છો તે માટે તમારૂં મહત્ત્વ અમારા મતે વધુ છે. એટલે કે આ બધી બાબતમાં આપણું દુર્લક્ષ થયું છે. પાંચ વર્ષમાં આપણી દોડધામ બહુ થઈ. સમય નહીં મળ્યો પણ આગામી નવા વર્ષમાં, એટલે કે, જાન્યુઆરી 2019થી આપણે આવી ભૂલો થવા દેવાની નથી. આપણા ટુર મેનેજર્સ પણ આપણી બીજી સંપત્તિ છે. તેમના હાથે સતત કામ આપવું તે આપણી ફરજ છે. આથી હવે પછી એકેય મહિનો એવો શિથિલ જશે નહીં તેની ખાતરી રાખીએ. “ટુગેધર વી ગ્રો આ આપણો નારો સર્વ અર્થમાં સફળ થવો જોઈએ. આપણે શું કામ કરીએ અને તે શા માટે કરી રહ્યાં છીએ તે સ્પષ્ટ થતું હતું. બધા માટે બધાએ મળીને કાંઈક કરવાની આ જવાબદારી હવે તણાવપૂર્ણ નહીં રહેતાં આનંદદાયક બનતી હતી. એક-એક ચહેરો ઉલ્હાસિત અને પ્રફુલ્લિત થતો દેખાતો હતો.

બીજી વાત એ હતી કે જ્યારે પડકારો આવે છે ત્યારે થોડી ચિંતા થાય છે. ગમે તેટલું કહીએ તો પણ થોડી ઉદાસીનતા તો આવે જ છે. અંતે આપણે બધા માનવી જ છીએ. સ્વાભાવિક છે કે આ રીતે થોડું ઉદાસ થઈ જવાય, પરંતુ તે અવસ્થા વધુ સમય રહેવી નહીં જોઈએ. ખરેખર તો ખુશીની, દુ:ખની, વિજયની, પરાજયની, ઉદ્વિગ્નતાની અને ઉલ્હાસની કોઈ જ ભાવના કાયમ ટકી નહીં રહી શકે. તેમાં થોડા પરોવાઈને અથવા રમમાણ થઈને શક્ય તેટલું વહેલું વાસ્તવિકતામાં આવવું સારું હોય છે. આવી ઉદાસીનતા જ્યારે જ્યારે આવે છે, પડકારોએ માથું ઊંચકેલું હોય છે ત્યારે અમે થોડા પાછળ વળીને જોઈએ છીએ. આવા અથવા અનેક અલગ અલગ પડકારોને આપણે કઈ રીતે પહોંચી વળ્યાં તે ચલચિત્રપટ સામે લાવીએ છીએ. તેના પર ક્યારેક ચર્ચા-સંભાષણ પણ કરીએ છીએ. અગાઉ લહેરાવેલા સફળતાના ઝંડા મનને ઉમેદ આપી જાય છે. અર્થાત ઉપર કહ્યા પ્રમાણે તેમાં અટવાઈ રહેતા નથી. અગાઉની સફળતા સતત વાગોળ્યા કરીએ તો તેમાં સમય વેડફાઈ જાય છે. વર્તમાન પરિસ્થિતિમાં માનસિક ઉદાસીનતાને ભગાવીને ઊભરી આવવા સુધી આ પૂર્વાર્ધની સફળતાનો ઢંઢેરો પિટવાનો. એક વાર તે કામ થયું એટલે દરવાજો બંધ. અમારી મિટિંગમાં પણ અમે એકંદરે વાતાવરણ ઉલ્હાસિત કરવા માટે એક અખતરો કર્યો. “ચાલો યાદ કરીએ આપણે હમણાં સુધી કયા કયા ઝંડા લહેરાવ્યા તે સામે લાવીએ. અને માહોલ બદલાવા લાગ્યો, એક-એક હાથ ઉપર થવા લાગ્યા. “ઓસ્ટ્રેલિયા! એક મહિનામાં અઢી હજાર પર્યટક ભારતમાંથી પહેલી વાર લઈ જવાનો પર્યટન ક્ષેત્રમાં અનેકોને ચકિત કરનારો વિક્રમ, તેનાથી એકંદરે વધેલું ઓસ્ટ્રેલિયાનું પર્યટન. “મોંઘું જાપાન અત્યંત ઓછી કિંમતમાં લાવીને મોટી સંખ્યામાં જાપાનનાં દ્વાર ભારતીય પર્યટકો માટે ખુલ્લાં કર્યાં તે વર્ષ 2016. “વુમન્સ સ્પેશિયલ-દુનિયાનું એક આશ્ચર્ય! “શિમલા મનાલીનું 365 મફુતનું પર્યટન. “લેહ લડાખમાં દર વર્ષે વધુમાં વધુ મહિલા લઈ જવાનો વિક્રમ. “યુરોપમાં પંચોત્તેર પ્રકારની ગ્રુપ ટુર્સની સહેલગાહનો કાર્યક્રમ. “ફક્ત દોઢ લાખમાં અમેરિકા સહેલગાહ લાવીને હજારો પર્યટકોનું પૂરું કરેલું અમેરિકાનું સપનું… કોન્ફરન્સ રૂમ હવે ટોટલી એનર્જાઈઝ્ડ થઈ ગયો હતો. લગભગ ત્રણ એક કલાકની તે મિટિંગના સમયમાં એક કલાક અમે ભૂતકાળની આ રમ્ય યાદોમાં વિતાવ્યા. તેના કરતાં વધુ સમય અમારી પાસે નહોતો. હવે તેમાંથી બહાર આવવાનું જરૂરી હતું. અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે આવા સમયે વાસ્તવિકતામાં લાવવાનું કામ ઉત્તમ રીતે કરે છે. મસ્તીમાં હું તેને ટાઈમકીપર કહું છું. “કમ બેક… કમ બેક, હવે શું કરવાનું છે તે જોઈએ આ તેની ટેબલ ઠોકવાની આદતથી અમે બધા મિટિંગમાં એજન્ડા પર આવ્યાં. ભૂતકાળમાંથી બહાર આવતાં આવતાં પ્રોજેક્ટ મેનેજર ભાવના સાવંતે કહ્યું, “ક્રિયેશન ઓફ વીણા વર્લ્ડ પણ આપણું કામ છે કે નહીં? બધાએ મળીને એકત્રિત રીતે આટલી સારી વાતો કરી હતી કે હવે “આંધી આયે યા તૂફાન હમ રૂકેંગે નહીં! એવો જોશ દરેકમાં દેખાતો હતો.

સાચી વાત છે, “પાછળ વળીને જોઈએ તો અન્ય અનેક એકમ્પ્લિમેન્ટ્સ પ્રમાણે વીણા વર્લ્ડની નિર્મિતી ખરેખર થઈ છે? આપણે તે કરી શક્યાં છીએ?  આવો પ્રશ્ન સામે આવે છે. વીણા વર્લ્ડને ત્રણ વર્ષ થયાં ત્યારની એન્યુઅલ મિટિંગમાં અમે નક્કી કર્યું હતું કે વીણા વર્લ્ડે પર્યટન ક્ષેત્રમાં મજબૂત પગ જમાવ્યો છે. તેમાં આનંદિત થઈએ, પરંતુ તેમાંથી બહાર આવીએ. તે હવે ઈતિહાસ છે. તેમાં અટવાઈ નહીં રહેવું જોઈએ અને અભિમાન પણ નહીં રાખવો જોઈએ. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવાનો પડકાર મોટો છે ત્યાં આપણી બધી શક્તિ કામે લગાવીએ. મલ્ટીનેશનલ્સની તુલનામાં આપણી હોમ ગ્રોન, સંપૂર્ણ ભારતીય કંપની એવા રુઆબથી આગળ લઈ જઈએ કે પર્યટન ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય વિશે કોઈના પણ મનમાં શંકા નહીં રહેશે.

મિટિંગની પૂર્ણાહુતિ કરતી વખતે પ્રોડક્ટ ટીમને કહ્યું, “પાછળ વળીને જોયા પછી આપણાં જ કામો આપણને ચમત્કાર લાગે છે અથવા તે તેવાં લાગવાં જોઈએ તેથી આજનાં આપણા હાથનાં કામો એકદમ ચોકસાઈથી થવાં જોઈએ. ત્રણ વર્ષ પછી આપણે પાછળ વળીને જોઈએ ત્યારે આજે આ ક્ષણે જે કામ આપણા હાથમાં છે તેની સફળતા એક ચમત્કાર લાગવો જોઈએ. આથી ભૂતકાળમાંથી શક્તિ લઈને બહાર આવીએ અને ભવિષ્યનાં દીવાસ્વપ્નમાં રંગાઈ નહીં જતાં વર્તમાનમાં આજનું આપણું કામ એક અલગ લેવલ પર લઈ જઈએ. આજના કામનું ભવિષ્યમાં પશ્ચાત્તાપ નહીં થશે, ભવિષ્યમાં કારણો આપવાં નહીં પડે અથવા અફસોસ પણ નહીં થાય એવું કાંઈક કરીએ. હવે બોલવામાં સમય વેડફશો નહીં. ચાલો, “ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે હમણાંથી જ દરેક ક્ષણ મહત્ત્વની છે, તેનું સોનું કરીએ!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*