IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

2024 ની નોર્ધર્ન લાઈટ્સ 20 વર્ષમાં સૌથી તેજસ્વી હશે!

7 mins. read

Published in the Sunday Mumbai Samachar on 21 January, 2024

2024 માં નોર્ધન લાઇટ્સના મોહક ક્ષેત્રમાં ડાઇવ કરો! લાઇટ્સનું આકાશી નૃત્ય, મનમોહક ઘટના પાછળનું વિજ્ઞાન અને મંત્રમુગ્ધ કરી દેનારી ભવ્યતાના સાક્ષી બનવા માટેના શ્રેષ્ઠ સ્થાનોને ઉજાગર કરો. 

૨૦૨૪ માં નોર્ધર્ન લાઈટ્સ વિશે ઈન્ટરનેટ પર બહુ ચર્ચા છે! ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ: ૨૦૨૫ ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા જૂનથી ૩૦ જૂન, ૨૦૨૪ વચ્ચે યોજાવાનો નિર્ધારિત છે. આઈસીસી વર્લ્ડ કપ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં પહેલી વાર યુનાઈટેડ સ્ટેટ્સમાં મેચો રમાવાની છે. 

પેરિસમાં સમર ઓલિમ્પિક્સ: ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૪ વચ્ચે યોજાનારી ઓલિમ્પિક્સમાં નવી રમતો પણ હશે અને સક્ષમતા અને વારસા પર એકાગ્રતા સાથે રમતો યોજવા માટે નાવીન્યપૂર્ણ અભિગમ જોવા મળશે. 

જોકે સિવાય વધુ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના જોવા મળવાની છે, જેની નોંધ કરવાનું તમને સૂચન છે, કારણ કે તે એક દાયકો અથવા વધુ સમય સુધી પાછી નહીં જોવા મળશે. તે છે ઓરોરા બોરિયાલિસ, જે નોર્ધર્ન લાઈટ્સ તરીકે પ્રસિદ્ધ છે. 

ઓરોરાઝ આકાશમાં લાલાશ અને લિલાશ પ્રકાશના પ્રવાહોના નજારા દ્વારા વિશિષ્ટ નૈસર્ગિક વિદ્યુત પ્રદર્શન છે. નોર્ધર્ન લાઈટ્સઆપણી પૃથ્વીના આર્કટિક પ્રદેશ આસપાસના ઉચ્ચ અક્ષાંશના પ્રદેશોમાં જોવા મળતું ઓરોરા પ્રદર્શન છે. રીતે સધર્ન લાઈટ્સ પણ છે, જે ઓરોરા ઓસ્ટ્રેલિસ તરીકે ઓળખાય છે. ઓરોરા પ્રદર્શન પૃથ્વીના દક્ષિણીય ગોળાર્ધમાં દેખાય છે. ૧૬૧૯ માં ગેલિલિયો ગેલીલી દ્વારા તેને "ઓરોરા બોરિયાલિસ નામ અપાયું હતું, જે ગ્રીક શબ્દો "ઓરોરા એટલે કે સૂર્યોદય અને "બોરિયાસ એટલે કે પવન પરથી નામ અપાયું હતું. 

માનવીઓએ સદીઓથી બ્રહ્માંડીય અજાયબીઓ જોઈ છે. રાત્રિના ઘોર અંધકારમાં આગઝરતું પ્રદર્શન કઈ રીતે થતું હશે એવો વિચાર આવે છે. ઈસ્ટોનિયા અને ફિનલેન્ડમાં તેઓ પ્રકાશને આત્માઓની અભિવ્યક્તિ તરીકે માને છે. ફિનલેન્ડમાં એવું માનવામાં આવતું હતું કે ત્યાં લેપલેન્ડમાં "ફાયર ફોક્સ રહેતા હતા, જેઓ તેમની પૂંછડીઓ પટપટાવીને આકાશમાં ચિનગારીઓ પેદા કરે છે. ઓરોરાની સૌથી જૂની નોંધ જોકે એસિરિયન એસ્ટ્રોનોમર્સ, બિબ્લિકલ અકાઉન્ટ્સ અને ચીની લખાણોમાં .. પૂર્વે ૭મીથી ૧૦મી સદીમાંથી મળી આવે છે. દૈવીથી શુકન સંદેશાઓથી ઈશ્ર્વર વચ્ચે અથડામણ સુધી અર્થઘટન કરીને વાઈકિંગ્સ, ઘરેલુ આર્કટિક લોકો અને એરિસ્ટોટલ સહિત પ્રાચીન માનવી સંસ્કૃતિઓએ પ્રકાશનું નિરીક્ષણ કરીને વિવિધ માન્યતાઓ અને દંતકથાઓ વિકસાવ્યા છે. 

જોકે ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનની પ્રગતિ સાથે ઓરોરાના અસલ મૂળની ખોજ મોહિત કરનારી રહી છે. સૂર્ય સતત સૌર પવન તરીકેઓળખાતા વિદ્યુત પ્રેરિત કણો ઉત્સર્જિત કરે છે, જે સૌર પ્રણાલીમાં પ્રવાસ કરે છે. ઊર્જાશીલ સૌર પવન ઉચ્ચ ગતિથી (અમુક વાર ૭૨ મિલિયન સાવ સુધી) પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે. પૃથ્વીનું મેગ્નેટોસ્ફિયર બે ધ્રુવ તરફ મુખ્યત્વે ઈલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ, કણોને પુન: નિર્દેંશિત કરીને આપણું રક્ષણ કરે છે. જોકે લોહચુંબકીય કવચ પરફેક્ટ નથી. પૃથ્વીના આકારને લીધે કણોદેખીતી રીતે ધ્રુવોની નજીક હવામાનમાં પોતાની રાહ બનાવે છે. સૌર પવન ધ્રુવ તરફ પ્રવાસ કરે છે ત્યારે તે ઓક્સિજન અનેનાઈટ્રોજન સહિત વાયુના કણો સાથે અથડાઈને નાટકીય રંગમંચીય પ્રકાશનું પ્રદર્શન પરિણમે છે. ઓરોરાઝ ગુલાબી, લાલ, આકાશીઅને જાંબુડી પ્રાસંગિક રંગછટા સાથે લીલા રંગના વિવિધ શેડ્સમાં દેખાય છે. તેમાં લીલો સામાન્ય રંગ છે, કારણ કે પૃથ્વીની સપાટીની ઉપર ૧૦૦ થી ૩૦૦ કિલોમીટર (૬૦ થી ૧૮૬ માઈલ) ના અક્ષાંશે ઓક્સિજન મોલેક્યુલ્સ સાથે સૌર કણો અથડાય છે ત્યારે રંગ ઉત્સર્જિત થાય છે. લાલ અને જાંબુડી રંગછટા ઉચ્ચ અક્ષાંશે ઉદભવે છે, જ્યારે આકાશી અને વાયોલેટ દુર્લભ છે અને સઘન સૌર પ્રવૃત્તિ દરમિયાન દેખાય છે. આપણને વારંવાર નોર્ધર્ન લાઈટ્સ વિશે વધુ સાંભળવા મળે છે તેનું મુખ્ય કારણ છે કે આર્કટિક નજીક લેન્ડમાસ નોર્ધર્ન લાઈટ્સ જોવાની માટે આપણને ઘણી બધી તકો આપે છે. 

તો, નોર્ધર્ન લાઈટ્સ અને ૨૦૨૪વિશે ખાસ શું છે? વર્ષે જાન્યુઆરી અને ઓક્ટોબર ૨૦૨૪  વચ્ચે વિજ્ઞાનીઓને "સોલાર મેક્ઝિમમ નામે ૧૧ વર્ષના ચક્રમાં સૌર પ્રવૃત્તિ તેની ચરમસીમાઓ જોવા મળશે એવી અપેક્ષા છે. તબક્કામાં સૂર્ય સનસ્પોટ્સમાં વધારા સહિત ઉચ્ચ પ્રવૃત્તિઓ અનુભવે છે, જે પૃથ્વી તરફ સૌર પવનના વધુ પ્રવાહો ઉત્સર્જિત કરે છે. કણોની વધેલી સંખ્યા પૃથ્વીના લોહચુંબકીય ક્ષેત્ર, ખાસ કરીને ધ્રુવો સાથે આંતરકૃતિ કરે ત્યારે તેઓ વધુ અદભુત તેજસ્વી ઓરોરા નિર્માણ કરશે. 

નિરીક્ષકો તરીકે આપણા માટે તેનો શું અર્થ છે? સોલાર મેક્ઝિમમ દરમિયાન વધતી સૌર પ્રવૃત્તિ એટલે વધુ ચાર્જ થયેલા કણો,જે વધુ સાતત્યતામાં અને સઘનતામાં નોર્ધર્ન લાઈટ્સ પ્રેરિત કરે છે, જે નીચા અક્ષાંશથી પણ જોઈ શકાય છે. અને તે શરૂ થઈ ચૂક્યું છે એવું લાગે છે. મારો કઝિન યુએસ વાયા યુરોપથી ભારતમાં પાછો આવતો હતો ત્યારે તેના વિમાનની બારીમાંથી રાત્રિના આકાશમાંનોર્ધર્ન લાઈટ્સના અદભુત પ્રદર્શન સાથે તે રૂબરૂ થયો હતો. 

૨૦૨૪ અને ૨૦૨૫ માં આગામી સોલાર મેક્ઝિમમ દરમિયાન નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે સૌથી ઉત્તમ સ્થળો નોર્વે (ખાસ કરીને લોફોટેન આઈલેન્ડ્સ, સ્વાલબાર્ડ અને ટ્રોમસો જેવા ભાગો), સ્વીડિશ લેપલેન્ડ, આઈસલેન્ડ, રોવાનિમી અને ફિનિશ લેપલેન્ડ અને કેનેડા છે. સ્થળો નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ઉચ્ચ અક્ષાંશ અને અંધકારમય આકાશને લીધે નોર્ધર્ન લાઈટ્સ જોવાનીઉત્તમ તક પ્રદાન કરે છે. 

નોર્ધર્ન લાઈટ્સ જોવાનો સૌથી ઉત્તમ સમય શિયાળા દરમિયાન, સપ્ટેમ્બરના ઉત્તરાર્ધથી એપ્રિલના પૂર્વાર્ધ દરમિયાન છે, જે સમયે રાત લાંબી હોય છે અને આકાશમાં ઘોર અંધારું હોય છે, જે ઓરોરા જોવા માટે આદર્શ છે. જોકે ડિસેમ્બરથી માર્ચ રાત વધુ લાંબી હોવાથી તેપીક સીઝન માનવામાં આવે છે. અમારા ટુર મેનેજરો હંમેશાં કહે છે તેમ ઓરોરા જોવું તે ખરેખર અતિવાસ્તવિક અને મંત્રમુગ્ધ કરનારો અનુભવ હોય છે, જેની તુલના બાળક તેમના જીવનમાં પહેલી વાર બરફ જુએ તેની સાથે કરાય છે. આજે પણ મારી પ્રવાસનીયાદીમાં તે છે અને હું ખરેખર ૨૦૨૪ માં ત્યાં જવાની આશા રાખું છું. 

હવે મારા આખરી મુદ્દા પર આવું છું. તે નોર્ધર્ન લાઈટ્સના અમે ક્લિક કરેલા ફોટો સંબંધમાં છે. શું તમે તમારા મિત્રો પાસેથી એવું વારંવાર સાંભળો છો કે નોર્ધર્ન લાઈટ્સ અમુક વાર નરી આંખોને બદલે ફોટોમાં સારી દેખાય છે. આવું શા માટે? આનું કારણ છે કે નોર્ધર્ન લાઈટ્સ કેમેરા પ્રકાશને મઢે તે પદ્ધતિને લીધે નરી આંખ કરતાં ફોટોમાં વધુ વૈવિધ્યપૂર્ણ દેખાય છે. કેમેરા, ખાસ કરીને લાંબા એક્સપોઝર સેટિંગ્સ સાથે હોય તે સમયાંતરે પ્રકાશનો સંચય કરી શકે છે, જે ઓરોરાના રંગો અને તેજસ્વિતા બહેતર બનાવે છે. આથી વિપરીત માનવી આંખોને પ્રકાશનો ઉત્સ્ફૂર્ત અનુભવ થાય છે અને ખાસ કરીને ઓછા પ્રકાશની સ્થિતિમાં ઝાંખા રંગો જોઈ નહીં શકે. આથી ઓરોરા નરી આંખે દ્રષ્ટિગોચર અને આકર્ષક હોય ત્યારે તે ફોટોગ્રાફમાં વધુ નાટકીય અને રંગીન દેખાય છે. અને જો તે ૨૦૨૪ માં વધુ તેજસ્વી હશે તો મને ગળા સુધીની ખાતરી છે કે નોર્ધર્ન લાઈટ્સ જોવાની તમારી ટ્રિપ ૨૦૨૪ની રહેશે. દુનિયાભરના હજારો પર્યટકો નિશ્ર્ચિત તેમની પ્રવાસની યાદીમાં તેની પર ટિક કરશે તો તમારે પણ શા માટે નહીં જવું જોઈએ? 

January 20, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top