IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

ટ્રાન્ઝિટના પ્રવાસીઓ માટે દુનિયાનાં શ્રેષ્ઠ એરપોર્ટસ

7 mins. read

Published in the Sunday Mumbai Samachar on 05 May, 2024

જો તમે મારા લેખ અને પોડકાસ્ટ્સ (સ્પોટિફાઈ, જિયોસાવન અને એપ્પલ પોડકાસ્ટ્સ પર ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફ અને ૫ મિનિટ ટ્રાવેલ ટિપ્સ)ના નિયમિત અનુયાયી હોય તો તમને જાણ થશે કે હું હંમેશાં કહું છું કે આ દુનિયામાં પ્રવાસ પણ સ્થળ જેટલો જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ટ્રાન્ઝિટ દરમિયાન એરપોર્ટસ પર નોંધપાત્ર સમય વિતાવતા લાખ્ખો પ્રવાસીઓ માટે આ લાગુ થાય છે. આધુનિક એરપોર્ટસ હવે ફક્ત ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ રહ્યા નથી,પરંતુ શ્રેણીબદ્ધ એમિનિટીઝ અને સેવાઓ સાથે પ્રવાસ અનુભવ ઉત્તમ બનાવવા માટે તૈયાર કરાયેલાં અનુકૂળ સ્થળ બની ગયાં છે.

પ્રવાસના શોખીનો આ એમિનિટીઝને આધારે કઈ એરલાઈન્સથી પ્રવાસ કરવો તે નક્કી કરી શકે છે. એરલાઈન્સની પસંદગી તેથી જ ખાસ કરીને ટ્રાન્ઝિટ સંકળાયેલું હોય તેવા રુટ્સ માટે એરપોર્ટની પસંદગી સાથે બારીકાઈથી જોડાયેલી છે. જો એરપોર્ટ ઓછામાં ઓછો તાણ અને મહત્તમ આરામ સાથેઉત્તમ અનુભવ પ્રદાન કરતું હોય તો પ્રવાસીઓ તે એરપોર્ટને અગ્રતા આપી શકે છે.

તો ચાલો, આજે ટ્રાન્ઝિટની કળામાં નિપુણતા હાંસલ કરનારાં મારાં ફેવરીટ પાંચ એરપોર્ટસ વિશે જાણીએ.

ચાંગી એરપોર્ટ, સિંગાપોર

વૈશ્વિક પ્રવાસ કેન્દ્રની ચર્ચા કરીએ ત્યારે સિંગાપોરમાં સિંગાપોર એરલાઈન્સનું હબ ચાંગી એરપોર્ટ પર ટ્રાન્ઝિટ અનુભવ સતત ટોચ પર બિરાજમાન છે.તેના હાર્દમાં જ્વેલ ચાંગી એરપોર્ટ છે, જે અદભુત મિશ્રિત ઉપયોગનું સંકુલ છે, જે નિસર્ગ અને રિટેઈલને સહજતાથી જોડે છે. તે દુનિયામાં સૌથી ઊંચું ઈનડોર વોટરફોલ રેઈન વોર્ટેક્સ પણ ધરાવે છે, જે અધધધ ૪૦ મીટર ઊંચું છે. આ અદભુત વિશિષ્ટતાનો નજારો અજોડ હોવા સાથે હરિયાળા જંગલની ખીણનોઆભાસ કરાવતા વિશાળ ઈનડોર ગાર્ડનનો પણ હિસ્સો છે.

જ્વેલ ઉપરાંત ચાંગી એરપોર્ટ પ્રવાસીઓને વિવિધ થીમ ગાર્ડન્સનો લહાવો કરાવે છે. પરિવારોમાં મનગમતા બટરફ્લાય ગાર્ડનમાં ૧૦૦૦થી વધુ પતંગિયાની જાતિઓ છે, જે શૈક્ષણિક અને ઈન્ટરએક્ટિવ અનુભવ પ્રદાન કરે છે. દરમિયાન ટર્મિનલ-૨ ખાતે સ્થિત સનફ્લાવર ગાર્ડન પ્રવાસીઓને હવાફેર કરવા આહલાદક સ્થળ પ્રદાન કરે છે, જેમાં રનવે અને એરક્રાફ્ટ પાર્કિંગ બેઝનો મનોહર નજારો સમાવિષ્ટ છે. લાંબો ટ્રાન્ઝિટ સમય હોય તો ચાંગીમાં ટર્મિનલની અંદર જ મફતમાં મુવી પણ પ્રવાસીઓ જોઈ શકે છે.

હમદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દોહા

૨૦૧૪માં શરૂ થયેલું કતારના દોહામાં હમદ ઈન્ટરનેશનલ એરપોર્ટ આધુનિક એરપોર્ટ ડિઝાઈન અને લક્ઝરીનું ઉત્તમ સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. તેના સુંદર, સમકાલીન સ્થાપત્ય અને અત્યાધુનિક સુવિધાઓ માટે પ્રસિદ્ધ તે કતારના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભવિષ્યલક્ષી ધ્યેયનું પ્રતિક છે. હમદ ઈન્ટરનેશનલની એક સૌથી આકર્ષક વિશિષ્ટતામાં ઘણાં બધાં આર્ટ ઈન્સ્ટોલેશન્સનો સમાવેશ થાય છે. સ્વીસ આર્ટિસ્ટ ઉર્સ ફિશ્ચર દ્વારા પ્રસિદ્ધ લેમ્પ બેરથી નામાંકિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટો દ્વારા નંગો સુધી આ કૃતિઓ ટર્મિનલને વિશાળ, ગતિશીલ આર્ટ ગેલેરીમાં ફેરવી દે છે.

એરપોર્ટ બધા પ્રવાસીઓની જરૂરતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલી શ્રેણીબદ્ધ એમિનિટીઝ પણ ઓફર કરે છે. આમાંથી એઆઈ મુરજેન બિઝનેસ લાઉન્જ તેની વિશાળ જગ્યા, ઉત્કૃષ્ટ કમ્ફર્ટ અને વ્યાપક સુવિધાઓ સાથે લક્ઝરીનો નવો દાખલો બેસાડે છે, જેમાં કોન્ફરન્સ રૂમ અને ડાઈનિંગ એરિયાનો સમાવેશ થાય છે. શાંતિ ચાહતા હોય તેમને માટે હમદ ઈન્ટરનેશનલ સ્પા ટ્રીટમેન્ટ રૂમો, ધમધમતી એરપોર્ટની પ્રવૃત્તિઓથી દૂર રિલેક્સ અને ધ્યાન કરવા માગતા પ્રવાસીઓ માટે શાંતિપૂર્ણ જગ્યા ક્વાયટ રૂમ્સ પૂરા પાડે છે. આથી વિશેષ હમદ ઈન્ટરનેશનલ ઈનડોર ટ્રોપિકલ ગાર્ડન અને વિશાળ જળ વિશિષ્ટતાઓ સહિત નોંધપાત્ર વિસ્તરણનું નિયોજન કરી રહી છે, જેથી પ્રવાસીઓનો અનુભવ વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે.

સ્કિફોલ એરપોર્ટ, એમ્સ્ટરડેમ

એમ્સ્ટરડેમમાં સ્કિફોલ એરપોર્ટ યુરોપના મુખ્ય એર ટ્રાવેલ હબ તરીકે અનોખું તરી આવે છે, જે તેના હાઈ ટ્રાફિક સાથે ઉત્તમ પ્રવાસી અનુકૂળસુવિધાઓ માટે પણ જાણીતું છે. સ્કિફોલનું અજોડ પાસું ડચ સંસ્કૃતિ અને કળા પ્રત્યે તેની સમર્પિતતા છે. એરપોર્ટમાં રિક્સ મ્યુઝિયમનો સમાવેશ થાય છે,જે પ્રદર્શનમાં અસલ ૧૭મી સદીના ડચ નંગો સાથે મિની- મ્યુઝિયમનો અનભુવ પ્રદાન કરે છે, જેની પ્રવાસીઓ નિ:શુલ્ક મુલાકાત લઈ શકે છે. આ સાથે એરપોર્ટની લાઈબ્રેરી ડચ સંસ્કૃતિ પર ૪૦ ભાષા અને એક્ઝિબિટ્સમાં પુસ્તકો સાથે સાંસ્કૃતિક સ્વર્ગ પૂરું પાડે છે, જે પુસ્તક પ્રેમીઓ અને સાંસ્કૃતિક ઉત્સુકો માટે શાંતિપૂર્ણ રિટ્રીટ સમાન છે.

સ્કિફોલ પડદા પાછળની એરપોર્ટની ટુર પણ ઓફર કરે છે, જે ઉડ્ડયનના શોખીનો અને ઉત્સુક પ્રવાસીઓને યુરોપનાં સૌથી વ્યસ્ત એરપોર્ટસમાંથી એકની ભીતરની કામગીરીની ઝાંખી કરાવે છે. આ ટુરમાં એરપોર્ટની કામગીરીના કોમ્પ્લેક્સ લોજિસ્ટિક્સ જોઈ શકાય છે અને ઉડ્ડયન ઉદ્યોગમાં અદભુત ઈનસાઈટ્સ પણ આપે છે. ડચ પર્યાવરણીય સતર્કતા સાથે સુમેળ સાધતાં સ્કિફોલે અનેક હરિત પહેલો પણ અપનાવી છે. એરપોર્ટ સક્રિય રીતે મધ નિર્માણમાં સંકળાયેલું છે,જ્યાં મધપૂડાઓ સ્થાનિક જૈવવિવિધતા અને સક્ષમતામાં યોગદાન આપે છે.

કનેક્ટિવિટી સ્કિફોલની વધુ એક મજબૂત ખૂબી છે. એરપોર્ટ ઉત્કૃષ્ટ રેલ અને રોડ લક ધરાવે છે, જે એમ્સ્ટરડેમ સિટી સેન્ટર અને નેધરલેન્ડ્સ તથા યુરોપમાં અન્ય મુખ્ય શહેરોમાં પહોંચવાનું પ્રવાસીઓ માટે એકદમ આસાન બનાવે છે.

કોપનહેગન ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોપનહેગન ઈન્ટરનેશનલ એરપોર્ટ ડેન્માર્કને સેવા આપતું અને સ્કેન્ડિનેવિયા માટે મુખ્ય કેન્દ્રનું કામ કરે છે, જે ફંકશનાલિટી અને એસ્થેટિક ડિઝાઈનનો ઉત્તમ સુમેળ દર્શાવે છે. આ એરપોર્ટ મારી યાદીમાં સ્થાન પામશે એવું મેં વિચાર્યું નહોતું. જોકે હું પહેલી વાર ત્યાં ગયો ત્યારે મોહિત થઈ ગયો હતો. તેની કાર્યક્ષમતા માટે પ્રસિદ્ધ એરપોર્ટ મનોહરતા અને વ્યવહારુતા દર્શાવે છે, જે સ્કેન્ડિનેવિયન ડિઝાઈનનાં સીમાચિહનો પ્રવાસીઓ માટે આવકાર્ય અને આરામદાયક વાતાવરણ નિર્માણ કરે છે.

એરપોર્ટનું શિલ્પશાસ્ત્ર અને ઈન્ટીરિયર ક્લાસિક સ્કેન્ડિનેવિયન ડિઝાઈનનાં તત્ત્વોથી સમૃદ્ધ છે, જેમાં સાફ લાઈનો, નૈસર્ગિક મટીરિયલ્સ અને પ્રકાશથી સમૃદ્ધ જગ્યાઓ દેખાવ ઉત્તમ બનાવવા સાથે તાણમુક્ત ટ્રાન્ઝિટ અનુભવમાં પણ યોગદાન આપે છે. પારિવારિક પ્રવાસીઓ, ખાસ કરીને એરપોર્ટના પરિવાર અનુકૂળ અભિગમ સરાહના કર્યા વિના રહેશે નહીં. સમર્પિત રમવાની જગ્યા સર્વ ઉંમરના બાળકોનું મનોરંજન કરે તે રીતે તૈયાર કરાઈ છે, જે ટ્રાન્ઝિટમાં સમય વિતાવવાનું વાલીઓ માટે વધુ રિલેક્સિંગ અને મનોરંજક અને બાળકો માટે મોજીલું બનાવે છે.

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

આખરે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દુનિયામાં સૌથી વ્યસ્ત અને સૌથી અદભુત એરપોર્ટમાંથી એક છે, જે દુબઈ માટે મુખ્ય પ્રવેશદ્વાર અને ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પ્રવાસ કરનારા એમિરેટ્સ એરલાઈન્સના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. એરપોર્ટ તેના વિશાળ સ્તર સાથે તેની લક્ઝુરિયસ એમિનિટીઝ માટે પણ વખણાય છે, જે દુબઈની મનોહરતાનું પ્રતિબિંબ પાડે છે. તેના વિશાળ ટર્મિનલો વર્ષમાં ૮૮ મિલિયન પ્રવાસીઓ હાથ ધરી શકે છે, જે પ્રવાહ કાર્યક્ષમતા સાથે તેની ભવ્યતા સાથે સુમેળતાની ખાતરી રાખે છે.

એરપોર્ટની વિશ્વ કક્ષાની સુવિધાઓમાં પ્રસિદ્ધ દુબઈ ડ્યુટી ફ્રી છે, જે ઉચ્ચ કક્ષાનાં ઈલેક્ટ્રોનિક્સથી લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ સુધી ઉચ્ચ સ્તર અને વિવિધતાસભર શોપિંગ અનુભવ પ્રદાન કરે છે. ઉપરાંત એરપોર્ટમાં ઝેન ગાર્ડન્સ, સ્પા સુવિધાઓ અને ઈનડોર સ્વિમિંગ પૂલ પણ છે, જે પ્રવાસીઓને ફ્લાઈટ્સ વચ્ચેના સમયમાં રિલેક્સ અને કાયાકલ્પ કરવામાં સહાય કરે છે. એરપોર્ટ ટેકનોલોજી અને ઝડપી સેવા પર ભાર આપીને વૈશ્વિક હવાઈ પ્રવાસના ભવિષ્યને આકાર આપવામાં તેને આગેવાન બનાવીને પ્રવાસીઓને સહજ અને યાદગાર ટ્રાન્ઝિટ અનુભવ થાય તેની ખાતરી રાખે છે.

ચાંગી, હમદ ઈન્ટરનેશનલ, સ્કિફોલ, કોપનહેગન અને દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટસ થકી સમાન ધાગો ગ્રાહક અનુભવ બહેતર બનાવવા માટે તેમનો વધુ ભાર છે, જે અજોડ સાંસ્કૃતિક ખૂબીઓ દર્શાવે છે. આ એરપોર્ટસમાં ટ્રાન્ઝિટનો કંટાળાજનક સમય કળા, રિલેક્સેશન અને ખોજ સાથે મજેદાર અનુભવ બનાવે છે.તમે પ્રવાસનું નિયોજન કરો ત્યારે ટ્રાન્ઝિટના અનુભવ પર વધુ પ્રભાવ પાડતાં આ પાસાંનો જરૂર વિચાર કરો, જે તમારા પ્રવાસમાં જરૂરી ટ્રાન્ઝિટનો સમય તમારા પ્રવાસના સાહસનો સમૃદ્ધ હિસ્સો બનાવે છે.

શું તમે પ્રવાસ દરમિયાન આ એરપોર્ટસ ખાતે અનન્ય સેવા અથવા અજોડ વિશિષ્ટતા અથવા અન્ય કશું અનુભવ્યું છે? તમારી વાર્તા મને neil@veenaworld.com પર શેર કરો અને ચાલો, આ એરપોર્ટસ અન્યથી અનોખાં કઈ રીતે તરી આવે છે તે વિશે ચર્ચા કરીએ!

May 04, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top