IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

સાઉથ કોરિયા - અ લેન્ડ ઓફ ફેસ્ટીવલ્સ

6 mins. read

Published in the Sunday Mumbai Samachar on 23 June, 2024

સાઉથ કોરિયા હંમેશાથી એક અવનવું ટ્રાવેલ ડેસ્ટીનેશન રહ્યું છે, જ્યાં પ્રાચીન પરંપરા અને અર્વાચીન આધુનિકતાનો સુંદર સમન્વય છે.અને વધુમાં વર્ષ 2020 અને 2021માં, જયારે સાઉથ કોરિયન સંગીત (કે-પોપ) અને સાઉથ કોરિયન ટી.વી. શોસ  (કે-ડ્રામા) ભારત દેશમાં લોકપ્રિય બ્ાન્યા છે ત્યારે આ દેશે વધુ પ્રસિદ્ધિ મેળવી છે. એટલે આજે, મારે તમને વધુ એક વસ્તુ વિષે જણાવવું છે જેને માટે સાઉથ કોરિયા ખ્યાતનામ છે.

આખા વર્ષ દરમ્યાન, આ દેશમાં તેમના અમુલ્ય વારસા અને સમકાલીન સંસ્કૃતિને ઉજાગર કરતા વાઇબ્ાન્ટ ફેસ્ટીવલ અને કલ્ચરલ ઈવેન્ટ્સ ઉજવવામાં આવે છે. રંગબ્ોરંગી લેન્ટર્ન ફેસ્ટીવલથી લઈને રોમાંચક મડ સેલિબ્રેશન, સાઉથ કોરિયાની આ ઈવેન્ટ્સ તેના ઈતિહાસ, પરંપરા અને સામાજિક ભાવનાને ઊંડાણથી સમજાવે છે. તો ચાલો ત્યાં વર્ષ દરમ્યાન ઉજવાતા મુખ્ય અને ખુબ્ા જ પ્રખ્યાત ફેસ્ટીવલસ અને ઈવેન્ટ્સ વિષે જાણી સાઉથ કોરિયાની મુલાકત લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય શોધીએ.

ચેરી બ્લોસમ ફેસ્ટીવલ્સ

સાઉથ કોરિયામાં વસંત ઋતુ (એપ્રિલ થી જુન) એ મેજિકલ સમય છે, જયારે ચેરી બ્લોસમ ખીલીને સંપૂર્ણ પ્રકૃતિને પેસ્ટલ વન્ડરલેન્ડમાં ફેરવી નાખે છે. જિન્હે ગુનહાંગજે ફેસ્ટીવલ અને યેઉદો ચેરી બ્લોસમ ફેસ્ટીવલ સૌથી પ્રખ્યાત ચેરી બ્લોસમ ફેસ્ટીવલ્સ છે.

જિન્હે ગુનહાંગજે ફેસ્ટીવલ, જિન્હે શહેરમાં આયોજિત થાય છે. તે દેશનો સૌથી મોટો ચેરી બ્લોસમ ફેસ્ટીવલ છે જયાં 3,50,000 ચેરી ટ્રી પરગુલાબ્ાી ફૂલો ખીલે છે અને સુંદર ગુલાબ્ાી આભા સર્જે છે અને લાખો મુલાકાતીઓને આકર્ષે છે. યેઉદો ચેરી બ્લોસમ ફેસ્ટીવલ સોલ શહેરમાં આયોજિત થાય છે અને તે પણ એટલો જ આકર્ષક હોય છે હાન નદી પર ઝળુંબ્ાતા ચેરી ટ્રી મનોહર દૃશ્ય સર્જે છે.આ ફેસ્ટીવલ્સમાં માત્ર ચેરી બ્લોસમ નહિ પણ સ્ટ્રીટ પ્રદર્શન, ફૂડ સ્ટોલ અને રાત્રે ચમકતી રોશની પણ મનમોહક હોય છે.

લોટસ લેન્ટર્ન ફેસ્ટીવલ

લોટસ લેન્ટર્ન ફેસ્ટીવલ અથવા યેઉનદેઅંગહો, એ સાઉથ કોરિયાની સૌથી રંગબ્ોરંગી અને સંસ્કૃતિક મહત્વ ધરાવતી ઇવેન્ટ છે,જે ભગવાન બ્ુાધ્ધનો જન્મદિવસ ઉજવવા આયોજિત કરવામાં આવે છે. હજારો વર્ષોથી ઉજવાતો આ પ્રાચીન ઉત્સવ બ્ુાધ્ધ સંસ્કૃતિને ઉજાગર કરે છે.મુખ્ય કાર્યક્રમ સોલ ખાતે જોગએસા ટેમ્પલ અને ચેઆેંગયેચેઓન સ્ટ્રીમની આજુબ્ાાજુ ઉજવાય છે. આ ફેસ્ટીવલમાં હજારો પ્રકાશિત લેન્ટર્ન,પારંપરિક સંગીત અને નૃત્ય અને ગ્રાન્ડ પરેડમાં મોટા સુંદર રીતે બ્ાનાવેલા લેન્ટર્ન ફલોટસ દર્શાવવમાં આવે છે.દરેક લેન્ટર્ન પ્રાર્થના અને ખુશીને દર્શાવે છે, જે શાંત સૌમ્ય છતાં ઉત્સવમય વાતાવરણ સર્જે છે.

બ્ાોરએઆેંગ મડ ફેસ્ટીવલ

બ્ાોરએઆેંગ મડ ફેસ્ટીવલ સાઉથ કોરિયાની એક બ્ાહુ જ આનંદદાયક સમર ઇવેન્ટ છે, જે લોકલ અને ઇન્ટરનેશનલ મુલાકાતીઓને કોસ્ટલ સીટી બ્ાોરએઆેંગ ખેંચી લાવે છે. દરવર્ષે જુલાઈ મહિનામાં આયોજિત આ ઇવેન્ટમાં દાયચેઓન બ્ાીચને અનેક મડ થીમની એક્ટીવીટીથી ભરેલા એક મોટા રમતના મેદાનમાં પરિવર્તિત કરે છે. અહીં ભાગ લેનારા મડ રેસલિંગ, મડ ઓબ્ાસ્ટેકલ કોર્સમાંથી પસાર થવું, મોટી મડ લસરપટ્ટી પરથી લસરવુંઅથવા મડ થેરાપી મસાજનો આનંદ લઇ શકે છે. આ ફેસ્ટીવલ માત્ર મડમાં ગંદા થવાનો નથી અહીં પ્રખ્યાત કે પોપ ગ્રુપના મ્યુઝીક કોન્સર્ટ,બ્ાીચ પરેડ, કલરફૂલ આતશબ્ાાજી થી ભરેલો પાર્ટીનો માહોલ હોય છે. મુલાકાતીઓ સોલથી ટ્રેન કે બ્ાસ દ્વારા બ્ો કલાકમાં બ્ાોરએઆેંગ પહોંચી શકે છે.

બ્ુાસાન સી ફેસ્ટીવલ  

બ્ુાસાન સી ફેસ્ટીવલ, દર વર્ષે ઓગસ્ટ મહિનામાં એક અઠવાડિયા સુધી વિવિધ ઇવેન્ટસ અને એક્ટીવીટીસ શહેરના સુંદર દરિયાકિનારાઓ પર આયોજિત કરવામાં આવે છે. હેઉનદે બ્ાીચ, ગ્વાંગગલી બ્ાીચ અને બ્ાીજા દરિયા કિનારાના સ્થળો બ્ાીચ પાર્ટી, વોટર સ્પોર્ટ્સ અને કોન્સર્ટસ વગેરેથી ઉત્સાહનું કેન્દ્ર બ્ાની જાય છે. મુલાકાતીઓ અહીં સર્ફિંગ, જેટ સ્કીઈંગ અને બ્ાીચ વોલીબ્ાોલમાં ભાગ લઇ શકે છે અથવા માત્ર સુરજની રોશનીમાં સ્નાન કરતારીલેક્સ થઇ શકે છે. લાઈવ મ્યુઝીક પરફોર્મન્સથી સાંજ જીવંત થઇ જાય છે અને ડીજે તે પાર્ટીના માહોલને મોડી રાત સુધી જીવંત જ રાખે છે.બ્ુાસાન ના અન્ય જોવાલાયક સ્થળો છે શાંત હાયેદોંગ યોંગગુંગસા ટેમ્પલ અને મનોહર ગામચેઓન કલ્ચર વિલેજ. બ્ુાસાન સી ફેસ્ટીવલ સાઉથ કોરિયાના બ્ાીજા સૌથી મોટા શહેરની થનગનતી ઉર્જા અને આકર્ષક દરિયાકિનારાને માણવા અને અનુભવવાની અણમોલ તક છે.

આનદોંગ માસ્ક ડાન્સ ફેસ્ટીવલ 

આનદોંગ માસ્ક ડાન્સ ફેસ્ટીવલ આ પારંપરિક કોરિયન સંસ્કૃતી ઉજાગર કરતો મનમોહક ઉત્સવ, દર વર્ષે પાનખર ઋતુમાં આનદોંગ શહેરમાં ઉજવાય છે. આ ફેસ્ટીવલ અવનવા નૃત્ય અને આબ્ોહુબ્ા અભિનય દ્વારા પ્રાચીન કોરિયન લોક જીવન અને લોકકથાઓ કહેતા ટ્રેડીશનલ માસ્ક ડાન્સ પરફોર્મન્સ `તાલચુમ' માટે પ્રખ્યાત છે. આ ફેસ્ટીવલમાં મુલાકાતીઓ માસ્ક બ્ાનાવતા શીખવતી અને સંસ્કૃતિક ધરોહર સમા હાહો માસ્કનું મહત્વ સમજાવતીઅનેક કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવે છે.આ માસ્કના આગવા લક્ષણો અને ભાવ તેની ખાસિયત છે, જેનું બ્ાહુ ઊંડું ઐતિહાસિક અને સંસ્કૃતિક મહત્વ છે, જે કોરિયન લોકકથા અને રીવાજોના વિવિધ પાત્રો રજુ કરે છે. આ ફેસ્ટીવલમાં કલ્ચરલ પ્રદર્શન, સ્ટ્રીટ પરફોર્મન્સ અને યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ હાહો ફોક વિલેજની મુલાકત પણ સામેલ છે.

સોલ લેન્ટર્ન ફેસ્ટીવલ 

દર નવેમ્બ્ાર મહિનામાં ચેઆેંગયેચેઓન સ્ટ્રીમની આજુબ્ાાજુ હાર્ટ ઓફ સીટીને સોલ લેન્ટર્ન ફેસ્ટીવલ પ્રકાશિત કરે છે,આ જાદુઈ નજરો દુનિયાભરમાંથી મુલાકાતીઓને આકર્ષે છે. આ ફેસ્ટીવલમાં જુદા જુદા થીમને ઉજાગર કરતા લેન્ટર્ન ડિસ્પ્લે કરવામાં આવે છે,જેમાં પારંપરિક કોરીયન માન્યતાઓ, ઐતિહાસિક પ્રસંગોથી લઈને સમકાલીન ગ્લોબ્ાલ મુદ્દાઓ રજુ કરવામાં આવે છે. દરેક લેન્ટર્ન ખુબ્ા જ ઝીણવટભરી કારીગીરીથી બ્ાનાવવામાં આવે છે અને શહેરના ઝરણાને ગ્લોઇન્ગ વન્ડરલેન્ડમાં પરિવર્તિત કરે છે. મુલાકાતીઓ અહીં લેન્ટર્ન  મેકિંગ વર્કશોપ, ટ્રેડીશનલ પરફોર્મન્સ અને ફોટો ઝોન જેવી અનેક એક્ટીવીટીસનો આનંદ લઈ શકે છે. આ ફેસ્ટીવલમાં એક વિશેષ સ્થાન હોય છે જ્યાં મુલાકતીઓ લેન્ટર્ન પર પોતાની ઈચ્છાઓ લખીને સ્ટ્રીમમાં વહાવી શકે છે, જે તેમના અનુભવમાં એક પર્સનલ ટચનો ઉમેરો કરે છે.

સાઉથ કોરિયાના આ બ્ાધા જ ફેસ્ટીવલ્સ અને ઈવેન્ટ્સ તેમના દેશની અનોખી સંસ્કૃતિ, પ્રાચીન પરંપરા થી સમકાલીન કળા અને મનોરંજનની અનન્ય આશિંક ઓળખાણ આપે છે. તમે વસંત ઋતુમાં ચિત્તાકર્ષક ચેરી બ્લોસમ જુઓ, ઉનાળામાં મડી ફ્નનો આનંદ મેળવો કે પાનખરમાં અમુલ્ય વારસાનો અનુભવ મેળવો કે શિયાળામાં વન્ડરલેન્ડ માણો. ત્યાં હંમેશા કંઇક અવનવું આયોજન હોય જ છે. આ ફેસ્ટીવલ્સ તમને લોકલ કલ્ચરમાં ડૂબ્ાવાની અને રીજનલ પકવાન ચાખવાની અને મસ્તીભરી અને જ્ઞાનભરી પ્રવૃતિઓમાં ભાગ લેવાની અનેરી તક આપે છે.

કે-ડ્રામા અને કે-પોપ ની અસરને લીધે આ મનમોહક ઈવેન્ટ્સ વધુ સુલભ બ્ાની છે અને મારા તમારા જેવા ઇન્ટરનેશનલ મુલાકતીઓને વધુ આકર્ષે છે.આ ઉત્સવોના સમય સાથે તમારી મુલાકત ગોઠવી તમે સાઉથ કોરિયાનું સાછું સત્વ અનુભવી ન ભૂલી શકાય તેવી યાદો નિર્માણ કરી શકો છો.તો ચાલો બ્ોગ ભરો, કેમેરા લો, અને આ મનમોહક ફેસ્ટીવલ્સ અને ઈવેન્ટ્સ ના ઉત્તમ સમયે સાઉથ કોરિયાની મુલાકાત લેવા તૈયાર થઇ જાવ.ચાલો બ્ોગ ભરો અને નીકળી પડો.

June 22, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top