Published in the Sunday Gujarat Samachar on 29 June 2025
કોઈ એક ખંડ મને સતત આશ્ચર્યમાં મૂકતો હોય તો તે સાઉથ અમેરિકા છે. મારી ત્યાં છેલ્લી ટ્રિપ હું એન્ટાર્કટિકા ગયો હતોત્યારે એક દાયકા પૂર્વેની હતી! હું તેનું આ રીતે વિવરણ કરું છુંઃ નાટકીય, વૈવિધ્યપૂર્ણ અને જીવવાની વાટ જોતી વાર્તાઓથી ભરચક.એન્ડિયન શિખરથી એમેઝોન રેઈનફોરેસ્ટ્સ સુધી, કોલોનિયલ વસાહતથી કોસ્મોપોલિટન શહેરો સુધી અને માઈલો સુધી ફેલાયેલા બીચ સુધી.અને છતાં કોઈક રીતે તે ઘણા બધા પ્રવાસીઓ માટે રડારની નીચે રહી જાય છે.
તેનું એક કારણ તે બહુ દૂર છે એવી માન્યતા હોઈ શકે અથવા તે એટલું વ્યાપક છે કે લોકોને ક્યાંથી શરૂઆત કરવી તે જ ખબર પડતી નથી.જોકે તમે એક વાર ત્યાં જાઓ એટલે તે પોતાના લય, રંગ અને ઉષ્મામાં તમને જકડી લે છે. આથી જો તમે સાઉથ અમેરિકા જવાનું વિચાર્યું હોય, પરંતુ શરૂઆત ક્યાંથી કરવી તે વિશે અવઢવ હોય તો આ ખંડની મુલાકાત લેવા માટે અમુક સૌથી અદભુત દેશોની આ માર્ગદર્શિકા છે.
પેરૂઃ
મોટા ભાગના લોકો પેરૂ વિશે વિચારે છે ત્યારે તેઓ માચુ પિછુ વિશે વિચારે છે અને તે યોગ્ય જ છે. એન્ડીસમાં ઊંચાઈ પર વસેલું ઈન્કા સિટાડેલઆ ધરતી પર સૌથી પ્રતીકાત્મક સ્થળમાંથી એક છે. જોકે પેરૂમાં કોઈ વિચારે તેનાથી ઘણું બધું છે. ધમધમતા ખાદ્યો સાથે લિમાની વાઈબ્રન્ટ રાજધાનીથી કુસ્કોની રંગબેરંગી ગલીઓ સુધી, સેકર્ડ વેલીના નૈસર્ગિક સૌંદર્ય અને રેઈનબો માઉન્ટન તથા લેક ટિટિકાકાના સુંદર નિસર્ગસૌંદર્ય સુધી, પેરૂ પ્રાચીન ઈતિહાસ, નાટકીય નિસર્ગ અને ઘેરા સાંસ્કૃતિક અંતરનું સંમિશ્રણ પ્રદાન કરે છે.
ભારતીય પ્રવાસીઓ માટે પેરૂ ખાસ પુરસ્કૃત છે, કારણ કે આ સ્થળ વૈવિધ્યતા અને સાહસથી ભરચક છે. આ દેશ, વિદેશી મહેસૂસ થાય છે,પરંતુ મૈત્રીપૂર્ણ સ્થાનિકો, ઉત્તમ શાકાહારી ખાદ્યના વિકલ્પો (બટેટા, મકાઈ અને ક્વિનોઆની પ્રચુરતાને આભારી) અને ઘણા બધા લોકો સાથેસુમેળ સાધતી મજબૂત આધ્યાત્મિક ઊર્જા સાથે આવકાર્ય પણ છે. જો તમને બજાર, કપડાં અને વાર્તાકથન સંસ્કૃતિ ગમતી હોય તો આપણે ઘરે મહેસૂસ કરીએ છીએ તેવું જ અહીં પણ મહેસૂસ થઈને રહેશે.
આર્જેન્ટિનાઃ
આર્જેન્ટિના વિરોધાભાસનો દેશ છે. ઉત્તરમાં ઈગ્વાઝુના વોટરફોલ્સથી લઈને દક્ષિણમાં પેટાગોનિયાના ગ્લેશિયર્સ સુધી.તેના હાર્દમાં બ્યુનોસ એરીસ છે, જે શહેર યુરોપ અને લેટિન અમેરિકાનું સંમિશ્રણ મહેસૂસ કરાવે છે, જ્યાં વ્યાપક ક્ષિતિજો અને ટેંગો સંગીતહવામાં ગૂંજતું રહે છે. પશ્ચિમમાં જશો તો તમને મેંડોઝાનો વાઈન પ્રદેશ મળી આવશે, જે વિશ્વ કક્ષાના માલ્બેક્સનું ઘર છેઅને એન્ડીનો અદભુત નજારો જોવા મળશે. અને નીચે પેટાગોનિયામાં તમે નેશનલ પાર્કસમાં હાઈક કરી શકો,ગ્લેશિયર્સ થકી નૌકાવિહાર કરી શકો છો અને તમને ઉશુઆઈયામાં પૃથ્વીના છેડા પર હોવાનું મહેસૂસ થશે.
ભારતીય પ્રવાસીઓ માટે આર્જેન્ટિના સંસ્કૃતિ, સાહસ અને ખુલ્લી જગ્યાનું અદભુત સંમિશ્રણ છે. જો તમને સેલ્ફ-ડ્રાઈવ હોલીડેનો વિચાર ગમતો હોય તો પેટાગોનિયાથી રોડ ટ્રિપ અવિસ્મરણીય બની જાય છે. બ્યુનોસ એરીસમાં શાકાહાર ખાદ્યો આશ્ચર્યકારક રીતે ઉત્તમ છે. તમે જોઈ શકશોકે તમે સ્પેનિશ બોલી નહીં શકતા હોય તો પણ અહીં વાર્તાલાપ અત્યંત ધીમેથી કરાય છે. વળી, ક્રિકેટનો કઝિન ફૂટબોલ માટે પણસમાન પ્રેમ અહીં છે અને હા, તમને સર્વત્ર લિયોનેલ મેસ્સીના મુરાલ જોવા મળશે. આર્જેન્ટિના ભવ્ય અને બોલ્ડ મહેસૂસ કરાવે છે,પરંતુ તમને જૂના મિત્રની જેમ આવકારે પણ છે.
ચિલીઃ
ચિલી લાંબું, સાંકડું અને અતુલનીય રીતે વૈવિધ્યપૂર્ણ છે. તે પૃથ્વી પરનું સૌથી સૂકું સ્થળ અટાકામા રણથી બરફવાળા યોર્ડસ અને પેટાગોનિયાના ઉચ્ચ શિખરોના નીચેના ભાગ સુધી ફેલાયેલો છે. તેની વચ્ચે તમને વાઈબ ન્ટ શહેરો સેન્ટિયાગો, વાલ્પારાયસોનાં રંગીન બંદર શહેરો, કાસાબ્લાન્કા વેલીમાં વિશાળ વાઈનયાર્ડસ અને ઈસ્ટર આઈલેન્ડની ચમત્કારી, અંતરિયાળ અજાયબી અહીં જોવા મળશે. તમે ટોરેસ ડેલ પેઈનમાં હાઈકિંગ કરતા હોય કે રણમાંથી તારાઓ જોતા હોય કે એન્ડીસના નજારા સાથે કારમેનિયર વાઈનના ગ્લાસમાંથી ઘૂંટડા ભરતા હોય, ચિલી એક અવિસ્મરણીય પ્રવાસમાં પોસ્ટકાર્ડસને એકત્ર સીવ્યાં છે એવું મહેસૂસ કરાવે છે.
ભારતીય પ્રવાસીઓ માટે ચિલી ખાસ કરીને નૈસર્ગિક સૌંદર્ય અને શાંત ખોજ ચાહનારા માટે રોમાંચક અને તાજગીપૂર્ણ છે. તે અતુલનીય રીતે સુરક્ષિત છે. અહીં મજબૂત સેન્સ ઓફ ઓર્ડર છે અને દુનિયાનું અમુક અત્યંત સુંદર નિસર્ગસૌંદર્ય પ્રદાન કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને રોડ ડ્રિપ ઉત્કૃષ્ટ છે અને મોટાં શહેરોમાં શાકાહારી વિકલ્પો શોધવાનું વધુ આસાન છે. ઉપરાંત હાઈકિંગ, ફોટોગાફી થવા શાંતિથી પોઢ્યા રહેવા માગતા આઉટડોર માટે ઘેરું જોડાણ ચાહનારા કોઈ પણ માટે ચિલી દરેક મોસમમાં કશુંક પ્રદાન કરે છે.
બાઝિલઃ
બાઝિલ જૂનો, રંગીન અને અતુલનીય છે. રિયો દ જાનેરોમાં કોપાકાબાના અને ઈપાનેમાના પ્રતીકાત્મક બીચ સુધી, ઈગ્વાઝુ ફોલ્સની ગર્જના કરતી શક્તિથી લઈને એમેઝોન રેઈનફોરેસ્ટ્સના રહસ્યમય ઊંડાણ સુધી બ્રાઝિલ ઊર્જા અને ઉચ્ચ સ્તરનો દેશ છે. તમે ઓરો પ્રેટો જેવાં કોલોનિયલશહેરો અથવા લેન્કોઈસમારાન્હેન્સીસના રેતીના ડુંગરો જોઈ શકો છો અને અહીં સંગીત અને નૃત્ય તમે ફક્ત જોતા નથી, પરંતુ મહેસૂસ કરો છો. દેખીતી રીતે જ ક્રાઈસ્ટ ધ રિડીમર અને શુગરલોફ માઉન્ટન મોટા ભાગના લોકોની યાદીમાં ટોચે હોય છે, પરંતુ બ્રાઝિલનો જાદુ મોટે ભાગે તેના લોકો, લય અને નૈસર્ગિક સૌંદર્યમાં રહેલો છે.
ભારતીય પ્રવાસીઓ માટે બ્રાઝિલ પરિચિત અને સાવ ભિન્નતાનું અદભુત મિશ્રણ છે. તે સ્વર્ણિમ, મૈત્રીપૂર્ણ અને હંમેશાં ઉત્સવી છે, જે યુગલો,સમૂહો અથવા એકલી ટ્રિપ્સ માટે પણ મોજીલું સ્થળ બનાવે છે. આ દેશનો ક્રિકેટ પ્રેમ (માનો કે નહીં માનો પણ દિવસે દિવસે વધી રહ્યો છે)થી પરિવાર, ખાદ્ય અને ઉજવણી માટે ઘેરી સરાહના સુધી ભારત સાથે મજબૂત સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. ત્યાં પહોંચવા માટે સમય લઈ શકે,પરંતુ તમે એક વાર પહોંચ્યા પછી બાઝિલ ખાસ કરીને જો તમે રિયામાં કાર્નિવલ અથવા નવા વર્ષની આતશબાજી સમયે તમારી મુલાકાતનુંનિયોજન કરો ત્યારે તમને અવિસ્મરણીય અનુભવ કરાવીને રહે છે, જે ખરેખર બકેટ લિસ્ટમાં હોવું જ જોઈએ.
બોલિવિયા ઃ
બોલિવિયા સુંદર, મનોહર અને અત્યંત રમણીય છે. તે પૃથ્વી પરના સૌથી સુંદર સ્થળમાંથી એક સાલાર દ યુનીનું ઘર છે,જે દુનિયાનો સૌથી વિશાળ મીઠાનો પટ્ટો છે, જ્યાં વરસાદની મોસમમાં જમીન આકાશ પ્રદર્શિત કરીને ઉત્તમ નૈસર્ગિક અરીસો નિર્માણ કરે છે.જોકે બોલિવિયામાં તેનાથી પણ વિશેષ ઘણું બધું છે. તેની રોમાંચક કેબલ કાર અને સ્ટ્રીટ માર્કેટ સુધી લા પેઝની હાઈ-ઓલ્ટિટ્યુડ રાજધાનીથી રુરેનાબેક નજીક અલ્ટિપ્લાનો અને એમેઝોનિયન લોલેન્ડ્સના અનોખા નિસર્ગસૌંદર્ય સુધી બોલિવિયા ઓલ્ટિટ્યુડમાં,સીનરીમાં અને અનુભવમા તીવ્રતાઓની ધરતી છે.
ભારતીય પ્રવાસીઓ માટે બોલિવિયા ખરા અર્થમાં સાહસ છે. તે ઓફફબીટ અને અસલ છે, જે થોડી હિંમત અને ખોજ સાથે પ્રવાસ શરૂ કરવા માગતા હોય તેમને માટે અસલ, ઉત્તમ છે. સ્થાનિક સંસ્કૃતિ સમૃદ્ધ છે, ઘરેલુ વારસામાં મૂળિયાં ધરાવે છે અને નિસર્ગસૌંદર્ય મોટે ભાગે વણસ્પર્શ્યું લાગે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધરી રહ્યું છે ત્યારે હજુ પણ એવું લાગે છે કે આ દેશ પર્યટન માટે અતિ પોલિશ્ડ નથી અને તે જ તેની ખૂબીનો મોટો ભાગ છે.જો તમે ક્લાસિક્સ છેકી નાખ્યું હોય અને કશુંક નિર્ભેળ અને અવિસ્મરણીય ચાહતા હોય તો બોલિવિયા તમારી તે ઈચ્છા પૂરી કરશે.તો તમે ક્યાંથી શરૂઆત કરશો?
આ મોટો પ્રશ્ન છે. બરોબર ને? સાઉથ અમેરિકા વિશાળ છે. જોકે તે જ તેને સુંદર પણ બનાવે છે. જો આ લેખે તમારી ઈચ્છાઓ જગાવી હોય અને તે કઈ રીતે શક્ય બનાવીએ એવું વિચારતા હોય તો અહીં તમારે માટે કશુંક છેઃ વીણા વર્લ્ડ 13મી સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રસ્થાન કરનારી સાઉથ અમેરિકા માટેની ગુપ ટુર ધરાવે છે. આ બહુ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલી આઈટિનરી છે, જે આરામ, માર્ગદર્શન અને દેખીતી રીતેજ ઉત્તમ સંગાથ સાથે આ અતુલનીય ખંડના શ્રેષ્ઠતમનું સંતુલન કરે છે.
અને જો તમે તેનાથી આગળ, દુનિયાના છેડા સુધી જવા માગતા હોય તો 8 ડિસેમ્બર, 2025ના રોજ વિશેષ એન્ટાર્કટિકા પ્રસ્થાન છેઅને આ ટ્રિપ ક્યારેય ભૂલશો નહીં. તો 2025ના વર્ષને તમે હા કહી શકો છો. પેરૂને. પેટાગોનિયાને. એન્ટાર્કટિકામાં પેન્ગ્વિન્સને.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.