Published in the Sunday Mumbai Samachar on 20 July 2025
ચાલો, આજે દુનિયાની જુદી જુદી રસપ્રદ ગેમ્સ વિશે જાણીએ
થોડા સપ્તાહ પૂર્વે અમે ઘરે રાત્રે બોર્ડ ગેમ રમતા હતા. કોઈ ખાસ નિમિત્ત નહોતું, પરંતુ નિકટવર્તી મિત્રો,નાસ્તાપાણી અને સદા વિશ્વસનીય સેટલર્સ ઓફ કેટાનની નિરંતર ગેમ રમવાનું પ્રયોજન કરાયું હતું.
બોર્ડ ગેમ્સ વિશે કાંઈક વિશેષ છે એવું તમને નથી લાગતું? તમે આ ગેમ રમતા હોય ત્યારે મોકળાશથી હસો છો, એકબીજા સાથે સમન્વય કરો છો, ઝડપથી ગેમ પૂરી કરવા પ્રયાસ કરો છો અને થોડા કલાકો માટે સ્ક્રીન, નોટિફિકેશન અને બહારી દુનિયાને તમે સંપૂર્ણ ભૂલી જાઓ છો.
હું આ સપ્તાહના લેખ માટે વિષય પર વિચાર કરી રહ્યો હતો ત્યારે મેં તે બોર્ડ ગેમ વિશે વિચારવાનું શરૂ કર્યું.સખત ટક્કર આપીને જીત અને નિયમો પર વાટાઘાટ વચ્ચે ક્યાંક હું વિચારવા લાગ્યો કે મને બોર્ડ ગેમ આટલી સારી કેમ લાગે છે?
મને તુરંત તેનો ઉત્તર મળી ગયો, કારણ કે તે લોકોને એકત્ર લાવે છે. તે ખુશી આપે છે, વ્યૂહરચનાને પ્રજ્જવલિત કરે છેઅને સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે કોણ છીએ અને આપણે કઈ રીતે વિચારીએ તે દર્શાવે છે.
આથી જ તેને અનુસરીને બીજો વિચાર આવ્યોઃ બોર્ડ ગેમ સાંસ્કૃતિક વાર્તાઓ છે તે જ રીતે દરેક દેશ, દરેક પ્રદેશ ગેમનો પોતાનો સંચ ધરાવે છે, જેમાં અમુક પ્રાચીન, અમુક આધુનિક, અમુક જીત પર અને અન્ય સહકાર પર નિર્માણ કરાયેલી હોય છે. અને ખાદ્ય અથવા સંગીતની જેમ જો તમે સારા સ્થળ વિશે સમજવા માગતા હોય તો તેની સ્થાનિક ગેમ્સ રમવી તે આશ્ચર્યકારક રીતે શરૂઆત કરવાની મોજીલી રીત છે.
તો આજના લેખમાં હું સામાન્ય પ્રવાસની વાતથી થોડું હટકે સ્મારકો અને બજારો વિશે વાત કરવા માગું છું, હું મોટે ભાગે ધ્યાનમાં નહીં આવતી,પરંતુ સંસ્કૃતિ વિશે ઘણું બધું કહેતી બાબત, એટલે કે, બોર્ડ ગેમ્સ વિશે વાત કરવા માગું છું.
કારણ કે આગામી સમયે તમે પ્રવાસ કરો, પછી તે જાપાન, ઓસ્ટ્રેલિયા હોય કે સ્પેન હોય, ત્યારે એ પૂછવાનું મહત્ત્વપૂર્ણ બની જાયકે અહીંના લોકો ટેબલ આસપાસ ભેગા થાય ત્યારે શું રમે છે? તો, ચાલો પાસાં ફેરવીએ અને તેના ઊંડાણમાં ઊતરીએ.
સંસ્કૃતિની વ્યાખ્યા કરતી બોર્ડ ગેમ્સ
જો તમે તે વિશે વિચારતા હોય તો બોર્ડ ગેમ્સ અલગ અલગ સંસ્કૃતિઓ અલગ કઈ રીતે વિચારે છે, સમસ્યા ઉકેલે છે અને જોડાણ સાધે છે તેનું પ્રતિબિંબ છે. અમુક ગેમ્સ વ્યૂહરચના શીખવે છે, અન્ય પરંપરાનો આદર કરવાનું અને ઘણી બધી વારસાના જેમ પેઢી દર પેઢી પસાર થતી રહે છે. અહીં કસોટીમાં ખરી ઊતરેલી અને દુનિયાભરમાં લોકો જે રીતે રમે છે તેને આકાર આપવાનું ચાલુ રાખનારી અમુક ગેમ્સ વિશે વાત કરીશુંઃ
ભારતઃ મોનોપોલી અથવા ક્લૂએ આપણા જીવનમાં પ્રવેશ કર્યો તેના બહુ અગાઉથી ભારતે દુનિયાને કેટલીક ગેમ્સ આપી. `ચતુરંગા' 6ઠ્ઠી સદીની વ્યૂહરચનાની રમત આધુનિક ચેસની પ્રત્યક્ષ પૂર્વજ માનવામાં આવે છે. જોકે `પચીસી' પણ છે, જે `ક્રોસ-એન્ડ-સર્કલ રેસ' ગેમ પાસા માટેકોડીઓ કપડાના બોર્ડ પર રમાય છે અને બ્રિટિશ દ્વારા શરૂ કરાયેલી `લુડો' ગેમ તો સર્વત્ર પ્રચલિત છે. આ ફક્ત સમય વિતાવવાની ગેમ નહોતી, પરંતુ તે યુદ્ધની તરકીબો, શક્યતાએ અને કર્મ પણ શીખવતું સાધન હતી. મહાભારતમાં શતરંજનો સંદર્ભ પ્રસિદ્ધ છેઅને ભારતીય ફિલોસોફીમાં છાશવારે ગેમિંગનાં રૂપકો દેખાય છે.
જાપાનઃ જાપાનમાં બોર્ડ ગેમ્સ એકાગ્રતા અને દૂરદ્રષ્ટિનાં મૂલ્યો પ્રદર્શિત કરે છે. 4,000 વર્ષ પૂર્વેની ગેમ `ગો' હજુ પણ વ્યાપક રીતે રમાય છે.તે આમ તો સાદી દેખાય છે, પરંતુ તેમાં ઊંડાણભરી તરકીબો આવશ્યક હોય છે. બ્લેક એન્ડ વ્હાઈટ પથ્થરો સાથે ખેલાડીઓનું લક્ષ્ય જીવનમાં સૂક્ષ્મતા અને સંતુલન માટે પ્રદેશ, રૂપકને ઘેરો ઘાલવાનું હોય છે. આ પછી `શોગી' છે, જે જાપાની ચેસમાં કબજામાં લેવાયેલા મહોરાઓતમારી બાજુ પર ગેમમાં ફરી પ્રવેશ કરે છે. આ વ્યૂહાત્મક અને તાજગીપૂર્ણ રીતે ક્ષમા છે, જે વિચાર સ્થિતિસ્થાપકતાઅને નવીનીકરણનાં જાપાની મૂલ્યોમાં ઊંડાણથી મઢાયેલો છે.
યુએસએઃ અમેરિકન બોર્ડ ગેમ્સ મૂડીવાદ, શોધ અને વાટાઘાટ માટે દેશની ખૂબી પ્રદર્શિત કરે છે. મોનોપોલી તેનો ઉત્તમ દાખલો છે,જે જમીન પચાવી પાડવાની નીચી બાજુ દર્શાવે છે, પરંતુ પછીથી મોટા વેપારની ઉજવણી તરીકે અપનાવાય છે.જોખમ, સ્ક્રેબલ અને ક્લૂ એ સર્વ જીત, વર્ડપ્લે અથવા કપાત પર ભાર આપે છે, જે વ્યક્તિગત સિદ્ધિ, ભાષાકીય ચતુરાઈઅને કોયડા ઉકેલવાનાં સમાજનાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
જર્મનીઃ જર્મનનું આધુનિક ગેમિંગમાં ભરપૂર યોગદાન છે. જર્મનીએ આપણને ધ સેટલર્સ ઓફ કેટાન ગેમ આપી છે, જેણે `યુરોગેમ્સ'ને લોકપ્રિય બનાવીને વૈશ્વિક બોર્ડ ગેમ ઉદ્યોગને બદલી નાખ્યો છે. યુરોગેમ્સ શીર્ષક તેની હાથીની ડિઝાઈન, સંતુલિત ગેમપ્લે અને લઘુતમ ભાગ્ય માટે જ્ઞાત છે. જર્મન ગેમ્સ મોટે ભાગે પ્લેયરનું એલિમિનેશન ટાળે છે અને સંસાધન વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્ષમતા, લાંબા ગાળાનું નિયોજન અને જોડાણ થકી સમુદાય નિર્માણને પ્રેમ કરતી સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે.
આફ્રિકાઃ આફ્રિકામાં `મેન્કાલા' (ઘણાં બધાં નામથી ઓળખાય છે) સૌથી પ્રાચીન ગેમ હોવા છતાં આજે પણ રમાય છે. જમીનમાં ખાડા અથવા કોતરેલા લાકડાના બોર્ડનો ઉપયોગ કરીને ખેલાડીઓ લયમાં સીડ્સ અથવા સ્ટોન્સરૂપી પાસાથી ચાલ રમે છે, જે ગણિતિક અને ધ્યાનનો અહેસાસ આપે છે. બાળકો અને જ્યેષ્ઠો દ્વારા પણ રમાતી મેન્કાલા પેઢી દર પેઢી વચ્ચેનું અંદર દૂર કરે છે. તે મોટે ભાગે મૌખિક રીતે આગામી પેઢીઓમાં પસાર કરાય છે અને ઝાડ, કોર્ટયાર્ડ અથવા અગ્નિની બાજુમાં રમાય છે.
મધ્ય પૂર્વઃ મેસોપોટેમિયાથી આપણે `ધ રોયલ ગેમ ઓફ ઉર' મળે છે, જે 4000 વર્ષ જૂની રેસ ગેમ છે, જે ઈરાકમાં શોધાઈ હતીઅને દુનિયાની સૌથી પ્રાચીન જ્ઞાત બોર્ડ ગેમ્સમાંથી એક માનવામાં આવે છે. તે આજે બ્રિટિશ મ્યુઝિયમમાં સ્થાન ધરાવે છે,પરંતુ આધુનિક આવૃત્તિ પણ મોજૂદ છે. વ્યાપક મધ્ય પૂર્વમાં બેકગેમોન (તાવલા) રાજા છે. તે ઈરાન, ટર્કી અને લેબેનોનમાં કોફીહાઉસમાં મોટેભાગે ચા અને વાર્તાલાપ વચ્ચે રમાય છે.
અણધાર્યાં સ્થળો
તમે પ્રવાસ કરો ત્યારે અમુક જગ્યાએ બોર્ડ ગેમ્સ રમાતી જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.
બોર્ડ ગેમ કેફેઃ સિઉલ અને ટોકિયો જેવાં શહેરોમાં બોર્ડ ગેમ કેફે જીવનશૈલી છે. સિઉલના સ્વર્ણિમ હોંગડેઈ અને ગંગનમ પાડોશમાંતમને બહુમાળી કેફે જોવા મળશે, જ્યાં મિત્રો કલાકો સુધી ભેગા થાય છે, શેલ્વ્સ પર ગોઠવવામાં આવેલી સેંકડો ગેમ્સમાંથીપસંદગી કરતાં જોવા મળે છે. એક કે બે કોફીની કિંમતે તમને મિત્રો સાથે મોજીલી લાઈબે્રરીને પહોંચ મળે છે,જ્યાંનો સ્ટાફ તમને કશુંક નવું શીખવવા માટે તૈયાર હોય છે.
ટોકિયો તેની વિશિષ્ટ શૈલીમાં તે કરે છે. જેલી જેલી કેફે જેવાં સ્થળ ગેમ પ્રેમીઓ માટે સ્વર્ગ છે, જ્યાં એકલ પ્રવાસીને પણ ટેબલ પર જોડાવા માટે આવકાર અપાય છે. અને સૌથી સારી વાત શું છે? ઘણા બધા કેફે જાપાની ડિઝાઈનની ઈન્ડી ગેમ્સ રાખે છે, જે તમે અગાઉ ક્યારેય નહીં જોઈ હોય. મિનિમાલિસ્ટ, સુંદર રીતે બનાવવામાં આવેલી અને તમે આ ગેમ્સને હું અત્યંત ચતુર તરીકે વિવરણ કરું છું.
બર્લિન અને એમ્સ્ટરડેમમાં બોર્ડ ગેમ કેફે આરામદાયક અને સમુદાયની હૂંફમાં વસે છે. લાકડાનાં ટેબલ, આછો પ્રકાશ, ક્રાફ્ટ બિયર ને પાસા અને પત્તાં પીસવાનો ધીમો અવાજ. આ ઘણાં બધાં સ્થળો ડિઝાઈન હબનું પણ કામ કરે છે, જ્યાં ગેમ ડેવલપરો પ્લેટેટેસ્ટિંગ નાઈટ્સનું આયોજન કરે છે અને નવા પ્રોટોટાઈપ્સ પ્રદર્શિત કરે છે.
ગેમના ખજાનાથી ભરચક બજારઃ ઘણાં બધાં સ્થળે તમે સ્થાનિક બજારમાં વેચવામાં આવતી કળાકારીગરો દ્વારા ઘડવામાં આવેલી બોર્ડ ગેમ્સ મળી આવશે. વેસ્ટ આફ્રિકામાં હાથોથી કોતરકામ કરવામાં આવેલાં મેન્કાલા બોર્ડસથી ઈસ્ટર્ન યુરોપમાં લાકડાના ચેસ સેટ્સ સુધી આ સુવેનિયરથી પણ વિશેષ છે. તે સાંસ્કૃતિક કળાના કાર્યશીલ નમૂના છે.
પેરૂમાં કુસ્કો બજારમાં રંગબેરંગી એન્ડિયન થીમની સ્ટ્રેટેજી ગેમ્સ વેચાય છે, જ્યારે મેક્સિકોમાં તમે હસ્ત બનાવટના લોટેરિયા જોવા મળી શકે છે,જે સ્વર્ણિમ કળા અને લોકપરંપરા સાથેનું સુંદર સંમિશ્રણ છે. આ અજોડ ગેમ્સ ઉત્તમ યાદગીરી હોવા સાથે તમારી ટ્રિપ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી સંસ્કૃતિ સાથે તમને સહભાગી રાખવાની મોજીલી અને તરકીબજનક રીત છે.
મ્યુઝિમ્સ અને પોપ-અપ એક્ઝિબિશન્સઃ જો તમે સ્વિત્ઝર્લેન્ડમાં હોય તો લા ટુર-દ-પેઈલ્ઝમાં સ્વીસ મ્યુઝિયમ ઓફ ગેમ્સ છૂપું રત્ન છે.લેક જીવિનાના દરિયાકાંઠા પર સ્થિત તે દુનિયાભરની ગેમ્સ, જેમ કે, બોર્ડ ગેમ્સ, કાર્ડ ગેમ્સ અને આઉટડોર ગેમ્સની ઉજવણી કરીને રમતની ઉત્ક્રાંતિમાં તમને ઊંડાણમાં લઈ જાય છે. જર્મનીમાં ખાસ કરીને નુરેમ્બર્ગમાં વાર્ષિક સ્પિલવેરનમેસ્સી (ટોય ફેર) વ્યાપક વેપાર મેળો હોય છે,જે નવી અને ક્લાસિક ગેમ્સ શોધવા માટે ઉદ્યોગનું સીમાચિહન બની જાય છે.
અને પ્રવાસ પ્રદર્શન પર નજર રાખો. ઘણાં બધાં શહેરો ગેમના ઈતિહાસ અથવા ડિઝાઈન, ખાસ કરીને રમકડાં અથવા બાળપણને સમર્પિત મ્યુઝિયમ્સમાં હંગામ્ પ્રદર્શનનું આયોજન કરે છે. તે યુગો અને સીમાઓમાં મોજમસ્તીની સમયરેખામાં પ્રવેશવા જેવું છે.
સ્થાનિક ગેમ્સ શા માટે?
પ્રવાસ કરતી વખતે સ્થાનિક ગેમ્સ રમવી તે સ્થળ અને તેના લોકો સાથે જોડાવા માટે સૌથી સાદી અને સૌથી અસરકારક રીતમાંથી એક છે. તમારે તે જ ભાષા બોલવાનું જરૂરી નથી, પરંતુ ફક્ત બેસી રહો, તેમાં જોડાવો અને નિયમોને બોલવા દો.
ટુર અથવા માળખાબદ્ધ ઈવેન્ટની વિધિ વિના સ્થાનિકો સાથે આદાનપ્રદાન કરવાની આ ઉત્તમ રીત પણ છે. તમે એકલા હોય કે પરિવાર સાથે,ગેમ્સ આસાન સામાજિક વાતાવરણ નિર્માણ કરે છે. બાળકો મોજમસ્તી કરે છે, વાલીઓ આરામથી રમે છે અને અજનબીઓ મોટે ભાગે ટીમના સાથી બની જાય છે.
અને જો ચોક્કસ રમત અનોખી જણાય તો તે ખરીદી લો. મેં કહ્યું તેમ ઘણી બધી પારંપરિક ગેમ્સ સ્થાનિક બજારમાં મળે છે,જે સુંદર રીતે હાથથી ઘડવામાં આવેલી હોય છે અને પેકિંગ કરવાનું આસાન હોય છે. તેમાંથી એકાદ ઘરે લાવવું તે લાંબી ટ્રિપ પૂરી થયા પછી પણએ સ્થળ જીવંત રાખવાની યાદગીરી છે. અને આખરે બોર્ડ ગેમ ઘણી બધી રીતે જીવનની ઉજવણી નથી લાગતી! આગામી સપ્તાહમાં ફરી મળીશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.