Travel Planner 2025
Travel Planner 2025
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

કિયા ઓરા, ન્યૂ ઝીલેન્ડ!

8 mins. read
Published in the Sunday Gujarat Samachar on 27 October, 2024

સાહસ, સંસ્કૃતિ અને કુદરતી અજાયબીઓની ધરતીની ખોજ

ગત સપ્તાહમાં અમારા પોડકાસ્ટ અને વિડિયો સિરીઝ `ટ્રાવેલ, એક્સપ્લોર, સેલિબ્રેટ લાઈફ'ના નવા એપિસોડમાં મારાં સહ-સંસ્થાપક અને વીણા વર્લ્ડનાં ચીફ પ્રોડ ક્ટ ઓફિસર - સુનિલા પાટીલ અને મેં અમારા મનની અત્યંત નજીક એવા ન્યૂ ઝીલેન્ડ વિશે ભરપૂર ચર્ચા કરી. મોટે ભાગે ઈન્સ્ટાગ્રામરોનું સ્વર્ગ તરીકે ઓળખાતો આ દેશ તેની અદભુત લેન્ડસ્કેપ્સ, હૃદયસ્પર્શી સ્થાનિકો અને સાહસની બેસુમાર તકો માટે પ્રસિદ્ધ છે. ન્યૂ ઝીલેન્ડમાં મારી છેલ્લી ટ્રિપ 2019 માં હતી અને આટલો સમય વીતી ગયો હોવા છતાં હું હજુ પણ કહી શકું છું કે ન્યૂ ઝીલેન્ડ દરેક વળાંકે કાંઈક અજોડ પ્રદાન કરે છે. તો ચાલો, આ દેશને આટલો વિશેષ શું બનાવે છે તેમાં ડોકિયું કરીએ.

દુનિયાની સાહસની રાજધાની

ન્યૂ ઝીલેન્ડ વિશે એક સૌથી ઉત્તમ બાબત જો કોઈ હોય તો તે સાહસ છે. અને સાહસપ્રેમીઓની વાત આવે ત્યારે આ દેશ તેમને નિરાશ કરતો નથી. મોજીલી વાસ્તવિકતા: ન્યૂ ઝીલેન્ડ આધુનિક બંજી જમ્પિંગનું જન્મસ્થળ છે! સાઉથ આઈલેન્ડમાં ક્વીન્સટાઉનથી તેની શરૂઆત થઈ હતી. પ્લેટફોર્મની કોર પર ઊભા રહીને શહેર અથવા ઐતિહાસિક કાવારાઉ પુલનો નજારો જોવાનો હોય કે એબિસમાં છલાંગ લગાવવાની હોય, તેમાં અલગ જ રોમાંચ છે. સાહસપ્રેમીઓ માટે કાવારાઉ જમ્પ નદીમાં ડૂબકી લગાવવાનો વિકલ્પ પણ આપે છે!ક્વીન્સટાઉનમાં સાહસ બંજી જમ્પિંગથી પણ પાર જાય છે. અલગ અલગ પ્રકારના સાહસપ્રેમીઓ માટે સ્કાયડાઈવગ કેવું રહેશે? તમારી પાર્શ્વભૂમાં સધર્ન આલ્પ્સ સાથે 15,000 ફીટની ઊંચાઈથી નીચે પડતું મૂકવાની જરા કલ્પના કરો, અથવા જો તમે પાણી પર સાહસ ખેડવા માગતા હોય તો કાવારાઉ અથવા શોટઓવર નદી પર જેટ બોટિંગમાં તમે છીછરા પાણીમાં તેજ ગતિથી આગળ વધો છો ત્યારે તમારા વાળ હવામાં લહેરાતા હોય તે મહેસૂસ કરવાની આ ઉત્તમ રીત છે. અને અહીં તમારે માટે એક ટિપ છે: જો તમારી સ્કાયડાઈવ હવામાનને કારણે રદ થાય તો ખરાબ હવામાનને બદલે રિવર રાફ્ટિંગ અજમાવો, જે સાહસ તમને વધુ રોમાંચક ઝડપ આપશે.

નોર્થ આઈલેન્ડ, રોટોરુઆમાં સાહસ પણ અનોખું છે અને તે ઝોર્બિંગ નામે મોજીલી પ્રવૃત્તિનું ઘર છે. તમે પાણીથી ભરેલા વિરાટ ફુલાવેલા બોલની અંદર ટેકરી પરથી નીચે લબડતા લબડતા આવશો. આ કરવાનું હાસ્યસભર છે અને જોવાનું વધુ મોજીલું છે! રોટોરુઆ કુદરતી ગરમ પાણીના પૂલ ધરાવે છે,જે પ્રદેશની જિયોથર્મલ પ્રવૃત્તિને આભારી છે, જ્યાં તમે ડૂબકીઓ લગાવી શકો છો અને દિવસભરના સાહસ પછી રિલેક્સ કરી શકો છો. ઓહ,અને હેલી-સ્કીઈંગ? હા, આ પણ વિકલ્પ છે. હેલિકોપ્ટર તમને સધર્ન આલ્પ્સમાં અંતરિયાળ શિખરો પર લઈ જાય છે, જ્યાં તમે નીચે અણસ્પર્શ્યા બરફમાં સ્કી અથવા સ્નોબોર્ડ કરી શકો છો. ખરેખર સ્કીઈંગના રોમાંચને તે નવી ઊંચાઈએ લઈ જાય છે!

રોટોરુઆમાં જિયોથર્મલ અજાયબીઓ

રોટોરુઆ જિયોથર્મલ પ્રવૃત્તિ માટે પ્રસિદ્ધ છે અને તેના નજારાનો ઉલ્લેખ કરવા માટે શબ્દો ઓછા પડી શકે છે. પેસિફિક રિંગ ઓફ ફાયર પર બેસીનેજોઈએ તો આ પ્રદેશ પરપોટા નીકળતા માટીના પૂલ, છિદ્રોમાંથી નીકળતી બાફ અને સક્રિય જ્વાળામુખીઓથી સમૃદ્ધ છે. મોજીલી વાસ્તવિકતા:ન્યૂ ઝીલેન્ડનું ટોંગારિરો અલ્પાઈન ક્રોસગ દુનિયામાં ઉત્તમ ડે હાઈક્સમાંથી એક તરીકે મોટે ભાગે ઉલ્લેખ કરવામાં આવે છે.અને તેથી વિશેષ શું છે તે જરા વિચારો? તમને સક્રિય જ્વાળામુખી પર્વતમાં ટ્રેક કરવા મળે છે!

જો જ્વાળામુખી પરથી ચાલવું પૂરતું નહીં હોય તો તેની પરથી ઊડવા મળે તો કેવું રહેશે? રોટોરુઆ વધુ એક સૌથી મંત્રમુગ્ધ કરનારો અનુભવ સક્રિય જ્વાળામુખી પરથી હેલિકોપ્ટર સવારી દ્વારા પ્રદાન કરે છે, જ્યાં તમે નીચે પર્વતમાંથી નીકળતો સફેદ ધુમાડો જોઈ શકો છો. આ નજારો પૃથ્વીની શક્તિ વિશે વિચારતા કરી મૂકે છે. રોટોરુઆની કૈતુના રિવર દુનિયામાં સર્વોચ્ચ વ્યાવસાયિક રીતે રાફ્ટેડ વોટરફોલ-સાત મીટરનો તુતિયા ફોલ્સ છે. આ નદી પરથી રાફ્ટિંગ માતા કુદરતી સાથે પરંતુ પેડલ સાથે ચાલવા જેવું છે!

ઓટીરોઆ: માઓરી સંસ્કૃતિ માણો

ન્યૂ ઝીલેન્ડનાં મૂળ માઓરી સંસ્કૃતિમાં ઊંડાણથી ખૂંપેલા છે, જે દેશભરમાં સ્વર્ણિમ અને સતત મોજૂદ હોય છે. ઓટીરોઆ ન્યૂ ઝીલેન્ડ માટે માઓરી નામ છે, જેનો અર્થ `લાંબા સફેદ વાદળાની ધરતી' એવો થાય છે. મોજીલી વાસ્તવિકતા: માઓરી હાકા ન્યૂ ઝીલેન્ડની રગ્બી ટીમનેઆભારી વિશ્વપ્રસિદ્ધ છે, જે મૂળમાં યોદ્ધાઓ દ્વારા જંગમાં જવા પૂર્વે પરફોર્મ કરાયું હતું. આજે મહેમાનોનું સ્વાગત કરવાથી લઈનેસિદ્ધિઓની ઉજવણી કરવા સુધી વિવિધ કારણોસર તે પરફોર્મ કરાય છે.

રોટોરુઆમાં તમે પારંપરિક હાંગી મીલ અનુભવીને માઓરી સંસ્કૃતિમાં પોતાને તલ્લીન કરી શકો છો. આ વાનગી જિયોથર્મલ ગરમીથી પકવવામાં આવે છે,જે ખાદ્યને અજોડ સ્વાદ આપે છે અને તમને ધરતીની પ્રાચીન પરંપરાઓ સાથે જોડે છે. અને પારંપરિક માઓરી શુભેચ્છા હોંગીને ભૂલશો નહીં,જ્યાં જીવનનો શ્વાસ આદાનપ્રદાન કરવા માટે તમે નાક અને કપાળને એકત્ર દબાવો છો. એકતા અને આદરનું આ શક્તિશાળી પ્રતિક છે.નોર્થ આઈલેન્ડમાં માઓરી વિલેજની મુલાકાત સમયની પાછળ જવા જેવું છે અને આ ઘરઆંગણાની સંસ્કૃતિએ ન્યૂ ઝીલેન્ડની ઓળખને કઈ રીતેઆકાર આપ્યો છે તે જોવાની તમને તક મળે છે.

ફોટોગ્રાફરોનાં સપનાં

ન્યૂ ઝીલેન્ડ અનુભવી હોય કે તમારા ફોન પર તમે ફક્ત ફોટો ખેંચતા હોય, ફોટોગ્રાફરો માટે રમતનું મેદાન છે. તેનું કુદરર્તીસૌંદર્ય વૈવિધ્યપૂર્ણ અને અદભુત છે. મોજીલી વાસ્તવિકતા: ન્યૂ ઝીલેન્ડમાં લોકો કરતાં ઘેટા વધુ છે. દરેક વ્યક્તિ સામે પાંચ ઘેટા છે! આનો અર્થ તમે આ દેશની સેર કરો ત્યારે રૂવાટીવાળા આ જીવો વધુ જોવા મળે તેવી શક્યતા છે.

નોર્થ આઈલેન્ડમાં તમને હરિયાળાં જંગલો, ફરતી ટેકરીઓ અને જિયોથર્મલ ક્ષેત્રો જોવા મળશે, જે એકાદ સાયન્સ ફિકશન મુવીમાંથી સીધા જ બહાર આવ્યા હોય તેવો અહેસાસ કરાવશે. એક ચોક્કસ પ્રસિદ્ધ સ્થળ માતામાતામાં હોબિટન છે. ધ લોર્ડ ઓફ ધ રિંગ એન્ડ ધ હોબિટ ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું, જેથી ફિલ્મ રસિકો તેને તુરંત ઓળખી જશે. હોબિટન થકી વોક કરવા સમયે પૃથ્વીની મધ્યમાં આવી ગયા હોય તેવું મહેસૂસ થશે, જ્યાં દરેક ખૂણે ઉત્તમ સંવર્ધન કરેલા હોબિટ હોલ્સ અને બગીચાઓ જોવા મળશે.

સાઉથ આઈલેન્ડમાં મિલ્ફોર્ડ સાઉન્ડ અને ડાઉટફુલ સાઉન્ડ જેવાં સ્થળો ખાતે ઊંચા ખડકોની વચ્ચેથી નદીના સાંકડા ઈનલેટ, ઊંચા ખડકો અને ગર્જના કરતા પાણીના ધોધ જોવા મળે છે. મહત્ત્વપૂર્ણ ટિપ: આમાંથી એક સાંકડા ઈનલેટમાં બોટ પર રાત્રે મુકામ કરવાનું વિચારો. સવારે જાગીને જળની સ્થિરતા જોવી અને સવારની ઝાંકળો થકી કાયાકિંગ તમારા મન પર કાયમી છાપ છોડી જનારો અનુભવ બની રહેશે.

ન્યૂ ઝીલેન્ડમાં ક્યારે જવું જોઈએ

ન્યૂ ઝીલેન્ડ એવું દુર્લભ સ્થળ છે, જ્યાં આખું વર્ષ તમે ગમે ત્યારે જઈ શકો છો. જોકે સૌથી સારો સમય તમે શું કરવા માગો છો તેની પર આધાર રાખે છે. વસંતઋતુ (સપ્ટેમ્બરથી નવેમ્બર) કુદરતીપ્રેમીઓ અને બગીચાના શોખીનો માટે આદર્શ છે, જ્યારે સર્વત્ર ખીલેલાં ફૂલો જોવા મળશે.

સમર (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) તેના લાંબા, સૂર્યપ્રકાશના દિવસો સાથે સૌથી ચરમસીમાની ટુરિસ્ટ સીઝન હોય છે. જો તમને આઉટડોર પ્રવૃત્તિઓ ગમતી હોય અને થોડો સંગાથ ગમતો હોય તો આ મુલાકાત લેવાનો ઉત્તમ સમય છે. પાનખર (માર્ચથી મે) હવામાન ઠંડું હોય છે અને એરોટાઉન અને વાનાકા જેવાં શહેરોમાં સુવર્ણ છાંટ સાથેનાં અદભુત પાન જોવા મળે છે. બરફપ્રેમીઓ માટે વટર (જૂનથી ઓગસ્ટ) ક્વીન્સટાઉન અને સધર્ન આલ્પ્સમાં સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ માટે મોકાનો સમય હોય છે. ઉપરાંત વટરમાં ન્યૂ ઝીલેન્ડના વિધિસર અંધારિયા આકાશમાં તારલાઓ જોવા માટે ઉત્તમ સમય છે.

ક્યુલિનરી પ્રવાસ

જો તમે ખાવાના શોખીન હોય તો ન્યૂ ઝીલેન્ડ નિશ્ચિત જ તમને નિરાશ નહીં કરશે. મોજીલી વાસ્તવિકતા: ન્યૂ ઝીલેન્ડના રહેવાસીઓ તેમની કોફી બાબતે બહુ સંવેદનશીલ હોય છે, જેથી અમુક શ્રેષ્ઠ ફ્લેટ વ્હાઈટ્સ માણવા માટે તૈયાર રહેજો, જેના જેવો સ્વાદ તમે અગાઉ ક્યારેય માણ્યો નહીં હોય.અહીં તાજી, સ્થાનિક સામગ્રીઓ સાથેની વાનગીઓ પ્રસિદ્ધ છે, જેમાં લેમ્બ અને સીફૂડ ખાસ વખણાય છે. લેમ્બ અત્યંત નરમ અને સ્વાદિષ્ટ હોય છે, જ્યારે સીફૂડમાં ક્રેફિશ અને ઓઈસ્ટર્સ સમુદ્રમાંથી સીધા જ તમારી પ્લેટમાં આવે છે.

વાઈનપ્રેમીઓને પણ અહીં ઘર જેવું લાગશે. સેન્ટ્રલ ઓટાગો તેના પિનોટ નોઈર માટે વિશ્વપ્રસિદ્ધ છે અને માર્લબોરો પ્રદેશ તેના સોવિગ્નન બ્લાન્ક માટે વખણાય છે. ટેસ્ટિંગ સેશન માટે વાઈનરીની મુલાકાત અવશ્યક લેવા જેવી છે અને રોલગ વાઈનયાર્ડસનો સુંદર નજારો તમારા અનુભવનો ઉમેરો કરે છે.

એક ટ્રિપ ક્યારેય પૂરતી નથી હોતી

તમે દિલધડક સાહસ, સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ માણવા માગતા હોય કે અદભુત નિસર્ગસૌંદર્યમાં પલળવા માગતા હોય ન્યૂ ઝીલેન્ડ દરેક માટે કશુંક ધરાવે છે. દરેક મોસમ નવાં આશ્ચર્યો લાવે છે અને દરેક મુલાકાત ખોજ કરવા માટે કશુંક અજોડ આપે છે. આથી જો તમે હજુ પણ નહીં ગયા હોય તો વાટ કોની જુઓ છો? એક બાબત નિશ્ચિત છે કે અહીં એક ટ્રિપ પૂરતી નથી.

આજે મારી વાત અહીં પૂરી કરું છું. આગામી સમય સુધી જીવનની ઉજવણી કરતા રહો! અને જો તમને મારો આ લેખ ગમ્યો હોય તો નીચે ક્યુઆર કોડ સ્કેન કરીને ટ્રાવેલ એક્સપ્લોર સેલિબ્રેટ લાઈફનો નવો એપિસોડ અચૂક જુઓ.

October 25, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Similar Romantic Blogs

Read all
insert similar tours here

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Most Commented

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top