We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
We're open, now in Nagpur, HSR Layout (Bengaluru) & Salt Lake (Kolkata). Locate Us
USA

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

બાર્સેલોના - પહેલી વારના પ્રવાસીઓ માટે બાર્સેલોના

8 mins. read
Neil Patil
Neil Patil
8 Mins Read
August 24, 2024
August 24, 2024

Quick Summary

બાર્સેલોનામાં પહેલી વાર આવો તો ગોથિક ક્વાર્ટરથી લા રંબલા સુધી ફરવાનું પ્લાન કરો, કારણ કે અહીં ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ સાથે મળે છે.

ઈઆઈ પ્રાત એરપોર્ટથી શહેર સુધી 14 કિલોમીટર જેટલી ટૂંકી રાઈડ લો અને રસ્તામાં મોડર્નિસ્ટ ફેકેડ અને પ્લાઝાની ઝાંખી માણો.

લા સાગ્રાદા ફેમિલિયા અવશ્ય જુઓ, કારણ કે ગાઉડીનું આ માસ્ટરપીસ 1882થી બાંધકામ હેઠળ છે અને 2026માં પૂર્ણ થવાનું અનુમાન છે.

પાર્ક ગુએલ માટે ટૂંકી મેટ્રો રાઈડ લો અને સ્વર્ણિમ મોઝેક્સ તથા અનોખા શિલ્પોથી ભરેલા ગાર્ડન કોમ્પ્લેક્સમાં સમય કાઢો.

બાર્સેલોનેટા બીચ પર જાઓ અને જાણો કે 1992ની ઓલિમ્પિક્સ પહેલાં આ વિસ્તાર ઔદ્યોગિક હતો, પછી તેને રેતીવાળા બીચમાં બદલવામાં આવ્યો.

ફૂટબોલ શોખીનો માટે કેમ્પ નાઉ અવશ્ય મુલાકાત લો, કારણ કે તે યુરોપનું સૌથી વિશાળ સ્ટેડિયમ છે અને લગભગ 1 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે.

Published in the Sunday Mumbai Samachar on 11 August, 2024

આજે હું બાર્સેલોના વિશે વાત કરવા માગું છું. આ શહેરનાં અદભુત સ્થાપત્ય, સ્વર્ણિમ ગલીઓ અને ભૂમધ્ય ભાગની મોહિનીઓ સાથેતેના ઈતિહાસનું આધુનિકતા સાથે પુન:મિલન થાય છે. આ સ્થળે આર્ટિસ્ટ ગાઉડીના માસ્ટરપીસ, ધમધમતી બજારો અને સૂર્યથી પલળતાદરિયાકાંઠા અવિસ્મરણીય અનુભવ નિર્માણ કરે છે. લેબિરિન્થાઈન ગોથિક ક્વાર્ટરથી લઈને ધમધમતા લા રંબલા સુધી, બાર્સેલોનાનો દરેકખૂણો જીવન અને સંસ્કૃતિ સાથે ધમધમે છે. તમે તપસનો આનંદ લેવા માગતા હોય કે મોન્જુઈકના નજારામાં ગળાડૂબ થવું હોય,બાર્સેલોનાનું પરંપરા અને નાવીન્યતાનું અજોડ સંમિશ્રણ તમને મંત્રમુગ્ધ કરીને રહે છે.

બાર્સેલોના પહેલી વારના પ્રવાસીઓ માટે કેવું છે?

વિમાનમાંથી ઊતરતાં અને ભૂમધ્ય ભાગના સૂર્યની ઉષ્મામાં પ્રવેશતાં તમને તુરંત બાર્સેલોના કોઈ સાધારણ શહેર નથી તેનું ભાન થાય છે. સ્વર્ણિમ નૃત્યમાં ઈતિહાસ અને આધુનિકતાનું સહ-અસ્તિત્વ સાથે આ સ્થળનું વાતાવરણ ઊર્જાથી ભરચક છે. તમારી કાર અથવા ટેક્સી શહેરની ધમધમતી ગલીઓમાંથી પસાર થાય તેમ તમને ગોથિક સ્પાયર્સ, મોડર્નિસ્ટ ફેકેડ અને જીવંત પ્લાઝાની ઝાંખી થાય છે, જે મોટો ખજાનો ખોજ કરવા તમારી વાટ જુએ છે તેનો અણસાર આપે છે. બાર્સેલોના શહેરના દરેક ખૂણા પોતાની વાર્તા કહે છે, જે એવા સાહસનું વચન આપે છે જે તમે ઘરે પાછા આવોતે પછી પણ લાંબા સમય સુધી તમારી યાદોમાં સમાઈને રહે છે.

બાર્સેલોના માં પ્રવાસ શહેરના કેન્દ્રથી ફક્ત ૧૪ કિલોમીટરે આવેલા ઈઆઈ પ્રાત એરપોર્ટ થી રાઈડ સાથે શરૂ થાય છે. તમે આગળ વધો તેમ શહેરની ક્ષિતિજો તમારી સામે ખૂલે છે, જેમાં જૂના અને નવાનું નાજુક સંમિશ્રણ જોવા મળે છે, જ્યાં સદીઓ જૂનાં ચર્ચો સાથે ઊંચી ઊંચી ઈમારતો જાણે ખભેખભા મિલાવીને ચાલે છે. ભૂમધ્ય ભાગનો પવન મીઠાનો અણસાર આપે છે અને સારા સમયનું વચન આપે છે. આ બાર્સેલોના છે, જે શહેર તમને જીવંત મહેસૂસ કરાવે છે. શહેરમાંથી પસાર થાય તેમ પહેલી વારના પર્યટકોને આહલાદક અનુભવ થાય છે. બાર્સેલોનાનું પાડોશ, જેમ કે, તેની ગ્રિડ જેવી ગલીઓ સાથે એક્સામ્પલ, ઈઆઈ રાવેલ્સની મોહિત કરનારી ખૂબી અને ઈઆઈ બોર્નની ઐતિહાસિક ખૂબીઓ સાથે દરેક અજોડ અનુભવ પ્રદાન કરે છે.

આપણે બાર્સેલોનાનાં મુખ્ય સ્થળો જોવા માટે પોતાને સુસજ્જ કરી રહ્યા છીએ ત્યારે આ સુંદર શહેર વિશે હું તમને ત્રણ મોજીલીવાસ્તવિકતાઓથી વાકેફ કરવા માગું છું.

બાર્સેલોનાના દરિયાકાંઠા માનવસર્જિત છેઃ સુંદર દરિયાકાંઠા માટે વિખ્યાત હોવા છતાં બાર્સેલોનાનો દરિયાકાંઠો હંમેશાં રેતીવાળો નહોતો.૧૯૯૨ના સમર ઓલિમ્પિક્સ પૂર્વે બાર્સેલોનાના દરિયાકાંઠા ઔદ્યોગિક વિસ્તાર હતા. શહેરે પર્યટકોને આકર્ષવા માટે આ જગ્યાઓને રેતીવાળાદરિયાકાંઠામાં ફેરવી દીધું અને હવે બાર્સેેલોનેટા બીચ શહેરમાં અત્યંત લોકપ્રિય સ્થળમાંથી એક છે.

બાર્સેલોનાનો પોતાનો આઈફેલ ટાવર?: આઈફેલ ટાવરના ઘડવૈયા ગુસ્તાવ આઈફેલે મૂળમાં બાર્સેલોના માટે પોતાની પ્રતિકાત્મક ડિઝાઈનપ્રસ્તાવિત કરી હતી. જોકે શહેરે તે બહુ બોલ્ડ અને મોંઘું હોવાથી આ વિચાર નકારી કાઢ્યો હતો. આને કારણે આઈફેલ ટાવરે પેરિસમાંતેનું ઘર બનાવી દીધું, જે આજે દુનિયાનાં સૌથી સન્માનિત સીમાચિહનમાંથી એક બની ગયું છે.

યુરોપના સૌથી વિશાળ ફૂટબોલ સ્ટેડિયમનું ઘર : બાર્સેલોના યુરોપમાં સૌથી વિશાળ ફૂટબોલ સ્ટેડિયમ કેમ્પ નાઉનું ઘર છે,જેની ક્ષમતા લગભગ ૧ લાખ દર્શકોની છે. દુનિયામાં સૌથી સફળ ફૂટબોલ ક્લબમાંથી એક એફસી બાર્સેલોનાનું આ પ્રતિકાત્મક ઘર છેઅને રમતગમતના શોખીનો માટે અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે.

દરેક પર્યટકો માટે અચૂક મુલાકાત લેવા જેવું સ્થળ લા સાગ્રાદા ફેમિલિયા : બાર્સેલોનાના સ્થાપત્યની સુંદરતાની તમારી પ્રથમ અસલ રુચિ લા સાગ્રાદા ફેમિલિયા ખાતે આવે છે. આ માસ્ટરપીસ લગભગ ૧૪૦ વર્ષથી હજુ પણ બાંધકામ હેઠળ છે. ૧૮૮૨માં બાંધકામ શરૂ કરાયું હતું અને હજુ પણ પૂર્ણ થયું નથી. ગાઉડીએ ઈશ્વરને સંબોધિત કરતાં કહ્યું હતું,"મારા અસીલ ઉતાવળમાં નથી.” હવે તે ૨૦૨૬માં પૂર્ણ થવાનું નિર્ધારિત છે, જે ગાઉડીની પુણ્યતિથિની શતાબ્દિ છે.

તમે દંતકથા સમાન એન્ટો ગાઉડી દ્વારા તૈયાર કરાયેલી આ અદભુત બેસિલિકા સામે ઊભા રહો ત્યારે તેની નાજુક બારીકાઈ જોઈને ચકિત થયા વિના રહેશો નહીં. આકાશને આંબતા ટાવરિંગ સ્પાયર્સ તેના નાજુક કોતરકામ થકી દરેક પોતાની વાર્તા કહે છે. તમે અંદર પ્રવેશતાં જ ડાઘવાળી કાચનીબારીઓ થકી પ્રકાશ ફિલ્ટર થઈને જમીન પર રંગોનો કેલિડોસ્કોપ પાથરે છે. આ જગ્યા તમને ચકિત કરી નાખે તેવી અદભુત છે.

પાર્ક ગુએલ : ટૂંકી મેટ્રો રાઈડ તમને ગાઉડીના વધુ એક માસ્ટરપીસ પાર્ક ગુએલ ખાતે લાવે છે. આ મંત્રમુગ્ધ કરનારું ગાર્ડન કોમ્પ્લેક્સ તમે ક્યારેય જોયાહોઈ શકે તે કોઈ પણ પાર્કથી સાવ ભિન્ન છે. તેના વાંકાચૂંકા માર્ગો પરથી તમે પસાર થાઓ તેમ સ્વર્ણિમ મોઝેક્સ અને અદભુત શિલ્પોથી ઘેરાઈજાઓ છો, જે દરેક પગલે જીવંત થઈ રહ્યા છે એવો આભાસ થાય છે. આ પાર્ક કળાથી પણ વિશેષ છે. તે બાર્સેલોનાનો અદભુત નજારો આપે છે.

ગોથિક ક્વાર્ટરઃ પાર્ક ગુએલની ઊજળી અને હવાદાર જગ્યામાંથી તમે ગોથિક ક્વાર્ટરની સાંકડી, પડછાયાવાળી ગલીમાં ઊતરો છો. જૂના બાર્સેલોનાનું આ હાર્દ છે,જ્યાં ઈતિહાસ પ્રાચીન પથ્થરની દીવાલોમાં સમાયેલો છે. તમે ગલીઓની ભૂલભુલામણીમાંથી પસાર થાઓ તેમ છૂપા ચોક તમને જોવા મળે છે,જ્યાં સ્થાનિકો નાના કેફેમાં કોફીના ઘૂંટડા ભરે છે અને ગલીના સંગીતકારો સુંદર તાલ વગાડીને તમને કર્ણસુખ આપે છે.બાર્સેલોનાનું કેથેડ્રલ કેન્દ્રમાં અદભુત રીતે નિખરી આવે છે, જે ગોથિક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

લા રંબલા અને લા બુકેરિયા માર્કેટલા રંબલામાં ભટકો નહીં ત્યાં સુધી બાર્સેલોનાની મુલાકાત અધૂરી રહે છે. આ પ્રતિકાત્મક ગલી શહેરની મુખ્ય ધમની છે, જે અહોરાત્ર ધમધમે છે.ગલીના કલાકારો ટોળાનું મનોરંજન કરે છે, જ્યારે સ્થાનિકો અને પર્યટકો ઘણી બધી દુકાનો અને સ્ટોલ્સ પર ફરતા જોવા મળે છે. લા રંબલાથી થોડું દૂર જતાં લા બુકેરિયા છે, જે યુરોપમાં સૌથી પ્રસિદ્ધ બજારમાંથી એક છે. અહીં તાજાં ફળો, શાકભાજીઓ અને ખાદ્યના સ્વર્ણિમ રંગો તમને મોહિત કરી દે છે.

બાર્સેલોનાની સ્વર્ણિમ નાઈટલાઈફ અનુભવોઃ સૂર્યાસ્ત થાય તેમ બાર્સેલોના બ્ાદલાય છે. શહેરની નાઈટલાઈફ તેની સંસ્કૃતિ અનુસાર વૈવિધ્યપૂર્ણ છે, જે દરેક માટે કાંઈક આપે છે. ઇઆઈ બ્ાોર્નમાં તમારી સંધ્યા શરૂ થાય છે, જ્યાંની સાંકડી ગલીઓ સંગીત અને હાસ્યના ધ્વનિથી જીવંત બ્ાને છે. બ્ાોર્મુથ અથવા બ્ાાર ડેલ પ્લા જેવા મજેદાર બ્ાારમાં કેટેલોનિયાની પ્રસિદ્ધ સ્પાર્કલિંગ વાઈન કાવાના ગ્લાસ સાથે શરૂઆત કરો. અહીંથી ગ્રેસિયામાં પધારો, જે તેની બ્ાોહેમિયન છાંટ માટે પ્રસિદ્ધ પાડોશ છે. અહીં તમે ઘણી ક્લબ્ામાંથી ગમે ત્યાં રાત્રે મન મૂકીને ડાન્સ કરી શકો છો અથવા વધુ આત્મીય પાર્શ્વભૂમાં જીવંત સંગીત માણી શકો છો.

બાર્સેલોનાની સ્વર્ણિમ નાઈટલાઈફ અનુભવોસૂર્યાસ્ત થાય તેમ બાર્સેલોના બદલાય છે. શહેરની નાઈટલાઈફ તેની સંસ્કૃતિ અનુસાર વૈવિધ્યપૂર્ણ છે, જે દરેક માટે કાંઈક આપે છે. ઇઆઈ બોર્નમાં તમારી સંધ્યા શરૂ થાય છે, જ્યાંની સાંકડી ગલીઓ સંગીત અને હાસ્યના ધ્વનિથી જીવંત બને છે. બોર્મુથ અથવા બાર ડેલ પ્લા જેવા મજેદાર બારમાં કેટેલોનિયાની પ્રસિદ્ધ સ્પાર્કલગ વાઈન કાવાના ગ્લાસ સાથે શરૂઆત કરો. અહીંથી ગ્રેસિયામાં પધારો, જે તેની બોહેમિયન છાંટ માટે પ્રસિદ્ધ પાડોશ છે. અહીં તમે ઘણી ક્લબમાંથી ગમે ત્યાં રાત્રે મન મૂકીને ડાન્સ કરી શકો છો અથવા વધુ આત્મીય પાર્શ્વભૂમાં જીવંત સંગીત માણી શકો છો.

ખરા અર્થમાં રોમાંચક સાંસ્કૃતિક અનુભવ માટે ફ્લેમેન્કો શો જરૂર જુઓ. આ જોશીલું ડાન્સ સ્વરૂપ મનોરંજનથી પણ વિશેષ છે,જે ભાવનાઓ અને પરંપરાની ઘેરી અભિવ્યક્તિ છે. તાબલાઓ દ કારમેન કે લોસ તારાંતોસ જેવાં સ્થળો અસલ ફ્લેમેન્કો પરફોર્મન્સીસ પ્રદાન કરે છે,જે તમને મંત્રમુગ્ધ કરીને રહે છે. ડાન્સરો ઘનતા અને મનોહરતામાં ઊતરે તેમ ગિટારના કર્ણપ્રિય ધ્વનિ સાથે તમે આ કળા સ્વરૂપની અદભુત શક્તિમાં તલ્લીન થઈ જાઓ છો.

બાર્સેલોનાનો તમારો પ્રવાસ સમાપ્ત થવા આવે તેમ તમને આ શહેર કાયમી છાપ છોડે છે તેનું તમને ભાન થાય છે. તમે તેની ગલીઓમાં પગ મૂકો ત્યારથી બાર્સેલોના તેની ઉષ્મા, તેનો ઈતિહાસ અને સ્વર્ણિમ સંસ્કૃતિથી તમને પોતાના બનાવી લે છે. દરેક સ્થળ, દરેક ભોજન, દરેક ધ્વનિ તમારા અનુભવમાં નવો સ્તર ઉમેરીને આ સ્થળને આવકાર્ય છે તેટલું જ અવિસ્મરણીય બનાવે છે. તો તમે બાર્સેલોના અથવા સ્પેનની ટ્રિપનું નિયોજન ક્યારે કરો છો? હમણાં જ કરો અને તમે નિયોજન કરો ત્યારે હું હંમેશાં કહું છું તે રીતે સૂઝબૂઝપૂર્વક પસંદગી કરો. ગતકડાંઓ અને ડિસ્કાઉન્ટ્સમાં પડશો નહીંકારણ કે આખરે હું ચાહું છું કે તમે યુરોપમાં જીવનની ઉજવણી કરો! ચાલો, બેગ ભરો, નીકળી પડો.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
સાઉથ ઈસ્ટ એશિયા
8 mins, read

સાઉથ ઈસ્ટ એશિયા

Published in Mumbai Samachar 25th October 2026 આ ફળ પર પ્રતિબંધ કેમ? સિંગાપોરમાં એક એવું ફળ છે, જેને જાહેર પરિવહનમાં લઈ જવાની સખત મનાઈ છે. એ છે ડ્યુરિયન! ટ્રેનો અને બસોમાં આ ફળ લઈ જવાની મનાઈ દર્

અઢાર કલાકનો સંબંધ
8 mins, read

અઢાર કલાકનો સંબંધ

Published in Gujarat Samachar 25th October 2026 ...પ્રવાસ હવે ફક્ત બે છેડા પૂરતો રહી ગયો છે, જ્યાંથી નીકળ્યા અને જ્યાં પહોંચ્યા. વચ્ચેનું બધું જ... લ્લાં પંદરેક વર્ષમાં, આપણને ખબર પણ ન પડી અને આપણ

ફ્યોર્ડ, જે ખરેખર ફ્યોર્ડ નથી!
8 mins, read

ફ્યોર્ડ, જે ખરેખર ફ્યોર્ડ નથી!

Published in Gujarat Samachar 18th October 2026 ...તો ચાર જુદી જુદી કથાઓ લઈને પાછા ફરશોઃ એક કિલ્લો, એક શ્રદ્ધા, એક નવો અવતાર અને એક બગીચો... જરા મનમાં યુરોપનો નકશો ખોલો. સ્પેન અને ફ્રાન્સથી પૂર્

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!