Published in the Sunday Mumbai Samachar on 22 June 2025
મને સતત બોલાવતી રહેતી પાંચ અજાયબીઓ
છેલ્લા થોડા સમયથી મેં લખવામાંથી નાનો બે્રક લીધો હતો, જે હું ભાગ્યે જ કરું છું, પરંતુ મને લાગે છે કે અમુક વાર નવી આંખે,નવા પરિપ્રેક્ષ્ય સાથે અને તમને જેમાં ખુશી મળે તે બાબતો કરવા માટે વધુ ઘેરા પ્રેમ સાથે પરત આવવા માટે અમુક વાર આવોનાનો બે્રક જરૂરી હોય છે. મારે માટે આવું કરવા જાપાન સૌથી અનુકૂળ છે.
અલગ અલગ મોસમમાં મેં પાંચથી વધુ વખત મુલાકાત લીધી હોય તેવા જૂજ દેશમાંથી એક જાપાન છે અને દરેક મુલાકાત હું વાંચવાનું ક્યારેય બંધ કરવા માગતો નથી તેવી વાર્તામાં નવા અધ્યાય જેવું મહેસૂસ કરાવે છે.
અને હું ફરી એક વાર, આ વખતે મારી પત્ની હેતા અને પુત્રી રાયા સાથે પરત જવા ઉત્સુક હતો ત્યારે મેં વિચાર્યુંઃ મારે થોડું અટકવું જોઈએઅને મારી જોડે રહેલી જાપાન વિશેની પાંચ ખાસ બાબતો વિશે મારા વાચકોને અવગત કરાવવા જોઈએ. આ અનુભવો પ્રવાસનામાહિતીપત્રકથી પાર જાય છે, જે વાર્તાઓ હું માનું છું કે આ દેશને બહુ અતુલનીય વિશેષ બનાવે છે.
કોનબિનીઃ કોનબીની જાપાનનું 24x7 કલ્ચર કેપ્સ્યુલ જો જાપાનમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં તમે મંદિરો, કિલ્લાઓ કે સંગ્રહાલયો સિવાય વધુ મુલાકાત લેશો, તો તે છે નમ્ર કોનબીની. 'સુવિધા સ્ટોર' માટે ટૂંકું નામ, જાપાનમાં કોનબીની એ નાસ્તા લેવા માટેનું સ્થળ કરતાં ઘણું વધારે છે. તે પોતે જ એક સાંસ્કૃતિક અનુભવ છે.
મારી ટોકિયોની એક મુલાકાતમાં જેટ લેગને કારણે ખાસ્સો સમય ઊંઘ આવતી નહોતી. આથી હું મારી હોટેલમાં ગયો અને નજીકની 7-ઈલેવનમાં પહોંચી ગયો. મેં થોડી સેન્ડવિચ અને પાણીની બોટલ મળી જાય એવું ધાર્યું હતું. જોકે મને બહુ જ વ્યવસ્થિત ગોઠવવામાં આવેલા રેડી-ટુ-ઈટ મીલ્સ, નૂડલ્સના શેલ્વ્સ, કાઉન્ટર નજીક ગરમાગરમ ખાદ્યો અને ત્યાં ને ત્યાં જ મારું મીલ ગરમ કરી શકું તે માટે માઈક્રોવેવ પણ હતું.
અહીં ત્રણ વિશાળ કોનબિની ચેઈન છેઃ 7-ઈવેલન, લોસનઅને ફેમિલીમાર્ટ. તમે દેશભરમાં પ્રવાસ કરી શકો અને દરેકમાં કશુંક અલગ શોધી શકો છો. ક્યોટોમાં લિમિટેડ એડિશન મેચા ડેઝર્ટઓસાકામાં મોસમી સાકુરા-ફ્લેવર્ડ પીણું છે અથવા હોકાયડોમાં મિસો સૂપનું મજેદાર બાઉલ માણવા જેવું હોય છે.
પ્રવાસીઓ માટે કોનબિની સ્ટોરથી વિશેષ છે. તે તમારી જીવનરેખા છે. તમારી છત્રી ભૂલી ગયા? તમારું ચાર્જર ખોવાઈ ગયું?શિંકેન્સેન પકડવા પૂર્વે ઝડપથી કશુંક ખાઈ લેવા માગો છો? તો તમારી પડખે ફ્રેન્ડ્લી નેબરહૂડ કોનબિની છે, 24/7.
અને તેને અજોડ જાપાની શું બનાવે છેઃ કાર્યક્ષમતા, સંભાળ અને સુવિધા બધું જ એક નાની જગ્યામાં એક છત હેઠળ મળી જાય છે.
માઉન્ટ ફુજીઃ જાપાનીઓએ સદીઓથી ફુજીની પૂજા કરી છે. શિંથો શ્રદ્ધા માટે આ દેવીનું ઘર છે. કવિઓ અને ચિત્રકારો માટે આ પવિત્ર ધ્યાનની જગ્યા છે.હાઈકરો માટે વહેલા કલાકોમાં શિખર પર ચઢવું અને ગોરાયકો નામે સૂર્યોદય જોવો તે આધ્યાત્મિક રસમ જેવું છે.
ફુજીનો મારો એક સૌથી અવિસ્મરણીય નજારો મોટા એક્સપીડિશન દરમિયાનનો પણ નહોતો, પરંતુ ફુજિક્યુ રેલવેમાંથી પસાર થતી વખતની ટ્રેનની બારીમાંથી જોયેલો નજારો હતો. વાદળાં થોડો સમય દૂર થયાં અને તે અદભુત, બરફાચ્છાદિત, એકદમ સ્થિર હતું. સ્થાનિકો સહિત આખો ટ્રેનનો ડબ્બો તે નજારો જોઈને વિસ્મય પામ્યા હતા.
મોજીલી વાસ્તવિકતાઃ માઉન્ટ ફુજી વાસ્તવમાં એકબીજાની ઉપર ગોઠવાયેલા ત્રણ જ્વાળામુખી છે અને તે 1707માં ફાટ્યા હોવા છતાં હજુ તાંત્રિક રીતે સક્રિય છે.જોકે તેને કારણે ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં તે ખુલ્લું મુકાય અને પ્રવાસીઓ માટે પહાડીઓમાં ઝૂંપડાંઓ જીવંત બને ત્યારે દર વર્ષે તેની પર ચઢવાનો મોહ હજારો લોકો રોકી શકતા નથી.
સુશીની પારઃ જાપાનની આશ્ચર્યજનક ક્લુલિનરી વંડરલેન્ડઃ નિખાલસતાથી કહું તો મોટા ભાગના લોકો જાપાનના ખાદ્યો વિશે વિચારે છે ત્યારે સૌપ્રથમ તેમના મનમાં સુશી તરી આવે છે. અને હા, સુશી તે માટે હકદાર છે. જોકે જાપાનનું ફૂડ સીન શું છે? તે સ્વાદ માણવાની વાટ જોતુંસંપૂર્ણ બ્રહ્માંડ છે.
જાપાનમાં મારા પ્રવાસ દરમિયાન મેં શોધ કરી કે દરેક પ્રદેશ પોતાની સિગ્નેચર ડિશ ધરાવે છે, દરેક ગલીઓના ખૂણા તેની પોતાની સુગંધ ધરાવે છે અને દરેક કન્વિનિયન્સ સ્ટોર પોતાનું આશ્ચર્ય ધરાવે છે (કોનબિનીને આભારી!). મારી એક ફેવરીટ ફૂડ યાદગીરી સેપોરોમાં બરફવર્ષાવાળી સંધ્યાએ મિસો રામેનનું હોટ બાઉલ માણતો હતો તે છે. તમારા અંતરને અંદર અને બહારથી ઉષ્મા આપતું તેમાં કશુંક ચમત્કારી છે.
શાકાહારીઓ માટે સૌથી સારી વાત આ રહીઃ જાપાન જેટલું દેખાય તેનાથી પણ વિશેષ છે. બુદ્ધિસ્ટ ટેમ્પલ ક્યુઝીન અથવા શોજિનરિયોરી પરંપરા અને માઈન્ડફુલનેસમાં મૂળિયાં ધરાવતા સ્વાદિષ્ટ છોડ આધારિત મીલ્સ ઓફર કરે છે. ઉપરાંત વધુ ને વધુ સ્થળો હવે શાકાહારીઓ અને વેગન પ્રવાસીઓની માગણીને પહોંચી વળે છે, જેમાં સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
એક સૌથી વધુ આંખ ઉઘાડનારું મીલ મેં માણ્યું હોય તો તે ક્યોટોમાં પારિવારિક સંચાલિત ઈઝાકાયા નામે નાની રેસ્ટોરાં છે. હું મેનુ વાંચી શક્તો નહોતો, પરંતુ જેસ્ચર્સ અને ભરપૂર સ્મિત સાથે મેં પાંચ નાની પ્લેટ લીધી, જે દરેક ધાર્યું હતું તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ હતી.
તો હા, સુશીની ચર્ચા ભલે વધુ થતી હોય, પરંતુ જાપાનની ક્યુલિનરી વાર્તા સમૃદ્ધ, પ્રાદેશિક અને નિરંતર પુરસ્કૃત છે.તમારી ઉત્સુકતા અને તમારી ભૂખ લઈને આવો અને બધી કાળજી લઈ લેવાશે.
સુમો રેસલિંગઃ તાકાત, વિધિ અને ચીચિયારીઓ પાડતા શ્રોતાઓઃ હું સુમોના અખાડામાં ગયો તે પૂર્વે મેં વિચાર્યું શું અપેક્ષિત છે તે હું જાણું છું.બે કદાવર કુસ્તીબાજો વર્તુળાકાર રિંગમાં કુસ્તી કરશે. જોકે મેં શાંત, ઘેરી, ધ્યાનભરી શાંતિ, જે મેચ શરૂ થવા પૂર્વે હોય છે તે ધારી નહોતી.તે ખરેખર પવિત્ર વાતાવરણ હતું. અને તે પછી અચાનક હલનચલનનો વિસ્ફોટ થાય છે, શાંતિ ચીચિયારીઓ અને ચીસોમાં ફેરવાઈ જાય છેઅને પછી કુસ્તીબાજી શરૂ થાય છે.
શિંટો પરંપરામાં મૂળિયા ધરાવતી દરેક મેચ ઘણા બધા અચૂક મુવમેન્ટ્સ સાથે શરૂ થાય છેઃ શયતાની તાકાતને ભગાવવા માટે પગ અફાળવામાં આવે છે, રિંગનું શુદ્ધિકરણ કરવા માટે મીઠું ફેંકવામાં આવે છે અને તે પછી મિનિટો સુધી કુસ્તીબાજો એકબીજાને સ્પર્શવા પૂર્વે એકબીજાની આંખોમાં જોઈને ઘૂરે છે તે એકાદ ફિલ્મમાંથી ઊતરી આવ્યું હોય તેવું મહેસૂસ કરાવે છે.
તે લાઈવ જોવું એટલે તમે અનુભવેલી કોઈ પણ સ્પોર્ટિંગ ઈવેન્ટથી વિશેષ હોય છે. સ્ટેડિયમ, ખાસ કરીને ટોકિયોમાં રોગોકુકોકુગિકેન મંત્રમુગ્ધ કરે છે. સ્થાનિકો આશ્ચર્યજનક ઘનતા સાથે તેમના મનગમતા કુસ્તીબાજનો પાનો ચઢાવે છે અને દરેક મુકાબલાનું પરિણામ નાટકીય હોય છે, જે મોટે ભાગે જૂજ સેકંડોમાં આવી જાય છે.
અને હા, તમે આશ્ચર્યજનક રીતે એકશનની નજીક જઈ શકો છો. વાસ્તવમાં અમુક સીટ ડોહિયો (રિંગ)ની એટલી નજીક હોય છે કે 150 કિલો વજનનો કુસ્તીબાજ તમારા ખોળામાં આવીને પડે એ અસામાન્ય નથી!
જો તમારી ટ્રિપમાં છ વાર્ષિક ગ્રાન્ડ સુમો સ્પર્ધામાંથી એકનો સમાવેશ હોય તો તે તક ચૂકશો નહીં. અને જો તે શક્ય નહીં બને તો દેશભરમાં તાલીમ આપતા અખાડા પણ છે, જ્યાં તમે વહેલી સવારે પ્રેક્ટિસ સત્રોમાં હાજરી આવી શકો, જે પણ તેટલો જ મંત્રમુગ્ધ કરનારો અનુભવ હોય છે.
અનોખા કેફેઃ જાપાનની બોલકણી કોફી સંસ્કૃતિઃ ટોકિયો, ઓસાકા અથવા ક્યોટોમાં પણ કોઈ પણ ગલીમાં જાઓ અને તમને કેફે અચૂક જોવા મળશે. આ જાપાનમાં કેફે દેશની સુંદર મંત્રમુગ્ધ કરનારી કલ્પનામાં બારી જેવા છે.
કેટ કેફેનો જ દાખલો લો. તમે અંદર જાઓ, તમારા જૂતા કાઢો, તમારું ડ્રિંક ઓર્ડર કરો અને બુકશેલ્વ્સ, કુશન અને વિંડોસિલ આસપાસબિલાડીઓના સંગાથમાં આગામી કલાક વિતાવો. આ શાંત, આરામદાયક અને બહુ જ વિચિત્ર રીતે થેરાપ્યુટિક અનુભવ બની જાય છે.જો બિલાડીનો તમને મોહ નહીં હોય તો ફિકર નહીં. જાપાની કેફેમાં દરેક માટે કશુંક છેઃ આઉલ કેફે, હેજહોગ કેફે અને ગોટ કેફે પણ છે.
ટોકિયોના શિંજુકુ ડિસ્ટ્રિક્ટમાં રોબો કેફે પણ હતા, જે પારંપરિક ભાનમાં કેફે કરતાં સેન્સરી ઓવરલોડ ડિનર શો વધુ હતો.
જોકે આ તો ઉપરછલ્લી માહિતી છે. તમે ઊંડાણમાં ઊતરો અને તમને ટ્રેન, નિંજા, એલિસ ઈન વંડરલેન્ડ્સ અથવાશાંત કમ્ટેમ્પ્લેશન (હા, અમુક કેફેમાં તમે બોલો નહીં તેવો આગ્રહ રખાય છે) થીમના કેફે પણ છે. મારું એક ફેવરીટ જાણો છો? ક્યોટોમાં કેફે છે,જ્યાં તમે મજેદાર કોફીના ઘૂંટડા ભરતાં ભરતાં વિનાઈલ જાઝ રેકોર્ડસ સાંભળી શકો છો.
તો જાપાન આવી અજોડ કેફે સંસ્કૃતિ શા માટે ધરાવે છે? તે આ દોડધામભર્ય જીવનમાં સુરક્ષિત, કલ્પનાત્મક જગ્યા નિર્માણ કરે છે. થીમ, વિચાર અથવા સપનાની અંદર તે જીવવાની તક આપે છે. ભલે પછી તે કલાક માટે કેમ નહીં હોય.
તો હવે તમે જાણી ગયો હશો. જાપાન દરેક ખૂણે તમને આશ્ચર્ય આપતો દેશ છે. તમે ગમે તેટલી વાત જાપાનની મુલાકાત લેશો તેટલી વાર તમને કશું નવું જોવા મળશે. અને તેથી જ જાપાનને જાપાન બનાવે છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.