Travel Planner 2025
Travel Planner 2025
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

દુનિયામાં કેટલા આઈફેલ ટાવર છે?

9 mins. read

Published in the Sunday Gujarat Samachar on 10 March, 2024

વિશ્વભરમાં પથરાયેલા એફિલ ટાવરની પ્રતિકૃતિઓની રસપ્રદ દુનિયા. આ આર્કિટેક્ચરલ અજાયબીઓ પાછળના આકર્ષણ અને વાર્તાઓને ઉઘાડી પાડવા માટે અમારી સાથે જોડાઓ, દરેક પેરિસના પ્રતિકાત્મક પ્રતીક પર એક અનન્ય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.

આઈફેલ ટાવર ક્યાં છે? આપણે બધા જાણીએ છીએ કે આઈફેલ ટાવર ફ્રાન્સના પેરિસમાં છે. પેરિસનાં સૌથી પ્રતિકાત્મક સીમાચિહનમાંથી તે એક છે અને દરરોજ દુનિયાભરમાંથી હજારો સહેલાણીઓ (વીણા વર્લ્ડના સહિત) આઈફેલ ટાવરના પ્રતિકાત્મક સેકંડ અને થર્ડ લેવલની મુલાકાત લેવા માટે કતારમાં ઊભા રહે છે. અને શા માટે નહીં? તે એન્જિનિયરિંગ અને શિલ્પશાસ્ત્રનો અસાધારણ નમૂનો છે. પેરિશિયન મનોહરતા અને ફ્રેન્ચ કૌશલ્યનું પ્રતિક તે એન્જિનિયરિંગ શક્તિનું સ્મારક હોવા સાથે દુનિયાભરમાં પ્રેમ અને પ્રેરણાનું ચિહન પણ છે. વર્લ્ડ એક્સપો માટે ૧૮૮૯ માં તેનો આરંભ થયો ત્યારથી ટાવરે લાખ્ખો સહેલાણીઓને મોહિત કર્યા છે. તે દુનિયામાં સૌથી વધુ મુલાકાત લેવાતાં સ્મારકમાંથી એક છે. તેની પ્રતિકાત્મક ખૂબીઓને લીધેઆ પૃથ્વીના વિવિધ ખૂણાઓમાં તેની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે, જે દરેક પોતાની વાર્તા કહે છે અને પેરિશિયન ખૂબીઓનો નમૂનાનો દૂરસુદૂર સુધી પરિચય કરાવે છે. આજે હું આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ વિશે જાણકારી આપવાનો છું. દુનિયામાં કેટલા આઈફેલ ટાવર છે, તેમનો ઈતિહાસ શું છે અને તેમનાં માળખાંમાં ધરબાયેલી અજોડ વાર્તાઓ વિશે તમને માહિતગાર કરવાનો છું. જોકે તે પૂર્વે આપણે સૌપ્રથમ મૂળ આઈફેલ ટાવર વિશે વાત કરીએ.

ગુસ્તાવ આઈફેલ અને તેમની ટીમ દ્વારા ૧૮૮૯ના વૈશ્ર્વિક મેળા માટે તૈયાર કરાયેલો આઈફેલ ટાવર વિશે આરંભમાં અમુક પેરિસના અગ્રણી કલાકારો અને બૌદ્ધિકો દ્વારા શંકાકુશંકા અને ટીકાઓ કરવામાં આવી હતી. આમ છતાં તે ટૂંક સમયમાં જ સ્મારકીય સફળતા બન્યો, જે ઔદ્યોગિક યુગના ઉદયનો પ્રતિક હતો અને આધુનિક એન્જિનિયરિંગ અને શિલ્પશાસ્ત્રમાં ફ્રાન્સનું યોગદાન હતું. 300 મીટર ઊંચો (હવે એન્ટેના સહિત 324 મીટર) આ ટાવર 1930માંન્યૂ યોર્કમાં ક્રિસ્લર બિલ્ડિંગ ઊભી થઈ ત્યાં સુધી દુનિયામાં સૌથી ઊંચું માનવસર્જિત  માળખું હતું.

૭,૩૦૦ ટન લોહ અને ૨.૫ મિલિયન રિવેટ્સ (ખીલો મારીને સજ્જડ ગોઠવવું)થી નિર્મિત ટાવર તે સમયે એન્જિનિયરિંગની અજાયબી હતો, જે બાંધકામ સામગ્રી તરીકે ધાતુની શક્યતાઓ દર્શાવે છે. રસપ્રદ રીતે આઈફેલ ટાવર ૨૦ વર્ષ સુધી ટકશે એવી ધારણા હતી, પરંતુ તે આજે પણ સમકાલીન ડિઝાઈનનો દાખલો છે અને પેરિસની આકાશરેખાનો આંતરિક ભાગ બની રહ્યો છે. તે ઘણા બધા હેતુઓ પૂરા કરે છે: પ્રસારણ ટાવર, વર્ષમાં લાખ્ખો સહેલાણીઓને આકર્ષે છે અને તેની પર અદભુત આતશબાજી કરાય તે બેસ્ટાઈલ ડે જેવા ફ્રેન્ચના અવસરો દરમિયાન સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક પણ છે.

ટાવરની ડિઝાઈન કાર્યશીલ હોવા સાથે રોશનાઈ અને પડછાયા સાથે રમતા તેના લેટિસ માળખા સાથે દેખાવમાં પણ અતિસુંદર છે, જેથી ફોટોગ્રાફરો પણ આકર્ષિત થાય છે. તેના ત્રણ લેવલ પર દાદરા અથવા એલીવેટરથી જઈ શકાય છે, જ્યાંથી શહેરમાંથી વહેતી સિન નદીથી લઈને મોન્ટમાર્ટરની દૂરની ટેકરીઓ સુધી પ્રેમના આ શહેરનો મંત્રમુગ્ધ કરનારો નજારો જોવા મળે છે. આઈફેલ ટાવર ફક્ત માળખું નથી, પરંતુ પેરિસની ક્રિયાત્મકતા, સ્થિતિસ્થાપકતા અને કાયમી આકર્ષણનું પ્રતિક છે. હવે આપણે મૂળ આઈફેલ ટાવરની વાત કરી છે તો ચાલો દુનિયાભરમાં આ અદભુત ટાવરની પ્રતિકૃતિઓ વિશે જાણીએ.

સૌપ્રથમ આપણે યુએસએમાં લાસ વેગાસની વાત કરીએ. લાસ વેગાસ સ્ટ્રિપના હાર્દમાં આઈફેલ ટાવરની અડધા સ્તરની પ્રતિકૃતિ ઊભી છે, જે પેરિસ લાસ વેગાસ હોટેલ અને કસિનોનું કેન્દ્રબિંદુ છે. આ પ્રતિકૃતિ 165 મીટર ઊંચી છે, જે સહેલાણીઓને લાસ વેગાસના પ્રસિદ્ધ શહેરની નિયોન લાઈટ્સ વચ્ચે પેરિશિયન ખૂબીઓનો આસ્વાદ કરાવે છે. તેનું ઓબ્ઝર્વેશન ડેક શહેરનો મનોહર નજારો પૂરો પાડે છે, જ્યારે તેની રેસ્ટોરાં પેરિસની યાદ અપાવતો ભોજનનો અનુભવ કરાવે છે. મૂળ ટાવરથી વિપરીત વેગાસ આઈફેલ ટાવર આસપાસના કસિનોની સ્વર્ણિમ ચમકથી પ્રકાશમય બને છે, જે તેનીખૂબીઓમાં અજોડ વળાંક ઉમેરે છે.

હવે આપણે ચીનના શેંઝેનમાં જઈએ. શેંઝેનમાં વર્લ્ડ થીમ પાર્કની બારીમાં સહેલાણીઓને આઈફેલ ટાવરના એકતૃતીયાંશ ભાગની પ્રતિકૃતિ જોવા મળે છે. આ પાર્ક વૈશ્ર્વિક સીમાચિહનો દર્શાવવા સમર્પિત છે, જે દુનિયાભરમાં સાંસ્કૃતિક પ્રવાસ પ્રદાન કરે છે. શેંઝેન આઈફેલ ટાવર લોકપ્રિય ફોટો સ્પોટ સાથોસાથ વૈશ્ર્વિક ગામડાની સંકલ્પનાનો પ્રતિક પણ છે, જે ચીનના હાર્દમાં યુરોપિયન શિલ્પશાસ્ત્રનો નમૂનો લાવે છે.

હવે હું જે પ્રતિકૃતિની વાત કરવા માગું છું તે પણ ચીનમાં જ હેંગઝોઉ શહેરમાં છે. હેંગઝોઉના ઉપનગર તિયાનડુચેંગ દેખીતી રીતે જ સર્વ આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ કરતાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી છે. આ ઉપનગરે આઈફેલ ટાવર સાથે ચીનમાં પેરિસનો સંપૂર્ણ જોશ પુન:નિર્માણ કરવાના ઉદ્દેશ સાથેપ્રતિકૃતિ સાકાર કરી હતી. તે ૧૦૮ મીટર ઊંચો છે. ટાવરની પાછળના વિસ્તારમાં પેરિશિયન શૈલીનું શિલ્પશાસ્ત્ર, ફુવારા અને બગીચા છે,જે નિવાસીઓ અને સહેલાણીઓને પેરિસ જેવો આહલાદક અનુભવ કરાવે છે. આરંભમાં શંકાકુશંકા છતાં તિયાનડુચેંગ ચીની અને ફ્રેન્સ સંસ્કૃતિઓનું અજોડ સંમિશ્રણ તરીકે વૃદ્ધિ પામ્યું છે, જે નિવાસીઓ સાથે સહેલાણીઓને પણ આકર્ષે છે.

ચીન પછી હવે આપણે રોમાનિયાના સ્લોબોઝિયામાં જઈએ. બુકારેસ્ટથી ૧૨૦  કિલોમીટરે સ્થિત સ્લોબોઝિયા શહેરમાં આઈફેલ ટાવરની 54 મીટર ઊંચી પ્રતિકૃતિ છે. 2006માં નિર્મિત આ ટાવર શૈક્ષણિક અને મનોરંજન અનુભવો પ્રદાન કરતી વિશાળ સાંસ્કૃતિક સંકુલની ડિઝાઈનનો હિસ્સો છે.સ્લોબોઝિયાનો આઈફેલ ટાવર ઓછો જ્ઞાત હોવા છતાં ફ્રેન્ચ સંસ્કૃતિ અને મૂળ ટાવર આલેખિત કરે તે મૂલ્યો પ્રત્યે તેની આકાંક્ષાઓનું રોમાનિયાનુંજોડાણ છે.

દુનિયાભરમાં અનેક અન્ય પ્રતિકૃતિઓ છે, જે દરેકની પોતાની વાર્તા છે. રશિયામાં નાની પ્રતિકૃતિ મોસ્કોમાં પાર્કમાં છે, જે ફ્રેન્કો-રશિયન મૈત્રીની પ્રતિક છે. પાકિસ્તાનના લાહોરમાં બહરિયા ટાઉન નિવાસી સંકુલમાં પ્રતિકૃતિ છે, જે વૈશ્ર્વિક સીમાચિહનો પ્રત્યે ડેવલપરનો મોહ દર્શાવે છે. મેક્સિકોના ગોમેઝ પેલેસિયોમાં જાહેર બગીચામાં ૨૨મીટર ઊંચી પ્રતિકૃતિ છે, જે શહેર માટે સ્થાનિક વેપારી તરફથી ભેટ છે, જે આઈફેલ ટાવરની ડિઝાઈનનો વૈશ્ર્વિક પ્રભાવ દર્શાવે છે.

ઘણી બધી આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ સાથે દેખીતી રીતે જ એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે: આ આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ શા માટે નિર્માણ કરવામાં આવી હશે? આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ દુનિયાભરમાં નિર્માણ કરવી તે વૈશ્ર્વિક સંસ્કતિ સાથે જોડાણ માટે પ્રશંસા, આકાંક્ષા અને ઈચ્છાના સંમિશ્રણથી પ્રેરિત ઘટના છે. આ માળખાં સ્થાનિક ઓળખ અને મૂળ આઈફેલ ટાવર આલેખિત કરે તે શિલ્પશાસ્ત્રીય સૌંદર્ય અને નવીનતાનું સાર્વત્રિક પ્રતિક વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. એક મુખ્ય કારણ એ છે કે આઈફેલ ટાવર સાર્વત્રિક સ્તરે શિલ્પશાસ્ત્રીય ડિઝાઈનનો નમૂનો તરીકે ઓળખાય છે. પ્રતિકૃતિ નિર્માણ કરવી તે ફ્રેન્ચ સંસ્કૃતિ અને તેના પ્રતિકાત્મક સીમાચિહન માટે આદર અને પ્રશંસાની અભિવ્યક્તિ છે. બિન-ફ્રેન્ચ શહેરો માટે ટાવર દર્શાવે તે કળા, ઈતિહાસ અને એન્જિનિયરિંગની શક્તિને અપનાવવાની અને તેની ઉજવણી કરવાની રીત છે.

એકંદરે આઈફેલ ટાવરની પ્રતિકૃતિઓ એ ફક્ત અનુકરણ નથી, પરંતુ વૈશ્ર્વિક પ્રશંસા અને સ્થાનિક ગૌરવની અભિવ્યક્તિ છે, જે સાંસ્કૃતિક સરાહનાના બહુમુખી પ્રકારને પ્રદર્શિત કરતા વૈવિધ્યપૂર્ણ અનુભવો પ્રદાન કરે છે. તેમના નિર્માણ પાછળનાં કારણોને સમજવા હોય કે અજોડ સ્થળ તરીકે તે જોવાના હોય, આ પ્રતિકૃતિઓ પ્રતિકાત્મક સીમાચિહન તેમના ઉદભવથી ચઢિયાતી બની શકે અને સમાન માનવી વારસાના પ્રતિક બની શકે તે પદ્ધતિઓમાં મોહિત કરનારી ઝાંખી પૂરી પાડે છે. તો હા, હવે મને લાગે છે કે તમારી પર્યટનની યાદીમાં ફક્ત ‘મારે આઈફેલ ટાવર જોવા જવું છે’ને બદલે ‘દુનિયાભરમાં કેટલા આઈફેલ ટાવરો મેં જોયા છે?’ એ પ્રશ્ર્ન રહેશે. તમને શું લાગે છે? મન neil@veenaworld.com પર જરૂર લખો. તો ફરી મળીશું ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!


નો અનનોન

અમેઝિંગ ફેક્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ

#KnowTheUnknown Podcast by Neil Patil

બીજા મહાયુદ્ધથી દુનિયાનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ ગયા. આ મહાયુદ્ધની આગમાં પૂર્વ યુરોપનો પોલેન્ડ દેશ રીતસર પાયમાલ થઈ ગયો. યુરોપના મધ્યવર્તી આ દેશમાં આશરે 60 લાખ લોકો બીજા મહાયુદ્ધમાં માર્યા ગયા. મહાયુદ્ધનું સૌથી ભીષણ નિશાન આજે પણ ક્રેકોવ શહેર નજીકના ઓશવિત્ઝ કોન્સટ્રેશન કેમ્પના રૂપમાં આ દેશમાં જોવા મળે છે. બીજા મહાયુદ્ધના આરંભમાં જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યા પછી ક્રેકોવ શહેર જર્મન વ્યાપ્ત પોલેન્ડનું મુખ્યાલય બન્યું. આ જ શહેર નજીક ઓશ્વિએન્સિમ નામે ગામમાં નાઝીઓએ પોલેન્ડમાં મુખ્ય કોન્સટ્રેશન કેમ્પ (ટોર્ચર કેમ્પ) ઊભો કર્યો, જે ‘ઓશવિત્ઝ કેમ્પ’ નામે ઓળખાવા લાગ્યો. વંશભેદનું ગાંડપણ માથામાં લઈને નાઝી શાસન કામ કરતું હતું અને તેમનો મુખ્ય રોષ જ્યુ ધર્મીઓ પર હતો. ઓશવિત્ઝ કેમ્પમાં ૨૦મે, ૧૯૪૦ ના રોજ પ્રથમ કેદી લાવવામાં આવ્યો. જર્મન ફોજનો પ્રભાવ જેમ જેમ વધવા લાગ્યો તેમ પોલેન્ડ અને અન્ય દેશમાંથી કેદીઓ અહીં લાવવાનું પ્રમાણ વધ્યું. આશરે ૫૦૦ એકરના વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પના એડમિનિસ્ટ્રેટિવ કેમ્પ, લેબર કેમ્પ અને એક્સટર્મિનેશન કેમ્પ એમ ત્રણ ભાગ હતા. આ કેમ્પમાં દસ લાખથી વધુ કેદીઓ ઠાંસવામાં આવ્યા હતા.એક કોઠડી સામાન્ય રીતે ૭૦૦ કેદી માટે હતી તેમાં ૧૨૦૦ થી વધુ કેદીઓને ઠાંસવામાં આવતા હતા. પ્રથમ ત્રણ વર્ષ આ કેમ્પનાં સૂત્રો રુડોલ્ફ હોસ પાસે હતાં. ડો. જોસેફ મેંગેલે આ જ કેમ્પમાં માનવતાને કલંક લગાવનાર તથાકથિત તબીબી પ્રયોગ (?) કર્યા. આ કેમ્પના કેદીઓને દિવસમાં કમસેકમ ૧૧ કલાક કઠોર પરિશ્રમનાં કામો કરવાં પડતાં હતાં, ખાવા માટે પૂરતું અન્ન મળતું નહોતું, પાણી પણ ઓછું મળતું હતું. આ કેમ્પમાં રાખવામાં આવેલા કેદીમાંથી ૩૦ ટકા કેદી મહિલા હતી. આ કેમ્પની ૧૦ અને ૧૧નંબરની ઈમારતની દીવાલ ‘ડેથ વોલ’ તરીકે ઓળખવામાં આવતી હતી. આ ઠેકાણે મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ઊભા કરીને ગોળીઓ મારવામાં આવતી. પાંચ વર્ષમાં ઓશતિવ્ઝ કેમ્પમાં કુલ આઠ લાખની આસપાસ નિર્દોષ કેદીઓને કીડી-મંકોડાનીજેમ મારવામાં આવ્યા. બીજા મહાયુદ્ધના આખરમાં રશિયન ફોજ આગેકૂચ કરતી હતી અને ઓશવિત્ઝ કેમ્પ નજીક ૨૭ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ પહોંચી અને આ કેમ્પમાં જીવંત રહેલા ૭૦૦૦ કેદીઓનો છુટકારો થયો. આ પછી કેમ્પમાંનું ભયંકર હત્યાકાંડ દુનિયા સામે આવ્યું. ૧૯૫૫ માં આ કેમ્પનું રૂપાંતર મ્યુઝિયમમાં કરવામાં આવ્યું. માનવતાને કલંક લગાવનારી આવી ઘટના ફરીથી નહીં બને અને નિર્દોષોનો ભોગ નહીં લેવાય તે માટે ઓશવિત્ઝ કેમ્પ જેવાં ઠેકાણાં યાદગીરીરૂપે જતન કરવાનું જરૂરી બને છે. વીણા વર્લ્ડની ઈસ્ટર્ન યુરોપ સહેલગાહમાં ઓશવિત્ઝ કેમ્પનો સમાવેશ હોય છે. આ ઠેકાણે મુલાકાત જઈને ત્યાં ભોગ બનેલાના શ્રદ્ધાંજલી આપવાની તક અવશ્યક ઝડપી લેવી જોઈએ.

March 09, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Similar Romantic Blogs

Read all
insert similar tours here

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Most Commented

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top