Travel Planner 2025
Travel Planner 2025
IndiaIndia
WorldWorld
Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Our Toll Free Numbers:

1800 313 5555

You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

હવે પછી ક્યાં તો ચાલો, હું તમને નિર્ણય લેવા માટે મદદ કરું છું!

8 mins. read

Published in the Sunday Gujarat Samachar on 02 March 2025

તમારો આગલા પ્રવાસ નું ડેસ્ટિનેશન પસંદ કરવું રોમાંચક છતાં જબરજસ્ત હોઈ શકે છે. મદદ કરવા માટે, અહીં ત્રણ અદ્ભુત સ્થાનો છે, દરેક કંઈક અનોખી ઓફર કરે છે.  

પ્રવાસનો એક સૌથી રોમાંચક છતાં પડકારજનક ભાગ છે કે, કયાં જવું? દુનિયા અતુલનીય સ્થળોથી ભરચક છે,જે દરેક કાંઈક અજોડ -મંત્રમુગ્ધ કરનારું નિસર્ગસૌંદર્ય, સમૃદ્ધ સંસ્કૃતિઓ, સ્વર્ણિમ શહેરો અને અવિસ્મરણીય અનુભવો પ્રદાન કરે છે.જોકે ઘણા બધા વિકલ્પો સાથે શું પસંદ કરવું તેની મૂંઝવણ સ્વાભાવિક છે. 

હું પણ આમાંથી પસાર થયો છું. ટ્રાવેલ બ્લોગ્સ સ્ક્રોલ કરવું, નકશાઓ જોવા અને આગામી સમયે કયા સ્થળની મુલાકાત લેવી તે નિર્ણય લેવા પ્રયાસ કરવો. શું મારે રિલેક્સ કરવા બીચના સ્થળે જવું જોઈએ? સંસ્કૃતિ સમૃદ્ધ સાહસ ખેડવું જોઈએ? કે પછી શહેરનો રોમાંચક અનુભવ કરવો જોઈએ? શક્યતાઓ નિરંતર છે અને અમુક વાર સૌથી મુશ્કેલ ભાગ કોઈ એકની પસંદગી કરવાનો હોય છે. 

વીણા વર્લ્ડ ખાતે અમે પ્રવાસ જીવીએ અને શ્વાસમાં લઈએ છીએ. અને તે પેશન શૅર કરવાની મારી એક મનગમતી રીત અમારું પોડકાસ્ટ-ટ્રાવેલ. એક્સપ્લોર. સેલિબ્રેટ લાઈફ છે. યુટ્યુબ, સ્પોટિફાઈ, જિયોસાવન અને એપ્પલ પોડકાસ્ટ્સ પર ઉપલબ્ધ સાપ્તાહિક શો પ્રેરણાત્મક પ્રવાસ વાર્તાલાપ, મોજીલી પ્રવાસ વાર્તાઓ, એક્સપર્ટ ટિપ્સ અને દુનિયાભરના અંગત અનુભવો વિશે છે. તો જો તમને થોડી વધુ પ્રવાસનીપ્રેરણા જોઈતી હોય તો જોતા રહો અને પ્રવાસમાં અમારી સાથે જોડાઓ 

જોકે આજે ચાલો, તમારા પ્રવાસ નિર્ણયને આસાન બનાવીએ. અહીં ત્રણ અદભુત સ્થળો આપ્યાં છે, જે દરેકની પોતાની ખૂબીઓ છે. તેમાં ડોકિયું કરીએ. 

મોરિશિયસ - ટ્રોપિકલ એસ્કેપ 

જો તમે સફેદ રેતીવાળા બીચ પર નિરાંતે બેસીને પાર્શ્વભૂમાં નમ્ર લહેરોનો અવાજ અને સમુદ્રની સુગંધ પ્રસરાવતી ઠંડી ઠંડી હવા માણવાની કલ્પના કરી રહ્યા હોય તો મોરિશિયસ તમારે માટે ઉત્તમ સ્થળ છે. ભારતીય મહાસાગરના હાર્દમાં વસેલો સ્વર્ગસમાન ટાપુ તેના અદભુત બીચ, ટર્કોઈસ લગૂન્સ, હરિયાળી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. 

મોરિશિયસનું એક સૌથી પ્રસિદ્ધ સ્થળ લી ઓક્સ સર્ફ્સ છે, જે કાચ જેવા સાફ પાણી, નરમ સફેદ રેતી અને ભરપૂર સાહસ સાથેનો સ્વપ્નવત ટાપુ છે. તમે બીચ પર રિલેક્સ કરી શકો, નિર્મળ જળમાં સ્નોર્કેલ કરી શકો અથવા રોમાંચક સ્પીડબોટ રાઈડ લઈ શકો છો. નિસર્ગપ્રેમીઓ ચેમેરલની સાત રંગી પૃથ્વીથી ચકિત થઈને રહેશે, જે ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીમાં રેતીના ટેકરાઓ લાલ, કથ્થઈ, જાંબુડી, ભૂરો, લીલો અને પીળો શેડ પ્રદર્શિત કરે છે,જે લાખ્ખો વર્ષમાં જ્વાળામુખીની પ્રવૃત્તિઓનું પરિણામ છે. તેની નજીક ચેમેરલ વોટરફોલ મોરિશિયસમાં સર્વોચ્ચ પાણીનો ધોધ નાટકીય રીતે હરિયાળી પાર્શ્વભૂમાંથી નીચે ઊતરતો હોવાથી નયનરમ્ય નજારો બની જાય છે. 

જો તમે નિસર્ગ અને વાઈલ્ડલાઈફના શોખીન હોય તો લી ઓક્સ આઈગ્રેટીસની મુલાકાત અવશ્ય લો. સુરક્ષિત ટાપુ સંગ્રહાલય અલ્ડાબ્રા જાયન્ટ ટર્કોઈસ અને પિન્ક પિજન જેવી દુર્લભ જાતિઓ માટે ઘર છે, જે ફક્ત મોરિશિયસમાં જોવા મળી શકે છે. સાહસપ્રેમીઓ માટેબ્લેક રિવર ગોર્જીસ નેશનલ પાર્ક મજેદાર ટ્રીટ છે. હરિયાળો, પહાડી પ્રદેશ હાઈકિંગ અને નેચર વોક માટે ઉત્તમ છે,જે નયનરમ્ય નજારો, પાણીના ધોધ અને નૈસર્ગિક વાઈલ્ડલાઈફ પ્રદાન કરે છે. 

મોરિશિયસ સંસ્કૃતિઓથી ભરચક છે. ગ્રાન્ડ બસિન પવિત્ર સરોવર હદુ સમુદાય માટે મહત્ત્વપૂર્ણ યાત્રાધામ છે. ભગવાન શિવના વિશાળ પૂતળા સાથેઆ શાંત સ્થળ આધ્યાત્મિકતા, ઈતિહાસ અને મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક સૌંદર્યની સરાહના કરનારા માટે ઉત્તમ છે. 

શ્રીલંકા - સંસ્કૃતિ અને નિસર્ગની ધરતી 

જો તમે ઈતિહાસ, નિસર્ગ અને ઉષ્માભરી પરોણાગતનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરતું સ્થળ જોવા માગતા હોય તો શ્રીલંકા તમને બોલાવી રહ્યું છે.મોટે ભાગે `ભારતીય મહાસાગરનો મોતી' તરીકે ઓળખાતો ટાપુ રાષ્ટ્ર પ્રાચીન મંદિરો અને નયનરમ્ય ટ્રેન રાઈડથી સુવર્ણ બીચઅને હરિયાળા ચાના બાગ સુધી અનુભવોનો ખજાનો છે. 

શ્રીલંકામાં સૌથી પ્રતિકાત્મક સીમાચિહનમાંથી એક સિગિરિયા રોક ફોર્ટેસ છે, જે સ્થાપત્ય અને ઐતિહાસિક અજાયબી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ લાયન રોક તરીકે પણ ઓળખાય છે, જે નાટકીય રીતે આસપાસના જંગલની ઉપર ૨૦૦ મીટરે વસેલો છે. સિગિરિયાથી ટૂંકી ડ્રાઈવ તમને વધુ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ- ડંબુલા કેવ ટેમ્પલ ખાતે લઈ જાય છે. પાંચ ગુફાઓનું કોમ્પ્લેક્સ ૧૫૦ બુદ્ધનાં પૂતળાં અને અદભુત મુરાલ્સથી ભરચક છે, જે આધ્યાત્મિક અને કળાત્મક નમૂનો છે. 

સેન્ટ્રલ હાઈલેન્ડ્સમાં વસેલું કેન્ડી ઈતિહાસ, આધ્યાત્મિકતા અને નૈસર્ગિક સૌંદર્યનું શહેર છે. તે ટૂથ રેલિકના મંદિરનું ઘર છે, જે દુનિયામાં સૌથી પવિત્ર બુદ્ધ મંદિરમાંથી એક છે. શહેર જીવંત સાંસ્કૃતિક પરફોર્મન્સ, બ્રિટિશ રાજની ખૂબીઓ અને નિર્મળ કેન્ડી લેક માટે પણ જાણીતું છે. 

બ્રિટિશ યુગના બંગલા અને ઠંડા હવામાનને લીધે "લિટલ ઈન્ગ્લેન્ડ તરીકે પણ ઓળખાતું નુવારાઈલિયા શ્રીલંકાના ચા ઉગાડતા પ્રદેશનું હાર્દ છે.અહીં તમે ચાના બાગની મુલાકાત લઈ શકો, ચા બનાવવાની પ્રક્રિયા શીખી શકો અને નૈસર્ગિક સૌંદર્ય જોતાં જોતાં સિલોન ટીના કપમાં ગરમાગરમચાની ચુસકીઓ માણી શકો છો. 

વાઈલ્ડલાઈફ પ્રેમીઓ માટે પિનાવાલા એલીફન્ટ ઓર્ફનેજની મુલાકાત હૃદયસ્પર્શી અનુભવ બની રહે છે. સંગ્રહાલય ઉગારવામાં આવેલા હાથીઓને રક્ષણ આપે છે અને તમે હાથીઓ નદીમાં સ્નાન કરતા, ખાતા અને નૈસર્ગિક વાતાવરણમાં રમતા જોઈ શકો છો. 

જો તમે હવાફેર કરવા માંગતા  હોય તો બેન્ટોટાના ગોલ્ડન બીચ ઉત્તમ સ્થળ છે. તમે નદી પાસે રિલેક્સ કરવા માંગતા હોય કે જેટ સ્કીઈંગ કરવા માંગતા હોય કે માડુ રિવર મેન્ગ્રોવ ફોરેસ્ટ્સ થકી બોટ રાઈડ કરવા માંગતા હોય, બેન્ટોટા ટ્રોપિકલ સ્વર્ગ છે. 

દુબઈ અને અબુ ધાબી - ભવિષ્યલક્ષી સાહસ 

જો તમે ગ્લેમર, સાહસ અને અત્યાધુનિક ઈનોવેશન તરફ આકર્ષિત હોય તો દુબઈ અને અબુ ધાબી તમારી યાદીમાં ટોચે હોવું જોઈએ. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નાં બે શહેર અત્યાધુનિક સ્કાયસ્ક્રેપર્સ, લક્ઝુરિયસ અનુભવો, રોમાંચક સાહસો અને સમૃદ્ધ અરબી વારસા માટે જાણીતાં છે. 

દુબઈનું સૌથી પ્રતિકાત્મક સીમાચિહન બુર્જખલીફા અધધધ ૮૨૮ મીટર (,૭૧૭ ફીટ) આકાશરેખાને આંબતો ટાવર છે.૧૨૪ અને ૧૪૮મા માળ પર ઓબ્ઝર્વેશન ડેકની મુલાકાતમાં શહેર, અરબી ખાડી અને નિરંતર રણનો મંત્રમુગ્ધ કરનારો મનોરમ્ય નજારો જોવા મળે છે. 

બુર્જખલીફા સાથે જોડાયેલો દુબઈ મોલ ફક્ત શોપિગ સેન્ટર નથી, પરંતુ ,૨૦૦ સ્ટોર, ઈનડોર આઈસ રિંક, એક્વેરિયમ અને વર્ચ્યુઅલ રિયાલિટી થીમ પાર્ક સાથેનું મનોરંજનનું કેન્દ્ર છે. દુબઈની મુલાકાત અરબી રણની સુવર્ણ રેતીની ટેકરીઓનો અનુભવ કર્યા વિના અધૂરી છે. ડેઝર્ટ સફારીમાં x માં રોમાંચક ડ્યુન બાશિંગ, ઊંટ સવારી, સેન્ડબોર્ડિંગ અને તારલા હેઠળ પારંપરિક બેડુઈન સ્ટાઈલ ડિનરનો સમાવેશ થાય છે. 

દુબઈનું વિખ્યાત પામ જુમેરા  એન્જિનિયરિંગ અજાયબી છે. તે પામના ઝાડના આકારનો ટાપુ છે. પામની ટોચ પર એટલાન્ટિસ પામ હોટેલ વસેલી છે, જે શાહરુખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ ઈયરના શૂટિંગને કારણે લોકપ્રિય બની છે 

યુએઈમાં સૌથી મંત્રમુગ્ધ કરનાર સ્થળમાંથી એક અબુ ધાબીમાં શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક છે, જે ઈસ્લામી સ્થાપત્યનો નમૂનો છે. અદભુત સફેદ આરસપહાણ, નાજુક ફૂલોની ડિઝાઈન અને દુનિયાની સૌથી વિશાળ હસ્તગૂંથણ કરેલી કાર્પેટથી શોભતું મોસ્ક શાંતિ, આધ્યાત્મિકતા અને ભવ્યતાનું પ્રતિક છે. કારના શોખીનો અને દિલધડક સાહસના શોખીનોને ફેરારી વર્લ્ડ ગમશે, જે દુનિયાની સૌથી ઝડપી રોલર કોસ્ટર ફોર્મ્યુલા રોઝા માટે ઘર છે,જે ફક્ત . સેકંડમાં પ્રતિકલાક ૨૪૦ કિમીની ઝડપે દોડે છે. ફેરારી થીમના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ્સ, ઈન્ટરએક્ટિવ એક્ઝિબિટ્સ અને રેસિન્ગ સિમ્યુલેટર્સનું રોમાંચક સંમિશ્રણ છે. 

તો તમે શું પસંદ કરશો? 

હવે પસંદગી તમારી પર છે. તમે આગામી સાહસ ક્યાં ખેડવા માગો છો? શું તે મોરિશિયસનું ટ્રોપિકલ પેરેડાઈઝ હશે, શ્રીલંકાની સાંસ્કૃતિક સમૃદ્ધિ હશે કે પછી દુબઈ અને અબુ ધાબીની ભવિષ્યલક્ષી ખૂબીઓ હશે? તમને કયું સ્થળ સૌથી વધુ રોમાંચિત કરે છે તે મને અહીં જરૂર લખીને જણાવો neil@veenaworld.com ટૂંક સમયમાં ફરી મળીશું! 

February 28, 2025

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Please let me know your thoughts on this story by leaving a comment.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Similar Romantic Blogs

Read all
insert similar tours here

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

Most Commented

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top