Published in the Sunday Mumbai Samachar on 27 July 2025
અનપૅક કરો એકવાર,જાગો દરરોજ નવી દુનિયામાં!
થોડાં વર્ષ પૂર્વે હું ક્રુઝીઝ વિશે વિચારતો હતો. આપણે ઘણા બધા માટે દિલ ધડકને દો પ્રવાસની આ અદભુત પદ્ધતિમાં પ્રથમ વાસ્તવિક ઝાંખી હતી. જોકે ઝાકઝમાળ અને વધતી ઉત્સુકતા છતાં ક્રુઝ હોલીડેઝ વિશે ભારતમાં હજુ પણ ગેરસમજૂતી પ્રવર્તે છે.
વીણા વર્લ્ડ પારંપરિક રીતે જમીન - આધારિત ટુર પર કેન્દ્રિત છે. જોકે તે છતાં અમે અમારા પ્રવાસીઓને પૃથ્વીના અંત સુધી લઈ ગયા છીએ.હા, આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ.
મને 2013માં મારો એન્ટાર્કટિકાનો પ્રવાસ હજુ પણ યાદ છે. તે ખરેખર જીવન પરિવર્તનકારી અનુભવ હતો. આથી જ આ લેખમાં હું ક્રુઝીઝ વિશે વાત કરવાનો છું - તે શું છે, તે મહત્ત્વપૂર્ણ શા માટે છે અને ભારતીય પ્રવાસીઓ માટે તે અનુકૂળ કેમ બની શકે તે વિશે વાત કરવાનો છું.
ક્રુઝીઝ શા માટે?
ક્રુઝીઝને તેની સહજતા વિશેષ બનાવે છે. તમારે ફક્ત એક વાર અનપૅક કરવાનું હોય છે. તમારી આ ફ્લોટિંગ હોટેલ તમને એકથી અન્ય સ્થળે લઈ જાય છે, જેમાં ભોજન, મનોરંજન અને ગાઈડેડ સેરનો પણ સમાવેશ હોય છે. ફ્લાઈટ પકડવાની ઉતાવળ અથવા રોજ રાત્રે નવી હોટેલોમાં ચેક-ઈન કરવાની ઝંઝટ નહીં.
ક્રુઝીઝ સુંદર રીતે બહુમુખી પણ છે. પરિવારોને વોટરપાર્કસ, બાળકોને ક્લબ અને અહોરાત્ર મનોરંજન ગમે છે. યુગલોને રોમાન્સઅને ખોજ બંને મળી રહે છે, જેથી હનીમૂન અથવા એનિવર્સરીઓ માટે પરફેક્ટ છે. વરિષ્ઠોને સહજતા અને આરામ જોઈતો હોય છે,જ્યારે કોર્પોરેટ ગ્રુપ્સને નવીનતા અને નિયોજન સુવિધા જોઈતી હોય છે.
ક્રુઝીઝ ભારતીયો માટે વધુ પહોંચક્ષમ બની ગયું છે તે વધુ રોમાંચક બાબત છે. મુંબઈ, કોચી, દુબઈ અને સિંગાપોર જેવાં બંદરો પરથીજહાજ પ્રસ્થાન કરે છે. પ્રવાસની આ પદ્ધતિ હવે વૈશ્વિક છે અને ભારતીય અગ્રતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી હોય છે.
હવે ક્રુઝિંગ વિશેની ખોટી માન્યતાઓ દૂર કરીએ
ઘણા બધા ભારતીય પ્રવાસીઓ માટે "ક્રુઝ શબ્દ હજુ પણ અપરિચિત છે. તે ખોટી માન્યતાઓથી ઘેરાયેલું છે,જેથી લોકો તે અજમાવવાથી મોટે ભાગે નિરુત્સાહ બની જાય છે.
મને જહાજ પર કંટાળો આવશેઃ
વાસ્તવમાં આધુનિક ક્રુઝ ફ્લોટિંગ સિટીઝ જેવું હોય છે. રોલર કોસ્ટર, ઝિપ લાઈન્સ, આઈસ રિંક્સ, ગો-કાર્ટ ટ્રેક, લાઈવ શો, સ્પા, કૂકિંગ ક્લાસીસ વિશે જરા વિચારો, આ યાદી નિરંતર ચાલતી રહે તેમ છે. તમે દરિયાકાંઠા પર ઊતર્યાા વિના પણ જહાજ પર બધું જોતાં અને માણતાં આસાનીથી દિવસો વિતાવી શકો છો.
ક્રુઝીઝ ધનાઢ્યો માટે હોય છેઃ
આ વધુ એક ખોટી માન્યતા છે. અત્યંત લક્ઝરી ક્રુઝીઝ છે (અને તે ખરેખર અદભુત છે) ત્યારે મોટા ભાગના ક્રુઝ કિફાયતી અને મૂલ્ય સાથે સમૃદ્ધ હોય છે. તમારો મુકામ, ખાદ્ય, મનોરંજન અને પ્રવાસ એમ બધું જ સમાવિષ્ટ હોવાથી તે સ્માર્ટ, ખર્ચ કિફાયતી પસંદગી છે.
તો હવે લક્ઝરી ક્રુઝિંગની અનોખી બાબતો વિશે જાણીએ. આ મહિને જ લોન્ચ કરવામાં આવેલું રિટ્ઝ - કાર્લટન યોટ લુમિનારા ફક્ત 226 સ્યૂટ્સ ધરાવે છે અને સમુદ્રમાં બુટિક હોટેલ સમાન છે. આગામી વર્ષે ઓરિયન્ટ એક્સપ્રેસ કોરિન્થિયન અતિસુંદર નવા જહાજ સાથેની લીજેન્ડરી બ ાન્ડનું નવું રૂપ છે. 2027માં અમન્સ અમાનગીરી એટ સીની સેર શરૂ થવાની છે, જેને પ્રાઈવેટ રિટ્રીટની જેમ ઘડવામાં આવી છે, એટલે કે, અસલ અમાન સ્ટાઈલમાં તે મિનિમાલિસ્ટ અને મનોહર છે. તેમનું મોજૂદ ક્રુઝ અમાનદિરા ફક્ત પાંચ કેબિન અને 14 ક્રુ સભ્ય ધરાવે છે, જે ઈન્ડોનેશિયામાં અફલાતૂન ડાઈવ એક્સપીડિશન્સ પ્રદાન કરે છે.
જોકે તે વિશે ક્યારેય અન્ય લેખમાં વાત કરીશું. મોટા ભાગના લોકો માટે ક્રુઝીઝ ધાર્યા કરતાં પણ બહુ કિફાયતી છે અને મોટે ભાગે અલગથી ફ્લાઈટ બુકિંગ, હોટેલ, ભોજન અને સ્થળદર્શન કરતાં સસ્તું છે.
જો હું સીસિક બની જાઉં તો શું થશે? ઃ
જહાજની આધુનિક ડિઝાઈન અને સ્ટેબિલાઈઝર્સને આભારી મોટા ભાગના પ્રવાસીઓને ભાગ્યે જ જહાજની મુવમેન્ટ મહેસૂસ થાય છે.તમારી સેર અત્યંત તોફાની સમુદ્રમાં હોય તે સિવાય મોશન સિકનેસ ભાગ્યે જ સમસ્યારૂપ બને છે.ક્રુઝીઝ બહુ જ જડ હોય છેઃ
આધુનિક ક્રુઝ લાઈન્સ હવે સાનુકૂળ ભોજનનો સમય, સેરની પસંદગીઓ અને વિવિધ અનુભવો પ્રદાન કરે છે. તમે દરેક બંદર પર ફરવા માગતા હોય કે પૂલ પાસે પુસ્તક વાંચતાં વાંચતાં રિલેક્સ કરવું હોય, તે સંપૂર્ણપણે તમારી પસંદગી છે.
ટૂંકમાં ક્રુઝિંગ હવે પહેલાં જેવું રહ્યું નથી અને તે જ તેના વિશે સારી બાબત છે.
મોટાં નામ
એક વાર હું ક્રુઝીઝની દુનિયામાં ઊંડાણથી ઊતર્યા ત્યારે તે કેટલું વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ છે તે જાણીને અચરજ પામ્યો.હોટેલ અથવા રિસોર્ટની પસંદગી કરાય તે જ રીતે યોગ્ય ક્રુઝ લાઈનની પસંદગી તમારા અનુભવને યાદગાર બનાવી શકે છે.
ડિઝની ક્રુઝ લાઈન પરિવારો માટે ચમત્કારી અનુભવ હોય છે. ડિઝનીનાં પાત્રો સાથે મીટ-એન્ડ-ગ ીટ્સ, થીમ્ડ ડાઈનિંગ, બ ોડવે-સ્ટાઈલ મ્યુઝિકલ્સ અને આકાશમાં આતશબાજી વિશે વિચારો. તે બાળકો અને પુખ્તો માટે પણ અવિસ્મરણીય અને રોમાંચક છે.
રોયલ કેરિબિયન ઈન્ટરનેશનલ આ વિખ્યાત મેગાશિપ સર્ફ સિમ્યુલેટર્સ, વોટરપાર્કસ, લેઝર ટેગ અને લાઈવ શોથી ભરચક હોય છે.તેમનું નવીનતમ જહાજ આઈકોન ઓફ ધ સીઝ દુનિયાનું સૌથી વિશાળ ક્રુઝ જહાજ છે, જેમાં 7000 જેટલા પ્રવાસીઓ સમાઈ શકે છે.બહુપેઢી પરિવારો અથવા મોટા ગ્રુપ્સ માટે તે ઉત્તમ છે.
નોર્વેજિયન ક્રુઝ લાઈન તેના "ફ્રીસ્ટાઈલ ક્રુઝિંગ માટે અનોખી તરી આવે છે. તેમાં ભોજનનો કોઈ નિશ્ચિત સમય નથી, ડ્રેસ કોડની સખ્તાઈ નથી. ફક્ત આઝાદી અને ફ્લેક્સિબિલિટી. તેમનાં આધુનિક જહાજો રિલેક્સ અને ફનનું સંમિશ્રણ ચાહતા યુગલો અને યુવા પ્રવાસીઓ માટે આદર્શ છે.
કોર્ડેલિયા ક્રુઝીઝ ભારતની પોતાની ક્રુઝ લાઈન છે, જે મુંબઈ અને ચેન્નાઈ જેવાં બંદરો પરથી પ્રસ્થાન થાય છે. ડોમેસ્ટિક પ્રવાસીઓ માટે ક્રુઝિંગમાં તે પ્રથમ મોટું પગલું છે, જે મનોરંજનથી ભરચક વીકએન્ડ ગેટઅવેઝ ઓફર કરે છે.
અન્ય એક મજેદાર ક્રુઝ લાઈનમાં તેમની યુરોપિયન છાંટ સાથે એમએસસી અને કોસ્ટાનો સમાવેશ થાય છે. સેલિબ્રિટી ક્રુઝીઝ પર દાખલારૂપ સેવા હોય છે અને સિલ્વરસી નાનાં લક્ઝરી જહાજ છે અને તે આર્કટિક અને ગાલાપેગોઝ જેવાં સ્થળો ખાતે સેર કરાવે છે.
તમારે માટે કયું ક્રુઝ અનુકૂળ રહેશે?
ક્રુઝિંગ બધા વેકેશન એકમાં જ બંધબેસી જાય એવું નથી. આથી જ તે વધુ રોમાંચક બની જાય છે.
પરિવાર સાથે પ્રવાસ?ઃ
મેડિટરેનિયન અથવા કેરિબિયન ક્રુઝીઝ આદર્શ છે. આ આઈટિનરીઓમાં રોમ, બાર્સેલોના, સેન્તોરિની જેવાં સ્વર્ણિમ બંદરો અથવા બહામાઝઅને સેન્ટ લુસિયા જેવાં સ્થળોને આવરી લે છે. સમુદ્રમાં દિવસો આરામદાયક હોય છે, જ્યારે બંદર પર દિવસો એક્શન - પેક્ડ હોય છે.
યુગલો અથવા હનીમૂનર્સ?ઃ
યુરોપની સેર કરાવતી ડેનુબ અથવા રાઈન રિવર ક્રુઝ વિશે વિચારો. આ નાનાં જહાજો ધીમી ગતિએ ચાલે છે અને વિયેના, બુડાપેસ્ટ અને સ્ટ્રેસબુર્ગ જેવાં નયનરમ્ય શહેરો ખાતે થોભે છે. ઈતિહાસ, સંગીત અને રોમાન્સ ચાહનારા માટે તે આદર્શ છે.
અસલ સાહસિકો માટેઃ એન્ટાર્કટિકા અથવા આર્કટિક માં એક્સપીડિશન ક્રુઝીઝ જીવન પરિવર્તનકારી છે. પેન્ગ્વિન્સ, આઈસબર્ગ્સ અને ગ્લેશિયલ લેન્ડસ્કેપ્સ. આ પ્રવાસ દુનિયાની ધાર પરનો છે. અનુભવ પરથી કહી શકું છું કે પૃથ્વી પર તેના જેવું કશું જ નથી.
મિત્રો સાથે ઉજવણી અથવા રિયુનિયનનું નિયોજન?ઃ
સાઉથઈસ્ટ એશિયા થકી ક્રુઝીઝ- સિંગાપોરથી થાઈલેન્ડ અથવા મલેશિયા ટૂંકી, સ્વર્ણિમ આઈટિનરી ઓફર કરે છે,જેમાં શોપિંગ, શો, નાઈટલાઈફ અને સ્વાદિષ્ટ ખાણીપીણીનો સમાવેશ થાય છે. અને તમારે રોજેરોજ રિપેક કરવાની જરૂર નથી.
દરેક માટે ક્રુઝ છે. તમારે ફક્ત તમારી પ્રવાસ શૈલી સાથે તમારા પ્રવાસને મૅચ કરવાનો હોય છે.
શરૂઆત ક્યાંથી કરવી?
તમારું ડેસ્ટિનેશન પસંદ કરવાનું મહત્ત્વપૂર્ણ છેઃ
મેડિટરેનિયનઃ ઈતિહાસ, સંસ્કૃતિ અને આઈકોનિક શહેરોથી ભરચક છે.
નોર્ધર્ન યુરોપઃ જોર્ડસ, રજવાડાઓ અને લાંબા સમરના દિવસો વિશે વિચારો.
કેરિબિયનઃ આરામ, ટ્રોપિકલ અને રિલેક્સિંગ.
સાઉથઈસ્ટ એશિયાઃ રંગબેરંગી બજારો, મસાલેદાર વાનગીઓ અને આગામી ડિઝની સેઈલિંગ્સ પરિવારો માટે ઉત્તમ છે.
ક્રુઝ ઈકોસિસ્ટમ સમજે તેમની સાથે બેસીને નિયોજન કરવું જોઈએ. "પોર્ટ ફીઝ, "કેબિન કેટેગરીઝ અને "શોર એક્સકર્સન્સ જેવા શબ્દો સાંભળતાં થોડું ગૂંચવાઈ જવાય છે. જોકે જાણકાર પ્રવાસ સલાહકાર તેને આસાન બનાવી શકે છે.
તો હવે વાત અહીં પૂરી કરું છુંઃ ક્રુઝિંગ ભારતીય પ્રવાસીઓ માટે હજુ પણ ગો-ટુ વિકલ્પ નથી, પરંતુ તે હોવો જોઈએ. એક વાર તેનો અનુભવ કરતાં ઘણા બધા પ્રવાસીઓ તે શા માટે અપનાવે છે તે તમે પોતે સમજી જશો. દેખીતી રીતે જ તે તમને ધીમા પડવા, રિકનેક્ટ થવા અને આરામથી એક્સપ્લોર કરવા માટે આમંત્રિત કરે છે.
અને દરેક સપ્તાહે તમે મને લખો છો તે બધાનો આભાર. તમારા neil@veenaworld.com પર ઈમેઈલ દરેક લેખને આકાર આપવામાં મદદરૂપ થાય છે. કૃપા કરી લખતા રહેશે. ફરી આગામી સપ્તાહમાં મળીશું!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.