IndiaIndia
WorldWorld
Toll free number

1800 22 7979

Chat on WhatsApp

+91 88799 00414

Business hours

10am - 6pm

આજ સુધીની સૌથી મોટી ભેટ?

7 mins. read

Published in the Sunday Mumbai Samachar on 07 April, 2024

આજે હું ભેટ વિશે વાત કરવાનો છું. છેલ્લાં ૧૦ વર્ષમાં અમને એક વાતની સો ટકા ખાતરી છે કે જો તમે ખરેખર જીવનની ઉજવણી કરવા માગતા હોય અને તમારા વહાલાજનો માટે મજેદાર યાદગીરીઓ બનાવવા માગતા હોય તો હોલીડે સૌથી ઉત્તમ ભેટ છે! વીણા વર્લ્ડના સેંકડો પ્રવાસીઓએ આજ સુધી તેમના વહાલાજનોને વીણા વર્લ્ડ હોલીડેની ભેટ આપી છે.

જોકે આ બધામાં અમારા મહેમાનો સામે હંમેશાં એક પડકાર હોય છે. તેઓ હોલીડેની ભેટ આપવા માગતા હોય છે, પરંતુ તેમના વહાલાજનો કઈ તારીખે અથવા સ્થળે જવાનું પસંદ કરશે તે અંગે મોટે ભાગે અવઢવમાં હોય છે. તેઓ વહાલાજનને આ વિશે પૂછી પણ નહીં શકે, કારણ કે તેઓ ભેટને સરપ્રાઈઝ રાખવા માગતા હોય છે! આથી અમે આ પડકાર ઝીલી લેવાનું નક્કી કર્યું અને વીણા વર્લ્ડ ગિફ્ટ કાર્ડસ રજૂ કર્યું છે. તમે આજે જ veenaworld.com પર નવું ગિફ્ટ અ ટુર ફીચર ઉપયોગ કરીને વીણા વર્લ્ડ ગિફ્ટ કાર્ડ ખરીદી શકો છો.

તમારે બસ આટલું જ કરવાનું છે. તમારી વિગતો ભરો, તમે કાર્ડ જેને ભેટ આપવા માગતા હોય તે વહાલાજનની વિગતો ભરો, તેમને માટે પર્સનલ મેસેજ ટાઈપ કરો, રકમ સિલેક્ટ કરો અને આગળ વધો અને ગિફ્ટ કાર્ડ ખરીદી કરો. હંમેશની જેમ વીણા વર્લ્ડમાં અમે આ બધું જ હાથ ધરીએ છીએ.

તમારા વહાલાજનોને ઈમેઈલ પર ઉત્કૃષ્ટ રીતે ડિઝાઈન કરાયેલું ગિફ્ટ કાર્ડ પ્રાપ્ત થશે અને તેઓ તેમનું સ્થળ અને તારીખ પસંદ કરી શકે છે.જો તમે તે તપાસવા માગતા હોય તો આ ક્યુઆર કોડ સ્કેન કરો:

અને ભેટની વાત નીકળી છે તો હું આજ સુધીની સૌથી મોટી ભેટમાંથી એક વિશે વાત કરવા માગું છું! આપણે બધાએ યુએસએના ન્યૂ યોર્કમાંવસેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વિશે સાંભળ્યું જ હશે. તમે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વિશે વિચારો ત્યારે નિ:શંક રીતે તમારા મનમાં સૌપ્રથમ તે જ આવે છે. જોકે શું તમે જાણો છો કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ ખરેખર યુએસએને ભેટમાં મળ્યું હતું? આટલી વિશાળ ભેટ વિશે જરા કલ્પના કરા!તો આજે આ અતુલનીય ભેટ વિશે વધુ જાણીએ. ન્યૂ યોર્ક હાર્બરમાં લિબર્ટી આઈલેન્ડમાં ઊભેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સ્મારકથી પણ વિશેષ છે.

તે આઝાદી અને આશાનું શક્તિશાળી પ્રતિક છે, જેણે સદીઓથી લાખ્ખો મુલાકાતીઓ અને વસાહતીઓ આવકાર્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સને ૧૮૮૬માં ફ્રાન્સ દ્વારા અપાયેલી ભેટ આ વિશાળ સ્ટેચ્યુ લોકશાહી અને આઝાદીનું સાર્વત્રિક પ્રતિક આલેખિત કરે છે. દુનિયામાં સૌથી લોકપ્રિય સીમાચિહનમાંથી એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકનોની નૈતિકતામાં વિશેષ સ્થાન ધરાવે છે, જે આદર્શ દુનિયાભર સાથે સુમેળ સાધે છે. તો ચાલો, આ પ્રતિકાત્મક સ્મારકના સમૃદ્ધ ઈતિહાસ, પ્રતિકાત્મકતા અને રોચક વારસા વિશે વધુ જાણીએ.

સૌપ્રથમ ઈતિહાસમાં થોડું ડોકિયું કરીએ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વાર્તા ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થઈ હતી, જેનો જન્મ અમેરિકાની આઝાદીનીસોમી સાલગિરેહ અને ફ્રાન્સ તથા યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે મજબૂત મૈત્રીની ઉજવણીમાંથી થયો હતો. ફ્રેન્ચ ઈતિહાસવિદ એડુઅર્ડ રેને દ લેબુલે પહેલાંએ ફ્રાન્સ અને અમેરિકા વચ્ચે ઉદારતા અને લોકશાહીનાં સમાન મૂલ્યોનું પ્રતિકરૂપ ભવ્ય ભેટ આપવાનો વિચાર કર્યો હતો. લેબુલેએ ભવ્ય અને વ્યાપક કાર્યો માટેપ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પકાર ફ્રેડરિક ઓગસ્ટ બાર્થોલ્ડી સાથે જોડાણ કરતાં આ પ્રકલ્પને ગતિ મળી હતી. બાર્થોલ્ડીએ ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે મજબૂત મૈત્રીનું પ્રતિક તેમ જ ઉદારતા અને આઝાદી પ્રત્યે તેમની સમાન સમર્પિતતાનું પ્રતિક તરીકે સ્મારકરૂપી સ્ટેચ્યુ નિર્માણ કરવાનો વિચાર મૂક્યો હતો,જેને ભારે આવકાર મળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાકાર કરવાની સમજૂતી દાખલારૂપ હતી, જેમાં ટ્રાન્સએટલાન્ટિક સહકાર, ભંડોળ ઊભું કરવાના નોંધપાત્ર પ્રયાસો અને નાવીન્યપૂર્ણ એન્જિનિયરિંગ સમાધાન આવશ્યક હતું. ફ્રાન્સમાં જાહેર ઝુંબેશો, ભંડોળ ઊભું કરવા માટે કાર્યક્રમો અને ફ્રેન્ચ નાગરિકો પાસેથી યોગદાનથી સ્ટેચ્યુનાનિર્માણ માટે જરૂરી ભંડોળ ઊભું થયું. ફ્રેડરિક ઓગસ્ટ બાર્થોલ્ડીએ પછીથી આઈફેલ ટાવર નિર્માણ કરનારા એન્જિનિયર ગુસ્તાવ આઈફેલ સાથેસ્ટેચ્યુની ડિઝાઈન અને માળખા પર સૂઝબૂઝપૂર્વક કામ શરૂ કર્યું. આઈફેલ દ્વારા સ્ટેચ્યુના આંતરિક ફ્રેમવર્કને ખાસ તૈયાર કરાયું હતું,જે સ્થિરતા અને સહનશીલતાની ખાતરી રાખે. સ્ટેચ્યુનું નિર્માણ બહુ જ મુશ્કેલ કામ હતું.

બીજી બાજુ યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા સ્ટેચ્યુની બેઠક માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે કામ પડકારજનક હતું. "ધ વર્લ્ડ અખબારમાંભંડોળ ઊભું કરવાની ઝુંબેશ થકી જાહેર ટેકો મેળવવા માટે પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.તેમણે અમેરિકનોને ગૌરવ અને દેશભક્તિનું ભાન કરાવતા અનુરોધ કર્યો, જેને આખરે સફળતા મળી અને રાષ્ટ્રભરમાંથી યોગદાન મળ્યું,જેમાં દરેકેદરક નાગરિકોએ બેઠકના નિર્માણ માટે નાની નાની રકમોનું યોગદાન આપ્યું.

ટેક્નિકલ પડકારોને પહોંચી વળવા માટે ફ્રેન્ચ અને અમેરિકન ટીમો વચ્ચે જોડાણે ઈનોવેશન અને ખંતમાં ઉમેરો કર્યો હતો. ફ્રાન્સમાં સ્ટેચ્યુનું નિર્માણ થયું,જેમાં બાર્થોલ્ડીએ રિપાઉઝ તરીકે પ્રસિદ્ધ ટેક્નિક સ્ટેચ્યુની ત્વચા રચવા માટે કોપર શીટ્સ પર હથોડો મારવાની અત્યંત મુશ્કેલ પ્રક્રિયા પરબારીકાઈથી નજર રાખી હતી. સ્ટેચ્યુ પૂર્ણ થયા પછી ૩૫૦ નંગમાં છૂટું કરીને ૨૧૪ ક્રેટ્સમાં એટલાન્ટિકથી ન્યૂ યોર્કમાં જહાજ થકી મોકલવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વિધિસર રીતે ૨૮મી ઓક્ટોબર, ૧૮૮૬ના રોજ ખુલ્લું  મુકાયું હતું, જે સમારંભમાં ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સના માનવંતા મહેમાનો સહિત હજારો લોકોએ હાજરી આપી હતી.

આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જમીનથી મશાલની ટોચ સુધી ૩૦૫ ફીટ (૯૩ મીટર) ઊંચું છે, જે તેના ઉદઘાટનના સમયે સૌથી ઊંચા સ્મારકમાંથી એક હતું. સ્ટેચ્યુના જમણા હાથમાં મશાલ ઉદારતા અને આઝાદીના પંથને પ્રકાશમાન કરતી હોવાનું પ્રતિક છે. મૂળ મશાલ જવાળાઓથી આવરી લેવાયેલા સુવર્ણ પર્ણ સાથે ૧૯૮૬માં ફેરબદલી કરાઈ હતી, જે માઈલો દૂરથી દેખાઈ શકે છે અને તે આશાનું પ્રતિક તરીકે દ્યોતક છે. ડાબા હાથમાં સ્ટેચ્યુ અમેરિકાની આઝાદીની તારીખ (JULY IV MDCCLXXVI)ની ઘોષણાનું લખાણ ધરાવતી ટેબ્લેટ છે. આ કડીઓ સ્ટેચ્યુને યુનાઈટેડ સ્ટેટ્સના જન્મ સાથે પ્રત્યક્ષ જોડે છે, જે આઝાદી અને લોકશાહીના રાષ્ટ્રના મૂળ સિદ્ધાંતો પર ભાર આપે છે.

સ્ટેચ્યુનો તાજ અને તેમાંથી પ્રજ્જવલિત થતાં સાત કિરણો સૂર્ય, સાત સમુદ્ર અને સાત ખંડ આલેખિત કરે છે, જે દુનિયા માટે યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રતિક ઉદારતાની સાર્વત્રિક સંકલ્પના દર્શાવે છે. સ્ટેચ્યુના પગથિયે તૂટેલી સાંકળો અને બેડીઓ છે, જે જુલમ અને અત્યાચારથી છુટકારાનું પ્રતિક છે. આ શક્તિશાળી કલ્પના આઝાદી અને ઉદારતાના સ્ટેચ્યુના સંદેશને અધોરેખિત કરે છે. બહારી કોપરની ત્વચા ૨.૪ મીમીથી ઓછી ઘટ્ટ છે, જે આશરે બે પેનીની જાડાઈ છે.

વર્ષોનાં વહાણાં વીતવા સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીએ તેના મૂળ હેતુને પાર કરીને આજે દુનિયાભરના લોકો માટે આશા અને આઝાદીનું પ્રતિક બની ચૂક્યું છે. આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સ્મારકથી પણ વિશેષ છે, જે દર વર્ષે લાખ્ખો મુલાકાતીઓને આકર્ષવા સાથે અમેરિકન વાર્તાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સ્ટેચ્યુનો રંગ સમયાંતરે બદલાયો છે. કોપર નૈસર્ગિક રીતે ઓક્સિડાઈઝ થઈને પેટિના રચાયું છે, જે આજે જોવા મળે છે તેમ તેને લીલો રંગ આપે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મ્યુઝિયમ ૨૦૧૯માં ખુલ્લું મુકાયું હતું,જે મહેમાનોને સ્ટેચ્યુનો ઈતિહાસ અને વારસા વિશે ઈન્ટરએક્ટિવ એક્ઝિબિટ્સ થકી ઊંડાણથી સમજ આપે છે. લિબર્ટી આઈલેન્ડ પર ફેરીથી જવાનું હોય છે,જે આ આઝાદીના પ્રતિકને નજીકથી જોવાની અજોડ તક આપે છે. ન્યૂ યોર્ક શહેરની આકાશરેખાનો તે અદભુત નજારો આપે છે.

યુનાઈટેડ સ્ટેટ્સને ફ્રાન્સની આ ભેટ દુનિયામાં સૌથી પ્રતિકાત્મક સીમાચિહનમાંથી એક છે, જે આંતરરાષ્ટ્રીય મૈત્રી અને માનવતાની સમાન આકાંક્ષાના જોશને ઉજાગર કરે છે. તો શું તમે આનાથી પણ કોઈ વિશાળ ભેટ હોઈ શકે એવી કલ્પના કરી શકો છો? હું ફક્ત થોડા વધુ વિચારી શકું છું, પરંતુ મને તમારા વિચારો સાંભળવાનું ગમશે. તો મને neil@veenaworld.com પર જરૂર લખો. ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!

April 06, 2024

Author

Neil Patil
Neil Patil

Founder & Director, Veena World

More Blogs by Neil Patil

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Looking for something?

Embark on an incredible journey with Veena World as we discover and share our extraordinary experiences.

Balloon
Arrow
Arrow

Request Call Back

Tell us a little about yourself and we will get back to you

+91

Our Offices

Coming Soon

Located across the country, ready to assist in planning & booking your perfect vacation.

Locate nearest Veena World

Listen to our Travel Stories

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Scroll to Top