હુ ક્યા છુ?

0 comments
Reading Time: 9 minutes

ગયા બે અઠવાડીયે કે રવિવારે ‘સેલ્સ મીટ’ હતી. વર્ષમા બે વાર આવી મીટ લેવામા આવે છે, જેથી અલગ અલગ ડિવિઝન્સમા અને અલગ અલગ બ્રાન્ચ ઓફિસીસમા વીણા વર્લ્ડનુ પ્રતિનિધિત્વ કરનારી ટીમ આખા દિવસભર માટે એકત્ર આવે છે. આગામી વર્ષમા શુ કરવાનુ છે, કઈ રીતે કરવાનુ છે, શા માટે કરવાનુ છે, ક્યારે કરવાનુ છે, ક્યા કરવાનુ છે, કોણે કરવાનુ છે એ બધાનો અદાજ મેળવવામા આવે છે. આવનારા પડકારો કેવા હશે, તેનો મુકાબલો કઈ રીતે કરવાનો એ વિશે કહેવામા આવે છે. એકાદ નવી બાબત આવે તો તે વિશેની માહિતી આપીને તેના પર ફીડબેક લેવામા આવે છે. ટૂકમા કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમા સેલ્સ મીટ હોય તે જ રીતે આ એક સેલ્સ મીટ હોય છે. અર્થાત દરેક મીટમા એકાદ નવો વિચાર આપણને વધુ વિચાર કરવા માટે ફરજ પાડે છે તેવુ જ કાઈક બન્યુ.

અમારી ડાયરેક્ટર સુનિલા પાટીલ અલગ અલગ ડેસ્ટિનેશન્સ વિશેની માહિતી, ત્યાના અનોખા એક્સપીરિયન્સીસ વિશે સેશન લેતી હતી. તેનુ કહેવાનુ હતુ કે જો તમે કોઈ પણ સહેલગાહની અથવા પર્યટન સ્થળની માહિતી પર્યટકોની સામે બેસીને અથવા ફોન પર કે ઈમેઈલ દ્વારા આપવાના હોય તો સૌપ્રથમ તમને પોતાને તે ડેસ્ટિનેશન પર લઈ જાઓ, પોતે કન્વિન્સ થાઓ, તે સમયે પોતાને ચેક કરો કે ‘એમ આય ઈન અ રાઈટ ફ્રેમ ઓફ માઈન્ડ?’ તેણે એક દાખલો આપ્યો, વીણા વર્લ્ડ પ્રોજેક્ટ મેનેજર ભાવના અને તેનો‘મિસ્ટર’ અમિત સાવત જે વીણા વર્લ્ડનો એક કાર્યક્ષમ અને પર્યટકોનો મનગમતો ટુર મેનેજર છે, તેણે તે જ દિવસે ફેસબુક પર એક ફોટો અપલોડ કર્યો હતો. નવો કેમેરા અને તેમાની દિવસે દિવસે બદલાતી ટેકનોલોજી દ્વારા જે બાબતો અધરવાઈઝ જાદુઈ લાગે છે તે કરી શકાય, તેનો ઉપયોગ કરીને બનેનો સુદર લવબર્ડ સ્ટાઈલ પેનોરમિક ફોટો જેમા લેફ્ટ સાઈડમા તેઓ બેઠા છે અને રાઈટ સાઈડમા બેસીને એકબીજા પાસે જુએ છે. ટૂકમા અમિત અને ભાવના બને અમિત અને ભાવના પાસે જોતા હતા. પેનોરમિક ફોટોની તે કમાલ હોવા છતા આ રીતે જો આપણે પોતે આપણી પોતાની પાસે જ અમુક અતરથી જોઈ શકીએ, આપણને ચેક કરી શકીએ તો દરેક સ્થળે આપણે ફક્ત તનથી જ નહીં પણ મનથી પણ હાજર રહીશુ અને જે કાઈ કામ હાથમા હોય, જે કામો આપણે કરવા લીધા હોય તેની પર એકચિત્ત થઈને, વધુ સારી રીતે તે કામ કરીશુ, તેને જોઈતો સમય પણ કદાચ ઓછો થશે, કારણ કે સપૂર્ણ ચિત્ત તેમા એકત્રિત થયેલુ હશે. અહીં પર્યટકોને માહિતી આપવાનો વિચાર કરાય તો એકાગ્રતાને લીધે વધુ સારા વિકલ્પ આપણે પર્યટકોને આપી શકીએ. ‘મારો મૂડ ખરાબ છે, મારા ઘરે કોઈની સાથે ઝઘડો થયો હોય, ટ્રેનમા કોઈની સાથે બોલાચાલી થઈ હોય તેથી હુ મારા પર્યટકોની હોલીડે ખરાબ કરી નહીં શકુ. સો, પોતે પોતાને અમુક અતરથી જુઓ, ચેક કરો અને જે કાઈ કરી રહ્યા હોય ત્યા પોતાને લઈ આવો.’ સુનિલાનુ સેશન ચાલુ રહ્યુ પણ તેણે જણાવેલા વિચાર મારા મનમા ઘૂમતા હતા.

ઈન્ડિગો એરલાઈન્સથી તમે ક્યારેય પ્રવાસ કરતા હોય તો તેમના દરેક સ્થળે લખેલા અલગ અલગ સ્લોગન્સ જરૂર વાચો. આનાથી એક બહુ સારી આદત કેળવાય છે. વર્જિન એટલાન્ટિક કે ઈન્ડિગો એરલાઈન્સે એક્ચ્યુઅલી બહુ સિરિયસ આ એવિયેશન ઈન્ડસ્ટ્રીમા થોડી ગમત ઉમેરી છે. ‘હુ ક્યા છુ?’ તેનુ સતત ભાન હોવુ જોઈએ એ વિશે ઈન્ડિગો એરલાઈન્સનો એક સુવિચાર મને ગમે છે. કોકપિટના દરવાજે પાઈલટના આઈ લેવલ પર આ લખેલુ છે, એટલે કે, હતુ. હવે તે છે કે નહીં તેની જાણ નથી, પરતુ મોટે ભાગે હોવુ જોઈએ. ત્યા લખ્યુ છે, ‘ફ્લાઈંગ ઈઝ સિરિયસ પ્રોફેશન, ડુ નોટ કેરી યોર વરીઝ બિયોન્ડ દિસ પોઈન્ટ.’ દરેક પાઈલટ પરની જવાબદારી અને તેમના જોખમ કેટલા છે તે આપણે બધા જ જાણીએ છીએ. દરેક પાઈલટ જ્યારે આ વાચતા હશે ત્યારે કોકપિટમા એન્ટ્રી કરતી વખતે ખરેખર પોતાને તનથી અને મનથી ત્યા લાવતા હશે. એકચિત્તે સપૂર્ણ રીતે ત્યા હોવુ તે જ તેમનો જોબ છે. ઓપરેશન થિયેટરમા રહેતા ડોક્ટરો અને સર્જન્સ પણ ઓપરેશન્સ કરતી વખતે સપૂર્ણ રીતે એકાગ્રતાથી તે થિયેટરમા હોય છે અને ત્યારે જ નાના- મોટા-ગૂચવાળા ઓપરેશન્સ અચૂક પાર પાડે છે. પાઈલટના હાથમા વિમાનપ્રવાસમા એક સમયે અનેકોનુ જીવન હોય છે. જ્યારે ડોક્ટરોના હાથમા ઓપરેશનના સમયે એક જીવન હોય છે. તેની કિમત કેટલી હોય છે તે આ બને જેટલુ કોઈ જાણતુ નહીં હોય. આપણે જો એકાગ્રતાથી શીખવુ હોય, એકાદ ઠેકાણે તે સમયે તન-મનથી કઈ રીતે એકરૂપ થવાનુ છે તેનો પાઠ લેવાનો હોય અથવા મનથી અન્ય બીજા વિચાર બાજુમા કઈ રીતે કરવા તે શીખવાનુ હોય તો ડોક્ટર્સ અને પાઈલટ્સ બનેના ઈન્સ્પિરેશન્સ પૂરતા છે.

‘બી દેર વિથ યોર હાર્ટ એન્ડ સોલ’ એ તત્ર આચરણમા લાવવાનો હિસ્સો અમે અમારા વીણા વર્લ્ડના કલ્ચરનો હિસ્સો બનાવી દીધો છે. વૈશ્ર્વિક સ્પર્ધાના યુગમા કામો વધતા જ રહેવાના છે. વ્યવસાય હોય કે નોકરી, સર્વત્ર કસોટી તો થવાની જ છે, જેથી માનસિક સતુલન અબાધિત રાખવુ તે ભવિષ્યમા મહત્ત્વનો ભાગ રહેશે. કોઈ પણ ટીમ મેમ્બરના વ્યક્તિગત જીવનમા આપણે ચચુપાત નહીં કરી શકીએ પણ તેમનુ વ્યાવસાયિક જીવન છે તે આપણી રીતે સસ્થાચાલક તરીકે આસાન કરવાનુ કામ આપણુ છે, બલકે તે ફરજ છે. આથી જ ઓફિસમા હોય ત્યારે સપૂર્ણ રીતે ઓફિસના કામોમા ધ્યાન કેન્દ્રિત કરો અને ઓફિસમાથી બહાર નીકળો ત્યારે ઓફિસના કામોનો વિચાર માથામાથી કાઢી નાખો. એકાદ કટોકટીની પરિસ્થિતિ તેમા અપવાદ હોય છે. તે સમયે પછી દિવસરાત-રજાઓ નહીં જોતા તે સમસ્યા ઉકેલવી પડે છે. સર્વિસ ઈન્ડસ્ટ્રીમા આપણે છીએ અને તેનો ઢાચો તેવો છે. જોકે અન્ય સમયે ઓફિસ અને ઘર વચ્ચે ભેળસેળ કરવી નહીં. ઓફિસમા ઘરના વિચાર નહીં જોઈએ. ઓફિસમા જો આવુ થાય તો ‘હુ ક્યા છુ?’ એવુ જો ચેક કરાય તો તરત જ આપણે પોતાને થોડુ ઠીકઠાક કરીને મનથી પણ સપૂર્ણ રીતે ઓફિસમા આવીએ છીએ, કામમા વળગીએ છીએ, એકચિત્ત થઈને કામો કરવાથી તે પટાપટ થાય છે અને સમયસર ઘરે જઈ શકાય છે. અમે આ વાત મોટે ભાગે અચિવ કરી છે પણ હજુ ‘બહૌત કુછ બાકી હૈ. એક્સલન્સ કોસો દૂર હૈ.’

‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચર મોટા ભાગના લોકોને તે જ ફ્યુચર રહેવાનુ છે એવુ લાગતુ હોવા છતા અમે બિલકુલ સ્વીકાર્યું નથી. વર્ક-લાઈફ બેલેન્સનુ સતુલન ખોરવી નાખવુ હોય તો આ રીતે ઘરમાથી કામ કરવુ જોઈએ એવુ મને ભારપૂર્વક લાગે છે. પોતાને બેફિકર, આળસુ અને થોડા અશિસ્ત પણ બનાવવાના હોય તેમણે ‘વર્ક ફ્રોમ હોમ’ કરવુ. આમા જેણે ઓફિસ જ ઘરમા બનાવી દીધી છે, તે માટે અલગ જગ્યા બનાવી છે, ઓફિસનુ કલ્ચર નિર્માણ કરીને તેની પર કામો ચાલી રહ્યા છે અને ‘ચલતા હૈ એટિટ્યૂડ’ને પ્રવેશ જ આપ્યો નથી એવા લોકોની હોમ ઓફિસીસ છે તે આમા અપવાદ છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયામા મેં ઘણા બધા યુવાનો-યુવતીઓને જોયા છે જેઓ આ રીતે ઘરમાથી કામ કરે છે. એક તો ઘરે જ હોવાથી અસ્તવ્યસ્ત, એટલે કે, લિટરલી ગમે ત્યા-ગમે તે રીતે બેસીને આ લોકો કામ કરે છે. વચ્ચે વચ્ચે ઘરના કામો પણ કરે છે. અને આ બને સભાળતી વખતે થનારી કસોટી જોઈને લાગે છે, ‘અરે, શા માટે આ રીતે દિવસભર તે ઓફિસમા હડિયાપટ્ટી કરે છે. ના ઓફિસમા-ના ઘરે. તેના કરતા ઓફિસમા જાઓ, નક્કી સમયે વ્યવસ્થિત કામ કરો અને તેમાથી બહાર નીકળો. ફ્રી થઈ જાઓ. કુટુબ સાથે એન્જોય કરો.’ બહારના દેશોમા વર્ક ફ્રોમ હોમ કલ્ચર ઘણુ ડેવલપ થયુ છે. ઓફફશોર કામ કરનારા અથવા જે કપનીઓની ઓફિસીસ જ તે શહેરમા નથી હોતી તેમનો છૂટકો હોતો નથી, પરતુ છતા આ પ્રકાર મોટે પાયે સ્વીકારવા ભારતીય માનસિકતા કઈ રીતે તૈયાર થશે તે એક પ્રશ્ર્ન જ છે. આપણે માણસોમા રહેનારા, માણસોને ગમનારા માણસો. સામાન્ય રીતે નવ કલાક ઓફિસમા, ત્રણ કલાક પ્રવાસમા, સાત કલાક ઊંઘતા અને જાગતા પાચ કલાક કુટુબ સાથે આ સમયપત્રક સારુ છે ખરુ. સતત ઓફિસ ઓફિસ અથવા સતત ઘર એમ બને બાબતો અતિશયોક્તિ છે. માણસો મળવા જોઈએ, માણસોથી દૂર પણ રહેવુ આવડવુ જોઈએ. સવારે ઊઠ્યા પછી ‘વી શૂડ લૂક ફોર્વર્ડ ટુ દ ઓફિસ’ અને સાજે ઓફિસ છૂટે ત્યારે ‘વી શૂડ લૂક ફોર્વર્ડ ટુ હોમ સ્વીટ હોમ’ એવુ મસ્ત સમીકરણ છે, જેને જેને તે ફાવ્યુ તેમણે જીવનની લડાઈ જીતી લીધી. ઓફિસમા હોય ત્યારે ઘરના વિચાર અને ઘરે હોય ત્યારે ઓફિસના વિચાર એવી પ્રથા એટલે તણાભર્યા જીવનની ચાવી જ સમજો. અમને તો તે નથી જ જોઈતુ અને તેથી જ ‘નો વર્ક ફ્રોમ હોમ, એન્જોય દ મોમેન્ટ, એન્જોય દ સરાઉન્ડિગ, એન્જોય બીઈંગ ધેર ફુ૦ી એટ ધેડ મોમેન્ટ!’

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*