Gujarati

સિલેકશન મન્થ

Reading Time: 4 minutes

ક્યાં જવું, કઈ રીતે જવું, શું ખાવું, કોની સાથે જવું… આવા અનેક પ્રશ્નો હવે ઉદ્ભવવાનું શરૂ થશે, કારણ કે જાન્યુવારી મહિનો શરૂ થાય એટલે સમર વેકેશનનું ઘેલું લાગે છે. અર્થાત, તેનું કારણ જાન્યુવારી મહિનામાં આવતી પર્યટન સંસ્થાઓની જાહેરાતો અને તેના દ્વારા પર્યટકોને આકર્ષવાની રીત હોય છે. અમે પણ સત્તત કહતા રહીએ છીએ કે,
ચલો, બેગ ભરો, નિકલ પડો!

હાલમાં એક અખબારમાં ગ્રોસરી શોપિંગની સાત જાહેરાત હતી, પ્રત્યેક જાહેરાત આખું પાનું ભરીને હતી. દિવાળીના સમયે આ જ જાહેરાતો ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની હોય છે. જાન્યુવારી મહિનામાં આ જગ્યા ટ્રાવેલ કંપનીઓની જાહેરાતોની હોય છે. જાહેરાતો જેટલી વધુ તેટલી પર્યટકોની મૂંઝવણ વધુ હોય છે.  યુ કાન્ટ કન્વિન્સ, ક્નફયુઝ ધેમ એવી જ કાંઈક સર્વ પર્યટન કંપનીઓની સ્ટ્રેટેજી તો નથી ને એવું લાગવા માંડે એવી એગ્રેસિવ ભાષા દરેક જાહેરાતની હોય છે. યોગ્ય નિર્ણય મહત્ત્વનો હોય છે અને તેથી જ આ મહિનાને હું  મન્થ છું.

આજકાલ સોશિયલ મિડિયાના સુપરફાસ્ટ યુગમાં એક્ચ્યુઅલી અમે ગમે તેટલી જાહેરાતો કરીએ છતાં અમારા પર્યટક રાજા શું કહે છે તેની પર બધું જ આધાર રાખતું હોય છે. છેલ્લાં પાંત્રીસ વર્ષ હું આ ક્ષેત્રમાં કાર્યરત છું. અનેક ઉતારચઢાવ જોયા છે, સંસ્થા આવી અને ગઈ પણ આ પર્યટક રાજાનું સ્થાન અટલ રહ્યું છે. અમારી વીણા વર્લ્ડની કોર્પોરેટ ઓફિસમાં એક દીવાલ પર અમે સેમ વોલ્ટનનું એક વાક્ય લખી રાખ્યું છે,  ઈઝ ઓન્લી વન બોસ. ધ કસ્ટમર. એન્ડ હી કેન ફાયર એવરીબડી ઈન ધ કંપની ફ્રોમ ધ ચેરમેન ઓન ડાઉન, સિમ્પ્લી બાય સ્પેન્ડિંગ હિઝ મની સમવેર એલ્સ. આ કેટલું સાચું છે અને આ વાત અમે ક્યારેય ભૂલી નહીં જઈએ તે માટે અમે તે વાક્ય સતત નજર સામે રાખીએ છીએ.  બધું મસ્ત ચાલી રહ્યું છે, કંપની વૃદ્ધિ પામી રહી છે, હવે આપણને કોણ અટકાવશે, એવો થોડો એટિટ્યુડ આવી રહ્યો છે એવું દેખાય એટલે અમે આ વ્યાવસાયિક સુવિચાર યાદ કરીએ, અમારા માથામાં ઘૂસવા માગતી હવાને ટાંકણી લગાવીએ, વાસ્તવિકતામાં આવીએ અને કમર કસીને ફરી કામે લાગીએ છીએ. અમારી સહેલગાહ સારી થાય તો જ પર્યટકો અમારી પાસે ફરી ફરી આવશે, તો પછી તેમને જાહેરાતની જરૂર જ નહીં પડે. જોકે સહેલગાહ સારી નહીં થાય તો તેઓ જ નહીં પણ તેમના સંબંધિતો પણ અમારી તરફ પીઠ ફેરવે છે. આ પછી પાનાં ભરીને જાહેરાતોનો પણ કોઈ ઉપયોગ થતો નથી. આ આટલું સીધુંસાદું છે. તો પછી  જાહેરાત કેમ કરીએ છીએ? એવો પ્રશ્ન ઉદ્ભવે છે.

અમે જાહેરાત કરીએ છીએ તેનાં બે કારણો છે. એક, જાહેરાતોનું એક વૈશ્વિક સત્ય છે,  ઓફ સાઈટ-આઉટ ઓફ માઈન્ડ તે માટે, અમે પણ છીએ એ દુનિયાને સમજાય તે માટે. બીજું કારણ એનાઉન્સમેન્ટ છે. અમારી પાસે એકાદ સહેલગાહ છે અથવા એકાદ સહેલગાહ અમે નવી લાવ્યાં છીએ એ પર્યટકોને સમજાય તે માટે. અમારી પાસે વુમન્સ સ્પેશિયલની ઓસ્ટ્રેલિયાની સહેલગાહ છે અથવા જાપાન ચેરી બ્લોસમની સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહ છે અથવા હનીમૂન સ્પેશિયલ સહેલગાહ હોય છે એ પર્યટકોને કઈ રીતે ખબર પડશે? અથવા પર્યટકો માટે અમે નવેસરથી ફિલિપિન્સની અથવા હવાઈ-મેક્સિકોની નવી સહેલગાહ લાવ્યા છીએ તે ધ્યાનમાં લાવવા જાહેરાતોનો અખતરો અજમાવવો પડે છે.

અમારી પણ જાહેરાત હવે તમારી નજરોમાં આવશે. જાન્યુવારી મહિનો એટલે સમર ઓફરનો મહિનો. વધુમાં વધુ પર્યટકો આ મહિનામાં સમર વેકેશનમાં સહેલગાહના બુકિંગ કરે છે. અગાઉથી બુકિંગ કરવાથી ભરપૂર પૈસા બચવા સાથે વિદેશ સહેલગાહ હોય તો વિઝા પ્રોસેસ આટોપાય છે અને કોન્સ્યુલેટના વિઝા માટેની ગિરદી વધવા પૂર્વે વિઝા થઈ જાય છે. બસમાં આગળની સીટ્સ મળે છે અને એક વાર ડેટ્સ નિશ્ચિત થાય એટલે તમે અને અમે પોતપોતાના આગળના પ્લાનિંગ કરવા માટે છુટ્ટા થઈએ છીએ. અમે કાયમ પર્યટકોને કહીએ છીએ કે જાન્યુવારીમાં આવતી સમર ઓફરમાં પૈસા બચાવો અને ટુર અપગ્રેડ કરો, એટલે કે, જો તમે સાત દિવસની સિંગાપોર મલેશિયાની ટુર લેવાના હોય તો જમ્બો ડિસ્કાઉન્ટમાં પૈસા બચાવો અને દસ દિવસની ત્રણ દેશની મુલાકાત લેનારી, સ્થળદર્શનથી ખીચોખીચ ભરેલી સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા ટુર લો. અથવા જો તે સહેલગાહમાં શક્ય હોય તો સહેલગાહ પૂરી થયા પછી પોસ્ટ ટુર હોલીડે લો અથવા એક સહેલગાહ પરથી બીજી સહેલગાહમાં જોઈન થાઓ.

શરૂઆત કઈ રીતે કરવી? આ પ્રશ્ન ઘણી વાર પર્યટકો પૂછે છે. તે માટે ત્રણ બાબત તપાસી જોવાનું જરૂરી છે. એક,  કયા પ્રકારનો પર્યટક છું? મને એકલાને સડાફટિંગ પર્યટન કરવાનું ગમે છે કે મી એન્ડ માય ફેમિલી એવું પ્રાઈવેટ ફરવાનું મને ગમે છે કે માથે ત્રાસ નહીં જોઈએ જેથી ગ્રુપ સાથે મને ફરવાનું ગમે છે? બીજું,  પર્યટન કરવું છે તે શોખ ખાતર દુનિયા જોવા માટે છે કે પછી જ્ઞાન વધારવા માટે કે પછી ફક્ત ધમ્માલ કરવા માટે   અને ત્રીજું અર્થાત,  ઓછા ખર્ચમાં વધુમાં વધુ જોવું છે કે આરામથી એક સમયે એક દેશ શાંતિથી જોવો છે. ચોક્કસ આપણી માનસિકતા કેવી છે તે ચેક કરવામાં આવે તો આગળની વાત આસાન બને છે. ગ્રુપ ટુરની માનસિકતા ધરાવતા પર્યટકો જ્યારે કસ્ટમાઈઝ્ડ હોલીડે લઈને એકલા સહેલગાહમાં જાય છે અથવા જ્યારે એકાદ  એન્ડ માય પ્રાઈવસી પર્યટક ગ્રુપ ટુરમાં જાય છે ત્યારે પ્રોબ્લેમ ચોક્કસ આવે છે. શક્યતો અમે બુકિંગના સમયે પર્યટકોને જાણવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ પર્યટકો ઓનલાઈન બુકિંગ કરે છે ત્યારે તે સમજાતું નથી, જેને લીધે અમે તે બાબતે એવી જાગૃતિ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. ભારતમાં પ્રવાસમાં સૌપ્રથમ પર્યટકો શિમલા મનાલી, એટલે કે, હિમાલયના પગથિયાથી શરૂઆત કરે છે. આ પછી એક નોર્થ એક સાઉથ અથવા એક ઈસ્ટ અને એક વેસ્ટ અને વચ્ચે ક્યારેક નેપાળ ભૂતાન એમ પાડોશી રાષ્ટ્રોનો નંબર લાગે છે. વિદેશ પ્રવાસ કરતી વખતે સૌપ્રથમ સિંગાપોર થાઈલેન્ડ મલેશિયા પછી યુરોપ પછી અમેરિકા પછી ઓસ્ટ્રેલિયા પછી યુરોપ પછી આફ્રિકા અને ફરી યુરોપ પછી કેનેડા, પછી જાપાન, ચાયના એમ હમણાં સુધીનો ક્રમ છે, પરંતુ જાપાન હાલમાં ડિમાન્ડમાં છે. જનરલી મે મહિનાની રજાઓ વિદેશ પ્રવાસ માટે અને દિવાળી-ક્રિસમસની રજા ભારતની સહેલગાહ માટે એવી પર્યટકોની રજાઓની શ્રેણી હોય છે. અમુકની બાબતમાં આ ક્રમ ઊલટો પણ હોય છે. પોતાને જાણી લઈને તે પ્રમાણે પ્લાનિંગ કરવું, એડવાન્સ બુકિંગ કરવું અને બધી રીતે ફાયદો કરી લેવો મહત્ત્વનું હોય છે. અમે હંમેશ મુજબ કહેતા રહીશું, જાન્યુવારીની સમર ઓફરમાં બુકિંગ કરો અને નીકળો દેશવિદેશમાં ફરવા માટે. પૈસા બચાવો, નિશ્ચિંત રહો,
ચલો, બેગ ભરો, નિકલ પડો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*