સિનિયર્સ સ્પેશિયલ યુરોપ અમેરિકા

0 comments
Reading Time: 8 minutes

‘આજે જીવન જીવી લઈએ, આવતીકાલ કોણે જોયું છે?’ આ ધારણા આજની પેઢીની છે અને તે સારું પણ છે. માતા-પિતાએ અમારા માટે ઘણુ કરી રાખવું જોઈએ એવી ડિમાંડ આપણા સર્વસામાન્ય લોકોના જીવનમાં ઓછી થવા લાગી છે. ‘મમ્મી-પપ્પા તમે અમારી ચિંતા નહીં કરો, જીવન ખુશીથી જીવો’ એવી ભાવના વધવા લાગી છે. જોકે હાલના જે જ્યેષ્ઠ નાગરિકો છે તેમની જુવાનીમાં આવુ નહોતું. બધા માટે જીવન જીવતા જીવતા આપણે પોતે સિનિયર ક્યારે થઈ ગયા તેનો તેમને ખ્યાલ જ નહીં રહ્યો…

પૈસાથી સુખ વેચાતું લઈ શકાતું નથી પણ પૈસાથી ખુશી નિશ્ચિત જ વેચાતી લઈ શકાય છે. અમે છીએ ને તે જ વ્યવસાયમાં અને અમે આ વ્યવસાય ખુશીનો હોવા છતા ગંભીરતાથી-એકદમ સિરિયસ્લી તે કરી રહ્યા છીએ. અનેક નવસંકલ્પનાઓની કેળવણી અમે પર્યટન ક્ષેત્રમાં તેને લીધે જ કરી શક્યા છીએ. તેમાંથી અમારી મનગમતી સંકલ્પના ‘સિનિયર્સ સ્પેશિયલ’ને પર્યટકોએ રીતસર વધાવી લીધી છે. ‘રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ,’ ‘ટોટલી યગ એટ હાર્ટ’ એવા જીવનના સુવર્ણકાળમાં પ્રવેશ કરનારા જ્યેષ્ઠ નાગરિકોની દેશવિદેશની શ્રેષ્ઠ સહેલગાહ. સપ્તખંડમાં પર્યટન સ્થળોમા ‘આઈ હેવ બિન ધેર, ડન ધેટ’ની વિજયી મહોર ઊપસાવનારા અમારા આ સિનિયર પર્યટકોની માંગણીને ધ્યાનમા રાખીને સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા અને લેહ-લડાખની સિનિયર્સ સ્પેશિયલ સહેલગાહનું આયોજન પણ આગામી બે વર્ષમાં કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્રમાંથી ફક્ત દિલ્હી સુધી જવાનું હોય તો પણ આપણા આ જ્યેષ્ઠ નાગરિકોના ઘરમા ફિકર કરનારા જુનિયરો તાત્કાલિક માથું બહાર કાઢે છે, ‘તમને ફાવશે કે?’ ‘બધા કામો ઘેરબેઠા તમે કરી શકો છો તો પછી પર્સનલી જવાની શું જરૂર છે, અમસ્તા જ શા માટે પોતાને ત્રાસ આપો છો?’ ‘અરે તુ શા માટે કરે છે, માણસો છે ને કરવા, અમસ્તા જ પડીબડી ગઈ તો…’ આ અમારા જ નહીં પણ જે તે ભાગ્યશાળી ઘરના જ્યેષ્ઠ નાગરિકો છે ત્યા આ ડાયલોગબાજી ચાલુ જ હોય છે. આપણને કદાચ જ્યા સુધી આપણે તેટલા જ્યેષ્ઠ નહીં થઈએ ત્યા સુધી સમજાશે નહીં કે તેમને બહાર નીકળવાનું છે, તેમને અગાઉની જેમ ભટકવાનુ- ફરવાનું છે, ઉંમર થઈ ગઈ – શરીર થાક્યું છે પણ મન હજુ ત્રીસીના જ પગથિયે છે તેનુ શું? સમાજમા અનેંક સ્થળે દેખાતી આ એક ચેલેન્જ છે. અમારા બિઝનેસ માઈન્ડે તે અચૂક ઝડપી લીધેં. જ્યેષ્ઠ નાગરિકોને દુનિયા જોવી છે પણ મનમાં ક્યાક થોડી ધાસ્તી છે કે, ‘ફાવશે કે આપણને?’ ‘ફાવશે ને મને?’ ઘરવાળા બતાવતા નથી છતા તેમને કાળજી છે જ. આ સ્થળે અમે કુટુંબોના આ સહેજ ચિંતિત ચિત્રમાં પ્રવેશીએ છીએ, ‘મૈ ં ના!’ કહીને. ત્યા જ જન્મ થયો સિનિયર્સ સ્પેશિયલનો. તે સમયથી આજ સુધી અમારા ટુર મેનેજર્સ અને આખી વીણા વર્લ્ડ ટીમ પ્રયાસોની પરાકાષ્ઠા કરી રહ્યા છે, ખુશીથી જ્યેષ્ઠ નાગરિકોને તેમની સંગાથે રહીને દુનિયા બતાવી રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં હજારો સિનિયર્સ-વરિષ્ઠ પર્યટકોએ વીણા વર્લ્ડના માધ્યમથી નોર્થ ઈસ્ટ અરુણાચલ આસામથી રાજસ્થાન ગુજરાત કરીને કેરળ આંદામાન સુધી અને વિદેશમાં થાઈલેન્ડ મોરિશિયસથી યુરોપ અમેરિકા અને સ્કેન્ડિનેવિયા રશિયા સુધીની દુનિયા ઊથલાવી નાખી છે. અમારા ટુર મેનેજર્સને અને અમારા બધાને માટે સિનિયર્સ સ્પેશિયલની સહેલગાહ ‘આશીર્વાદ સ્પેશિયલ’ બની જાય છે. સહેલગાહ પૂરી થાય ત્યા સુધી બેસુમાર આશીર્વાદ આ સંતોષી- આંનદિત જ્યેષ્ઠ પાસેથી અમને મળે છે. અમારો ઉત્સાહ સતત વધતો રહેવાનું એક કારણ આ જ્યષ્ઠોના આશીર્વાદ હોવા જોઈએ. સિનિયર્સની સૌથી વધુ ડિમાંડ કોઈ સહેલગાહની હોય તો તે ભારતમા રાજસ્થાન-કેરળ અને વિદેશમાં યુરોપ-અમેરિકા છે. રાજસ્થાન કેરળની સહેલગાહ દિવાળી પછી હોય છે જ્યારે યુરોપ અમેરિકાની હાલની સીઝનમા હોય છે, યુરોપ અમેરિકાની ઠંડી ઓછી થયા પછી. રજાઓનો માહોલ પૂરો થયો પછી જૂન આખરમાં, તે પછી પંદર ઓગસ્ટ દરમિયાન અને ગણપતિ પછી એમ ત્રણ વાર સિનિયર્સ માટે અમે યુરોપ અમેરિકાની સહેલગાહ આયોજિત કરી છે. હમણા સુધી આ અલગ અલગ સહેલગાહમાં ત્રણસોથી વધું પર્યટકોએ બુકિંગ કર્યા છે. મોટા ભાગના પર્યટકોની વિઝા પ્રોસેસ પણ શરૂ થઈ ચૂકી છે. કોન્સ્યુલેટમા ભીડ વધવા લાગી છે. આથી વધુ મોડુ કરવાથી ત્રાસદાયક નીવડી શકે છે.

હવે યુરોપની સહેલગાહ વિશે થોડુ જાણી લઈએ. આ સહેલગાહમાં મુબઈથી યુરોપ અને યુરોપથી મુંબઈ વિમાનપ્રવાસ હોય છે. એરલાઈન્સના સંબંધિત દેશમા જતા- આવતા એક ટ્રાન્ઝિટ  હોલ્ટ લઈને તે કરવામાં આવે છે. યુરોપમાં એક દેશમાંથી બીજા દેશમાં જવાનો પ્રવાસ અને સ્થળદર્શન આપણે એર-કડિશન્ડ લક્ઝરી કોચથી કરીએ છીએ. સહેલગાહમાં લંડન હોય તો યુકેથી યુરોપમા ફ્રાન્સ-પેરિસનો પ્રવાસ આપણે યુરોસ્ટારથી કરીએ છીએ, ઈંગ્લિશ ચેનલની નીચેથી. માઉન્ટ ટિટલિસ કેબલ કાર, લુસર્ન ક્રુઝ, સીન રિવર ક્રુઝ એમ નાના પ્રવાસના અનોખા અનુભવો પણ આપણે આ પ્રવાસમાં કરીશું. સહેલગાહના સમયગાળામાં આપણો મુકામ સારી હોટેલ્સમા હોય છે. હમણા સુધી પર્યટકોને ગમેલી આ હોટેલ્સ હોલીડે ઈન એક્સપ્રેસ, ઈબીસ સ્ટાઈલ નોવોટેલ જેવી ચેઈન હોટેલ્સમા હોય છે અથવા અમુક સ્થળે અમે જે તે દેશમાં સારી લોકલ બ્રાન્ડની હોટેલ્સ લઈએ છીએ. યુરોપમાં અમે વધુમા વધુ સખ્યામાં ભારતીય પર્યટકોને લઈ જવામાં અગ્રેસર હોવાથી મોટે ભાગે બધા જ સ્થળે હવે ભારતીય ભોજનની સારી સુવિધા થઈ છે. વચ્ચે ક્યારેક ચેન્જ તરીકે યુરોપિયન કોન્ટિનેન્ટલ-ઈટાલિયન અથવા અમેરિકન ફાસ્ટ ફૂડનો તડકો પણ આપવામાં આવે છે. સર્વત્ર બ્રેકફાસ્ટ-લચ-ડિનર આયોજિત કરવામા આવે છે. બ્રેકફાસ્ટ કોન્ટિનેન્ટલ સ્વરૂપનો હોય છે અને અમુક સ્થળે ભારતીય બ્રેકફાસ્ટ ડિશીઝ આપવાનો પણ અમારો પ્રયાસ હોય છે. યુરોપ સ્થળદર્શનની બાબતમાં અદ્વિતીય છે તેમા કોઈ બેમત નથી. આથી જ તો દુનિયાભરમાંથી સૌથી વધુ પર્યટકો કોઈ ખંડની મુલાકાત લેતા હોય તો તે યુરોપ ખંડની છે. શાળામાં વાચતા-સાભળતાં અને હવે અલગ અલગ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા આપણને સતત આકર્ષિત કરનારા અનેક સ્થળો આપણે આ સહેલગાહમાં જોઈએ છીએ. સહેલગાહના અંતે તમારા પગ થાકવાના છે, આખો અજાઈ જવાની છે અને અપ્રતિમ-અલૌકિક-અફલાતૂન યાદો લઈને તૃપ્ત થઈને તમે પોતાના ઘરે પાછા જવાના છો તેની ખાતરી છે.

યુરોપમાં દરેક દેશની ભાષા અલગ, ઈંન્ગ્લિશ બધાને સમજાય જ એવુ નથી. અમુક દેશોમા ઈંન્ગ્લિશ પર રોક છે. દરેક દેશની સંસ્કૃતિ પણ અલગ અલગ તે જ રીતે ત્યાનું ભોજન પણ. એકલદોકલ બિનદાસ્ત ફરવા જેવો આ ખંડ નથી અને તેથી જ યુરોપમા દુનિયાના બધા જ દેશોમાંથી ગ્રુપ ટુર્સ દ્વારા આવનારા પર્યટકોની સખ્યા સૌથી વધુ છે. વધુ અપ્રતિમ આ સહેલગાહની રંગત વીણા વર્લ્ડના નવાજવામા આવેલા પર્યટકોએ નાવાજલેલ્યા  કરેલા ટુર મેનેજર્સને લીધે છે. પ્રોફેશનલ હોવા છતા મોસ્ટ કેરિંગ, બધાને સંભાળી લેનારા અને બધાની સંગાથે રહેનારા ટુર મેનેજર્સ તરીકે વીણા વર્લ્ડના ‘મૈ ં ના!’ ટુર મેનેજર્સની વાહવાહ કરવામાં આવે છે, જેનો અમને બહુ ગર્વ છે. તમે ભારતના કોઈ પણ પ્રાતના હોય અથવા અનિવાસી ભારતીય  હોય, તમારી માતૃભાષા કોઈ પણ હોય, તમને ઈંગ્લિશ આવડતું હોય અથવા નહીં હોય, તમે ફ્રિક્વેન્ટ ટ્રાવેલર હોય કે નહીં, વીણા વર્લ્ડના ટુર મેનેજર તમારી સહેલગાહ ઝકાસ કરીને રહે છે તેમા કોઈ બેમત નથી. તમે કમ્ફર્ટેંબલી ટુર કરો તે સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. યુરોપમાં દરેક સ્થળે તમને વીણા વર્લ્ડના પ્રવાસી અને તેમની સંગાથે રહેલા ટુર મેનેજર્સ નજરે પડશે. તમારી સંગાથે ટુર મેનેજર્સ હોય છે તેમ ટુર મેનેજર્સની સંગાથે વીણા વર્લ્ડની છસ્સો જણની ટીમ ૨૪x૭ હોય છે. માર્ગમાં એકાદ અડચણ આવે તો તાત્કાલિક તેની પર ઉકેલ લાવવાનો બધાનો ઉદ્દેશ હોય છે. ટીમ સ્ટ્રેન્ગ્થ વીણા વર્લ્ડની વિશિષ્ટતા છે, જેનો પર્યટકોએ અનુભવ કર્યો છે.

એક વાર તમે સહેલગાહમાં જવાનુ નક્કી કરો એટલે મેગા ડિસ્કાઉન્ટ-જમ્બો ડિસ્કાઉન્ટ-સ્પેશિયલ ઓફર લોયલ ગેસ્ટ ડિસ્કાઉન્ટ એમ અનેક સવલતોનો લાભ લઈને બુકિંગ કરો એટલે અમારી જવાબદારી શરૂથાય છે. વિઝા કઈ રીતે કરવા? તે માટે કયા દસ્તાવેજો જોઈશે? ઈન્ટરવ્યુમાં જવુ પડે છે કે? ફોરેન એક્સચેન્જ કઈ રીતે લેવાનું? સહેલગાહની તૈયારી કઈ રીતે કરવાની? તેની સપૂર્ણ માહિતી વીણા વર્લ્ડ પાસેથી તમને સમયાતરે આપવામા આવે છે. તેનુ ટેન્શન લેવાનુ નહીં. દર વર્ષે અમે પંદર હજારથી વધુ પ્રવાસી યુરોપમા લઈ જઈએ છીએ. તેમાથી ૯૯.૯૯% પર્યટકોને વિઝા મળે છે, ચિંતા નહીં કરો. સહેલગાહમાં આવતી વખતે તમારી જોડે લાવવાનું છે એક ઉત્સાહી મન અને આંનદિત ચિત્ત. બાકી પછી અમારી પર છોડી દો. તમારા પૈસાનું સંપૂર્ણ વળતર આપવાનું બંધન અમે જ અમારી પર લઈ લીધું છે અને તેથી જ આત્મવિશ્વાસથી અમે કહી શકીએ છીએ, ‘ચાલો, બેગ ભરો, નીકળી પડો!’ આ વર્ષે યુરોપ અમેરિકામાં, વીણા વર્લ્ડ સંગાથે.

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*