સાવધાન! બી કેરફુલ!

0 comments
Reading Time: 9 minutes

થોડા દિવસ પૂર્વે ઈંડિગો એરલાઈન્સથી પ્રવાસ કરતી હતી. આ એરલાઈન્સની જાહેરાતો, વિમાનમા ચઢવાની સીડી પર અથવા અલગ અલગ ટેકાણે લખેલા સ્લોગન્સ વાચવાનો મને શોખ વળગ્યો છે. તેમનુ ઈનફ્લાઈટ મેગઝીનના પાના ફેરવવા તે તો પ્રવાસમા બહુ રાહતદાયક હોય છે. તે ફક્ત મનોરજન નથી હોતુ પરતુ કોઈ પણ ગૂચભરી બાબત કેટલી ઈનોવેટિવ અને ક્રિયેટિવ પદ્ધતિથી રજૂ કરી શકાય તેનો તે બોધ હોય છે. તેમાથી એક સમાચારે મારુ ધ્યાન ખેંચ્યુ. તેમણે તેમની ટીમના ચિત્ર સાથે નીચે એક ટિપ આપી હતી કે, ‘ઈંડિગોએ રિક્રુટમેન્ટ માટે કોઈને પણ એજન્ટ તરીકે ચૂટ્યા નથી. કોઈ ઈન્ડિગોમા નોકરી અપાવીશ એમ કહીને પૈસા માગે તો તેનો ભોગ બનશો નહીં. તે પછીના પરિણામો માટે ઈન્ડિગો જવાબદાર નહીં રહેશે.’ અખાતી દેશમા નોકરીની લાલચ આપીને જરૂરતમદોના હજારો રૂપિયા લૂટવાના દાખલા આપણે અખબારોમા વાચીએ છીએ. અહીં આપણા ભારતમા ઈન્ડિગો જેવી એરલાઈન્સને નામે પણ આ રીતે છેતરવાના દાખલા તેમની સામે આવ્યા હશે તેથી જ તેમણે આ સાવધાનીની સૂચના આપી હશે.

કોઈક કોઈને છેતરવાના સમાચાર આપણે અખબારમા વાચીએ છીએ, મિત્રો પાસેથી સાભળીએ અને જનરલી આપણી સમજ એવી હોય છે કે આવુ આ બધુ અન્યોની બાબતમા બને છે, આપણી બાબતમા નહીં બનશે એવુ આપણને મક્કમ રીતે લાગતુ હોય છે. જોકે ગયા વર્ષે અમારી, આમ જોવા જઈએ તો હજુ મલ્ટીનેશનલ જેવી મોટી નથી થઈ એવી ઓર્ગેનાઈઝેશનમા આ ઘટના બની હતી. રિસેપ્શન પર એક યુવાન આવ્યો અને કહ્યુ, ‘એચઆરને મળવુ છે,’ કારણ પૂછતા તેણે કહ્યુ, ‘મને અહીં જોબ મળ્યો છે. વધુ પૂછપરછ કર્યા પછી તેણે તેની પાસેનો એક પત્ર કાઢીને બતાવ્યો. તે એપોઈન્ટમેન્ટ લેટર હતો. તે વીણા વર્લ્ડના બનાવટી લેટરહેડ પર ટાઈપ કરેલો હતો. રિસેપ્શનિસ્ટના ધ્યાનમા આ છેતરપિંડીની ઘટના આવી ગઈ હતી અને તેણે એચઆરને બોલાવ્યો. તે જ અઠવાડિયામા વધુ એક યુવાન આવો જ લેટર લઈને આવ્યો. બને યુવાનોની પૂછપરછ કર્યા પછી એવુ ધ્યાનમા આવ્યુ કે કોઈક તેમના દૂરની ઓળખવાળા યુવાને આ કૃત્ય કર્યું હતુ. આ દરેક પાસેથી તેણે બબ્બે હજાર રૂપિયા લીધા હતા. વીણા વર્લ્ડમા મારો વટ છે, ત્યા ચોક્કસ નોકરી લગાવીશ એમ તેણે આ યુવાનોને કહ્યુ અને વિશ્વાસ બેસાડવા માટે બનાવટી દસ્તાવાજો તૈયાર કર્યા. અમારા એચઆરે તેમને જનરલી મિડસાઈઝ અથવા મોટી કપનીઓમા રિક્રેટમેન્ટની પદ્ધતિ કેવી હોય છે, વીણા વર્લ્ડ પાસે તે કેવી છે તે સમજાવીને કહ્યુ અને ભવિષ્યમા ક્યારેય કોઈ પણ જરૂર હોય તો આવી કોઈ પણ વાતોમા આવી નહીં જતા એવી સલાહ આપી. અમને ખરાબ લાગ્યુ કે કોઈકે અમારા નામનો ઉપયોગ કરીને આ બે નિર્દોષ યુવાનોને છેતર્યા હતા. અમે પણ પછી અમારી વેબસાઈટ પર કરિયર્સના સેકશનમા લખી નાખ્યુ, ‘કોઈ પણ જો વીણા વર્લ્ડમા નોકરી અપાવુ છુ એવી લાલચ આપે તો તેનો ભોગ બનશો નહીં, અમારી પાસે રિક્રુટમેન્ટની પદ્ધતિ સ્ટ્રેઈટ ફોર્વર્ડ-ડાયરેક્ટ છે, ત્યા કોઈ પણ મધ્યસ્થી નહીં. કૃપા કરીને તે માટે કોઈને પૈસા આપશો નહીં.’

સુધીરના મિત્રની બાબતમા એક કિસ્સો સાભળ્યો. તે ઉપયોગ કરતો હતો એ પેમેન્ટ એપ પરથી મેસેજ આવ્યો કે ‘તમારુ અકાઉન્ટ સિક્યુરિટીના કારણોસર લોક કરાયુ છે, તે રિસ્ટોર કરવા માટે આ પ્રોસેસ કરો, તે પછી મેસેજ આવ્યો, ‘ઓકે, ઈટ્સ રિસ્ટોર્ડ, જસ્ટ ચેક દ ટ્રાન્ઝેકશન બાય ટેન રૂપીઝ ટ્રાન્સફર.’ આ પછી વાત પૂરી થઈ. બીજા દિવસે ધ્યાનમા આવ્યુ કે તેમના અકાઉન્ટમાથી દોઢ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. વીણા વર્લ્ડની પ્રોડક્ટ-કોન્ટ્રાક્ટિગ ટીમમા સદા હસમુખી શિવાગી ખુશવાહા ગયા અઠવાડિયામા થોડી ચિંતિત દેખાઈ. ‘શુ થયુ?’ પૂછતા તેણે કહ્યુ, ‘મારા અકાઉન્ટમાથી કોઈકે સત્યાવીસ હજાર રૂપિયા ઉપાડી લીધા છે. બેન્કમા જઈને આવી પણ આ ટ્રાન્ઝેકશન કઈ રીતે થયુ તેનુ પગેરુ તેઓ મેળવી શકતા નથી.’ આપણે બધા જ પાઈ-પાઈ કરીને મહેનતથી પૈસા ભેગા કરીએ છીએ અને કોઈક ઠગ સિસ્ટમ્સ હેક કરીને અથવા તેમાની લૂપહોલનો ફાયદો લઈને આ રીતે ઠગાઈ કરે ત્યારે ખરાબ લાગે છે, તરત જ મોઢામાથી શબ્દો નીકળી પડે છે, ‘અમારા મહેનતના પૈસા છે, કોઈને પચશે નહીં.’ જોકે જે આ અત્યાધુનિક ચોર છે તેને ક્યા તેની કોઈ ફિકર છે?

અમે અમારી દરેક જાહેરાતમા એક મહત્ત્વની ટિપ આપીએ છીએ. તે આ મુજબ છે. ટઊઊગઅ ઠઘછકઉ શત ફ બફિક્ષમ જ્ઞર ’ટઊઊગઅ ઙઅઝઈંક ઇંઘજઙઈંઝઅકઈંઝઢ ઙટઝ. કઝઉ.’ ઢજ્ઞી ભફક્ષ બજ્ઞજ્ઞસ ફિં ટયયક્ષફ ઠજ્ઞહિમ  જફહયત ઘરરશભયત/જફહયત ઙફિક્ષિંયતિ/ ઘક્ષહશક્ષય (૨૪ડ્ઢ૭). અહહ ાફુળયક્ષતિં (ઈવયિીય/ઈફમિ/ગઊઋઝ/છઝૠજ/ઉઉ) યિહફયિંમ જ્ઞિં જ્ઞિંીતિ ફક્ષમ તયદિશભયત તવજ્ઞીહમ બય શક્ષ વિંય ક્ષફળય જ્ઞર ’ટયયક્ષફ ઙફશિંહ ઇંજ્ઞતાશફિંહશિું ઙદિ.ં કમિં.’ જ્ઞક્ષહુ. ગજ્ઞ ભફતવ િિંફક્ષતફભશિંજ્ઞક્ષત ફિં ટયયક્ષફ ઠજ્ઞહિમ. તેનુ કારણ એટલુ જ છે કે કોઈ પણ કોઈને પણ અન્ય નામે ભૂલેચૂકે પૈસા નહીં મોકલે. આ જ રીતે વીણા વર્લ્ડની શરૂઆતથી જ અમે કેશ લેતા નથી. એકાદ પર્યટક ગમે તેટલો મોટો બિઝનેસ આપવાનુ કહે તો પણ અમે નમ્રતાથી કેશ ટ્રાન્ઝેકશન નહીં કહી દઈએ છીએ. વ્યવસાયની ભાષામા કોઈને કદાચ આ મૂરખતા લાગશે કે કોઈને અમે જરા અતિશયોક્તિ કરી રહ્યા છીએ એવુ પણ લાગી શકે પરતુ નીતિનિયમોનુ પાલન કરીએ અને જોઈએ આપણને બિઝનેસ કરવાનુ ફાવે કે નહીં તેવુ નક્કી કર્યું હતુ. ઉદ્યોગમા પ્રવેશ કરનારી યુવા પેઢીને કહેવાનુ મન થાય છે કે આપણે આ રીતે બિઝનેસ કરી શકીએ અને વધારી પણ શકીએ છીએ. અને જો તમે તમારા ક્ષેત્રમા ઉત્કૃષ્ટ સેવા આપતા હોય તો તમારા ગ્રાહકો પણ તમને સાથ આપશે. અમારા પર્યટકો અમારી પડખે ઊભા રહ્યા તે માટે તેમના પણ આભાર. અમારા નસીબે ભારત અને આખી દુનિયા હવે કેશલેસ ઈકોનોમી તરફ આગળ વધી રહી છે જેથી આમ પણ તે બાબતમા અમે ફાયદામા જ રહ્યા છીએ. યોગ્ય નિર્ણય લીધો અને યોગ્ય સમયે આવ્યો એવુ કહી શકાય. જોકે… કેશલેસ ટ્રાન્ઝેકશન્સ, બેન્ક ટ્રાન્સફર્સ, એનઈએફટી આ બધી અત્યત સુવિધાની બાબતોનો અભ્યાસ કરીને તેમા પણ કઈ રીતે કોને ઉલ્લુ બનાવી શકાય એવો અવિચાર કરનારા અલ્ટ્રામોડર્ન ચોર શુ કરી શકે છે તેનો એક દાખલો વીણા વર્લ્ડના સાડા છ વર્ષના આયુષ્યમા અને મારા પર્યટનના પાત્રીસ વર્ષના અનુભવમા પહેલી વાર ધ્યાનમા આવ્યો. એક કુટુબ અમારા એક પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર પાસે સહેલગાહની પૂછપરછ કરવા માટે આવ્યુ. તેમનુ ગ્રુપ હતુ. તેમણે સહેલગાહની પૂછપરછ કરી અને ગ્રુપ સાથે બુકિંગ કર્યું. તે પછી બે દિવસે આ કુટુબની એક વ્યક્તિને ફોન આવ્યો કે તમે વીણા વર્લ્ડ પાસે અમુકતમુક ટુરની પૂછપરછ કરી હતી ને. તે માટે જોઈતા પૈસા તમે અમુકતમુક અકાઉન્ટમા ટ્રાન્સફર કરો. અને તેમણે ક્યાકથી આવેલા આ ફોનનો રિસ્પોન્ડ કર્યું અને પૈસા ટ્રાન્સફર કર્યા. હવે તમારા ધ્યાનમા આવ્યુ હશે કે અમે જાહેરાતમા સ્પષ્ટ રીતે કયા નામે મની ટ્રાન્ઝેકશન કરવાનુ શા માટે લખીએ છીએ. ખરેખર તો જાહેરાતની દરેક ઈંચેઈંચ જગ્યા માટે બહુ પૈસા ગણવા પડે છે. તે જગ્યા એકાદ સહેલગાહના પ્રમોશન માટે પણ ઉપયોગ કરી શકાઈ હોત પણ અમને કલ્પના છે કે અમારા પર્યટકોના પૈસા મહેનતથી કમાયેલા છે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જોકે આટલુ બધુ કરવા છતા જ્યારે આવી ઘટના બને છે ત્યારે વધુ શુ કરવુ જોઈએ એ વિચારથી ત્રસ્ત થઈ જવાય છે. હવે આ કુટુબે વીણા વર્લ્ડની ફરિયાદ પોલીસમા કરી છે કે વીણા વર્લ્ડે જ આ ઈન્ફોર્મેશન લીક કરી હોવી જોઈએ. આ માટે અમારા પ્રોજેક્ટ અને કોમ્પ્લાયન્સ ડિપાર્ટમેન્ટ પોલીસને અમારી પાસે બુકિગ પ્રોસેસ કેવી હોય છે, કઈ રીતે પેમેન્ટ ટ્રાન્ઝેકશન્સ થાય છે તેની માહિતી પૂરી પાડી રહ્યા છે. પોલીસની તપાસનુ કામ પણ ખરેખર ઝડપથી ચાલે છે તે પણ અમને આ આખી ઘટનામા જોવા મળ્યુ છે. આ એકદર પ્રકરણમા અમને ઘણુ શીખવા મળ્યુ છે અને નિશ્ચિત જ પોલીસ આ કેસનુ પગેરુ મેળવીને રહેશે એમા શકાને સ્થાન નથી, કારણ કે અમે તેમને જોઈએ તે બધી માહિતી તાત્કાલિક પૂરી પાડી છે અને તેમની તપાસના ચક્રો પણ અલગથી ફરી રહ્યા છે. અમારા પર્યટકોના પૈસા પાછા મળવા જોઈએ અને તેમની ટુર વ્યવસ્થિત પાર પડવી જોઈએ તે માટે પ્રાર્થના કરવુ એટલુ જ હાલ અમારા હાથોમા છે.

બધા પર્યટકોને અને વાચકોને આ સપૂર્ણ પ્રકરણમા એક જ કહેવાનુ મન થાય છે કે આજકાલ રિઝર્વ બેન્ક, સ્ટેટ બેન્ક, સરકારી, અર્ધસરકારી, ખાનગી સસ્થાઓ બધા જ તેમના માધ્યમથી સાવધાન રહેવાના ઈશારા આપતી જ હોય છે. પૈસા ટ્રાન્સફર કરતી વખતે એક્સ્ટ્રા પ્રિકોશન લો. બેનિફિશરી એટલે આપણે કોને પૈસા મોકલી રહ્યા છે તેની ખતારી કરી લો. જનરલી સર્વત્ર ચેક કે ટ્રાન્સફર કોના નામે કરવાનુ છે તે સ્પષ્ટ રીતે લખલુ હોય છે. અમે તો જાહેરાતમા જ તે લખીએ છીએ. કોઈના પણ ફોન પર અથવા આવેલા મેસેજીસ પર તરત જ વિશ્વાસ મૂકશો નહીં. તપાસ કરો, ખાતરી કરો અને બધુ વ્યવસ્થિત હોય તો જ આગળ વધો. કોઈકે આપણી નિર્દોષતાનો ગેરલાભ લીધો, કોઈક પાસેથી આપણે છેતરાયા એવી ભાવના પૈસાની નુકસાની કરતા પણ વધુ પીડાદાયક છે. સો, બી અવેર, બી કેરફુલ! સાવધાન!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*