Gujarati

ભારત જોડો!

Reading Time: 6 minutes

વિદેશમા પર્યટન કરનારા ભારતીયો પર ત્યાની સુખસુવિધાઓનો અને ઝગમગાટનો પ્રચડ પ્રભાવ છે અને તે સાથે ભારતમા ફરવા વિશે એક પ્રકારની ઉદાસીનતા છે, જેને નેસ્તનાબૂદ કરવુ જોઈએ. ‘ભારત મારો દેશ છે અને મારા ભારત પર મારો પ્રેમ છે’એવી પ્રતિજ્ઞા યાદ કરીને ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ મારુ ભારતભ્રમણ બધ નહીં કરુ એવુ દરેકે પોતે જ પોતાને માટે બધનકારક બનાવી દેવુ જોઈએ.

આવર્ષની સ્વાતત્ર્ય દિવસની શરૂઆત બહુ સારી થઈ. દિવાળીની પરોઢ હોય એવુ લાગતુ હતુ. ધ્વજવદનમા જવાનુ હતુ અને તે પૂર્વે લાલ કિલ્લા પરથી થનારુ વડા પ્રધાનનુ ભાષણ સાભળવાનુ હતુ. કાશ્મીર લેહ લડાખની મડાગાઠ ઉકેલીને સરકારે સતત પરેશાન કરતા એક પ્રોબ્લેમનો અલગ માર્ગે ઉકેલ લાવવા માટે આગવુ પગલુ લીધુ હતુ. સોલ્યુશન બદલ્યુ હતુ, જેથ લોકોમા અને વાતાવરણમા સર્વત્ર એક આશાવાદી ઉત્સાહનો સચાર થયેલો હતો. અર્થાત ભારતના મુગટમણિમા વર્ષોવર્ષ અટવાઈ પડેલી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનુ પ્રથમ દમદાર પગલુ લીધુ હોવા છતા મોંઘવારી, રોગચાળો, આર્થિક મદી, અસ્વચ્છતા, નોકરીઓ, નૈસર્ગિક આપત્તિઓ, ખેડૂતોની આત્મહત્યા સહિત અનેક સમસ્યઓનુ મોટુ પ્રશ્ર્નચિછ દરેક ભારતીયોના મનમા કોઈક ને કોઈક ખૂણે એક અદૃશ્ય ડરના સ્વરૂપમા ઘર કરી ગયુ છે તે વાસ્તવિકતા છે. આથી આપણા સન્માનનીય વડા પ્રધાન પોતાના ભાષણમા આજે કઈ જાદુની છડી ફેરવે છે તેની તરફ ભારતીયોની મીટ મડાયેલી હતી અને કાન નિશ્ર્ચિત જ મડાયેલા હતા. તૈયારી કરીને અમે બધા ટીવી સામે બેઠા હતા અને રેડિયોનો જમાનો હતો અને રાજકીય નેતાઓનુ ભાષણ-તેમના વિચારો સાભળવા માટે ઓલ ઈન્ડિયા રેડિયો સામે આખા ઘરનોના ઘરો અથવા ગામો કાન સરવા કરીને સામે બેસતા તે ભૂતકાળમા મન સરી પડ્યુ. અમે ગામમા હતા ત્યારે અનેક નેતાઓના ભાષણો આ રીતે રેડિયો પર સાભળ્યા હતા. તે સોનેરી દિવસો પાછા આવ્યા હોય તેવુ લાગ્યુ અને આપણા વડા પ્રધાને તેમની દમદાર શૈલીમા દેશના મોટા ભાગના બધા પ્રશ્ર્નો પર સ્પર્શ કર્યો. તે દિવસે ટીવી સામે બેઠેલા દરેક ભારતીયોને તે ભાષણ તેમના માટે જ કર્યું છે તેવુ લાગ્યુ એટલુ તે ભાષણ સર્વસમાવેશક અને પરિપૂર્ણ હતુ. હવે ભાષણને કાર્યોની જોડ મળવી જ જોઈએ અને તો જ દરેક વર્ષના વડા પ્રધાનના લાલ કિલ્લા પરના ભાષણ માટે આપણે આ રીતે એકચિત થઈને ટીવી સામે બેસી રહીશુ તે ચોક્કસ છે. જોકે એક મહત્ત્વની વાત આ ભાષણમા એ હતી કે ભાષણથી ખિન્ન મનને ઉત્સાહિત કરવા સાથે કોઈ પણ વાત અથવા પ્રશ્ર્નનો ઉકેલ લાવવો હોય તો તે એકલુ સરકારનુ કામ નથી પરતુ તેમા દરેક ભારતીયોનો સહભાગ હોવો જોઈએ, સરકાર સરકારનુ કામ કરશે, તમે તમારુ યોગદાન આપો અથવા યોગદાન આપવુ જ જોઈએ એમ ભારપૂર્વક કહ્યુ.

કોઈ પણ અભ્યાસપૂર્ણ ભાષણ વિચારપ્રેરક હોય છે અને તે ભાષણ તેવુ જ હતુ પણ તેની સાથે વડા પ્રધાને આપણા બધાને જ કામે લગાવ્યા હતા. ટૂકમા, તેમણે આપણને પ્રોજેક્ટ આપ્યો છે, જે આપણે પૂરો કરવાનો છે, અર્થાત સરકારના સગાથથી. દરેક વ્યક્તિ કે વ્યાવસાયિક આ ‘તે બધુ જવા દો ને, મારા માટે શુ છે તે બોલો,’ વ્હોટ્સ ફોર મી?ની શોધમા હોય છે. અમે પણ તેમા અપવાદ કઈ રીતે હોઈ શકીએ? ભાષણ પૂરુ થવા આવ્યુ છતા ટુરીઝમ પર હજુ કશુ જ કેમ આવતુ નથી તેને લીધે અમે થોડા મુજવણમા હતા અને તે જ સમયે સન્માનનીય વડા પ્રધાને માસ્ટરસ્ટ્રોક માર્યો. મોબાઈલ પર સ્માઈલી-ઈમોજીનો ધોધ વહેવા લાગ્યો. દાદરના અમારા એક પર્યટક શ્રી સમીર ભગતે તરત જ ઈમેઈલ મોકલ્યો, ‘હમણા જ વડા પ્રધાને ટુરીઝમ વિશે બહુ સારા વિચાર રજૂ કર્યા છે, વીણા વર્લ્ડે તેના પર કામ કરવુ જોઈએ. તમે આ જ પ્રકારની અગાઉ એક યોજના લાવ્યા હતા તે યાદ આવે છે. ઓલ દ બેસ્ટ.’ અરે વાહ! એકદરે મોટા ભાગના વીણા વર્લ્ડ ટીમ મેમ્બર્સ વડા પ્રધાનનુ ભાષણ સાભળતા હતા અને અમારી ટીમની જેમ જ અમારા પર્યટકો પણ ટુરીઝમ માટે શુ છે તેની પર કાન ધરીને બેઠેલા હતા. સામે ગમે તેટલી અડચણો આવે છતા તેનાથી ઉદાસ નહીં થતા આપણે જે પણ કરી શકાય તે પ્રયાસપૂર્વક-મન:પૂર્વક કરતા રહેવા માટે યોગદાન આપી શકવા જોઈએ એવુ જ કાઈક થયુ હતુ. અમારા માટે – ટુરીઝમ ઈન્ડસ્ટ્રી માટે સન્માનનીય વડા પ્રધાને વિચાર આપ્યો હતો જે તેમના અભ્યાસમાથી અને નિરીક્ષણમાથી આવ્યો હતો. થોડા દિવસો પૂર્વે સખ્યાશાસ્ત્રમાની એક આકડાવારી જાહેર થઈ હતી તે કહુ છુ. ગયા વર્ષમા અઢી કરોડ જેટલા ભારતીયોએ વિદેશભ્રમણ કર્યું અને સાધારણ ૨૫ હજાર કરોડ યુએસ ડોલર્સ રૂપિયા ખર્ચ કર્યા હતા. એટલે કે, પોણા બે લાખ કરોડ ભારતીય રૂપિયા!!! એટલે કે સવાસો કરોડ ભારતીયોમાથી ફક્ત અઢી કરોડ ભારતીયો જ્યારે વિદેશી પર્યટને નીકળે છે ત્યારે આટલી પ્રચડ રકમની ઊથલપાથલ થાય છે. સરેરાશ એક ભારતીય પર્યટક વિદેશ સહેલગાહ પર સાધારણ સિત્તેર હજાર જેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે, વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ- વિઝા-મોંઘા વિમાનના ભાડા-ફોરેન એક્સચેન્જ-કસ્ટમ્સ એમ અનેક વિધિઓ પૂરી કરવી પડે છે. આપણા ભારતમા જ ફરવાનુ હોય તો તેની કોઈ જરૂર પડતી નથી. રીતસર ‘ચલો બેગ ભરો કિલ પડો.’ તો પછી વિદેશ જનારા પર્યટકો છે તેણે વિદેશમા જરૂર જવુ પરતુ આપણા ભારતની પણ સપૂર્ણ ઓળખ કરી લેવી એવો વડા પ્રધાનનો આગ્રહ છે અને તેમણે ખરેખર તે એટલો સહજ રીતે રજૂ કર્યો છે અને આપણને કામ આપ્યુ છે કે ભાષણનો તે ચાર મિનિટનો ભાગ મેં લિટરલી ૬ઠ+૨ઇંના અમે ઉપયોગ કરીએ તે પ્રોજેક્ટ પ્રણાલીમા મૂકી દીધો છે. એટલે ‘વ્હોટ? વ્હાય? વ્હેન? વ્હેર? હુ? હુમ? હાઉ? અને હર્ડલ્સ?’ કોઈ પણ પ્રોજેક્ટ કરતી વખતે આ પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવામા આવે એટલે પ્રોજેક્ટ પાટા પર ચઢવા લાગે છે. ટૂકમા, ‘શુ? કેમ? ક્યારે? ક્યા? કોણ? કોના માટે? કઈ રીતે? માર્ગમા અવરોધો?’ એવા તે પ્રશ્ર્નો છે. હવે આપણે વડા પ્રધાનના ભાષણના ટુરીઝમ પરના વિચાર આ પ્રણાલીમા રજૂ કરીએ. ૧) શુ? ભારતીય પર્યટકોએ ભારતમા પર્યટન કરવાનુ. ૨) કેમ? આપણો ભારત દેશ આપણે જોવો જોઈએ, જાણવો જોઈએ, આપણી ભાવિ પેઢીને ભારતની વિવિધતા વિશે વિશિષ્ટતાઓ વિશે અને વસ્તુસ્થિતિ વિશે આદર પ્રેમ અને આસ્થા હોવા જોઈએ. આપણા પર એવો સમય ક્યારેય આવવો નહીં જોઈએ કે એકાદ વિદેશી પર્યટક આપણા ભારત વિશે આપણને કશુક કહે અને આપણને તેની જાણકારી નહીં હોય. ભારતીય લોકસખ્યાના અમુક ટકા ભારતીયો જો આપણા ભારતમા જ પર્યટન કરે તો મોટી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી તૈયાર થશે, માણસોને કામ મળશે, પર્યટન સ્થળોનો વિકાસ થશે અને રાજ્યો રાજ્યોમા-માણસો માણસોમા ભાઈચારાનુ વાતાવરણ નિર્માણ થશે. ૩) ક્યારે? આગામી ત્રણ વર્ષમા, એટલે કે, બે હજાર બાવીસમા ભારતના સ્વાતત્ર્યને પચોત્તેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે. ૪) ક્યા? આપણા દેશમા કમસેકમ પદર વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લેવાની. ૫) કોણે? દરેક દેશપ્રેમી ભારતીયોએ આપણો દેશ જોવો જોઈએ. સલગ્ન પર્યટન ઉદ્યોગોએ તે ભારતીયોને વ્યવસ્થિત બતાવવો જોઈએ. સરકારે મૂળભૂત સુવિધાઓ, હોટેલ્સ, વિવિધ પર્યટન આકર્ષણોની નિર્મિતી કરવી જોઈએ. ૬) કોના માટે? આપણા ભારત માટે. ભારતના સર્વાંગીણ વિકાસમા યોગદાન આપવા માટે. સુજલામ-સુફલામ ભારતનુ પર્યટન સુદૃઢ બનાવવા માટે. ટુરીઝમ ઈન્ડસ્ટ્રી મોટી થવા માટે. યુવાનોને કામ મળવા માટે. વિદેશી પર્યટકોને આકર્ષી લેવા માટે. વિદેશી પર્યટકો દ્વારા ભારતને વધુમા વધુ વિદેશી ચલણ મેળવી આપવા માટે. દુનિયાના પર્યટન નકશા પર ભારતનુ નામ ઉજ્જ્વળ કરવા માટે. દરેક ભારતીયોના મનમા આપણા ભારત વિશે જાજ્વલ્યમાન અભિમાન જાગૃત કરવા માટે. ૭) કઈ રીતે? આપણે ભારત જોવો જ જોઈએ એવો વિચાર  દરેક ભારતીયોએ કેળવવો જોઈએ. ભારતભ્રમણ કરવુ તે આપણી ભારતમાતાની સેવા છે એવુ સમજીને તેના પ્રત્યે આપણી ફરજ બજાવવી જોઈએ. ‘પર્યટન કરવાથી પડિત મૈત્રી સભામા સચાર, મનને મળે ચાતુર્ય બેસુમાર’ ઉક્તિ પ્રમાણે ખર્ચના વેડફાટ પર નિયત્રણ લાવીને પર્યટન માટે અને તેના દ્વારા થનારા વ્યક્તિત્વ વિકાસ માટે નાણા બચત કરીને આગામી ત્રણ વર્ષનુ ભારતભ્રમણનુ પર્યટન કેલેન્ડર બનાવવુ જોઈએ. આપણા દેશમા અલગ અલગ પર્યટન સ્થળોની આગવી વિશિષ્ટતા વિશે ગૌરવપૂર્વક ફેસબુક-ટિવટર-ઈન્સ્ટાગ્રામ- વ્હોટ્સએપ- ટ્રાવેલ બ્લોગ્ઝ દ્વારા ફોટો અને લખાણના માધ્યમથી પ્રસિદ્ધિ મેળવી આપવી જોઈએ. નક્કી કરીને આ બધુ પાર પાડવુ જોઈએ. ૮) અડચણો? સૌપ્રથમ વિદેશમા પર્યટન કરનારા ભારતીયો પર ત્યાની સુખસુવિધાઓનો અને ઝગમગાટનો પ્રચડ પ્રભાવ છે અને તે સાથે ભારતમા ફરવા વિશે એક પ્રકારની ઉદાસીનતા છે, જેને નેસ્તનાબૂદ કરવુ જોઈએ. ‘ભારત મારો દેશ છે અને મારા ભારત પર મારો પ્રેમ છે’એવી પ્રતિજ્ઞા યાદ કરીને ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ મારુ ભારતભ્રમણ બધ નહીં કરુ એવુ દરેકે પોતે જ પોતાને માટે બધનકારક બનાવી દેવુ જોઈએ. બીજી વાત એ કે અમુક સ્થળે રસ્તા ખરાબ હોય, અમુક સ્થળે હોટેલ્સ સારી નહીં હોય એવી સ્થિતિ હોય તો પણ થોડુ એડજસ્ટમેન્ટ કરીને આપણે ભારતમાનુ પર્યટન ચાલુ રાખવુ જોઈએ. પર્યટન વધવા લાગે એટલે સુખસુવિધાઓ પણ આવશે અને પર્યટન સ્થળોનો વિકાસ તેજ ગતિથી થવામા યોગદાન મળશે. વધુ એક અડચણ એ છે કે વિદેશમા અમુક પર્યટન સ્થળો ભારતીય પર્યટનસ્થળોની તુલનામા ઓછી કિમતમા ઉપલબ્ધ છે. આથી પર્યટકો વિદેશ પ્રવાસ તરફ વધુ આકર્ષિત થાય છે. આથી સરકારે હોટેલ ઈન્ડસ્ટ્રીનુ, ટેક્સ સ્ટ્રક્ચર, વિમાન કપનીઓનુ ફી સ્ટ્રક્ચર, પર્યટન સસ્થાઓ પરની કર પ્રણાલીમા ઉચિત ફેરફાર કરીને પર્યટન વધુ કિફાયતી બનાવવુ જોઈએ. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે દરેક પર્યટનસ્થળે પર્યટકોને મળતી વર્તણૂક પારદર્શક, સચોટ અને પોતીકાપણાની હોવી જોઈએ. પર્યટકોને લૂટવાની એક છૂપી પ્રવૃત્તિ નામશેષ થવી જોઈએ. સન્માનનીય વડા પ્રધાનનુ ચાર મિનિટનુ ભાષણ એટલે વન પેજ પ્રોજેક્ટ મેનેજમેન્ટનો એક ઉત્તમ નમૂનો છે કે નહીં.

વીણા વર્લ્ડ શરૂ થયુ ત્યારે બે હજાર તેરમા અમે એક યોજના લાવ્યા હતા, જેમા  પાચ વર્ષમા, પાચ લાખમા, ભારતના પચ્ચીસ રાજ્ય ફરવાની સુવિધા આપી હતી. તે સમયે બધાએ જ તે યોજનાના વખાણ કર્યાં હતા અને તેથી ઉપરવટ અમારા એક પર્યટક શ્રી દિગબર અમૃસકર આ વર્ષે તે યોજના દ્વારા લાવવામા આવેલા ૨૫ રાજ્ય પૂરા કરી રહ્યા છે. હવે પાચ વર્ષનો સમયગાળો ત્રણ વર્ષનો થઈ ગયો છે. તેવો જી.આર. પણ આવ્યો છે અને પચ્ચીસને બદલે પદર સ્થળે મુલાકાત લેવા તે આદેશમા જણાવવામા આવ્યુ છે. આથી અમે પર્યટનની હજુ શરૂઆત જ કરી નથી તેમને માટે નવી અલગ યોજના તૈયાર કરી રહ્યા છીએ. આપણા ભારતમા જ જેઓ કાયમ પર્યટન કરે છે તેમના માટે અલગ અલગ સહેલગાહ છે, જે કાશ્મીર લેહ લડાખથી, કેરળ ક્ધયાકુમારી આદામાન સુધી, ગુજરાત રાજસ્થાનથી, અરુણાચલ આસામ સુધી… યુ નેમ ઈટ એન્ડ વી હેવ ઈટ. તેમા છ- આઠ દિવસથી વીસ દિવસ સુધીની મોટી ટુર્સ છે પણ જેઓ મોટી સહેલગાહમા જઈ નહીં શકે એવા પર્યટકો માટે ત્રણથી પાચ દિવસની વીકએન્ડ ટુર્સ છે. અમારી પાસે અમુક ટુર્સ એવી છે કે જેમા એકઝટકે આપણે પદર સ્થળોની મુલાકાત લઈએ છીએ. અમે એવી યોજના પણ લાવી રહ્યા છીએ કે જેમા ત્રણ વર્ષમા ભારતના પદર રાજ્ય પૂરા કરી શકાશે. સર્વ વિચારપ્રવાહ જાણે નક્કી થયા પ્રમાણે એક દિશામા વહી રહ્યો છે તેનો વધુ એક યોગાનુયોગ અમારી માર્કેટિગ ટીમે પદર ઓગસ્ટ પૂર્વે બે દિવસ અગાઉ એક વિડિયો બનાવ્યો હતો અને તે અમારા પર્યટકોના હિતચિંતકોને અને સોશિયલ મિડિયા પર મોકલ્યો હતો. તેનો આશય હતો ‘આપણે આપણા ભારતમા જ શા માટે ફરવાનુ?’ સોળ ઓગસ્ટે તેમની પર અભિનદનની વર્ષા થઈ. તમે ‘મન કી બાત’ જાણી તેથી. સુધીરે જિતેશ, ક્ષમા, પ્રશાત, વેનેંસિયા અને સ્વરૂપને પૂછ્યુ કે આ કોનુ ક્રિયેશન હતુ. આટલુ જ અચૂક કઈ રીતે સુમેળ સાધ્યો? વેલ ડન ટીમ!

એક દેશ, એક ઝડો, એક ચૂટણી, એક નામ, એક ટેક્સ, એક કાયદો, આ સાથે હવે અમને પર્યટન ક્ષેત્રને મળ્યો છે ભારત માટે એક ધ્યેય. અમારી આગેકૂચ વધુ મજબૂત બનાવતો ધ્યેય. થેન્ક યુ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર!વી વિલ ડુ અવર બિટ ઈન દ બેસ્ટ વે!

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

*