તમારી પાસે યુએસએ વિઝા છે?

0 comments
Reading Time: 11 minutes

અમેરિકાના વિઝા મળ્યા એટલે દુનિયા જીત્યાનો આનદ થાય છે અને કેમ નહીં થાય, કારણ કે એક વાર વિઝા આપણા પાસપોર્ટ પર લાગે એટલે અન્ય દેશોના કોન્સ્યુલેટ્સનો આપણી પાસે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. અનેક દેશોના દ્વાર આપણા માટે ખૂલી જતા હોય છે. આ વિઝાની બે બાબતો મને ગમે છે. અરજી કર્યા પછી મુલાકાતના દિવસે જ આપણને હા કે ના જવાબ મળી જાય છે. અટવાઈ રહેવુ પડતુ નથી, જીવ અધ્ધર રહેતો નથી. એક વાર વિઝા મળ્યા એટલે જનરલી દસ વર્ષના વિઝા મળી જાય છે. પછી ગમે તેટલી વાર યુએસએ જેવા ખડપ્રાય દેશનો પ્રવાસ કરવા માટે આપણો માર્ગ મોકળો થઈ જાય છે.

મુબઈના બાદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કોન્સ્યુલેટનો વિશાળ પરિસર જોતા આપણને આશ્ર્ચર્ય થયા વિના રહેતુ નથી. રોજ અહીં આપણા ભારતીયોમા કોઈ અત્યત ઉચ્ચ આનદના શિખર પર ચઢે છે તો કોઈ નિરાશાની ગર્તામા ધકેલાઈ જતા હોય છે,  કારણ કે અહીં ત્યા ને ત્યા ખબર પડી જાય છે કે વિઝા મળ્યા છે કે નહીં. કોન્સ્યુલેટમાથી બહાર આવનારી દરેક વ્યક્તિના ચહેરા આપણને ઘણુ બધુ કહી જાય છે. યુએસએના વિઝા પાસપોર્ટ પર હોવુ તે સ્ટેટસ સિમ્બોલ હતુ, છે અને રહેશે. આપણા ભારતના જ નહીં પણ દુનિયાના દરેક દેશના નાગરિકો યુએસએમા જવા માગતા હોય છે. કોઈ સ્થાયી થવા માગતા હોય છે તો કોઈ જીવનમા કમસેકમ એક વાર ત્યા મુલાકાત લેવા માગતા હોય છે. અને કેમ નહીં હોય? ‘લેન્ડ ઓફ ફ્રી’ તરીકે જેને સબોધવામા આવે છે તે આ દેશ દુનિયાના અલગ અલગ દેશોમાથી આવતા લોકોનો મળીને બનેલો છે નહીં. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ ઠરેલા આ દેશમા પણા દેશના પણ અનેકોએ જઈને નામના મેળવી છે, ભવિષ્ય ઘડ્યુ છે, જીવન મોટે ભાગે આસાન પણ બનાવ્યુ છે. ચાળીસથી વધુ કાઉન્ટર્સ બીકેસીના યુએસ કોન્સ્યુલેટમા છે તે પરથી આપણને ખ્યાલ આવે છે કે આ દેશના વિઝાની કેટલી ડિમાડ છે. એકદરે યુએસએ વિઝા દુનિયાના દરેકની પ્રતિ:ાનો ભાગ છે. અમેરિકન નાગરિકત્વ જેમની પાસે છે તેમના માટે દુનિયાના અનેક દેશના દ્વાર ખુલ્લા હોય છે, તેમને વિઝા કરાવવા પડતા નથી.

આપણા ભારતીયોની બાબતમા કહીએ તો એક વાર યુએસ વિઝા આપણા પાસપોર્ટ પર આવ્યા એટલે અન્ય દેશોના કોન્સ્યુલેટ્સનો પણ આપણી તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. તમારા ભારતીય પાસપોર્ટ પર યુએસ વિઝા લાગે એટલે સાઉથ કે સેન્ટ્રલ અમેરિકાના અમુક દેશોમા ફ્રી એન્ટ્રી છે. ફાયદા અનેક છે અને તેને લીધે જ આપણે ત્યા અને અન્ય દેશોના દરેક મોટા શહેરોમા યુએસ કોન્સ્યુલેટનો દબદબો છે.

યુએસએ વિઝા વીણા વર્લ્ડ માટે પણ મહત્ત્વની બાબત છે. હજારો પર્યટકો દર વર્ષે વીણા વર્લ્ડ સાથે યુએસએ સહેલગાહમા જાય છે. વિઝા આપવા અથવા નહીં આપવા તે સપૂર્ણપણે યુએસ કોન્સ્યુલેટના હાથમા હોવા છતા તે માટે સલગ્ન સર્વ બાબતોની માહિતી, એપોઈન્ટમેન્ટ્સ, ડોક્યુમેન્ટેશન જેવી બાબતો માટે અમારી વિઝા ટીમ પર્યટકોને મૂલ્યવાન સહયોગ કરે છે. મુખ્યત્વે પર્યટકોના મનમા આ વિઝા સબધી ડર દૂર કરવામા આવે છે. અનેકોને જ્યારે આ વિઝાનુ ટેન્શન આવે છે ત્યારે અમે કહીએ છીએ, આ વિઝા કરવાનુ આમ જોવા જઈએ તો આસાન છે. એકદમ શિસ્તબદ્ધ રીતે તેમનુ કામ ચાલે છે. બાયોમેટ્રિક અને પર્સનલ ઈન્ટરવ્યુ આ બે બાબતો આપણને કરવી પડે છે. ઈન્ટરવ્યુની એપોઈન્ટમેન્ટ લેતી વખતે આપણને, એટલે કે, જે પર્યટક તરીકે જવાના હોય તેમને ટુરિસ્ટ વિઝા મેળવવા માટે પણ અમુક ડિટેલ્સ ભરવી પડે છે. તે વ્યવસ્થિત ભરવામા આવે એટલે કામ આસાન બની જાય છે. અહીં એક જ ધ્યાનમા રાખવાનુ હોય છે કે અગાઉ જઈ આવેલા અથવા નહીં ગયેલા લોકો પણ આપણને અનેક પ્રકારની સલાહ આપે છે, મૂઝવણ પેદા કરે છે અથવા ડરાવે પણ છે. સામાન્ય રીતે સલાહ એવી હોય છે કે ‘તમારુ કોઈ ત્યા છે તેવુ કહેતા જ નહીં,’ ‘ટ્રાવેલ કપની તરફથી જાઓ તો વિઝા મળી જાય છે…’ આ સલાહથી દૂર રહેવાનુ. સાચુ બોલવાનુ, સાચુ લખવાનુ અને આત્મવિશ્ર્વાસથી ઈન્ટરવ્યુનો સામનો કરવાનો. ‘ટ્રાવેલ કપની તરફથી જવા પર વિઝા મળે છે’ આ ગેરસમજૂતીનો ફાયદો લઈને અમુક કપનીઓએ અગાઉ ભરપૂર સપત્તિ ભેગી કરી હોવાના દાખલા અમે જોયા છે. જો તમારા મનમા કોઈ શકા હોય તો સીધા જ યુએસ કોન્સ્યુલેટની વેબસાઈટ પર જવાનુ અને ત્યા અત્યત સારી રીતે, આસાન રીતે માહિતી આપી છે તે વાચવાની. વિઝા આપવામા અથવા નહીં આપવામા ટ્રાવેલ કપની કશુ કરી શકતી નથી એ ધ્યાનમા રાખવાનુ. અર્થાત, અમે ટ્રાવેલ કપનીઓનુ કામ આ વ્યવસ્થિત માર્ગદર્શનનુ અને તે અમે સારી રીતે પાર પાડતા હોવાથી અમેરિકામા પણ વીણા વર્લ્ડના પર્યટકો તમને મોટી સખ્યામા દેખાય છે એ અલગ વાત છે. મોટા ભાગના પર્યટકોને વધુ એક વાત ખબર નહીં હોય તે બાબત એ છે કે ‘યુએસએ વિઝા કરવા માટે એર ટિકિટની જરૂર પડતી નથી.’ તમે ક્યારેય યુએસએ વિઝા કરીને રાખી શકો છો. અમારા પર્યટકોને અમારી એવી સલાહ હોય છે કે કમસેકમ દસથી આઠ મહિના અગાઉથી સહેલગાહ બુકિંગ કરો અને તાત્કાલિક  વિઝા કરાવી લો, કારણ કે રજાઓ નજીક આવે તેમ સ્ટુડન્ટ ટ્રાફિક વધવા લાગે છે. તેને લીધે કોન્સ્યુલેટમા ગરદી વધવા લાગે છે. ઈન્ટરવ્યુની ડેટ્સ મળવાનુ મુશ્કેલ બનવા લાગે છે. ક્યારેક ક્યારેક આપણને ઈન્ટરવ્યુની ડેટ ત્રણથી ચાર મહિના પછીની મળે છે અને આપણુ ટેન્શન વધવા લાગે છે. આથી ફક્ત મનમા આવ્યુ હોય યુએસએમા જવાનુ તો પણ સહેલગાહનુ બુકિંગ કરીને વિઝા કરી લો. અમે તેમા વધુ એક સવલત એ આપી છે કે તમે હમણા જ બુકિંગ કરો, વિઝા કરવા ગયા અને ધારો કે યુએસએ વિઝા તમને મળ્યા નહીં તો આ વર્ષની એકત્રીસ ડિસેમ્બર સુધી કોઈ પણ કેન્સલેશન નહીં લાગતા વિઝા ફી બાદબાકી કરીને બાકી રકમ કોઈ પણ અન્ય સહેલગાહમા વાળી શકાય છે. સો પર્યટકો, યુએસએ વિઝા આપણી અમેરિકાની સહેલગાહ માટે નિશ્ર્ચિત જ મહત્ત્વની બાબત છે. જોકે તેનો તાણ આવવા નહીં દો. સહેલગાહ આનદની વાત છે અને તે માટે જરૂરી વિઝા પ્રક્રિયા પણ આપણે આનદથી પાર પાડીશુ. સો, ડોન્ટ વરી, બી હેપ્પી! વીણા વર્લ્ડ હૈ ના!

એક વાર અમેરિકન વિઝાનુ ટેન્શન લેવાનુ નહીં એવુ નક્કી થાય એટલે આગળનો મહત્ત્વનો પ્રશ્ર્ન એ હોય છે કે કઈ સહેલગાહ પસદ કરવી? કારણ કે અમારી પાસે સહેલગાહના વિકલ્પો પણ વધુ છે. આથી જ મહત્ત્વની બાબત ધ્યાનમા લેવાનુ જરૂરી છે. યુએસએમા જતા પર્યટકોના સાત પ્રકાર છે. પહેલો પ્રકાર ફક્ત પર્યટન માટે, એટલે કે, યુએસએ સહેલગાહ કરવા માટે જતા પર્યટકો, જેઓ તે સહેલગાહમા ટુર મેનેજર સાથે યુએસએમા જાય છે અને ટુર મેનેજર સાથે ભારતમા પાછા આવે છે, અમેરિકા જોવુ એ તેમનો હેતુ હોય છે. બીજો પર્યટક અહીંથી ટુર મેનેજર સાથે સહેલગાહમા નીકળે છે અને સહેલગાહ પૂરી થયા પછી છેલ્લા દિવસે પોતાના અમેરિકામાના (યુએસએને આપણે મોટે ભાગે ‘અમેરિકા’ એવુ જ સબોધન કરીએ છીએ) પુત્ર-પુત્રી પાસે અથવા સબધીઓ પાસે જઈને રહીયે છીએ અને થોડા દિવસ પછી ભારતમા પાછા આવીએ છીએ. આમા જેમને પ્રવાસનો ઝાઝો અનુભવ નથી તેવા પર્યટકો વળતા પ્રવાસની તારીખમા વીણા વર્લ્ડની એકાદ આગળની સહેલગાહની વળતી તારીખ લે છે અને તે જો શક્ય થયુ તો તે સહેલગાહની તારીખમા કોઈ અનિવાર્ય ફેરફાર થયા નહીં તો વળતા પ્રવાસમા પણ ટુર મેનેજરનો સગાથ મળે છે. ત્રીજા પ્રકારના પર્યટકો જે સહેલગાહમા જવાના હોય તે પહેલા અહીંથી નીકળે છે, પ્રથમ પોતાના આપ્તજનો પાસે જાય છે અને નિયોજિત સહેલગાહના પહેલા દિવસે સહેલગાહ જ્યાથી શરૂ થવાની હોય ત્યા ટુર મેનેજરના સપર્કમા રહીને જોઈન થાય છે અને સહેલગાહ પૂરી થયા પછી ટુર મેનેજર સાથે ભારતમા પાછા આવે છે. ચોથા પ્રકારના પર્યટકો યુએસએમા જ હોય છે, જેઓ ત્યા પાચ-છ મહિના માટે ગયેલા હોય છે અથવા એનઆરઆઈ હોય છે, તેઓ ત્યા આપણી સહેલગાહમા પહેલા દિવસે જોડાય છે અને છેલ્લા દિવસે સહેલગાહ છોડી દે છે. આ પર્યટકોને અમે ‘જોઈનિંગ લિવિંગ ગેસ્ટ’તરીકે ઓળખીએ છીએ. તેમની સહેલગાહની કિંમતો પણ અલગ હોય છે.

પહેલા પ્રકારના પર્યટકો છે તેમનો કોઈ પ્રશ્ર્ન નથી હોતો, કારણ કે તેઓ ટુર મેનેજર સાથે જાય છે અને ટુર મેનેજર સાથે પાછા આવે છે પણ જેઓ એક વાર અથવા બે વાર જોઈન થાય છે તેમણે એક મહત્ત્વની બાબત એ ધ્યાનમા રાખવાની હોય છે અને તે એટલે સહેલગાહમા સહભાગી થતી વખતે અથવા સહેલગાહ પૂરી થયા પછી તમે યુએસએમા જે પણ ઈન્ટરનલ ટ્રાવેલ કરવાના હોય તે માટેની એર ટિકિટ તમારે કરવી પડે છે તે ક્યારેય પણ ‘નોન રિફડેબલ’ પ્રકારની ટિકિટ કરશો નહીં. આજકાલ અનેક ઘટનાઓ આપણે જોઈએ છે. સામાન્ય રીતે એવુ થતુ નથી પરતુ અમુક અનિવાર્ય કારણોસર જો મુખ્ય સહેલગાહની તારીખ બદલવી પડે તો તે ટિકિટ બદલીને લઈ શકાય છે. નોન-રિફડેબલ ટિકિટ હોય તો તમારા પૈસા વેડફાઈ જાય છે. પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર.

વધુમા વધુ પર્યટકો આ ઉપરના ચાર પ્રકારમા આવે છે પણ હવે વધુ એક પાચમા પ્રકારના પર્યટકોની સખ્યા વધવા લાગી છે, જેમા યુએસમા બીજી વાર અથવા ત્રીજી વાર જનારા પર્યટકો છે. યુએસએના વિઝા આસાન અને સારી બાબત છે એમ હુ કાયમ કહુ છુ. તેનુ વધુ એક કારણ એ છે કે યુએસએ વિઝા સામાન્ય રીતે દસ વર્ષના મળે છે, મોસ્ટ જનરસ ક્ધટ્રી એવુ કહી શકાય. આથી તમે ગમે તેટલી વાર યુએસએમા જઈ શકો છો. અર્થાત, નિયમ અનુસાર ઈમિગ્રેશન સ્ટેમ્પ પર જે તારીખ હોય છે તે તારીખ સુધી જ રહેવાનુ, ક્યારેય ઓવર સ્ટે કરવાનુ નહીં. તો જેમની પાસે આવા દસ વર્ષના વિઝા છે તેવા પર્યટકો આ વિશાળ ખડપ્રાય અમેરિકાની (ઞજઅ)ની અલગ અલગ સહેલગાહ જુદા જુદા સમયે કરે છે. એક્ચ્યુઅલી તેમના માટે અમે નવી નવી સહેલગાહ લાવ્યા છીએ. અમુકને એક જ વાર મોટી સહેલગાહ કરવાનુ ફાવતુ નથી અથવા ગમતુ નથી તેમના માટે ફકત ઈસ્ટ કોસ્ટ યુએસએની, ફક્ત વેસ્ટ કોસ્ટ યુએસએની, વેસ્ટ કોસ્ટ યેલોસ્ટોન માઉન્ટ રશ્મોરની, કેલિફોર્નિયા કાર્નિવલની અથવા એટલાન્ટા ફ્લોરિડા કીઝની સહેલગાહ લેવા કહીએ છીએ.

ઉપરાત છઠ્ઠા પ્રકારના પર્યટકો પણ છે. યુએસએમા જનારા આ પર્યટકો કોમ્બિનેશન સહેલગાહ કરનારા છે. યુરોપ-અમેરિકા, અમેરિકા-અલાસ્કા, અમેરિકા-કેનેડા, અમેરિકા- હવાઈ મેક્સિકો વગેરે. બે સહેલગાહની વચ્ચે અથવા સહેલગાહ પૂરી થયા પછી તેઓ પોતાના આપ્તજનો પાસે રહે છે. અમુક વાર વધુ એક બાબત પર્યટકો એ કરે છે કે અહીંથી ભારતમાથી માતા-પિતા એકાદ યુએસએ સહેલગાહમા નીકળે છે અને તે જ સહેલગાહમા અમેરિકામા રહેતા સતાનોે જોઈન થાય છે. ફેમિલી ગેટ-ટુગેધર ઓન ટુર.

યુએસએમા આખુ વર્ષ કાઈક ને કાઈક ચાલતુ હોય છે, જેથી આપણે ક્યારે પણ જઈને તેનો આનદ લઈ શકીએ છીએ. દર વર્ષે ન્યૂ ઈયર માટે પણ વીણા વર્લ્ડની યુએસ સહેલગાહ હોય છે. નાસા, ઓર્લેન્ડો, ઓટમ કલર્સ, ચેરી બ્લોસમ, યેલોસ્ટોન-યુસુમિટી-બ્રાઈસ નેશનલ પાર્ક, નાયગરા ફોલ્સ, બહામાઝ ક્રુઝ… મોટા ભાગની સહેલગાહમા નાયગરા ફોલ્સ હેલિકોપ્ટર રાઈડ પણ સમાવિષ્ટ છે. હાલમા યુરોપ યુએસએ ૨૦૨૦ ઓફર ચાલી રહી છે તેનો ફાયદો અનેક પર્યટકોએ ઓલરેડી લીધો છે. તમે પાછળ રહી નહીં જતા.

એક વાર યુએસએ વિઝા હાથમા આવે એટલે અનેક પ્રકારના કોમ્બિનેશન્સ શક્ય બને છે. સો, જો હજુ યુએસએ વિઝા તમે કઢાવ્યા નહીં હોય તો હવે તૈયારીમા લાગી જાઓ. ચલો, બેગ ભરો, કિલ પડો! આ વખતે મિશન યુએસએ!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*