જવાનું રહી ગયું…

0 comments
Reading Time: 7 minutes

વર્ષોવર્ષ પ્રવાસ ચાલુ હોવા છતાં ઘણાં બધાં પર્યટનસ્થળો, ઠેકાણાં, રાજ્ય અથવા દેશ જોવાનાં રહી ગયાં છે. મારાં, અમારાં અને તમારાં પણ. અગાઉ પર્યટનનું આટલું કશું નહોતું, યુરોપ, અમેરિકા થઈ જાય એટલે પર્યટન પૂરું થતું હતું. જગપ્રદક્ષિણા પૂરી નહીં થવા માટે અનેક કારણો હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યનો, દેશનો અને વિદેશનો પ્રવાસ આસાન બની ગયો છે, વશમાં આવ્યો છે અને તેને લીધે જ તે ગમવા લાગ્યો છે.

દુનિયા સુંદર છે અને તેની પ્રદક્ષિણા કરવામાં એક આયુષ્ય અપૂરતું છે. આ સમય જેવું છે. આયુષ્યમાં કેટલું બધું કરવાનું હોય છે, પરંતુ તે કરવા માટે સમય ઓછો પડે છે અને પછી તાલમેલ જમાવવા માટે સમયનું અને કામોનું નિયોજન કરવું પડે છે. વુમન્સ સ્પેશિયલમાં એક વખત કોલંબોમાં ભાવનગરની ગીતા પતાડિયાએ કહ્યું, “મને સો ક્ધટ્રીઝ કરી આપો, મને સો દેશની મુલાકાત લેવી છે. તેણે મને શ્રીલંકામાં આ કહ્યું હતું ત્યારથી મારા માથામાં “સો દેશની વાત ચોંટી ગઈ હતી અને વારંવાર તે માથું ઊંચકતી હતી. અમારી પાસે પચાસ દેશ જોયેલા ઘણા બધા ટુર મેનેજર્સ છે. આ ટુર મેનેજર્સમાંથી મેનેજર વિવેક કોચરેકર આ વર્ષે સો દેશ પૂરા કરશે અને તેના સો દેશ સાથે અમારા ઘણા બધા પર્યટકો પણ દેશોની અડધી સદી અથવા પંચોતેર દેશ પૂર્ણ કરશે. વિવેકનાં વખાણ એ માટે કે તે ચાળીસની અંદર પોતાની ગુણવત્તાના આધાર પર સો દેશોનો પ્રવાસ પૂરો કરવાનો છે. અમે પણ બધાએ મળીને તેની આ સદીની વાટ જોઈ રહ્યાં છીએ, તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. હવે મને પણ વિવેકની કોમ્પીટિશનમાં ઊતરવા માટે મારા સો દેશ પૂરા કરવાનું નિયોજન કરવું પડશે, બદલે હું તે કરીને જ જંપીશ. આ જ વાત અમારા અનેક પર્યટકોની છે. કોઈને સાઈઠ દેશ પૂરા થયા છે, કોઈના સિત્તેર. અમારા પર્યટકોના સો દેશ પૂરા કરવા માટે અમારે પણ નિયોજનબદ્ધ કાર્યક્રમ પર્યટકો સામે રાખવા જોઈએ. તે વિશે હું આવતા રવિવારે લખવાની છું. તેની જ તૈયારી તરીકે આજે આ લેખ નિમિત્ત બન્યો છે.

વર્ષોવર્ષ પ્રવાસ ચાલુ હોવા છતાં ઘણાં બધાં પર્યટન સ્થળો, ઠેકાણાં, રાજ્ય અથવા દેશ જોવાનાં રહી ગયાં છે. મારાં, અમારાં અને તમારાં પણ. અગાઉ પર્યટનનું એટલું બધું નહોતું, યુરોપ, અમેરિકા થઈ જાય એટલે પર્યટન પૂરું થતું હતું. કનેક્ટિવિટી પછી તે એરલાઈન્સની હોય કે રોડવેઝની… તે વ્યવસ્થા અપૂરતી હતી, હોટેલ્સ ઓછી હતી, ઘણા બધા દેશોના વિઝા મેળવવાનું અત્યંત મુશ્કેલ હતું. અનેક દેશોને પર્યટનનું મહત્ત્વ સમજાયું નહોતું. જગપ્રદક્ષિણા નહીં થઈ શકી તેનાં કારણો અનેક હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યનો, દેશનો અને વિદેશનો પ્રવાસ આસાન બની ગયો છે, વશમાં આવ્યો છે અને તેને લીધે જ ગમવા લાગ્યો છે.

હાલમાં અમારી અથવા વરિષ્ઠ પર્યટકોની પેઢીનું એવું થઈ ગયું છે કે અગાઉ આટલો નિયોજનબદ્ધ પ્રવાસ કરી નહીં શકવાને લીધે નાનું-નાનું, વચ્ચેનું ઘણું બધું જોવાનું રહી ગયું. એટલે કે, કોઈનું શ્રીલંકા થયું છે તો માલદીવ જોવાનું રહી ગયું છે. શિમલા મનાલી થયું છે તો ડલહાઉઝી ધરમશાલા રહી ગઈ છે. કોઈએ લંડન જોયું છે તો સ્કોટલેન્ડ પણ કરવું છે એવી ઈચ્છા મનમાં ઘર કરી ગઈ છે. કોઈનું અમૃતસર રહી ગયું છે તે કોઈનું જગન્નાથ પુરી, કોઈએ હજુ ગુજરાત જોયું નથી ત્યારે કોઈએ જાપાન. ઈચ્છા પ્રચંડ છે. તેમનો અંત નથી, પરંતુ તે ઈચ્છાપૂર્તિ માટે એક પર્યટન

સંસ્થા તરીકે વિકલ્પ નિર્માણ કરવા તે અમારી ફરજ છે.

એકાદ બાબત મન:પૂર્વક કરવાની હોય તો માર્ગ મળી જ જાય છે. આવું જ કાંઈક ગયા મહિનામાં બન્યું. ‘ગો એરવેઝ’ માલદીવ માટે અને ફુકેત માટે ડાયરેક્ટ ફ્લાઈટ્સ લઈને આવી. હમણાં સુધી આ બંને સ્થળે આપણને વાયા ફ્લાઈટથી જવું પડતું હતું. આથી જ હવે અમે ફુકેતની ત્રણ રાત-ચાર દિવસની અને માલદીવની બે રાતની ગ્રુપ ટુર જાન્યુઆરી પછી જાહેર કરી છે. આ જ રીતે કસ્ટમાઈઝ્ડ હોલીડે પેકેજીસ અથવા અમારી માઈસ ટીમ દ્વારા કોર્પોરેટ ટુર્સના પણ પ્લાન કરી શકાશે.

લંડનમાં અગાઉ એર ઈન્ડિયાની એક ફ્લાઈટ દિવસમાં એક જ વાર હતી. આજે મુંબઈથી લંડનમાં જવા માટે ડાયરેક્ટ 6 તો વાયા લગભગ 55 વિકલ્પ છે, જ્યારે ભારતમાંથી લંડનમાં જવા માટે રોજ 100થી વધુ વિકલ્પ છે. આમ, કનેક્ટિવિટી, ટેકનોલોજીને લીધે આવેલી સુખસુવિધાઓ અને ઈન્ટરનેટને લીધે ઉપલબ્ધ થયેલું જ્ઞાન આ બધાનો વિચાર કરીએ તો આપણે એકાદ સુવર્ણ યુગમાં રહીએ છીએ એવું કહેવામાં કોઈ વાંધો નથી. એટલે કે, આના કરતાં ‘સૌભાગ્ય અથવા સુલભતા’ શું હોઈ શકે? અને આપણે આ બધાનો ઉપયોગ જો વિધાયક બાબતો માટે પોતપોતાનાં ક્ષેત્રમાં કરીએ તો આયુષ્ય વધુ સુખમય અને આનંદિત નિશ્ચિત જ બની શકે છે.

અમે જનરલી એક અથવા દોઢ વર્ષનો કાર્યક્રમ અમારા પર્યટકોની સામે રાખીએ છીએ. ઈચ્છા એક જ હોય છે કે પર્યટકો તેમના સપ્તખંડની જગપ્રદક્ષિણાનું પ્લાનિંગ કરી શકવા જોઈએ. આ પ્લાનિંગ અથવા નિયોજન ફક્ત સહેલગાહનું નથી હોતું પરંતુ તે માટે પૈસાનું અને સમયનું નિયોજન પણ કરવું પડે છે. આજે સપ્તખંડની ભ્રમંતીનું સપનું દૂર અથવા અશક્ય લાગે તો પણ તે કરવું. ‘વિદેશપ્રવાસ, પંડિત મૈત્રી, સભામાં સંચાર કરવાથી ચાતુર્ય ભરપૂર આવે છે’ આ વાત સો ટકા સાચી છે એવું અમે અને અમારી જેમ અસંખ્ય પર્યટકોએ અનુભવ્યું છે. એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન વ્હોટ યુ વિશ ફોર! ચાલો, આપણી ઈચ્છા તો નિર્માણ કરીએ.

યુરોપનું સપનું પૂર્ણ કરવાની વિસાત અગાઉ ફક્ત થોડા જ લોકોની હતી, કારણ કે અમારી પાસે પણ યુરોપ માટે એક-બે પંદર-વીસ દિવસના કાર્યક્રમ રહેતા, નેચરલી તેમની કિંમતો પણ વધુ રહેતી હતી. જોકે યુરોપ અમારા વધુમાં વધુ પર્યટકો જોઈ શકવા જોઈએ તેથી અમે યુરોપ માટે ‘પાંચ દિવસમાં પાંચ દેશ’થી ઓગણત્રીસ દિવસ સુધીના, જ્યારે ‘એક લાખથી પાંચ લાખ સુધી’ એમ પંચોતેર અલગ અલગ વિકલ્પ અમારા પર્યટકો માટે નિર્માણ કર્યા. આ જ રીતે અમારા જે પર્યટકોને પચીસ દેશ, પચાસ દેશ, સો દેશ કરવાના છે તેમને વ્યવસ્થિત નિયોજન કરીને એક પછી એક યુરોપમાં અપ્રતિમ ઘણા બધા દેશ જોઈ શકાય તેવી સુવિધા કરી છે. જે વાત યુરોપની તે જ સપ્તખંડની. અમૃતસર માટે જેમ ચાર દિવસની સહેલગાહ લાવીને અમે અમૃતસર હમણાં સુધી નહીં જોનાર પર્યટકોની વ્યવસ્થા કરી તે જ રીતે છ દિવસની જાપાનની ટુર લાવીને જાપાન જોવાની ઘણા દિવસોની પર્યટકોની ઈચ્છા પૂરી કરી નાખી. ‘કશું પણ જોવાનું રહી ગયું’ એવો વસવસો અમારા પર્યટકોના મનમાં નહીં રહેવો જોઈએ. આ માટે અમે વચન લીધું છે. પર્યટકો પાસેથી અમને તેમના પર્યટન નિયોજનની ઈચ્છા છે. લેટ્સ લૂક ફોર્વર્ડ ટુ ટેકિંગ ઓન ધ વર્લ્ડ!

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*