India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

તમારી બેગ શું કહે છે?

10 mins. read
Neil Patil
Neil Patil
10 Mins Read
May 15, 2026
May 15, 2026

Quick Summary

એરપોર્ટ પર ચેક ઇન કતારમાં લોકોની બેગનું વજન સ્કેલ પર જોવું તેમની પ્રવાસ શૈલી સમજાવે છે.

Just in case પ્રવાસીઓ વધારાં કપડાં, જૂતાં, દવાઓ અને નાસ્તો સાથે પેક કરે છે જેથી અનિશ્ચિતતા માટે તૈયાર રહે.

Just in case શૈલીમાં ઘણી વસ્તુઓ ક્યારેય વપરાતી નથી, પણ માનસિક શાંતિ અને તૈયારીનો ફાયદો મળે છે.

મિનિમાલિસ્ટ પ્રવાસી એક જ બેગમાં બધું ગોઠવે છે, ઝડપી ચેક ઇન કરે છે અને બેગેજ ક્લેઈમ સુધીનો સમય બચાવે છે.

બાળકો સાથે પ્રવાસ કરતા માતા પિતા સ્પષ્ટ હેતુ સાથે પેક કરે છે અને હાથવગીમાં તરત જરૂરી વસ્તુઓ રાખે છે.

તમારી બેગ કેવી રીતે પેક છે તે બતાવે છે કે તમે શું અગત્યનું માનો છો અને અનિશ્ચિતતાને કેવી રીતે સંભાળો છો.

Published in Gujarat Samachar 17th May, 2026

...તમે ક્યાં જઈ રહ્યા છો તે જાણવાની જરૂર નથી. માત્ર તમે કેવી રીતે પેક કર્યું છે તે જ બતાવી દે છે કે...

હુંઘણો પ્રવાસ કરું છું. અને છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ પર મારી એક નાની ટેવ બની ગઈ છે. પ્રસ્થાન બોર્ડ પર નજર ગાળવા કે રાહ જોતી વખતે ફોન તપાસવા કરતાં હું ચેક-ઇન કતારમાં ઊભેલા લોકોને નિહાળું છું. સમય જતાં મને એક રસપ્રદ વાત સમજાઈ. કોઈ વ્યક્તિ પોતાની બેગ વજનના સ્કેલ પર મૂકે અને પછી ઉપાડે, એ ક્ષણ તેના વિશે ઘણું કહી જાય છે. ખચકાટ, આત્મવિશ્વાસ, છેલ્લી ઘડીએ બેગ ખોલીને વજન ફરી ગોઠવવું  આ બધું બતાવે છે કે તે વ્યક્તિ કેવી રીતે પ્રવાસ કરે છે. કોઈ બે બેગ એકસરખી નથી હોતી. અને સાચું કહું તો, કોઈ બે લોકોનો પ્રવાસ પ્રત્યેનો અભિગમ પણ એકસરખો નથી હોતો. કોઈ માટે પ્રવાસનો અર્થ સંપૂર્ણ તૈયારી છે, તો કોઈ માટે હળવાશ. કોઈ માટે આરામ અગત્યનો હોય છે, તો કોઈ માટે ઝડપ અને સ્વતંત્રતા. ચેક-ઇન કાઉન્ટર એ એવી જગ્યા છે જ્યાં પ્રવાસ કરવાની અલગ- અલગ શૈલીઓ શાંતિથી પોતાને પ્રગટ કરે છે. તમે ક્યાં જઈ રહ્યા છો તે જાણવાની જરૂર નથી. માત્ર તમે કેવી રીતે પેક કર્યું છે તે જ બતાવી દે છે કે તમે કેટલું આયોજન કરો છો, શું અગત્યનું માનો છો અને અનિશ્ચિતતાને કેવી રીતે સંભાળો છો. હું આ પેટર્નને મજાક તરીકે નહીં, પરંતુ રસપૂર્વક નિહાળું છું. દરેક શૈલી પાછળ પોતાનો તર્ક હોય છે. અને જીવનના જુદા-જુદા તબક્કામાં હું પોતે પણ આ બધાં પ્રકારોમાંથી ઘણા બની ચૂક્યો છું. કદાચ એ જ કારણ છે કે મને એરપોર્ટની આ નાની ક્ષણો એટલી રસપ્રદ લાગે છે.

જસ્ટ ઇિન કેસ પ્રવાસી
આ પ્રકારના પ્રવાસી તમને લગભગ દરેક એરપોર્ટ પર જોવા મળશે. તેમની સૂટકેસ સ્કેલ પર જાય છે, ડિસ્પ્લે પર આંકડો દેખાય છે અને થોડો તણાવ ચહેરા પર તરત જ દેખાઈ આવે છે. જો મર્યાદા ઓળંગી જાય, તો તરત જ ઝિપ ખુલે છે. જેકેટ બહાર આવે છે, જૂતાં કેબિન બેગમાં જાય છે અને ક્યારેક તો ફક્ત થોડાક સો ગ્રામ માટે આખી પુનર્ગઠન પ્રક્રિયા શરૂ થાય છે. આ લોકો સંભાવનાઓ માટે પેક કરે છે. જો હવામાન બદલાય તો? જો અસ્વસ્થતા થાય તો? જો કોઈ ખાસ પ્રસંગ આવી જાય તો? જો જરૂરી વસ્તુ ત્યાં ન મળે તો? વધારાનાં કપડાં, વધારાં જૂતાં, દવાઓ અને નાસ્તો  બધું સાથે હોય છે. પ્રવાસમાં અનિશ્ચિતતા હોય છે અને વધારે સામાન સાથે એવું લાગે છે કે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ. રસપ્રદ વાત એ છે કે આમાંથી ઘણી વસ્તુઓનો ઉપયોગ ક્યારેય થતો નથી. છતાં તેની કિંમત છે. ભારે બેગનો અર્થ ધીમી ગતિ. યુરોપની પથ્થરની ગલીઓ, દાદરાવાળા ટ્રેન સ્ટેશનો અને લાંબા એરપોર્ટ કોરિડોરમાં વધારાનું વજન સતત અનુભવાય છે. છતાં પણ આ શૈલી લોકપ્રિય છે, કારણ કે તે માનસિક શાંતિ આપે છે. મારે બધું સાથે છે  આ ભાવના ઘણા લોકોને ગમે છે.

મિનિમાલિસ્ટ
જસ્ટ ઇન કેસ પ્રવાસીથી થોડાં પગલાં દૂર તમને એકદમ વિપરીત પ્રકારનો પ્રવાસી જોવા મળશે. એક જ બેગ. ક્યારેક નાની સૂટકેસ, ક્યારેક માત્ર બેકપેક. સ્કેલ પર મૂકે છે, વજન મર્યાદામાં આવે છે અને બે મિનિટમાં કામ પૂરું થઈ જાય છે. કોઈ ચિંતા નહીં, કોઈ ગોઠવણ નહીં. આ ફક્ત ઓછો સામાન લેવાનો પ્રશ્ન નથી. આ અલગ રીતે પ્રવાસ કરવાનો અભિગમ છે. વારંવાર પ્રવાસ કરનારા લોકો ધીમે ધીમે શીખી જાય છે કે ખરેખર શું ઉપયોગી છે અને શું ફક્ત જગ્યા રોકે છે. થોડાં પ્રવાસ પછી સમજાય છે કે કેટલીક વસ્તુઓ સૂટકેસમાંથી બહાર જ આવતી નથી. ઓછી બેગ સાથે પ્રવાસ વધુ હળવો લાગે છે. ફ્લાઇટમાંથી ઉતરો અને સીધા બહાર નીકળી જાઓ. બેગેજ ક્લેઈમની રાહ નહીં. ટ્રેન સ્ટેશનમાં ટ્રોલીની જરૂર નહીં. હોટેલ બદલવી પણ સરળ લાગે છે. બહુ-શહેર પ્રવાસમાં આ તફાવત વધુ સ્પષ્ટ અનુભવાય છે. દરેક નાનું પગલું સરળ બને છે. આ માટે શિસ્ત જોઈએ, પરંતુ બદલામાં સ્વતંત્રતા મળે છે. મારા મિત્ર સુમિત  ભારતના જાણીતા બેંકરોમાંના એક  આ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ હંમેશાં એક જ બેગ સાથે મુસાફરી કરે છે. તેમને જોઈને સમજાય છે કે મિનિમાલિઝમ ફક્ત ઓછું લઈ જવું નથી, પણ વધુ હળવાશથી જીવવું છે.

માતા-પિતા પ્રવાસી
બાળકો સાથે પ્રવાસ શરૂ કરો, અને પેકિંગનો અર્થ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. મેં પહેલીવાર મારા દીકરા રાય સાથે મુસાફરી કરી ત્યારે આ સમજાયું. બહારથી અમારી બેગ સામાન્ય જ લાગતી હતી. પરંતુ અંદર દરેક વસ્તુનો સ્પષ્ટ હેતુ હતો  વધારાનાં કપડાં, પરિચિત નાસ્તો, દવાઓ, રમકડાં અને અજાણી પરિસ્થિતિઓ માટે જરૂરી બેકઅપ. બાળક સાથે તમે માત્ર પ્રવાસ માટે નહીં, પણ મનની શાંતિ માટે પેક કરો છો. એકલા પ્રવાસમાં કંઈક ભૂલી જવું અસુવિધા હોઈ શકે. બાળક સાથે એ ઝડપથી સમસ્યામાં ફેરવાઈ શકે. એટલે માતા-પિતા ઘણી વાર અત્યંત વ્યવસ્થિત પેકર્સ હોય છે. શું ચેક-ઇનમાં જશે, શું હાથવગી રહેશે અને શું તરત જોઈએ  બધું વિચારેલું હોય છે. ચેક-ઇન કાઉન્ટર પર આ નાની બાબતોમાં દેખાય છે  એક ઝડપી તપાસ, એક માનસિક ચેકલિસ્ટ અને ખાતરી કે જરૂરી બધું યોગ્ય જગ્યાએ છે. માતા-પિતા તરીકે તમે માત્ર બેગ નહીં, પણ જવાબદારી સાથે લઈને ચાલો છો. ત્રીસ દિવસ પહેલાં અમારા પરિવારમાં આરવનો જન્મ થયો. હવે ચાર લોકો તરીકે પ્રવાસ શરૂ કરીશું ત્યારે આ બધું ફરીથી નવી રીતે શીખવાનું રહેશે.

સિસ્ટમ પેકર
આ પ્રવાસી માટે પેકિંગ એક કલા છે. બેગ ખોલો અને દરેક વસ્તુનું પોતાનું સ્થાન હોય છે. કપડાં ગોઠવેલા, ચાર્જર એક સાથે, દસ્તાવેજો તરત મળવા જેવા અને ટોઈલેટરીઝ અલગ. પેકિંગ ક્યુબ્સ, ઓર્ગેનાઇઝર્સ અને કમ્પ્રેશન બેગ્સ આવા લોકોના પ્રિય સાધનો હોય છે. પરંતુ મુદ્દો ફક્ત સાધનોનો નથી. તેઓ વિચારે છે કે શું કેટલાં વખત ઉપયોગમાં આવશે, શું તરત જોઈએ અને શું સુરક્ષા તપાસમાં બહાર કાઢવું પડશે. આ આયોજન સમગ્ર પ્રવાસને સરળ બનાવે છે. હોટેલમાં પહોંચો અને તરત વસ્તુઓ મળી જાય. ટૂંકા મુકામમાં સંપૂર્ણ અનપેકિંગની જરૂર નહીં. શહેરો વચ્ચે ખસવું વધુ નિયંત્રિત લાગે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે બેગમાં શું ક્યાં છે તે શોધવામાં માનસિક ઊર્જા બગાડવી પડતી નથી. ચેક-ઇન કાઉન્ટર પર તેઓ ખાસ દેખાતા નથી, પરંતુ બધું એટલું સરળતાથી થાય છે કે તરત સમજાય  આ વ્યક્તિએ પહેલેથી જ બધું વિચાર્યું છે.

હું ત્યાં પહોંચી ને જોઈ લઈશ પ્રવાસી
અને પછી આવે છે એવો પ્રવાસી જેનો અભિગમ છે  કશુંક રહી ગયું હોય તો ત્યાં ખરીદી લઈશ. ચેક-ઇન કાઉન્ટર પર એક ઝડપી અનઝિપ થાય છે. ચાર્જર લીધું છે ને? પાસપોર્ટ છે ને? દવા મૂકી કે નહીં? આ લોકો ઘણી વાર હળવું પેક કરે છે, પણ હંમેશાં આયોજનથી નહીં. ક્યારેક કંઈક જરૂરી વસ્તુ રહી જાય છે  ચાર્જર, જેકેટ, દવા અથવા દસ્તાવેજ. વિશ્વભરના એરપોર્ટ, હોટેલ લોબી અને સ્થાનિક બજારો રોજ આવા પ્રવાસીઓને સેવા આપે છે, જે પોતાની પાસે પહેલેથી જ હોય એવી વસ્તુઓ ફરી ખરીદે છે. ક્યારેક આ નાની અસુવિધા હોય છે. ક્યારેક તે આખા દિવસની યોજના ખોરવી શકે છે. પરંતુ આ શૈલી પાછળ એક અલગ માનસિકતા છે  અનુકૂલન કરવાની તૈયારી. જે આવશે તે જોઈ લઈશું. ઘણી વખત આ સ્વયંસ્ફૂર્તતા પ્રવાસમાં મજા ઉમેરે છે. દરેક વસ્તુ પહેલેથી નક્કી ન હોવાને કારણે અચાનક મળતા અનુભવો માટે પણ વધુ જગ્યા રહે છે.

તો, તમારો પ્રકાર કયો?
સાચો કે ખોટો એવો કોઈ પ્રકાર નથી. આપણામાંથી મોટાભાગના લોકો એક જ પ્રકારના નથી. પ્રવાસના પ્રકાર, ગંતવ્ય, જીવનનો તબક્કો અને સાથે કોણ છે તેના આધારે આપણે બદલાતાં રહીએ છીએ. ક્યારેક આપણે જસ્ટ ઇન કેસ બનીએ છીએ. ક્યારેક મિનિમાલિસ્ટ. બાળક સાથે હોઈએ ત્યારે માતા-પિતા પ્રવાસી. અને વ્યસ્ત સમયમાં હું ત્યાં પહોંચી ને જોઈ લઈશ પ્રકારના. પણ દરેક શૈલી આપણાં વિશે કંઈક કહે છે. અમે અનિશ્ચિતતાને કેવી રીતે જોીએ છીએ, આપણે નિયંત્રણ કેટલું ઇચ્છીએ છીએ, આપણે સમયને કેટલું મૂલ્ય આપીએ છીએ અને આરામ માટે કેટલો વધારાનો ભાર ઉઠાવવા તૈયાર છીએ. આગામી વખત જ્યારે તમે તમારી બેગ પેક કરો, ત્યારે થોડું રોકાઈને વિચારજો. શું તમે ખરેખર જે લઈ જઈ રહ્યા છો તેની જરૂર છે? કે તમે ફક્ત સંભાવનાઓનું વજન સાથે લઈ જઈ રહ્યા છો? અને જ્યારે તમે એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર પર ઊભા રહેશો, ત્યારે કદાચ તમને સમજાશે કે બેગ ફક્ત સામાન જ નહીં, પણ તમારી પ્રવાસ કરવાની માનસિકતાનો પ્રતિબિંબ પણ છે.

કદાચ એટલા માટે જ મને એરપોર્ટની ચેક-ઇન કતાર એટલી રસપ્રદ લાગે છે. ત્યાં લોકો ફક્ત તેમના સામાન સાથે નહીં, પરંતુ તેમની માનસિકતા સાથે પણ ઊભા હોય છે. કોઈની બેગ ભારે હોય છે, કોઈની હળવી. કોઈની તૈયારી વધુ હોય છે, કોઈનો વિશ્વાસ વધુ. પરંતુ અંતે દરેક પ્રવાસી એક જ આશા લઈને નીકળે છે  સફર સરળ રહે, યાદગાર બને અને ઘરે પરત ફર્યા પછી પણ લાંબા સમય સુધી મનમાં જીવંત રહે. પ્રવાસ આપણને માત્ર નવી જગ્યાઓ બતાવતો નથી, પરંતુ આપણું સ્વભાવ પણ સમજાવે છે. દરેક યાત્રા પછી આપણે થોડા બદલાઈએ છીએ. કેટલીક વસ્તુઓ છોડવાનું શીખીએ છીએ, કેટલીક નવી ટેવો અપનાવીએ છીએ અને ઘણી વાર સમજીએ છીએ કે આરામ માટે કેટલું ઓછું પણ પૂરતું હોઈ શકે છે. આપણે કેટલા સાવચેત છીએ, કેટલા નિર્ભય છીએ, કેટલા ગોઠવાયેલા છીએ અને કેટલા સહજતાથી બદલાતી પરિસ્થિતિઓને સ્વીકારી શકીએ છીએ  આ બધું ઘણી વાર અમારી બેગમાં ઝાંખી મારતાં જ સમજાઈ જાય છે. કદાચ આ જ કારણ છે કે પેકિંગ એક સામાન્ય તૈયારી નહીં, પરંતુ પોતાની જાતને સમજવાનો પણ એક રસપ્રદ માર્ગ છે. ચાલો, આ વિચાર સાથે આજે અહીં વિરામ લઈએ. અને કદાચ આગામી પ્રવાસ પહેલાં તમે તમારી બેગ નહીં, પરંતુ તમારી પ્રવાસ કરવાની શૈલી વિશે પણ થોડું વધુ વિચારશો. કારણ કે ઘણી વખત આપણે શું લઈને જઈએ છીએ તે કરતાં, આપણે કેવી માનસિકતા સાથે નીકળીએ છીએ તે વધુ મહત્ત્વનું હોય છે. ફરી મળીશું.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.
10 mins, read

વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ - આય એમ અનસ્ટોપેબલ! - હું. માય વર્લ્ડ. માય ટ્રાવેલ.

Published in Mumbai Samachar 30th August 2026 હવે એની સામે આખી દુનિયા ખુલ્લી છે! થોડાં વર્ષો પહેલાં અમારી ટીમને એક સવાલ વારંવાર સાંભળવા મળતોઃ મારી સાથે ટ્રાવેલ કરવા કોઈ નથી, તો હું કેવી રીતે જાઉં

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!
10 mins, read

કેટલો ફેમસ છે... આ દેશને જ ખબર નથી!

Published in Gujarat Samachar 30th August 2026 ...એક એવો દેશ છે જેણે પશ્ચિમ ભારતના ભાગોમાં આપણા ખોરાક, આપણા સ્થાપત્ય, આપણા ધર્મને આકાર આપ્યો, જેના સંશોધકોએ ભારતીય ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યેો...

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...
10 mins, read

વેસ્ટર્ન યુરોપ - જ્યાં દરેક દેશ એક નવી કહાની કહે છે...

Published in Mumbai Samachar. Date 23rd August, 2026 હંમેશાં કંઈક નવું આપતું શહેર લંડન એ એવું શહેર છે, જ્યાં પહેલી જ મુલાકાતે પણ બધું જાણીતું-પરિચિત લાગવા લાગે છે. બિગ બેન, બકિંગહામ પેલેસ, ટાવર

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!