સાવધાન! બી કેરફુલ! ભાગ ૨

0 comments
Reading Time: 9 minutes

તમને બધાને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા! પ્રજાસત્તાક ભારત ચિરાયૂ થાઓ! ૧૯૪૭મા ભારત સ્વતત્ર થયો અને ૧૯૫૦મા ભારતનુ બધારણ અસ્તિત્વમા આવ્યુ. હમણાની ભાષામા કહીએ તો ભારતનુ મેન્યુઅલ તૈયાર થયુ, જેના દ્વારા આ દેશ નામે બાબત કઈ રીતે ચાલશે અથવા ચલાવવો તેની બધી માહિતી અને તે સબધી જ્ઞાન તે બધારણના તે સમયના ૩૫૫ આર્ટિકલ્સમા આપવામા આવ્યુ. ટૂકમા, દેશ કઈ રીતે ચલાવવો તેની પદ્ધતિ તૈયાર કરવામા આવી, ખરા અર્થમા લોકશાહી આવી. આપણા બહુરગી, બહુઢગી. બહુધર્મી, બહુભાષી દેશને એક બધારણથી બાધવુ એ કેટલુ મુશ્કેલ અને મહાપ્રચડ કામ હશે તેની કલ્પના પણ આપણે કરી નહીં શકીએ. આથી જ રાજ્ય બધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આબેડકર અને તેમના સાત સભ્યોની ડ્રાફ્ટિગ કમિટીના આપણે બધા ભારતીયો આજન્મ ઋણી રહીશુ.

ભારતનુ રાજ્ય બધારણ અથવા ભારતીય સવિધાન અથવા ‘કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા’ જે રીતે આપણા દેશ માટે છે તે જ રીતે તે દરેક રાજ્ય, સમાજ, સગઠન, સસ્થા, ઘર અને એક્ચ્યુઅલી એક વ્યક્તિ માટે પણ તૈયાર કરવાનુ હોય છે. જે દેશમા આપણે રહીએ કરીએ તે દેશના રાજ્ય બધારણ સાથે સબધિત આપણને આપણી પદ્ધતિ બનાવવી પડે છે. દેશના નિયમ એક અને આપણે અલગ એવુ બની નહીં શકે અને જો આવુ બન્યુ તો ત્યા તણાવ પેદા થઈ શકે છે. આ વિષયની વ્યાપ્તિ મોટી છે અને આજનો મારો તે વિષય નથી. જોકે અમે પણ જ્યારે વીણા વર્લ્ડ જેવી એક મધ્યમ આકારની અથવા નાની જ કહીએ તો હજુ સસ્થા શરૂ કરી ત્યારે ત્યા પણ આ સસ્થા કઈ રીતે આગળ વધશે? તેમા અલગ અલગ ડિવિઝન્સ તેમના અનોખાપણાનુ જતન કરીને પણ મુખ્ય સસ્થાના મૂલ્યો સાથે ફારગતી નહીં લેતા હાર્મનીમા કઈ રીતે કામ કરશે? ભારતીય નિયમ અને નીતિમૂલ્યો સાથે આપણે સમન્વય કઈ રીતે સાધીશુ? વૈશ્વિક સ્પર્ધામા આપણી સસ્કૃતિ અને અનેક બાબતોનો વિચાર કરીને અમારી સસ્થાનુ મેન્યુઅલ બનાવ્યુ. આ પછી અમે જે ‘ટ્રાવેલ’ વ્યવસાયમા છીએ ત્યા એકાદ સહેલગાહ કઈ રીતે સુનિયોજિત રીતે આયોજિત કરવાની તેની પદ્ધતિ બનાવી. દેશના વધુમા વધુ પર્યટકો જ્યારે વીણા વર્લ્ડની ગ્રુપ ટુર્સના માધ્યમથી જાય છે ત્યારે સહેલગાહ અગાઉની, સહેલગાહ પછીની તેમ જ સહેલગાહ પરની કાર્યપ્રણાલી કેવી હશે તેુ પણ એક લિખિત- અલિખિત અથવા પ્રોસેસ ઓરિયેન્ટેડ મેન્યુઅલ છે, જેથી તેની સાથે સલગ્ન વીણા વર્લ્ડ ટીમ, અમારા દેશવિદેશના એસોસિયેટ્સ, એરલાઈન્સનો એકદર ઓર્કેસ્ટ્રા વ્યવસ્થિત સૂરમા વાગે. અન્યથા એક જ સમયે દુનિયાના ખૂણેખાચરે ફરનારા છ થી આઠ હજાર પર્યટકોને અપેક્ષિત સર્વિસ આપવાનુ મુશ્કેલ બન્યુ હોત.

અપેક્ષા શુ છે અથવા શુ રાખવાની તે એકબીજાને માહિતી હોય ત્યારે સિસ્ટમ વ્યવસ્થિત ચાલે છે. અમારો અને પર્યટકોનો સબધ તેટલો જ પારદર્શક છે. અમે શુ આપીશુ તે સર્વત્ર સ્પષ્ટ રીતે લખેલુ હોય છે, જેથી અમુક એક સહેલગાહમાથી શુ શુ અપેક્ષા કરવાની તેનુ પણ ભાન પર્યટકોને હોય છે. ‘આ અમને ખબર જ નહોતી’ એવી કમેન્ટ પર્યટકો પાસેથી ક્યારેય સાભળવા મળે નહીં તે માટે ટીમ મહેનત લેતી હોય છે. આ અમારા સેવા ક્ષેત્રમા સર્વત્ર માણસો જ માણસો હોવાથી ક્યારેક એકાદ ભૂલ થાય પણ ખરી, પરતુ કેટલી ફાસ્ટ આપણે ભૂલ સુધારીએ અને ફરી ભૂલ થશે નહીં તે માટે સાવધાની રાખીએ તે મહત્ત્વનુ છે. ટુર મેનેજરની સગાથે દરેક સહેલગાહ સફળ થાય છે તેમા પારદર્શકતા એક મહત્ત્વનુ કારણ છે એવુ મને લાગે છે. અને તેથી જ ટીમ સાથે અને એસોસિયેટ સાથે સતત સવાદ, ચર્ચા, સુધારણા જેવી બાબતો નિત્ય ચાલુ હોય છે.

વીણા વર્લ્ડની વધુ એક યુનિક બાબત એ છે કે પર્યટકો સાથે અને વાચકો સાથે સીધો સવાદ રખાય છે. મારી ઈમેઈલ આઈડી અનેક અખબારમા આવતી આ લેખમાળામા આપેલી હોય છે, જેથી એકબીજા વચ્ચે સવાદ જીવત રહી શકે. આ લેખમાળામા હોય કે સહેલગાહ પર એકાદ બાબત ખટકે તો વાચક અને પર્યટક બને ઈમેઈલ દ્વારા તે જણાવે છે અને હુ અથવા અમારી ટીમ તરત જ તેની પર શક્ય તે સોલ્યુશન કાઢે છે અથવા બદલાવ લાવે છે. સસ્થા શરૂ કરી ત્યારે જ નક્કી કર્યું હતુ કે વીણા વર્લ્ડ એક જવાબદારી છે અને તે માટે આપણુ મેનેજમેન્ટ પર્યટકો માટે સતત એક્સેસિબલ હોવુ જોઈએ. શક્યત: ભૂલ થાય નહીં એવી જ આપણી વ્યવસ્થા હોવી જોઈએ અને જો કોઈ અડચણ આવે જ તો તે તરત જ ઉકેલી કાઢવી જોઈએ અને આપણને તે સબધમા બધી જાણકારી હોવી જોઈએ. ભલે તે અડચણ પર કામ ટીમ જ કરવાની હોય છે, કારણ કે તે પણ તેટલી જ સક્ષમ છે એવુ મને ગર્વ સાથે કહેવાનુ મન થાય છે.

એકદરે સીધો સવાદ મહત્ત્વનો છે અને તે માટે ક્યારેય નહીં તેટલી સુવિધા ટેકનોલોજીએ નિર્માણ કરી છે. અમે દેશવિદેશમા જ્યારે સહેલગાહ આયોજિત કરીએ છીએ ત્યારે અનેક અણધારી ઘટનાઓનો સામનો કરવો પડે છે. અમારા અખત્યારમા હોય તો અમે તેની પર તરત જ ઉકેલ કાઢીએ છીએ, પરતુ ક્યારેક ક્યારેક કોઈ રસ્તો હોતો નથી અને તેને લીધે ક્યારેક પર્યટકોને ભોગવવુ પડે છે તો ક્યારેય અમારે, ક્યારેય અમારા એસોસિયેટને અથવા ક્યારેય એરલાઈન્સને ભોગવવુ પડી શકે છે. તેમાથી મોટા ભાગના બધા જ કિસ્સા આ લેખમાળા દ્વારા હુ નોંધ કરતી હોઉં છુ, જેથી દેશવિદેશમા ક્યા-ક્યા, શુ શુ સાવધાની લેવી જોઈએ તેની માહિતી બધાને મળે, પછી તે પર્યટકો વીણા વર્લ્ડ સગાથે જવાના હોય કે કોઈ અન્ય પર્યટન સસ્થા તરફથી જવાના હોય કે વ્યક્તિગત રીતે, કસ્ટમાઈઝ્ડ કે ટેલરમેડ હોલીડે પેકેજ લઈને જવાના હોય, બધાને ફાયદો થાય છે. આ જ રીતે અમુક સાવધાનીના કિસ્સા અહીં આપુ છુ. તે આપતી વખતે કોઈના નામનો ઉલ્લેખ કરવો મેં જાણીબૂજીને ટાળ્યુ છે. એકાદ અનુભવમાથી આપણે શીખવાનુ મહત્ત્વનુ હોય છે અને તે જ હેતુ છે. મુબઈ એરપોર્ટ પર વીણા વર્લ્ડ રિપ્રેઝેન્ટેટિવો સહેલગાહમા જનારા પર્યટકોને ફ્લેગ પોલ નજીક મળે છે અને તેમના ડોક્યુમેન્ટ્સ હેન્ડઓવર કરે છે. મુબઈ દુનિયા સાથે અનેક એરલાઈન્સ દ્વારા કનેકટેડ હોવાથી વધુમા વધુ સહેલગાહ મુબઈથી શરૂ થઈને મુબઈમા પૂરી થાય છે એ ક્રમપ્રાપ્ત હોય છે અને તેથી પર્યટકોને મુબઈથી નીકળવુ પડે છે. દરરોજ કમસેકમ પાચ અને સીઝનમા મહત્તમ સો સહેલગાહ વીણા વર્લ્ડ તરફથી મુબઈ એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતી હોય છે અને મહિને-બે મહિને એકાદ ઘટના બનીને રહે છે, ગમે તેટલા પ્રિકોશન લેવા છતા. યુરોપ અમેરિકાની સહેલગાહમા જતા પર્યટકોના પાસપોર્ટસ વિઝા થયા પછી પર્યટકોના ઘરે કુરિયરથી આવે છે અથવા તેમણે પોતે જઈને તે કલેક્ટ કરવુ પડે છે. આથી આ અને ઓન-અરાઈવલ વિઝાવાળા પર્યટકોએ સહેલગાહના પ્રસ્થાન દિવસે ઘરેથી નીકળતી વખતે પાસપોર્ટ જોડે લીધો છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમે ઈમેઈલ, એસએમએસ, વ્હોટ્સએપ, ફોન, ટુર મેનેજર એમ બધાનો આધાર લઈને પર્યટકોને યાદ અપાવીએ છીએ. અને તેથી જ દરરોજ સેંકડો પર્યટકો મુશ્કેલી વિના સહેલગાહમા અથવા પ્રવાસે નીકળે છે. હવે ગયા અઠવાડિયાની વાત કરુ છુ. બે દિવસના અતરે પાસપોર્ટની બાબતમા આ ઘટના બની હતી. એક પર્યટક દુબઈમા નીકળ્યો હતો. મુબઈ એરપોર્ટ પર અમારા રિપ્રેઝેન્ટેટિવને મળ્યો. તેની પાસેથી સ્નેક પેકેટ લીધુ અને અદર ચેકઈન કાઉન્ટર પર ગયો. પાસપોર્ટ ઓફિશિયલ પાસે આપ્યો ત્યારે ધ્યાનમા આવ્યુ કે આ પાસપોર્ટ વેલિડ પાસપોર્ટ નથી પરતુ જૂનો પાસપોર્ટ છે. ભૂલમા અમારો પર્યટક જૂનો પાસપોર્ટ લાવ્યો હતો. આવુ બની શકે છે. મારી બાબતમા પણ આવુ બન્યુ છે. મુબઈમા જ રહેતી હોવાથી હુ તે સમયે તરત જ પાસપોર્ટ લાવી શકી. જોકે તે સમયથી મેં જૂના પાસપોર્ટસ એ રીતે બાજુમા મૂકી દીધા છે કે સહજ રીતે હાથમા ફરી લાગે નહીં. તરત જ એરપોર્ટ પર અમુકતમુક બન્યુ છે એવી માહિતી અમને બધા સબધિતોને જાણવા મળી. એક અડચણ એ હતી કે પર્યટકો મુબઈી બહારના હતા અને વિમાનના સમય સુધી પાસપોર્ટ હાજર કરવાનુ શક્ય નહોતુ. બધાને દુ:ખ થતુ હતુ પરતુ કોઈ ઈલાજ નહોતો. તમે પાસપોર્ટ લઈને આવો, આવતીકાલે અમે તમને આ જ સહેલગાહમા મોકલીશુ એવો દિલાસો આપીને પર્યટકોને ઘરે મોકલ્યા. તેમણે તે જ સહેલગાહ ચોવીસ કલાક પછી જોઈ કરી દુબઈમા. અમારા ટુર મેનેજરને તેઓ મળતા જ ખુશીનો નિ:શ્વાસ છોડ્યો. તે જ સમયે મારા ઈમેઈલ બોક્સમા આ પર્યટકના જમાઈનો ઈમેઈલ આવ્યો. હેતુ હતો ‘જે બન્યુ તેનો કોઈ ઈલાજ ન હતો, પરતુ જે રીતે વીણા વર્લ્ડ ટીમે સહયોગ આપ્યો તે વખાણવા જેવા છે અને તે માટે આભાર!’ અમારી જીઆર ટીમ, એર ટીમ અને ટુર મેનેજર વિશે આવા વખાણ સાભળીને મારો જુસ્સો વધી ગયો. સિનિયર્સ સ્પેશિયલની ટુર હતી તેથી ગાલા ઈવનિંગમા હુ પણ આ પર્યટકોને ત્યા મળી હતી. દુબઈ જોઈ શક્યાનો આનદ તેમના ચહેરા પર હતો પણ મને અદરથી નવી ટિકિટ માટે તેમને નુકસાન સહન કરવુ પડ્યુ તેનુ દુ:ખ હતુ. ત્યાથી મેં ટીમને મેસેજ મોકલ્યો, ‘ભલે એકાદની જ બાબતમા આવુ બન્યુ છતા આપણે હજુ શુ કરી શકીએ તે પોઈન્ટ વન પર્સન્ટ પણ નહીં બને તેનુ ધ્યાન રાખવુ જોઈએ.’

બીજો કિસ્સો એક છ જણના કુટુબનો છે. ઉત્સાહમા તેઓ મુબઈ એરપોર્ટ પર પહોંચ્યા અને ધ્યાનમા આવ્યુ કે પાસપોર્ટસ અહમદનગરના ઘરે જ રહી ગયા છે. વધુ સાવધાની તરીકે તેમણે બધાના પાસપોર્ટસ એકત્ર કુટુબ પ્રમુખ પાસે આપ્યા અને કઈ રીતે કોણ જાણે પણ તે શોલ્ડર બેગમા ભરવાના રહી ગયા. અહીં પણ બીજા દિવસે આખુ કુટુબ સહેલગાહમા જોઈન થયુ પણ નાહક પરેશાની અને આર્થિક નુકસાન ભોગવવી પડી. શક્યત: પાસપોર્ટ અને ટિકિટ જેણે તેણે સભાળવાની અને એકબીજાને પાસપોર્ટ જોડે છે કે તે યાદ કરીને આપવા આ તત્ર અજમાવવુ. (ક્રમશ…)

 

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*