મારો ભયકર વ્યસન

0 comments
Reading Time: 9 minutes

ગણપતિ, દશેરા, દિવાળી, ન્યૂઈયરગત વર્ષ ક્યારે પૂરુ થયુ કાઈ ખ્યાલ નહીં રહ્યો. પર્યટકોને દુનિયા બતાવનારા અમે પોતાની હોલીડે પર જવાનુ ભૂલી ગયા છીએ. ફરી હવે સીઝનનીસમર હોલીડેની તૈયારીઓ શરૂ થશે તે પૂર્વે કમસેકમ ત્રણચાર દિવસ ક્યાક જઈ આવીએ એવા વિચારને બધાનો ટેકો મળ્યો. ચાર દિવસ ઋષિકેશનાઆનદા સ્પા રિસોર્ટમા જવાનુ નીલ અને સુનિલાએ નક્કી કર્યું અને ગયા અઠવાડિયામા અમે રિજ્યુવિનેટ થઈ આવ્યા. હવે ખરેખર તમારી અમારી કોઈની પણ આવી હોલીડે હોય છે, તેમા વળી કહેવા જેવુ શુ મોટુ છે, પણ હોલીડે મારા માટે અલગ નીવડી હતી.

        છેલ્લા અનેક વર્ષ, ચોક્કસ વર્ષ યાદ નથી, પરતુ સાધારણ વીસ વર્ષ પૂર્વે મોબાઈલ ફોન નામે ઉપકરણ મારા હાથોમા આવ્યુ અને જીવન બદલાઈ ગયુ. અગાઉ બ્લેકબેરી અને તે પછી આવેલા સ્માર્ટફોને તો મને દુનિયાની એક મહત્ત્વની વ્યક્તિ બનાવી દીધી. હુ ફોન પાસે જોઉં નહીં, તે ચેક નહીં કરુ, મને કોઈનો મેસેજ આવ્યો છે કે અથવા કોઈએ વ્હોટ્સએપ મોકલ્યો છે? જો જોયુ નહીં તો ભયકર ઉત્પાત મચશે વિચારથી છે૦ા અનેક વર્ષ મારી પર અમલ ચઢ્યો છે. ઊઠતાબેસતાસૂતાખાતાપીતા મારી એક આખ મોબાઈલ પર જ્યારે બીજી હાથોના કામો પર અથવા બાબતો પર હોય છે. ફોન હાથમા નહીં હોય અથવા ફોનની બેટરી ડાઉન થઈ જાય તો તરફડિયા મારવા લાગુ છુ. આટલી વારથી કોઈનો ફોન તો આવી ગયો નહીં હોય ને? કોઈને એકાદ બાબત પર કોઈ નિર્ણય તો નહીં જોઈતો હોય ને? એકાદ ફેસબુક પોસ્ટને કેટલા લાઈક્સ આવ્યા તે જોવા મળ્યુ નહીં તો? કોઈએ ઈન્સ્ટા પોસ્ટ પર શુ નાખ્યુ છે તે સૌપ્રથમ મને દેખાયુ નહીં તો? કેટલો મોટો અપરાધ હશે તે વિચારથી હુ નાસીપાસ થઈ જતી હતી.

        રોજ સાજે દારૂનો ડોઝ ઠૂસનારા માનવીને એકાદ દિવસે દારૂ નહીં મળે તો તે જે રીતે તરફડિયા મારે છે અથવા ફિલ્મમા બતાવવામા આવે તેમ એકાદ ડ્રગ એડિક્ટને તેનો ડોઝ નહીં મળે તે પછી તેની જે હાલત બતાવવામા આવે છે તેવુ કાઈક ફોન જો દૃષ્ટિની બહાર જાય તો થઈ જવાતુ. ડ્રિક્સ કે ડ્રગ્સનો નશો કરનારા નજરે ચઢે છે. જોકે અમારા જેવા ફોન એડિક્ટવી આર બિઝિયેસ્ટ પીપલ ઓન અર્થ એવા ભ્રમમા રહીને રુબાબથી ફરે છે. અમને ખ્યાલ પણ નથી આવતો કે ફોનનો નશો અમારુ માનસિકશારીરિકકૌટુબિકસામાજિક સતુલન બગાડી રહ્યુ છે.

        બ્લેકબેરીના નાના કીપેડ પરથી મોટા પ્રોજેક્ટ્સ, સ્ટ્રેટેજીઝ ઈમેઈલ કરવાનુ વ્યસન તે સમયે એટલુ વધ્યુ કે ડોક્ટરોએતને સ્પોન્ડિલિસિસ થશે એવી ્ધમકી આપી ત્યારે થોડુ ઓછુ થયુ, પણ ત્યા સુધી ટેકનોલોજીએ પ્રગતિ કરી અને મારા હાથોમા સ્માર્ટફોન આપ્યો. પછી તો મારુ ઘેલુ વધુ વધી ગયુ. અહીં મુબઈમા હોઉં અને નહીં હોઉં ત્યારે અમારા મેનેજર્સ પર રીતસર પસ્તાળ પડતી હતી. પછી ક્યારેક તેમા એકાદ ભૂલ બતાવવામા આવતી તો ક્યારેક એકાદ નાના મોટા પ્રોજેક્ટ મોકલવામા આવતા. ક્યારેક એકાદ કિસ્સો તો ક્યારેક તત્ત્વજ્ઞાન. આપણને બધી ખબર પડે છે તેનો તે પરિપાક રહેતો હતો. મારા બોમ્બાર્ડિંગનો મારો એટલો રહેતો કે ક્યારેક કોઈકને જો મેસેજ/વ્હોટ્સએપ ઈમેઈલ આવ્યો નહીં તોતમને સારુ છે ને!’ એવી પૃચ્છા કરતી હતીમને હુ જરા અતિશયોક્તિ કરી રહી છુ એવુ ધ્યાનમા આવતુ, સમજાતુ પણ વળતી નહોતી. હુ કોઈ અન્ય દેશમા હોઉં તો અહીં કેટલા વાગ્યા હશે? ઓફિસ ચાલુ છે કે નહીં? રવિવાર કે રજા તો નથી ને! શેનુ  શેનુ ભાન રહેતુ નહોતુ. અતે બાબતોને હુમોબાઈલ સતામણી કહેવા લાગી.

        ઉંમર વધવા લાગે તેમ થોડુ ઘણુ શાણપણ આવવા લાગ્યુ એવુ કહેવામા વાધો નથી. એકદમ કટોકટીની પરિસ્થિતતિ નહીં હોય તો રવિવારે અથવા ઓફિસના સમય પછી મેં શક્યત: મેસેજીસ કે વ્હોટ્સએપ એક ઈમેઈલ મોકલવાનુ ઓછુ કર્યું. ભુલાઈ નહીં જવાય તે માટે એકાદ બાબત જો મોકલી દીધી તોઆવતીકાલે તેના પર કામ કરો કહીને નીચે ટિપની નોંધ કરવા લાગી. પ્લાનિંગ પર ભાર આપીને ક્યારેય ક્યાય પણ ગમે ત્યારે કશુ પણ કરવાની પોતાની અદરની એન્ઝાઈટી ઓછી કરી અને મારી સાથે બાકી લોકોને પણ શાત કર્યાં. મારા મન પરહૃદય પરમગજ પરશરીર પર તાબો મેળનાર તે મોબાઈલ નામે યત્રને થોડી થોડી વારે સપૂર્ણ બાજુમા મૂકવામા મને સફળતા મળવા લાગી. મિટિગમા બેઠી હોઉં ત્યારે એક આખ સતત તે મોબાઈલના નોટિફિકેશન્સ પર રહેતી તેની પર મિટિગમા મોબાઈલ જો નજીક રાખવાનો હોય તો તે ઊલટો મૂકવાની શરૂઆત કરી અને મિટિગમા તનમનથી સહભાગી થઈ શકી. ધીમે ધીમે મેં મિટિગ રૂમમા મોબાઈલ લઈ જવાનુ છોડી દીધુ. જે કામ હાથમા છે તેની પર વધુ ધ્યાન આપવા લાગી અને મિટિગ્સ વધુ મિનિંગફુલ થવા લાગી. કોઈને પણ બળજબરી નહીં પણ ધીમે ધીમે મિટિગમા ભાગ લેનારા પણ મોબાઈલ ઊલટો મૂકવા લાગ્યા. મને પોતાને જ્યારે સમજાયુ કે મોબાઈલ મારા જીવનમા ગડબડ નિર્માણ કરી રહ્યો છે ત્યારે મેં પોતાને મોબાઈલથી દૂર રાખવાનુ શરૂ કર્યું. રીતે બાકી લોકોનુ પણ છે અને તેમને પોતાને તેનુ ભાન થઈને તેમની અદર પણ પરિવર્તન આવશે, જે ટકાઉ રહેશે. આથી નિયમ બનાવ્યો નહીં. પોતાને સમજાવવા સમય લાગે છે પણ લોંગ લાસ્ટિગ કાઈક નિર્માણ કરવાનુ હોય તો તેટલો સમય આપવાનુ જરૂરી હોય છે.

        એક સેંકડ પણ મોબાઈલ નજરની આડ નહીં કરનારી હુ હવે સવારે ઓફિસ જતી વખતે મોબાઈલ હાથમા લેવા લાગી અને સાજે આઠ પછી રોજ મોબાઈલ સાથે આનદથી કિટ્ટા કરવા શીખી. એકદમ આસાનીથી આવુ થયુ નહીં. ‘ટુ બી ઓર નોટ ટુ બીની રમત મનમા ને મનમા ચાલુ રહેતી. મોબાઈલ હાથમા લેવાતો પણ ઈરાદાપૂર્વક ફરીથી હુ તે નહીં જોતા નજરની આડ કરતી.

        સૂવા પૂર્વે બે કલાક અને ઊઠ્યા પછી કમસેકમ ચાર કલાક મોબાઈલ તરફ ઝૂકીને પણ નહીં જોવામા હુ સફળ થતી હતી અને મને જણાવા લાગ્યુ કે મોબાઈલ નહીં જોઈએ તો કશુ બગડતુ નથી. અર્થાત અમારા વીણા વર્લ્ડમા ટીમ્સ પણ હવે સારી રીતે સેટ થઈ ગઈ હતી. તેમણે ડે ટુ ડે નો ચાર્જ લીધો હતો અને અમે દૂરથી તેમને સપોર્ટ આપતા હતા.

        હવે મારો હાઉ વધવા લાગ્યો હતો. હુ અમુક રવિવારે મોબાઈલ કબાટમા બધ કરીને રાખ્યો. અઠવાડિયામા એક આખો દિવસ મોબાઈલ વિના વિતાવવા લાગી. તેને લીધે વાચન વધ્યુ, કેટલાય પુસ્તકો અધૂરા રહી ગયા હતા તે એક પછી એક પૂરા કરવા લાગી. ઘણા દિવસથી પુસ્તક ખરીદી કર્યું નહોતુ, કારણ કે મોબાઈલ એડિકશનને લીધે સમય નહોતો. હવે પુસ્તકોની દુકાનોમા ફરવાનો શોખ પૂરો કરવા લાગી. ટૂકમા માનવીમા આવી.

        આટલા વર્ષોમા એક વાર વિપસ્યનામા ગઈ ત્યારે દસ દિવસ મોબાઈલ વિના રહી હતી, જે પછી ઘણા બધા બાદ પ્રયાસ પૂર્વક ધીમે ધીમે મોબાઈલથી દૂર થઈ અને હાલમા ઋષિકેશની રજામા ચાર દિવસ મોબાઈલ રૂમની સેફમા બધ રાખી દીધો હતો. એકદમ સફળતાથી ચાર દિવસનો વિરહ સહન કર્યો, પણ આનદની વાત હતી કે વિરહ જણાયો નહીં પણ એચિવમેન્ટનો આગવો આનદ મને મળ્યો.

        મોબાઈલનો મારી પરનો અમલ ઓછો થયો હતો. હવે મોબાઈલ મને કટ્રોલ કરતો નહોતો પરતુ હુ મોબાઈલને કટ્રોલ કરતી હતી. આજકાલ મારા તરફથી એરપ્લેન મોડનો વધુ ઉપયોગ થતો હતો. હવે ફેસબુક, ઈન્સ્ટા, લિંક્ડઈનનુ નોટિફિકેશન મને ડિસ્ટર્બ કરતુ નહોતુ. દિવસનો કટાળાજનક સમય એટલે ખાસ કરીને લચ ટાઈમ પછીનો, ઓફિસમાથી ઘરી આવતી વખતે, ક્યારેય વિમાનમા અથવા પ્રવાસમા સમય મેં મોબાઈલ ચેક કરવા માટે વિતાવ્યો.

        મોબાઈલ શ્રાપ નથી પરતુ વરદાન છે. મોબાઈલ વિના રહેવુ, કામ થવુ હવે અશક્ય છે, નો ડાઉટ અબાઉટ ઈટ પણ તેને વશ નહીં થતા આપણે તેનો હકારાત્મક ઉપયોગ કરી લેવો જોઈએ. અન્યથા દારૂ કે ડ્રગ્સ જેટલુ અથવા તેનાથી પણ વધુ ભયાનક વ્યસન તે છે, જે આપણને લાગુ નહીં થાય તેની સાવધાની આપણે લેવી જોઈએ. સમય લાગ્યો પણ હુ તેમા સફળ થઈ. મારા જેવા કોઈ હોય તો સમયસર સાવધ થઈ જાઓ. ઓલ વેરી બેસ્ટ!

        મોબાઈલ જેવી વધુ એક આદત હુ હાલમા બદલી રહી છે તે છે એક પછી એક રાત્રે નેટ સિરીઝ જોવાની. એટલે કે અહીં મોબાઈલ જેવુ વર્ષો વર્ષ લાગેલુ વ્યસન નથી, પરતુ તેની શરૂઆત હમણા થઈ છે. શરૂઆતમા તેના પર અકુશ લાવવાનો. મોબાઈલની આગમાથી છૂટી છુ હવે નેટ સિરીઝની ભીંસમા નહીં સપડાઉં તેનુ મારે ધ્યાન રાખવાનુ છે. સ્કૂલના બાળકોને માત જેમ ફક્ત એક કલાક ટીવી સામે બેસવા દે છે તે રીતે મેં મને પોતાને કહ્યુ છે અને તે અમલમા લાવવાનુ છે. ટૂકમા, મેં મારુ પોતાનુ એક રિહેબિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે, જે મારા પોતાના માટે અને મને લાગેલા અદશ્ય અને અજાણતા ભીંસાયેલા મોબાઈલ અને ટેલિવિઝન નેટ સિરીઝના ઝેરી ભરડામાથી પોતાને બચાવી અને ફરી તેમા ભીંસમા સપડાઉં નહીં તેની કાળજી લઈ રહી છુમ. જોકે હજુ એક… (ક્રમશ🙂

Gujarati

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.

*