India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Veena World Travel Stories

  • Travel Inspiration
  • Destination Guides
  • Travel Tips

પહેલો વિદેશ પ્રવાસ

6 mins. read
Veena Patil
Veena Patil
6 Mins Read
May 31, 2018
May 31, 2018

Quick Summary

તમારા પ્રથમ વિદેશ પ્રવાસ પહેલા પાસપોર્ટ જરૂર બનાવો અને નામ સરનામું ફોટો અને જન્મતારીખ બરાબર ચેક કરો.

શરૂઆતમાં નજીકના નાના દેશની યાત્રા કરો જેથી મોટા પ્રવાસ માટે તમે ધીમે ધીમે તૈયાર થાઓ.

તમારા ગંતવ્ય દેશ મુજબ વિઝા નિયમો સમજો જેમ કે થાઈલેન્ડ ઈન્ડોનેશિયા અને મોરિશિયસમાં ઓન અરાઈવલ વિઝા મળે છે.

યુએઈમાં પાસપોર્ટ કોપી મોકલ્યા પછી ઈલેક્ટ્રોનિક વિઝા મળી શકે છે અને ઓસ્ટ્રેલિયા તથા મલેશિયામાં ઓનલાઈન વિઝા પ્રક્રિયા થાય છે.

યુરોપ અને યુએસ જેવા સ્થળોએ શેંગેન બાયોમેટ્રિક અને યુએસ પર્સનલ ઈન્ટરવ્યુ જેવી કડક પ્રક્રિયાઓ માટે તૈયાર રહો.

એરપોર્ટ ફોર્માલિટીઝ માટે ચેકઈનથી લઈને ઈમિગ્રેશન બેગ કલેકશન અને કસ્ટમ્સ સુધીનો ક્રમ ધ્યાનમાં રાખો.

દોડધામ, કાળજી, ચિંતા, ભયની આપણને આદત પડી ચૂકી છે. હું પહેલી વાર વિમાનમાં બેસવાની છું, ડર લાગે છે. મને ઈંગલિશ આવડતું નથી, બધા હસશે. વિઝા ઓફિસમાં શું પ્રશ્ન પુછાશે? ડર લાગે છે. હું પારકા દેશમાં ગુમ થઈ તો? બાપ રે!...

આ બધી ચિંતામાંથી આપણે મુક્ત થવાનું છે કારણ કે ડરની છાયા હેઠળ આપણે જીવવું નથી.

કોઈ પણ પહેલી વાત આપણી યાદગીરી બની જાય છે. પછી તે સ્કૂલનો પહેલો દિવસ હોય, યુનિફોર્મને બાય બાય કરીને મનગમતાં કપડાં હોય, કોલેજની ચઢેલી પહેલી પાયરી હોય, નોકરીનો પહેલો દિવસ હોય, તેણીની અને તેની પહેલી ઓળખ હોય.. આવી બધી સારી સારી બાબતો સાથે હવે એક અનિવાર્ય બાબત બની છે પહેલા વિદેશ પ્રવાસની. અનેક ચિંતાઓથી આપણે ઘેરાઈ જઈએ છીએ. ખુશી અને ડરનું મિશ્રણ હોય જ છે. અનેક પ્રશ્ન હોય છે અને તેથી જ આજે એવું લાગ્યું કે આ વિષય પર જ લખવું જોઈએ.

વિદેશપ્રવાસમાં સૌપ્રથમ પાસપોર્ટ જરૂરી છે. આપણે ભારતીય નાગરિક હોવાનો આ એક અત્યંત મહત્ત્વનો દાખલો છે. આથી દરેક પાસે પાસપોર્ટ હોવો જ જોઈએ. ભલે તમારો વિદેશપ્રવાસનો વિચાર નહીં હોય, પરંતુ પાસપોર્ટ દરેક પાસે હોવો મસ્ટ છે અને હવે સરકારના પ્રયાસથી પાસપોર્ટ કઢાવવાનું વધુ આસાન બની ગયું છે. એક જ સાવધાની રાખવી જોઈએ. પાસપોર્ટ આવ્યા પછી તે ચેક કરો. તેની પર તમારૂં નામ, સરનામું, ફોટો, જન્મતારીખ વગેરે સંપૂર્ણ વિગતો ચેક કરીને પછી વ્યવસ્થિત રીતે પાસપોર્ટ સંભાળી રાખવો જોઈએ.

પાસપોર્ટ આવ્યા પછી વિદેશપ્રવાસ કરવા માટે આપણને ગ્રીન સિગ્નલ મળી જાય છે. અમારી સલાહ એવી છે કે આરંભમાં નજીકના નાના દેશની સફર કરવી જોઈએ, કારણ કે આપણને મોટા પ્રવાસ માટે તૈયાર થવું હોય છે. પહેલી પહેલી વાર આપણે થોડા ખચકાટ અનુભવીએ છીએ, જેથી યુરોપ અમેરિકા સામાન્ય રીતે ત્રીજા ચોથા ક્રમે હોય તો આપણે ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે તૈયાર થઈ ગયા હોવાથી સારી રીતે તે જરા મોંઘા, દૂરના દેશોનો આસ્વાદ લઈ શકીએ છીએ. અઙ્ખવા, જે દેશમાં આપણે જવાનો વિચાર કરીએ છીએ તે દેશના વિઝા, એટલે કે, તેની પરવાનગી આપણને વિઝાના રૂપમાં લેવી પડે છે. (ટઈંજઅ - વિઝિટર ઈન્ટેડિંગ ટુ સ્ટે એબ્રોડ). થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરિશિયસ... આ દેશોમાં ફક્ત પાસપોર્ટ હોય તો તમે પ્રવાસ શરૂ કરી શકો છો, કારણ કે ત્યાં પહોંચ્યા પછી તમને વિઝા મળે છે, જેને ‘ઓન અરાઈવલ વિઝા’ કહેવાય છે. દુબઈ-અબુ ધાબી એટલે યુએઈ જેવા દેશોના પાસપોર્ટની કોપી તેમના દેશમાં મોકલ્યા પછી ઈલેક્ટ્રોનિકલી તમારા વિઝા આવે છે અને તમે તેમના દેશમાં પ્રવેશ કરી શકો છો. ઓસ્ટ્રેલિયા, મલેશિયા જેવા દેશોમાં ઓનલાઈન વિઝાની સુવિધા છે, ઈલેક્ટ્રોનિકલી તે બધા વ્યવહાર થાય છે. જાપાન, ચાયના, સાઉથ આફ્રિકા... વગેરે દેશોના વિઝા તેમના ત્યાંના કોન્સ્યુલેટમાંથી કરી લેવા પડે છે. યુરોપના અનેક દેશો માટે જોઈતા શેંગેન અને યુએસ વિઝા માટે પોતાને બાયોમેટ્રિક માટે જવું પડે છે અને યુએસ વિઝા માટે પર્સનલ ઈન્ટરવ્યુ માટે જવું પડે છે. વિઝા માટે જોઈતાં કાગળિયાં જરા માથાકૂટવાળી બાબત હોય છે, પરંતુ તે બધાને જ કરવી પડે છે. તેનો કોઈ ઈલાજ હોતો નથી. આથી મારું કહેવું એમ છે કે જો આપણને એકાદ બાબત કરવી જ પડવાની હોય તો પછી તે હસતાં હસતાં કેમ નહીં કરવી જોઈએ? વધુ એક વિઝાની બાબતમાં ધ્યાન રાખવાનું એ છે કે અમસ્તા જ ગભરાવનારી સલાહ સાંભળવાની નહીં, યુએસ વિઝા માટે પણ. કોન્સ્યુલેટ કડક બંધનો લાદે છે, કારણ કે તેમના દેશમાં અનઓથોરાઈઝડ પોપ્યુલેશન વધી રહ્યું છે. તેમને એક જ ખાતરી કરવાની હોય છે કે ભારત દેશ છોડીને તમે તે દેશમાં ધામો નહીં નાખો ને? અને તેથી તમે અહીં તમારા પાછા આવવા બાબતે-તમારી માલમત્તા-અહીંના કમિટમેન્ટ્સ બાબતનાં કાગળિયાંની તેઓ ખાતરી કરી લે છે. જો આપણાં કાગળિયાં વ્યવસ્થિત હોય, આપણે કશું પણ છુપાવીએ નહીં, ખોટું નહીં બોલીએ તો નવ્વાણુ ટકા પર્યટકોને વિઝા મળી જાય છે. અરે, પિસ્તાળીસ - પચાસ હજાર લોકોના વિઝા દર વર્ષે અમે કરીએ છીએ. ધારોકે, એકાદ ટકા પર્યટકને વિઝા નહીં મળે તો પણ નેવર માઈન્ડ. આખી દુનિયા સહેલગાહ કરવા માટે પડેલી છે અને ક્યારેક આ દેશોના વિઝા મળીને જ રહેશે. અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઓસ્ટ્રેલિયા જેવા કોન્સ્યુલેટ કદાચ એપ્લિકેશન કર્યા પછી તમને ફોન કોલ કરે છે. તે કોલ તમારે ચોક્કસ ઊંચકવાનો હોય છે.

પાસપોર્ટ આવ્યા, વિઝા થઈ ગયા એટલે ત્રીજી પાયરી એક્ચ્યુઅલ વિમાન પ્રવાસની અને એરપોર્ટ ફોર્માલિટીઝની હોય છે. આપણા મુંબઈ દિલ્હીનાં એરપોર્ટ અથવા તે અનુસંધાનમાં કોઈ પણ એરપોર્ટ સાઈનબોર્ડસ અને સૂચનાઓથી એટલાં પરિપૂર્ણ હોય છે કે ગુમ થવાનું હોય તો પણ માણસ ગુમ નહીં થઈ શકે. આ ક્રમ ફક્ત ધ્યાનમાં રાખવો જોઈએ, એરપોર્ટ એન્ટ્રી-આપણું એરલાઈન ચેકઈન કાઉન્ટર - બેગ ચેકઈન - બોર્ડિંગ પાસ -સિક્યુરિટી - ઈમિગ્રેશન - બોર્ડિંગ ગેટ- બોર્ડિંગ - ટેકઓફફ - ઈનફ્લાઈટ સર્વિસીસ - લેન્ડિંગ -ઈમિગ્રેશન - બેગ કલેકશન - કસ્ટમ્સ - એક્ઝિટ. અર્થાત આ દરેક બાબતો માટે અમુક નિયમો અને સૂચના છે. તેમાં શિસ્તનું પાલન કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આ પછી લાઈનમાં શાંતિથી ઊભા રહેવાનું હોય, ધીમા અવાજમાં બોલવાનું હોય, સમયનું પાલન કરવાનું હોય... તે આપણે દરેક સ્થળે પાલન કરવાનું હોય છે. ખરેખર તો આ બધું આપણા રગરગમાં સંચાર થયેલું હોવું જોઈએ, પરંતુ સમહાઉ આપણે તેમાં ઓછા પડીએ છીએ અને આપણી વર્તણૂકને લીધે આખા દેશને - આપણા ભારતને દૂષણ લાગે છે. ઈન્ડિયન ટાઈમ આ સારકેસ્ટિક બાબતનો ઉદય તેમાંથી જ થયો છે. આ ક્યાંક અટકવું જોઈએ. વધુ એક મહત્ત્વની વાત એ છે કે ભારત વિશે- આપણા દેશ વિશે અપશબ્દ આપણે બોલવા નહીં જોઈએ. એક વાર એક સિંગાપોરના ગાઈડે મને પૂછ્યું હતું, ભારતમાં લોકો પોતાના દેશ વિશે આમ ખરાબ કેમ બોલે છે? આવું મેં કોઈ પણ દેશની બાબતમાં જોયું નથી. દરેક દેશના પ્રોબ્લેમ હોય છે પણ આવી જાહેર બદનામી? ત્યારથી અમારા ટુર મેનેજર્સની ટ્રેનિંગમાં એક બાબત અમે ફરજિયાત બનાવી છે કે આપણી પાસેથી ભૂલમાં પણ ક્યારેય ભારત વિશે ખરાબ બોલાઈ નહીં જવું જોઈએ અને જો અન્ય કોઈ બોલતું હોય તો તેમને નમ્રતાથી રોકવા જોઈએ. આઈ લવ માય ઈન્ડિયા! એવું મનથી હોવું જોઈએ.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
વેસ્ટર્ન યુરોપ
6 mins, read

વેસ્ટર્ન યુરોપ

Published in Mumbai Samachar 9th August 2026 હંમેશાં કંઈક નવું આપતું શહેર લંડન એ એવું શહેર છે, જ્યાં પહેલી જ મુલાકાતે પણ બધું જાણીતું-પરિચિત લાગવા લાગે છે. બિગ બેન, બકિંગહામ પેલેસ, ટાવર બ્રિજ...

ટ્રાવેલ ફિલ્મ નથી, છતાં શ્રેષ્ઠ ટ્રાવેલ ફિલ્મ!
6 mins, read

ટ્રાવેલ ફિલ્મ નથી, છતાં શ્રેષ્ઠ ટ્રાવેલ ફિલ્મ!

Published in Gujarat Samachar 9th August 2026 ...તમે યુટ્યુબ પર 4K વિડિયો જોઈ શકો છો, ઈન્સ્ટાગ્રામ પર વોઇડોકિલિયા બીચના ફોટો સ્ક્રોલ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી તમે ત્યાં ઊભા નહીં રહો... ગયા

તમે જે ભાષા બોલતા નથી
6 mins, read

તમે જે ભાષા બોલતા નથી

Published in Gujarat Samachar 2nd August 2026 ...તમે એવી જગ્યાએ મુસાફરી કરો જ્યાં તમે વાંચી શકતા નથી, પૂછી શકતા નથી, ડિકોડ કરી શકતા નથી અને તે ક્ષમતા ઓછી થઈ જાય છે. તમે ફરીથી પાંચ વર્ષના છો...

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!