રવિવારની રજા કઈ રીતે પડી તેનું પગેરું કાઢ્યું તો બ્રિટિશોએ 1843માં તે શરૂ કર્યાની જાણકારી મળી. ગયા અઠવાડિયાના એક સમાચાર અનુસાર ભારતીયોને રવિવારની પહેલી રજા 10 જૂન, 1890ના રોજ અને તે અંગ્રેજ સાહેબની મહેરબાનીથી નહીં પણ શ્રી નારાયણ મેઘાજી લોખંડે નામે મરાઠી માણસે છ વર્ષ સુધી બ્રિટિશો સાથે કરેલા સંઘર્ષ પછી મળી હતી. જો તે સમયમાં આટલી લડત લડ્યા પછી રવિવારની રજા મળી હોય તો તે કઈ રીતે વેડફાઈ નહીં તે જોવુ જોઈએ બરોબર ને!
ટુબી? ઓર નોટ ટુ બી? ધેટ ઈઝ ધ ક્વેશ્ચન. હાલમાં અમારે ત્યાં આવી ત્રિશંકુ સ્થિતિ છે. નિર્ણય તો લેવો જ પડશે, પરંતુ તેમાં વધુ લોકો ‘ટુ બી’ની સાઈડથી મન:પૂર્વક હોવા જોઈએ એવી ઈચ્છા છે. અમારે ત્યાં શક્યત: આમ જોવા જઈએ તો કોઈ નિર્ણય લાદવામાં આવતો નથી. સંબંધિત લોકો
સાથે સંવાદ-ચર્ચા-વાદવિવાદ-અભિપ્રાય જેવી બાબતોને ધ્યાનમાં લઈને પછી જ પ્રશ્નનો ઉકેલ લાવવાની સંસ્કૃતિ ઊંડાણથી કેળવાઈ છે. અર્થાત પ્રશ્નનો ઉકેલ આવતો નહીં હોય, ત્રિશંકુ અવસ્થા હોય તો થોડો ફ્યુચરિસ્ટિક અને બધાની ભલાઈનો નિર્ણય લેવો પડે છે, કારણ કે ત્રિશંકુ અવસ્થા બહુ સમય રાખી મૂકવી જોખમી હોય છે. તેને કદાચ વેટ્ટો એવું કહેવાય છે. હા… હા… હા… ઉં
તો આ ત્રિશંકુ અવસ્થા આવવાનું કારણ છે
‘અમારાં કાર્યાલયો, એટલે કે, ખાસ કરીને સેલ્સ ઓફિસીસ રવિવારે ચાલુ હોવી જોઈએ કે નહીં’ આ પ્રશ્ન છે. ખરેખર તો દુનિયાભરમાં ટ્રાવેલ કંપનીઓ અથવા ટ્રાવેલ એજન્સીઓ રવિવારે બંધ જ હોય છે. દુનિયામાં ઘણાં સ્થળે તો શનિવાર અને રવિવાર એમ બંને દિવસ કાર્યાલયો બંધ હોય છે. બે દિવસ બંધ રાખવાની આ પદ્ધતિ ભારતમાં આમ તો મોડેથી શરૂ થઈ છે, પરંતુ વૈશ્વિકીકરણને લીધે તે પદ્ધતિ ભારતની મન:સ્થિતિમાં કેળવાઈ ગઈ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ભારતમાં આ બે દિવસ બંધની પદ્ધતિ હજુ પણ ફિફ્ટી ફિફ્ટી સ્વરૂપમાં છે. અમારું જ જુઓ ને, અઠવાડિયાનો કયો દિવસ વધુ બિઝી હોય છે સેલ્સની દૃષ્ટિથી એવું પૂછવામાં આવે તો ‘શનિવાર’ એવો એકસૂરે ઉત્તર મળશે. શનિવારે અમારા ગ્રાહકો એટલે કે પર્યટકોને ફુલ ડે-હાફ ડે- સેકંડ સેટર્ડે-ફોર્થ સેટર્ડે એવા પ્રકારની રજા હોવાથી બધી જ સેલ્સ ઓફિસીસમાં શનિવારે પર્યટકોની આવજા ચાલુ હોય છે. સેલ વધુ થાય છે તેથી શનિવારે રજાની સંકલ્પના હાલમાં આવનારાં પાંચથી છ વર્ષ માટે વિચારાધીન પણ નહીં હોય. આવો વિચાર ફક્ત રજૂ કરાય તો બધી સેલ્સ ઓફિસીસ તેને મૂળથી ઉખેડી નાખશે. આથી ત્યાં ભૂલથી ડોકિયું પણ કરવું નહીં જોઈએ. અર્થાત તેમાં એક ફેરફાર અમે કર્યો છે. અમારી પાસે ટુર મેનેજર્સ કેટેગરીમાં યુવાનોનો ભરાવો વધુ છે તે જ રીતે કોર્પોરેટ ઓફિસ અને સેલ્સ ઓફિસીસમાં યુવતીઓની સંખ્યા વધુ છે. તેમાંથી યુવતીઓની ડિમાન્ડ એવી હતી કે ઘર અને કરિયર એમ બંને સંભાળતી વખતે રવિવારની એક દિવસની રજા પૂરતી નથી, આપણે તેમાં કશું કરી શકીએ? શનિવારે ઓફિસીસ તો બંધ રાખી નહીં શકાય, પરંતુ યુવતીઓને ઘરે વધુ સમય જોઈએ તે જરૂર હતી, જેથી તે સમયે અમે સુવર્ણ વચલો માર્ગ પસંદ કર્યો શનિવારની સ્પેશિયલ લીવનો. મહિનામાં બે શનિવાર અથવા ઓછા કામના દિવસે અથવા જેમની તેમની જરૂરતના દિવસે મહિનામાં આ બે એડિશનલ સ્પેશિયલ લીવ્ઝ લઈ શકાશે એવો એક નિર્ણય લેવામાં આવ્યો અને તે સફળ થયો અને આજ સુધી આ પ્રથા સફળતાથી ચાલે છે.
પાંચ વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારે પહેલી વાર અમારી ઓફિસ, એટલે કે, અમારૂં રહેણાક ઘર હતું. તેમાં અમારી એક સ્ટ્રેટેજી મિટિંગ થઈ હતી. પચાસ-પંચાવન લોકો અમે પોતપોતાને સમાવીને અમારા તે લિવિંગ રૂમમાં બેઠાં હતાં અને વ્હોટ નેક્સ્ટ? તેની પર ચર્ચા કરતાં હતાં. તે સમયે આપણે રવિવારે સેલ્સ ઓફિસીસ ચાલુ રાખવી જ જોઈએ એ મુદ્દો અમારી પુણે ઓફિસના મેનેજર સંદીપ જોશીએ રજૂ કર્યો. તે સમયે લગભગ બધા જ બધા રવિવાર નહીં, પરંતુ અમુક રવિવારે આપણે આપણી
સેલ્સ ઓફિસીસ પર્યટકો માટે ચાલુ રાખી શકીએ એવો નિર્ણય થયો અને વર્ષના અમુક રવિવાર અમે ઓફિસીસ ચાલુ રાખી. પર્યટકોની પણ સગવડ થઈ ગઈ. જેમને અઠવાડિયામાં બિલકુલ આવવા ફાવતું નહોતું તેઓ રવિવારે આવીને તેમના બુકિંગ અથવા વિઝાનાં કામો કરાવી લેતા હતા. રવિવારને લીધે નિશ્ચિત જ બુકિંગની સંખ્યામાં વધારો થતો હતો. સેલ્સ ટીમ પણ ખુશ હતી, સંસ્થાનો ફાયદો થતો હતો અને અમુક પર્યટકોને પણ રવિવારે ઓફિસ ચાલુ રાખવાથી સગવડ થઈ ગઈ હતી. એકંદરે વિન-વિન સિચ્યુએશન.
જોકે… અહીં કિંતુ-પરંતુનો વિચાર મનમાં ઘુમરાવા લાગ્યો. ધીમે ધીમે એવું ધ્યાનમાં આવવા લાગ્યું કે રવિવારે જો ફક્ત સેલ્સ ઓફિસીસ ચાલુ હોય તો બધાં સ્થળે મેનેજર્સ, ઈનચાર્જ તેમ જ બધા ડિપાર્ટમેન્ટમાંના કોઈક ને કોઈક લોકો તે રવિવારની ‘સેલ્સ ઓફિસીસ ઓપન’ પદ્ધતિને લીધે રવિવારની રજા હોવા છતાં ઘરે રહીને પણ મોટે ભાગે બિઝી રહેતા હતા. એટલે કે શરીરથી ઘરે પણ મનથી કામમાં એવી સ્થિતિ થઈ હતી. જસ્ટ ઈમેજિન કરો આ સિચ્યુએશન… રવિવારની રજાના દિવસે બાળકો સાથે અથવા એકંદરે પરિવાર સાથે મસ્ત ગપ્પાગોષ્ઠિ હસીમજાક ચાલુ છે અને તે જ સમયે ઓફિસમાંથી ફોન આવે છે અને ઘરની બાલ્કનીમાં જઈને તે માતા અથવા પિતા પંદર મિનિટ કે તેથી વધુ સમય સુધી તે ઓફિસનું કામ કરતાં રહે છે. પરિવાર થોડો સમય વાટ જુએ છે, પછી કંટાળે છે, શ્રીમતી અથવા શ્રીમાન ‘આ તો કાયમનું છે’ એવી ટકોર કરીને મૂડ ઓફ્ફ થઈને પોતપોતાનાં કામે નીકળી જાય છે અથવા વર્ચ્યુઅલ વર્લ્ડનો-સોશિયલ મિડિયાનો આશ્રય લે છે. બધાની જ જેની આખું અઠવાડિયું આતુરતાથી વાટ જોતા હોય છે તે રવિવારની રજા બગડે છે. ટૂંકમાં કહીએ તો રવિવારની રજા એટલે કમ્પ્લીટ રિજ્યુવિનેશન, એક પરફેક્ટ બ્રેક સપનું બની રહે છે. અને વિરોધાભાસ એવો છે કે પર્યટકોને અમે, ‘આખિર એક બ્રેક તો બનતા હી હૈ’ એવી અમારી જાહેરાતમાંથી આગ્રહપૂર્વક કહેતા હોઈએ છીએ ત્યાં અમે આ રવિવારની ઓફિસને લીધે અઠવાડિયા અઠવાડિયા સુધી તેમાં જ ગૂંચવાઈ રહીએ છીએ. ઓફિસ ચાલુ હોય એટલે ઘરે શાંતિ મળતી નથી. હવે વર્ષભર સતત દુનિયામાં ક્યાંક ને ક્યાંક સહેલગાહ ચાલુ હોય છે. આથી અમે અથવા અડધા ડિપાર્ટમેન્ટ્સ તેમાં ચોવીસ કલાક બિઝી હોય છે ત્યાં નો ઓપ્શન, પરંતુ કમસેકમ સેલ્સ ઓફિસીસમાં અને કોર્પોરેટ ઓફિસીસમાં અડધી ટીમ એટલે કમસેકમ છસ્સો લોકો આ રવિવારની રજા સંપૂર્ણ લઈને, ટોટલી રિફ્રેશ થઈને સોમવારે નવા ઉત્સાહ સાથે જો કામની શરૂઆત કરે તો તબિયત સારી રહેઈેં, મૂડ સારો રહેશે, અમે જે સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં છીએ ત્યાં વધુ સારી-હસતા-રમતા અને મનથી સેવા આપી શકાશે.‘સર સલામત તો પગડી પચાસ’ તેથી દરેકનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેવું મહત્ત્વનું છે, જેનો ફાયદો વ્યક્તિગત રીતે તે વ્યક્તિને અને ઓર્ગેનાઈઝેશનને થઈને જ રહેશે. ફરી એક વાર વિન- વિન સિચ્યુએશન, પરંતુ ત્રીજું ‘વિન’નું શું, એટલે કે, અમારા પર્યટકોનું શું? તેમની અસુવિધા થઈ શકે અને જે પર્યટનને લીધે જ વીણા વર્લ્ડ ઊભું છે તેમની અસુવિધા કરીને જો એકાદ નિર્ણય લેવાય તો તે પણ યોગ્ય નથી. મેં જ્યારે હવે પછી આપણે રવિવારે કામ નહીં કરવાનું એવો મુદ્દો રજૂ કર્યો ત્યારે સેલ્સ ટીમે એકસૂરે નારાજી દર્શાવી. તેમના મતે ‘વર્ષભરના બુકિંગમાં રવિવારના બુકિંગનું યોગદાન પાંચ ટકાથી વધુ છે, જેથી છ-સાત હજાર પર્યટકોના બુકિંગ આપણે આ જ રીતે છોડી દેવાના કે? તેમનો મુદ્દો યોગ્ય હતો, પરંતુ હું પણ પહેલાં એક બિઝનેસ વુમન છું, જેથી હોમવર્ક કરીને જ બેઠી હતી. મને તે સમયે પુ.લ.નો એક કિસ્સો યાદ આવ્યો, ‘છત્રી ખરેખર વેચાતી લેવી છે?’ વર્ષના ચાર મહિના વરસાદ પડે છે, તે ચાર મહિનાના બે મહિના આપણે ઘરમાં અને સૂતાં હોઈએ છીએ. બાકી બે મહિનાનો અડધો સમય આપણે ઓફિસમાં હોઈએ છીએ, એટલે કે, બાકી એક મહિનાના તે અડધા સમયમાં વરસાદ હોય છે, અડધો સમય વરસાદ હોતો નથી, એટલે બચ્યા પંદર દિવસ… આમ કરતાં કરતાં છત્રી વેચાતી લેવાની જરૂર જ નથી એ વાત ગળે ઉતારી આપી હતી. મેં પણ તે જ કર્યું. છ હજારમાંથી ધારો કે ત્રણ હજાર બુકિંગ અમારા પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સ પાસેથી હોય, જેઓ રવિવારે અથવા અન્ય દિવસે પર્યટકોના ઘેર જઈને સર્વિસ આપતા હોય છે. એટલે કે બચ્યા ત્રણ હજાર. તેમાંથી દોઢ હજાર અમારા કાયમ આવનારા ગેસ્ટ હતા જે અધરવાઈઝ સાંજે અથવા શનિવારે આવતા જ હતા. આથી તેઓ આવ્યા હોત જ. તે પછી બાકી દોઢ હજાર જેમનો પ્રશ્ન હતો તેમાંથી સો જણનો સર્વે કર્યા પછી સમજાયું કે તેમાંથી પચાસ ટકાને શનિવારે આવવાનું ફાવ્યું હોત, પરંતુ રવિવારે ઓફિસ ચાલુ હોવાથી તેઓ રવિવારે આવ્યા. હવે બાકી હતા સાડાસાતસો પર્યટકો, જેમને ખરેખર સમસ્યા હતી. તેમને શું જતા કરવાના? બિલકુલ નહીં. દરેક પર્યટક મહત્ત્વનો છે. અને હવે તેમની સમસ્યા પણ અમારે ઉકેલવી જ જોઈએ અને તે ‘ઓનલાઈન બુકિંગ’થી. જમાનો બદલાયો છે, પાંચ વર્ષ પૂર્વેની અને આજની સ્થિતિમાં આસપાસમાં જમીન- આસમાનનો ફરક પડ્યો છે. ભારતીયોને ઓનલાઈન બુકિંગની આદત પડી ગઈ છે અને તે સેવા ભારતમાં જ નહીં પણ દુનિયાભરના પર્યટકો માટે ખુલ્લી છે. અને કહેવાની ખુશી થાય છે કે એકદમ દુનિયાના ખૂણેખાંચરેથી પર્યટકો વીણા વર્લ્ડની સહેલગાહના બુકિંગ કરી રહ્યા છે અને અમારી ઓનલાઈન ટીમ તે પર્યટકોને સાથ આપવા સજ્જ હોય છે. આ બધી લપ્પનછપ્પન કર્યા પછી લગભગ બધાનો એકમત થઈ રહેલો જોવા મળતો હતો. પર્યટકોને પણ ઓનલાઈન બુકિંગનો વિકલ્પ ઉપલબ્ધ થયો અને અમે ‘રવિવારે ઓફિસીસ બંધ’ નિર્ણય પર મહોર મારી દીધી.
રવિવારની રજા કઈ રીતે પડી તેનું પગેરું કાઢ્યું તો બ્રિટિશોએ 1843માં તે શરૂ કર્યાની જાણકારી મળી.ગયા અઠવાડિયાના સમાચાર અનુસાર ભારતીયોને રવિવારની પહેલી રજા 10 જૂન, 1890ના રોજ અને તે અંગ્રેજ સાહેબની મહેરબાનીથી નહીં પણ શ્રી નારાયણ મેઘાજી લોખંડે નામે મરાઠી માણસે છ વર્ષ સુધી બ્રિટિશો સાથે કરેલા સંઘર્ષ પછી મળી હતી. જો તે સમયમાં આટલી લડત લડ્યા પછી રવિવારની રજા મેળવી છે તો તે આ રીતે વેડફાઈ નહીં જવી જોઈએ બરોબર ને! વધુ એક વાત એવી પણ જાણવા મળે છે કે ‘ભગવાને છ દિવસમાં દુનિયા બનાવી અને શ્રમપરિહાર તરીકે તેમણે સાતમા દિવસે રજા લીધી. જે દિવસ રવિવાર થઈ ગયો.’ હવે જો ભગવાન પણ થાકતો હોય તો આપણે પામરોની શું અવસ્થા થઈ શકે. અમને રવિવારની રજા મળવી જ જોઈએ નહીં? સો, પર્યટકો ‘ડોન્ટ ટેક મી રોંગ, વી આર એટ યોર સર્વિસ, ઓલ્વેઝ, આ રવિવારની રજાને લીધે હવે વધુ ઉત્સાહથી અને ખુશીથી.’