India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

ભારતના દરેક માટે, દુનિયાના દરેક ભારતીયો માટે

7 mins. read
Veena Patil
Veena Patil
7 Mins Read
September 24, 2018
September 24, 2018

Quick Summary

વિવિધ રાજ્ય અને વિદેશથી આવેલા ભારતીયો સાથે સહેલગાહમાં જોડાવાથી વાતચીત અને માહોલ વધુ જીવંત બને છે.

વીણા વર્લ્ડમાં ધ્યેય મોટો રાખીને ચંદ્ર જેવી મોટી સપના તરફ આગળ વધવાની વિચારધારા શેર કરવામાં આવે છે.

ઓનલાઈન બુકિંગથી ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સ્થાયી ભારતીયો પણ સહેલગાહમાં સહભાગી થાય છે.

પર્યટકોની પસંદગી મુજબ ગ્રુપ ટુર, એકાંત, શહેર પ્રવાસ, પ્રકૃતિ, બીચ, શોપિંગ, ખાદ્ય સંસ્કૃતિ અને એડવેન્ચર જેવી વિકલ્પો ઉપલબ્ધ છે.

જ્યેષ્ઠો માટે સિનિયર સ્પેશિયલ સહેલગાહ અને મહિલાઓ માટે વુમન્સ સ્પેશિયલ જેવી ટુરો પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે.

કુટુંબ માટે ફેમિલી ટુર્સ અને દાદા દાદી અને પૌત્રો માટે ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન જેવી ખાસ સંકલ્પનાઓ લોકપ્રિય છે.

મહારાષ્ટ્રના, દેશના અલગ અલગ રાજ્યના અને દુનિયાના ખૂણેખાંચરે સ્થાયી થયેલા ભારતીય નિવાસીઓ એકાદ સહેલગાહમાં સંમિશ્ર રીતે સહભાગી થયેલા હોય છે ત્યારે સહેલગાહનો માહોલ વધુ સારો બની જાય છે. દશદિશામાંથી આવેલા પર્યટકોમાં થતું વિચારોનું આદાનપ્રદાન સહેલગાહની મજામાં ઓર વધારો કરે છે. દુનિયા નજીક આવી રહી છે, શહેરની-રાજ્યની-દેશની-ખંડોની સીમા આછી થઈ રહી છે તેનો એક નાનો દાખલો મને આ સહેલગાહમાં પણ દેખાય છે. ઈન્ટીગ્રેશન ઓફ ઈન્ડિયન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ!

થાથોડા દિવસ પૂર્વે યુએસએની સહેલગાહ પર ગયેલા સિનિયર સિટીઝન્સને મળી. જ્યેષ્ઠો સાથે સુસંવાદ ચાલતો હતો ત્યારે એક પ્રશ્ન થયો, ‘અમે મોટા ભાગનાએ દુનિયા જોઈ લીધી છે, હવે પછી ક્યાં જવું?’ મેં કહ્યું, ‘દુનિયા જોઈને થઈ ગઈ હોય તો હવે ચંદ્ર પર સવારી કરીએ.’ આ સંકલ્પના બધાએ જ વધાવી લીધી. આ હું બોલી અને મને વીણા વર્લ્ડના શરૂઆતના દિવસો યાદ આવ્યા. તે સમયે, એટલે કે, પાંચ વર્ષ પૂર્વે મેં ‘મને ચંદ્ર પર જવું છે’ લેખ લખ્યો હતો. તેનો આશય એવો હતો કે, ‘આજે આપણે ક્યાં છીએ તેના કરતાં આપણે ક્યાં પહોંચવાનું છે તેનો ઉદ્દેશ કે ધ્યેય નક્કી કરીએ. આપણો ધ્યેય કાયમ મોટો, ઊંચાઈ પરનો, સહજતાથી સાધ્ય નહીં થાય તેવો જ કરીએ. તે પ્રમાણ માર્ગક્રમણ કરીએ.’ અને જુઓ ને! ત્રણ વર્ષમાં જ અમે, અમારા પર્યટકો અને અમારા ટુર મેનેજર્સે સાતેય ખંડો, એટલે કે, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા અને યુરોપની પૃથ્વી પ્રદક્ષિણા પૂરી કરી છે. અમારી સાથે પર્યટન કરનારા પર્યટકોમાં અનેકોના પચાસ દેશ પૂરા થયા છે. હવે તો ઓનલાઈન બુકિંગને લીધે ઓસ્ટ્રેલિયા-અમેરિકા-ઈન્ગ્લેન્ડ-સાઉથ આફ્રિકા-મિડલ ઈસ્ટમાં સ્થાયી થયેલા આપણા ભારતીય પર્યટકો પણ સહેલગાહમાં સહભાગી થવા લાગ્યા છે. પર્યટન વિશ્વમાં વીણા વર્લ્ડનું વિશ્વ વધી રહ્યું છે અને કહેવાનું મન થાય છે કે, ‘ભારતના દરેક માટે-દુનિયાના દરેક ભારતીય માટે: વીણા વર્લ્ડ એટ યોર સર્વિસ!’

‘પર્યટનમાં આપણે ચોક્કસ શું શું કરીએ છીએ તે ક્યાંક એક જગ્યાએ લખી રાખવાની જરૂર છે, એટલે કે, દેશવિદેશમાંથી ક્યાંય નવેસરથી વેબસાઈટની મુલાકાત લેનારા પર્યટકોને ટૂંકમાં ખ્યાલ આવશે કે તેને માટે અથવા તેણી માટે તેમની પસંદગી અનુસાર વીણા વર્લ્ડ પાસે ચોક્કસ શું છે?’ વીણા વર્લ્ડ દરેક કુટુંબ માટે અને કુટુંબના દરેક માટે છે. જોકે કુટુંબના તે દરેકે પર્યટનમાં પોતાને ચોક્કસ શું ગમે છે તે જાણી લેવું જોઈએ.

કોઈ એકલતા દૂર કરવા માટે ગ્રુપ ટુર્સ પસંદ કરે છે તો કોઈ અહીં એટલા લોકોથી ઘેરાયેલા હોય છે કે તેમને ક્યાંક એકાંતમાં જઈને ફક્ત એકલા રહેવાનું હોય છે. વિદેશથી આવતા પર્યટકોની સહેલગાહમાં સહભાગી થવાની ભાવના મોટે ભાગે આપણા લોકોમાં આઠ-પંદર દિવસ હળીમળીને રહેવાની હોય છે. કોઈકને એકઝાટકે યુરોપમાં આઠ-દસ દેશ જોવાના હોય છે તો કોઈકને એક સમયે સ્વિટઝર્લેન્ડ અથવા ઈટાલી જેવા એક જ દેશમાં અઠવાડિયા સુધી ધામો નાખવાનો હોય છે. કોઈકને ટુર મેનેજર સાથે હોય તો કઈ રીતે સુરક્ષિત અને બિન્ધાસ્ત લાગે છે તો કોઈકને ટુર મેનેજર સંકલ્પના જ ગમતી નથી. કોઈકને પર્યટનમાં શહેરો ગમે છે તો કોઈકને નિસર્ગરમ્ય સ્થળો. કોઈ પર્વતમાળા અને પહાડોના પ્રેમી હોય છે તો કોઈ સમુદ્રકિનારા અને બીચ રિસોર્ટસના. કોઈને શોપિંગ મસ્ટ લાગે છે તો કોઈ જે તે પર્યટન સ્થળની ખાદ્ય-સંસ્કૃતિના અભ્યાસુ હોય છે અથવા ચાહક હોય છે. કોઈને આંખો અંજાઈ ત્યાં સુધી જોવાનું ગમે છે તો કોઈને એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં ઈન્ટરેસ્ટ હોય છે. પર્યટકોની આવી અનેક જરૂરતો અને પસંદગીઓ ધ્યાનમાં લઈને કયા કયા પ્રકારના પર્યટકો માટે કઈ કઈ નાવીન્યપૂર્ણ સંકલ્પના લાવ્યાં છીએ તે વિશે હવે જાણીએ.

કુટુંબનો વિચાર કરતાં ઘરના જ્યેષ્ઠોનું માન મોટું હોવાથી તેમને માટે દેશવિદેશની સિનિયર સ્પેશિયલ સહેલગાહ બહુ જ લોકપ્રિય છે. કરિયર સંભાળતી, આખા ઘરની જવાબદારી ખુશીથી ઝીલતી, વર્ષમાં કમસેકમ એક જ વાર તેની પોતાની ખુશીના, આનંદના આધુનિક પિયરના દિવસો એટલે વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ. આ સહેલગાહની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી છે. ઘર બને છે ઘરના માણસોથી, પરંતુ આજકાલ ઘરના માણસો જ અલગ અલગ કામોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એકબીજાને બહુ ઓછું મળવાનું થતું હોય છે. આથી થોડા દિવસ માટે બધાં કામો બાજુમાં મૂકીને બધા એકત્ર ક્યાંક જઈએ, આઠ-દસ દિવસ એકબીજા સાથે રહીએ, રિફ્રેશ થઈએ, આ વિચારથી પર્યટન કરનારા કુટુંબ માટે ફેમિલી ટુર્સ એટલે ઉજવણી જ છે.’ વીણા વર્લ્ડના વ્યવસાયનો સિત્તેર ટકા ભાગ આ ફેમિલી ટુર્સથી વ્યાપ્ત છે. ઘરનો એક અત્યંત તરલ અને નિષ્પાપ સંબંધ એટલે દાદા-દાદી અને પૌત્રોનો. તેમને માટે પણ સ્પેશિયલ ટુર સ્કૂલની રજાઓમાં હોય છે. આ સ્પેશિયાલિટીનું નામ ‘ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ ચિલ્ડ્રન’ છે. નવવિવાહિતો માટેની હનીમૂન ટુર્સ શરૂ કરવામાં આવી ત્યારે તે સંકલ્પના કોઈને જ ખાસ ગમી નહીં. જોકે ધીમે ધીમે સુરક્ષિતતા, સમવયસ્ક નવવિવાહિતોનો સંગાથે, સંગાથે વીણા વર્લ્ડનો ટુર મેનેજર આ બધી બાબતો હનીમૂનર્સને ગમવા લાગી અને ભારતમાં અનેક સ્થળે તેમ જ થાઈલેન્ડમાં વીણા વર્લ્ડ હનીમૂન ટુર્સ લોકપ્રિય બની. હવે સ્વિટઝર્લેન્ડ હનીમૂન ટુર્સની ડિમાન્ડ વધવા લાગી છે. ‘લેટ મી બી ઓન માય ઓન!’ એવું કહેનારની સંખ્યા હવે ઘેર ઘેર વધવા લાગી છે. તેમને માટે બે વર્ષ પૂર્વે સિંગલ્સ સ્પેશિયલ ટુર્સ લાવ્યાં અને લેહ લડાખ, આંદામાન, મનાલી જેવાં સ્થળે વીસથી પાંત્રીસ વયજૂથના સિંગલ્સ બિન્ધાસ્ત પર્યટન કરવા લાગ્યા. જ્યુબિલી સ્પેશિયલ કપલ ટુર્સ સંકલ્પના મિડ એજ (૩૫થી ૫૦ વર્ષ) કપલ્સ માટે અમલ કરી. થાઈલેન્ડ, યુરોપ, દુબઈ અને તેને પણ સારો પ્રતિસાદ મળ્યો. હવે આ વર્ષે અમે જ્યુબિલી સ્પેશિયલની ઈસ્ટર્ન યુરોપ સહેલગાહ લાવ્યાં છીએ. સંસારની-કુટુંબની-વ્યવસાયની દોડધામમાં લુપ્ત થતા પ્રેમને સંજીવની એટલે ‘જ્યુબિલી સ્પેશિયલ ટુર્સ’ કપલ ટુર્સ. જો કોઈ ઘરમાં ડિફરન્ટ્લી એબલ્ડ વ્યક્તિ હોય તો તેમને માટે સ્પેશિયલ ટુર્સ અમે આ વર્ષથી શરૂ કરી છે અને તેમાંથી પહેલી સહેલગાહ ૧૮ નવેમ્બરે નીકળી રહી છે થાઈલેન્ડમાં. બિઝનેસ ક્લાસથી વિમાનપ્રવાસ, ફાઈવ સ્ટાર હોટેલમાં મુકામ અને ફાઈન ડાઈનિંગ રેસ્ટોરાંમાં ભોજન વ્યવસ્થા અને સંગાથે વીણા વર્લ્ડ ટુર મેનેજર ધરાવતી લક્ઝરી ટુર્સની શરૂઆત અમે ગયા મહિને કરી છે, જેથી જેમને આલીશાન પદ્ધતિથી સહેલગાહ કરવી હોય તે કુટુંબોની પણ સુવિધા કરવામાં આવી છે. વીકએન્ડ્સનો અથવા લોન્ગ વીકએન્ડ્સનો ફાયદો લઈને ‘એક બ્રેક તો બનતાહી હૈ’ કહીને નાની ટુર્સનાં શ્રીગણેશ અમે ગયાં વર્ષે વીકએન્ડ સ્પેશિયલ ટુર્સ દ્વારા કર્યાં છે. તેમાંથી જ એટલે કે, વીકએન્ડ્સના વાઈલ્ડ લાઈફ લવર્સ માટે અમે વાઈલ્ડ લાઈફ સ્પેશિયલ ટુર્સ લાવ્યાં છીએ. જેમને ગ્રુપ ટુર્સમાં જવાનું ગમતું નથી અથવા જેઓ પોતાના મનને ગમે તેમ પ્રવાસ કરવા માગતા હોય તેમને માટે કસ્ટમાઈઝ્ડ હોલીડેનો ડિવિઝન બહુ સારું કામ કરી રહ્યો છે. જેમનો પોતાનો ધંધો છે તેમની કોર્પોરેટ ટુર્સ અમારા વીણા વર્લ્ડ માઈસ ડિવિઝન તરફથી લઈ જવામાં આવે છે. જેમને વહેલામાં વહેલી તકે જગપ્રદક્ષિણા પૂરી કરવી હોય તેમને માટે ગ્લોબ ટ્રોટર સુપર જમ્બો પ્લાન પણ અમે તૈયાર રાખ્યા છે. તો મિત્રો જોયું ને, એક કુટુંબમાં પર્યટન માટે અમે ચૌદથી પંદર  વિકલ્પ તૈયાર રાખ્યા છે. પોતાને ઓળખો અને તેમાંથી સૂટેબલ પ્રોડક્ટ પસંદ કરો. રોન્ગ નંબર લાગવા નહીં દો. આફ્ટર ઓલ, ‘પર્યટન ખુશી માટે છે.’ સો, ચાલો, બેગ ભરો, નીકળી પડો!

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
Similarities between Korean and Tamil Culture
7 mins, read

Similarities between Korean and Tamil Culture

As the world gets connected more and more with technology, we are getting closer to different cultures. Earlier American and British movies and songs were available worldwide and everyone hummed to th

बॉर्डर
7 mins, read

बॉर्डर

‘हा व्हिसाच बंद झाला तर किती बरे होईल ना!’ असे पर्यटन क्षेत्रात काम करणार्‍या प्रत्येकाला नेहमीच वाटत असते. व्हिसाच काय, देशांमधल्या ह्या बॉर्डर्सच नसत्या तर किती बरे झाले असते, असंही बर्‍याचदा वाटून

न्यूझीलंड टू न्यूयॉर्क
7 mins, read

न्यूझीलंड टू न्यूयॉर्क

नवीन वर्षाचं स्वागत करायला उगवत्या सूर्याचा देश, ‘लँड ऑफ द रायझिंग सन-जपान’ कसा वाटतो तुम्हाला? की भारतात जिथे सूर्याची किरणं प्रथम पडतात ते अरुणाचल प्रदेश, म्हणजेच नॉर्थ ईस्ट तुम्हाला खुणावतंय? सर्वा

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Our OfficesLocate Us

Located across the country, ready to plan your dream vacation today!

Locate Us

Call us1800 313 5555

Request a quote or chat - we’re here to help anytime!

Write to us

We're always happy to help!

Connect with us

Reviews, podcasts, blogs and more...

Veena world
Associated withIATAIATOTAAITAFI

*Caution: Beware of Fake Promotions or Offers *Please do not believe or engage with any promotional emails, SMS or Web-link which ask you to click on a link and fill in your details. All Veena World authorized email communications are delivered from domain @veenaworld.com or @veenaworld.in or SMS from VNAWLD or 741324. *Veena World bears no liability or responsibility whatsoever for any communication which is fraudulent or misleading in nature and not received from registered domain.

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top