India
Toll free
Our Toll Free Numbers:

1800 313 5555

Call us
You can also call us on:

+91 22 2101 7979

+91 22 2101 6969

Foreign Nationals
Foreign Nationals/NRIs travelling

Within India+91 915 200 4511

Outside India+91 887 997 2221

Business Hours

Business hours: 10AM - 7PM

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

અવમૂલ્યન

5 mins. read
Veena Patil
Veena Patil
5 Mins Read
September 29, 2018
September 29, 2018

Quick Summary

વિદેશમાં સસ્તી લાગતી વસ્તુઓની કિંમત વિનિમય દર બદલાતા ઝડપથી મોંઘી પડી શકે છે, તેથી બજેટ પહેલાંથી સમજો.

યુરો અને ડોલર સામે રૂપિયાની કિંમત ઘટે ત્યારે કોફી જેવી નાની ખરીદી પણ નોંધપાત્ર વધે છે.

પર્યટકો માટે આગલા વર્ષનું યુરોપ અને અમેરિકા બુકિંગ ભારતીય રૂપિયામાં કરવાથી ફોરેન એક્સચેંજના ઉતારચઢાવનો જોખમ ઘટે છે.

ગ્રુપ ટૂર્સમાં સર્વ સમાવિષ્ટ પેકેજ હોવાથી ફરીથી વારંવાર પૈસા કાઢવાની જરૂર ઓછી રહે છે.

જ્યાં શક્ય હોય ત્યાં સ્થાનિક સ્ક્વેર, પિયાત્ઝા અને રોડસાઈડ કોફી શોપમાં કોફીનો અનુભવ લો, તુલના કર્યા વગર.

દેશો અને શહેરોની સતત તુલના કરવાથી પ્રવાસનો આનંદ ઘટે છે, તેથી દરેક જગ્યાનો પોતાનો અનુભવ માણો.

વિશ્ર્વભરનો પ્રવાસ કરીએ વરસોવરસ પણ સાદી કૉફી લેવાની થાય કોઈપણ દેશમાં તો મનમાં ગુણાકાર શરૂ. ‘અરે બાપરે, કૉફી માટે પાંચસો રૂપિયા?’ એવું મનમાં થઈ આવે, ખરેખર કૉફીની જરૂર છે? થોડી વારમાં તો જમવું છે...

મારું સપનું છે, ખરેખર તો ફેન્ટસી કહેવાય. યુરોપમાં અમે સહેલીઓ ભટકતાં ભટકતાં એક ઘડિયાળની દુકાનમાં ઘૂસ્યાં. એક એક ઘડિયાળની કિંમત અમે જોતાં હતાં. પાંચ હજાર યુરો, દસ હજાર યુરો અને અમે એકમેકને કહેતાં. ‘વાવ! સો ચીપ, ચાલો લઈ નાંખીએ બે-ત્રણ ઘડિયાળ’ અને અમે ઘડિયાળ લેતાં કારણ કે તે સમયે આપણો એક રૂપિયો એટલે એમના પંચ્યાશી યુરો હોય છે. સ્વપ્ન જુઓ એ સાકાર થાય એવું કહેવાય. સો કીપ ડ્ર્રીમિંગ! જોતાં રહો. આજે આનાથી ઊલટી પરિસ્થિતિ છે. યુરોપીયન્સ આપણી પાસે આવે છે ત્યારે આપણે ત્યાંની સો રૂપિયાની વસ્તુ એમને સવા યુરોમાં પડે છે. એક યુરો એટલે પંચ્યાશી રૂપિયા. યુરોપીયન્સના મોઢામાંથી આપોઆપ શબ્દો સરી પડે છે, ‘ઓહ, ઇન્ડિયા ઇઝ સો ચીપ!’ એમનો આનંદ આપણાં હૃદયને માત્ર વેદના આપી જાય છે.

મને ફોરેન એક્સચેંજ સમજમાં આવ્યું ત્યારે એક ડૉલરની કિંમત પાંત્રીસ ભારતીય રૂપિયા હતી, જે આજે પંચોતેર રૂપિયા થઈ છે. પૂર્વી યુરોપમાંનાં દેશોની અલગ અલગ કરન્સી હતી. ૧૯૯૯માં એક સામૂહિક કરન્સીની પ્રોસેસ શરૂ થઈ અને એક જાન્યુઆરી ૨૦૦૨માં યુરોપમાંનાં અઠ્ઠ્યાવીસ દેશોમાંથી ઓગણીસ દેશોએ એકત્રિત થઈને યુરોઝોન દ્વારા એક કરન્સી અસ્તિત્વમાં લઈ આવ્યા, એ કરન્સી એટલે યુરો. જે સમયે યુરોનો જન્મ થયો ત્યારે એક યુરો એટલે સાધારણપણે પિસ્તાલીસ ભારતીય રૂપિયા હતા. આજના સમયે એક યુરો એટલે પંચ્યાશી રૂપિયા થયા છે. અમારા ટ્રાવેલ ઍન્ડ ટુરિઝમ ક્ષેત્રનો વિચાર કરીએ ત્યારે અમે પરદેશી નાગરિકને ભારત દેખાડવા માટે વધુમાં વધુ સંખ્યામાં પ્રવૃત્ત કરી શકીએ કારણ કે રૂપિયાના ઘસારાના લીધે એમની દૃષ્ટિએ ભારતમાં પર્યટન કરવાનું હવે ખૂબ જ સસ્તું છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણ, અર્થકારણ, જાગતિક ઊથલપાથલ, ડોલર વધવો, બ્રિટીશ પાઉંડ ઓછો થવો, રૂપિયો ઘસાવો આ બાબત એટલે નિષ્ણાતોનો વિષય, એના પર હું ભાષ્ય કરી નથી શકતી, કારણ એ મારો વિષય નથી. અમારા પર્યટકોની પણ વાત કંઈ અલગ નથી. સહેલગાહના પૈસા અમેરિકન ડોલર, યુરો, ઑસ્ટ્રેલિયન ડૉલર એમ અલગ અલગ કેમ લો છો? એક જ વાત કે અમારી પાસેથી ભારતીય રૂપિયામાં પૈસા લો. અર્થાત સહેલગાહમાંથી અડધો ભાગ તે તે દેશમાંની અલગ અલગ બાબતો માટે એટલે કે હોટલ, ટ્રાન્સપોર્ટ, ટ્રેન, બોટ, ક્રુઝ, વિમાન માટે હોય છે અને એ એમના દેશની કરન્સીમાં ત્યાં આપવાના હોય છે તેથી આપણે એ એ દેશની કરન્સીમાં ભરવા પડે છે. પર્યટકો માગણી કરે અમારે તે પૂરી કરવાની એવું નક્કી કર્યું છે તેથી દર વરસે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમે આગલા વર્ષનું યુુરોપ અમેરિકાનું બુકિંગ સંપૂર્ણપણે ભારતીય રૂપિયામાં કરીશું અને ફોરેન એક્સેંજના ઉતારચઢાવની ચિંતા ન કરવા દેવાની સુવિધા પર્યટકો માટે કરીએ છીએ અને અનેક પર્યટક એ પ્રમાણે આયોજન કરે છે. અહીં અમે રિસ્ક લઈએ છીએ ફોરેન એક્સેંજના ઉતારચઢાવનું પણ પર્યટક નિશ્ર્ચિંત થાય છે. આ વરસે જ અમે વરસ પછી આ બાબત શરૂ કરી પરંતુ હવે રૂપિયાના ઘસારાના લીધે રિસ્ક ખૂબ જ વધી ગયું છે. જલદીથી આ બાબત પાછી લેવી પડશે અને પછી હંમેશની મુજબ ભારતીય રૂપિયા અને યુરોમાં પ્રવાસનો ખર્ચ આપવો પડશે. નાછૂટકે અમારે બક ટૂ પેવેલિયન જવું પડશે.

યુરો કે ડોલર નીચે ન આવ્યો તો બહારના દેશમાં કોફી ખરેખર મોંઘી પડવાની છે. કોફી ત્રણ-ચાર કે પાંચ યુરોમાં જ પડશે પરંતુ રૂપિયાનું મૂલ્ય ઘસાવાના લીધે પાંચ યુરો ગુણ્યા પંચોતેરના બદલે પાંચ યુરો ગુણ્યા પંચ્યાશી કરવા પડશે. એટલે ત્રણસો પંચોતેરના બદલે ચારસો પચ્ચીસ રૂપિયા. વિદેશમાં પર્યટન મોંઘું થશે તે આ રીતે. ગ્રુપ ટૂર્સમાં સર્વ સમાવિષ્ટ હોય છે અને એક વાર પૈસા ભર્યા પછી ફરીથી પાકિટ ખોલવું નથી

પડતું તેથી યુરોપ અમેરિકામાં વિશ્ર્વભરમાંથી ગ્રુપ ટૂર્સ દ્વારા આવનારા પર્યટકોની સંખ્યા વધુ હોય છે. અર્થાત અમે ક્યારેક પર્યટકના પોતાના જ ખિસ્સામાંના પૈસા ખર્ચ કરીને કોફી પીવાનો આગ્રહ કરીશું. ખાસ કરીને યુરોપના ભલે ને તે ઈસ્ટર્ન યુરોપ હોય કે વેસ્ટર્ન યુરોપ સ્પેન હોય કે સ્કેન્ડિનેવિયા, ત્યાંના સ્ક્વેર કે પિયાત્ઝા કે રોડસાઈડ કોફીઝમાં બેસીને કોફી લેવાનું કહીશું. ત્યાંનું બિલ પછી પાંચશો આવે કે હજાર, એ કોફીના પૈસા નથી તો એક અનુભવ છે અને એ જ્યાં શક્ય હોય ત્યાં લેવી. ત્યાં રૂપિયાની અને યુરોની તુલના કરવી નહીં.

પર્યટનની બાબતમાં કહીએ તો એક દેશની બીજા દેશથી, એક શહેરની બીજા શહેરથી, એકાદ સ્થળની અન્ય સ્થળથી તુલના કરવામાં આવે ત્યારે, પર્યટક સહેલગાહનો આનંદ ગુમાવે છે. પેરિસના કેબ્રે શો જોતાં સમયે કોઈ કહે, મને છેને આના કરતાં પટ્ટાયાનો અલ્કાઝાર શો ગમ્યો.’ યુરોપ ફરીને અમેરિકા ગયેલો પર્યટક કહે છે, ‘અમેરિકા સારું જ છે પણ યુરોપ વધારે ગમ્યું.’ અમેરિકા ફરીને યુરોપ ગયેલો પર્યટક કહે છે, મને અમેરિકા વધુ ગમ્યું.’ ‘તમને ન્યૂઝિલેન્ડ ગમ્યું કે સ્વિટ્ઝર્લેન્ડ?’ આ કે આવા પ્રકારના પ્રશ્ર્નો મને ખાસ પૂછવામાં આવે છે. સર્વસાધારણપણે આપણે પર્યટન કરીએ છીએ તે એવા દેશમાં જ્યાં પર્યટનસદૃશ આકર્ષણ અને સુવિધા છે. પછી એ દેશને કે શહેરને કે પછી સ્થળને જેમ છે એમ સ્વીકારીએ, ત્યાંની યુનિકનેસનો આનંદ લઈએ. એમાં જ સર્વ પ્રકારે ફાયદો છે.

આપણે જે સમયે બહારના દેશમાં જઈએ ત્યારે ત્યાંની ચમકદમક જોઈને વિસ્મય પામીએ છીએ અને અજાણતા પરંતુ સહજતાથી એ દેશની તુલના આપણા દેશથી કરવા લાગીએ છીએ, દોષ કાઢીએ છીએ; અને એથી વધીને ગુસ્સો પણ કરીએ છીએ. અહીં માત્ર પોતાના પર કન્ટ્રોલ કરવો. તમારો દેશ તમારી પાસે અને અમારો દેશ અમારી પાસે. અમારામાં કંઈક ખામી હશે પરંતુ પ્લસપોઇન્ટ્સ વધારે છે જેનો મને ગર્વ છે. રૂપિયાનું અવમૂલ્યન ચાલશે પરંતુ દેશનું અવમૂલ્યન આપણા દ્વારા ન થાય એનું જાણપણું આપણે દરેકે રાખવું.

Post your Comment

Please let us know your thoughts on this story by leaving a comment.

Explore Topics, Tips & Stories

Balloon
Arrow
Arrow

Get in touch with us

Share your details for a call back and subscribe to our newsletter for travel inspiration.

+91

Listen to our Travel Stories

You May also like

View all
Similarities between Korean and Tamil Culture
5 mins, read

Similarities between Korean and Tamil Culture

As the world gets connected more and more with technology, we are getting closer to different cultures. Earlier American and British movies and songs were available worldwide and everyone hummed to th

बॉर्डर
5 mins, read

बॉर्डर

‘हा व्हिसाच बंद झाला तर किती बरे होईल ना!’ असे पर्यटन क्षेत्रात काम करणार्‍या प्रत्येकाला नेहमीच वाटत असते. व्हिसाच काय, देशांमधल्या ह्या बॉर्डर्सच नसत्या तर किती बरे झाले असते, असंही बर्‍याचदा वाटून

न्यूझीलंड टू न्यूयॉर्क
5 mins, read

न्यूझीलंड टू न्यूयॉर्क

नवीन वर्षाचं स्वागत करायला उगवत्या सूर्याचा देश, ‘लँड ऑफ द रायझिंग सन-जपान’ कसा वाटतो तुम्हाला? की भारतात जिथे सूर्याची किरणं प्रथम पडतात ते अरुणाचल प्रदेश, म्हणजेच नॉर्थ ईस्ट तुम्हाला खुणावतंय? सर्वा

Veena World tour reviews

What are you waiting for? Chalo Bag Bharo Nikal Pado!

Our OfficesLocate Us

Located across the country, ready to plan your dream vacation today!

Locate Us

Call us1800 313 5555

Request a quote or chat - we’re here to help anytime!

Write to us

We're always happy to help!

Connect with us

Reviews, podcasts, blogs and more...

Veena world
Associated withIATAIATOTAAITAFI

*Caution: Beware of Fake Promotions or Offers *Please do not believe or engage with any promotional emails, SMS or Web-link which ask you to click on a link and fill in your details. All Veena World authorized email communications are delivered from domain @veenaworld.com or @veenaworld.in or SMS from VNAWLD or 741324. *Veena World bears no liability or responsibility whatsoever for any communication which is fraudulent or misleading in nature and not received from registered domain.

© 2013 - 26 Veena Patil Hospitality Pvt Ltd. All Rights Reserved.

Payments on website are secure

Scroll to Top